Sunday, January 8, 2017

વિચારબિંદુ-૨૨


નણંદ દીકરી ગણાય તો ભાભી માં કેમ ન ગણાય?

આપણે ત્યાં સાસરામાં વહુ જયરે પ્રવેશે ત્યારથી જ તે દરેક સભ્યોને પોતાના જ ગણે છે એટલે જ તે  મમ્મી-પાપા, દાદા-દાદી, કાકા-કાકી વગેરે નામથી સબોધે છે નહિ કે દાદાજી/કાકાજી વગેરે, અને નણંદ તો તેની બહેન હોય તેમ દીદી કહીને જ બોલાવે, લાડ લડાવે, ખ્યાલ રાખે એ નાની હોય કે મોટી પણ તેને ખુબ જ રાખે અને એટલે જ આપણે ત્યાં કેહવાય છે ને નણંદ એટલે દીકરી. માતા –પિતા હયાત ન હોય તો પણ નણંદ ને ત્યાં પ્રસગ આવે ત્યારે ભાઈ-ભાભી અચૂક વ્યવહાર પુરા કરે છે અને માં-બાપની કમી મેહસૂસ કરવા ન દે. કોઈ વાર ભાઈ ભાભી બહેનનું કન્યાદાન પણ કરે છે આમ, માં-બાપની જેમ જ પોતાની ફરજ બજાવે છે, જવાબદારી ઉઠાવે છે. ઉપરાંત, દીકરી પેહલાની જેમ જ પોતાને ઘર એટલે કે પિયર આવે જાય છે અને ભાઈ ભાભી ખુબ જ સારી રીતે સાચવે છે. ભાભી નણંદ ને દીકરી માને છે તો નણંદ ભાભીને માં કેમ ન માની શકે? શા માટે તે પિયરમાં ભાભી સાથે લડાઈ –ઝગડા કરે?, નાની નાની વાતમાં ફરિયાદ કરે?, માં ના કાન ભરાવે? માં ની સેવા કરે, માં ને મદદ કરે તો ભાભી ને શા માટે મદદ ન કરે? પ્રોત્સાહન આપે? સાથ આપે? જયારે એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજશે ત્યારે જ સંયુક્ત કુટુંબ પ્રથા રેહશે અન્યથા ઘણાંના સંબંધ અને ઘર બંને તૂટશે તો અને આ માટે માત્ર વહુને જવાબદાર ન ગણવી જોઈએ.


Thursday, November 3, 2016

વિચારબિંદુ -૨૧


 

કોર્પોરેશન દ્વારા ગલીએ ગલીએ કચરાગાડી ફરે છે અને ઘરદીઠ કચરો એકત્ર કરવામાં આવે છે. સૌ કોઈ  કચરો –હેથવાડ તેમાં નાખે છે, આ ગાડી પાસેથી પસાર થઇ તો પણ આપણને વાંસ આવે છે, આપને કચરો પણ દુરથી  ફેકવાનું પસંદ કરીએ છીએ પરંતુ આ ગાડી લઇને ફરતા કામદારો આ કચરો પણ વીણે છે!!!! હા, તેઓ વિચારે છે કે શાયદ કોઈ વસ્તુ મારા કે મારા પરિવારને લગતી નીકળી જાય તો અમે ઉપયોગમાં લેશું. ઉપરાંત તે ખાલી ખોખા, પ્લાસ્ટીક વગેરે અલગ કરે છે કોઈ વાર આ ગાડીમાં કચરાની અંદર જઈ કચરો વીણે છે તો કોઈ વાર ગાડી ભરાઈ ગઈ હોય તો કચરો એક બાજુ કરવા પોતે અંદર ચાલ્યા જાય છે. આપણા માટે કોઈ વસ્તુ નકામી થઇ ગઈ હોય ઉપયોગમાં ન લેવી હોય તો તેને અલગ બેગમાં રાખી આવા લોકોને હાથો હાથ આપવી જોઈએ શાયદ તેમને અથવા તેમના પરિવારને ઉપયોગી બને તેમજ બે પૈસા બચાવવા કચરો વિણવો ન પડે અને આપણે આ રીતે કોઈને મદદરૂપ થઇ શકીએ.
 
ઉપરાંત આવા કચરામાં આપને હેઠવાડ પણ ભેગો જ નાખી દેતા હોય છે તેની પણ અત્યંત ખરાબ દુર્ગંધ આવતી હોય છે ત્યારે કોઈ માણસ વગર નાક બંધ કરે વસ્તુ શોધતો હોય તો તેના પર દયા ચોકકસ આવી જાય છે. ગંદકીમાં જ મચ્છરોનું ઘર હોય છે અને આવા મચ્છર અને બીમારીને નોતરે છે અને આ સફાઈ કામદાર પોતાની શેહદની પરવા કર્યા વગર કચરાગાડીમાંથી કચરો વીણે છે. ખરેખર આ દ્રશ્યો આંખ ભીની કરી આપે છે.

Monday, August 29, 2016

Joy Of Giving


 
હું તો ગઈ તો મેળે..મેળે...લોક મેળો એટલે બાળકોની પ્રિય જગ્યા. ફજ્જર, ટોરાટોરા, રમકડાંના સ્ટોલ, આઇસ્ક્રીમ અને નાસ્તાના સ્ટોલ અને ઘણું બધું. જ્યાં નજર પડે ત્યાં બાળકનું મન લલચાય. હું નાની હતી ત્યારે પણ મેળે જતી, પાપા, બહેન સૌ સાથે જતા અને ખુબ જ આનદ કરતા, અનેક ચકરડીમાં બેસવાનું,હસવાનું અને નાસ્તો કરવાનો. રમકડા તો પાપા કોઈ મોટી દુકાનમાંથી જ લઇ દેતા, ના પડી તો પણ લઇ આવતા. પરંતુ મેળામાં મળતી દડી, સ્ટીમર, નાનો પંખો, કિચન સેટ વગેરે હજુ નજરકેદ હોય એવું લાગે છે. આ વર્ષે પણ અમે મેળામાં ગઈ પરંતુ ન ચકરડીમાં બેઠા ન કઈ વસ્તુ ખરીદી કે નાસ્તો કર્યો તો ગયા શા માટે સવાલ થાય. હું અને મારી ફેન્ડસ દુર દુરથી મેળામાં ધંધો કરવા આવેલા, મેહનત કરીને કમાવા ઈચ્છતા, ગરીબ લોકોને કઈક મદદ કરવાના ઈરાદાથી ગયેલ. અમે બાળકોને ચોકલેટ, કપડા, નાસ્તો, મોટેરાને પણ કપડા, નાસ્તો આપેલ. આપણા બાળકોને ચોકલેટ રોજ આપી શકીએ પણ રોજ ચોકલેટ ન ખવાય એટલે ખાવાની ના પડી તો પણ રડવું આવે છે, ચોકલેટ તેમની ખુબ જ પ્રિય વસ્તુ છે અને જયારે કોઈ સબંધી કે પાડોશી દ્વારા તેમને ચોકલેટ મળે તો પણ તે ખુશ થઇ જાય છે જયારે અહી તો બાળકોને ચોકલેટ એટલે શું એ પણ શાયદ નહિ ખબર હોય પણ તે જોઇને અતિ ખુશ થયા હતા. એટલું જ નહિ સંતોષી લોકો હતા કોઈ અમને વધારે આપો, આ આપો એવું કરતા નહિ ખરેખર માસુમિયત તો ત્યાં પણ છલકાતી હતી . આવી જ કઈ યાદો.....


Fair 2016


Joy Of Giving
Joy Of Giving

 

Friday, August 26, 2016

વિચારબિંદુ-૨૦


આજ કાલના છોકરાવની ચર્ચા બહુ ચર્ચિત છે. માતા-પિતા, દાદા-દાદી એક વાત કરતા હોય કે બસ આજકાલના છોકરાવ બહુ તોફાની છે, એક ને પણ સાચવી શકાય, થોડી વાર સ્કૂલ/ટ્યુશન જાય તો શાંતિ લાગે. તેમને તો બસ મોબાઈલ અને ઈન્ટરનેટ હાથમાં આવે એટલે કઈ જવાબ આપે. પેહલાના છોકરાવ તો ક્યારે મોટા થઇ જતા ખબર ના પડતી, તોફાન પણ કરતા અને કહ્યું કરતાં પરંતુ ક્યારેય વિચાર્યું છે આજકાલના વડીલ વિષે? વગેરે, વગેરે. ના ને?

આજકાલના વડિલ પણ પેહલા જેવા વડિલ જેવા રહ્યા છે? વડિલની વિરુદ્ધ કેહવાની મારી હિમત નથી પરંતુ કોઈ એવી વાત છે જેની સામે આજકાલના છોકરાવ દલીલ કરી શકે....

વડિલને પણ બાળકોને વાર્તા કેહવી કે બાળગીતો બોલવા નથી ગમતા, મોબાઈલમાં કે ટી.વી. માં ઓડિયો/વીડિઓ ચાલુ કરી દે છે. વડિલ પણ બહારથી ઘરે આવે એટલે તુરંત ટી.વી. ચાલુ કરે છે અને ભગવાનનાપણ ભજન કે સત્સંગ જોવાનું ભાગ્યે પસંદ કરે છે તેમને પણ રિયાલીટી શો, કોમેડી તેમજ સાસુ-વહુની સીરીયલ જોવામાં વધારે રસ હોય છે.
બાળકોને હેલ્થી ફૂડ ભાવે કે ન ભાવે પણ વડિલને  પિત્ઝા, બર્ગર પસંદ આવવા લાગ્યા છે અને બાળકોની જેમ ખીચડી તેમની અપ્રિય બની ગઈ છે. વડિલને પણ ટી.વી. જોતા જોતા જમવું છે તો બાળકો પણ તેમને લાઈક કરશે અને ફોલો પણ કરશે જ.બાળકો મોબાઈલમાં વાત કરવા એકાંત જગ્યા પસંદ કરે છે, તેમને કોઈની ખલેલ પસંદ નથી પછી એ વાત સગા-સબંધી કે મિત્ર કોઈની પણ સાથે હોય શકે તેવી જ રીતે મોટેરા પણ સમુહમાં બેઠા હોય ત્યારે મોબાઈલમાં કોઈ નો ફોન આવે તો વાત કરવાનું ટાલે છે, જેમ કે, પછી ફોન કરું કામમાં છું, નેટવર્ક નથી મળતું વગેરે વગેરે/ બહાર નીકળી વાત કરવા લાગે છે. બાળકો મોટેરા પાસેથી જ બધું શીખે છે. વડિલ પણ સમય મળ્યે મોબાઈલમાં ગેઈમ કે ચેટીંગ કરવા બેસી જાય છે અને કલાકો સુધી તેમાં જ રચ્યા પચ્યા રહે છે. થોડા દિવસ પેહલા એક મંદિરમાં દર્શનાથે ગયા  હતા ત્યારે બહારના ભાગ તરફ ખુબ જ ખુશનુંમાન જગ્યા હતી ત્યાં ૧ કાકા-કાકી બેઠા હતા, જોઈને લાગતું હતું કે તેમના પૌત્ર-પોત્રી હશે, બને લોકો આજુ-બાજુનું વાતાવરણ જોવાને બદલે, ભગવાનના મંદિરમાં તેમનું સ્મરણ કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત હતા!!!! હા, કાકા ચેટીંગ કરતા હતા અને કાકી ગેમ્સ રમતા હતા.તેમને પણ આનદ કરવાનો, જિંદગી જીવવાનો શોખ છે પરંતુ જો વડિલ જ ધાર્મિક જગ્યાએ મોબાઈલમાં વ્યસ્ત હોય તો આજકાલના છોકરાવ ને શું કેહવું? અગાઉના જમાનામાં વડિલ સમય મળ્યે ભગવાનનું નામ લેવા માળા કરતા પરંતુ આજકાલના વડીલને માળા કરવી નથી ગમતી. તેમને પણ ઈન્ટરનેટમાં જ ભગવાનના દર્શન કરી વીડિયો જોવા ગમે છે. વડિલ વિષે ઘણું બધું કહ્યું-સૌ વડિલ માફ કર જો પણ જે જોયું તે લખ્યું. 


Monday, August 8, 2016

વિચારબિંદુ-૧૯

 
 



ગાય હમારી માતા હૈ , હંમે દૂધ દેતી હૈ પર વો ક્યાં ખાતી હૈ? જાહેર રસ્તા પર આપના દ્વારા નખાયેલ કચરો? જેમાં પ્લાસ્ટીક, હેઠવાડ વગેરે હોય છે. ગાયને ઘાસચારો ન આપીએ તો ચાલશે પણ તેને માટે હાનીકારક ચીજ વસ્તુ તે ન જ આરોગે તે ધ્યાન રાખવું જોઈએ. જાહેર રસ્તા પર ગમે ત્યાં કચરો ન ફેકતા સ્વચ્છતા પણ જળવાશે.

Wednesday, August 3, 2016

વિચારબિંદુ-૧૮ ફોરવર્ડ માણસો

ફોરવર્ડ- લોકો તો ફોરવર્ડ છે. ઘરમાં પણ વેસ્ટર્ન આઊટફીટ પેહરે છે અને પ્રસંગમાં પણ ફેન્સી ડ્રેસ અને સાડી. અરે જમવામાં ચાયનીસ, મેક્સીસન પણ જમી લે. ઘરની સ્ત્રીઓ તો સ્વીમીંગમાં જાય, જીમમાં પણ જાય. એમ, તો તો બહુ સારું કેહવાય ફોરવર્ડ છે તો દીકરી દેવામાં વિચારી શકાય. યુગમાં તો છોકરીઓ ને થોડી છૂટ-છાટ તો જોઈએ અને છોકરાવને પણ આવી છોકરીઓ ગમે.
 પરંતુ શું માત્ર પેહરવેશથી ફોરવર્ડ થવાથી કે કેહવાથી માણસ સ્વભાવથી પણ ફોરવર્ડ થાય છે? ના, નથી થતો. મનથી જે માણસ આધુનિકતા સ્વીકારે તેને ફોરવર્ડ કેહવાય. બેહરૂપિયા તો ઘણા હોય છે, દ્વિમુખી પણ ઘણાં હોય છે પરંતુ અસલી ચહેરો વ્યક્તિત્વ નીખારે છે. આજ કાલની સાસુ પણ વેસ્ટર્ન આઉટફીટ પેહરે છે પણ સ્વભાવે તો હજુ જુનવાણી સાસુ છે- વહુને કેમ હેરાન કરવી, તેને સાથે રકજક કરવી, તેની અવગણના કરવી. સ્વીમીંગ/જીમ કે અન્ય કોઈ જગ્યાએ જઈને પણ વહુની ખટપટ કરે છે, આધુનીક સાસુ મંદિર/ધાર્મિક સ્થળે જવાને બદલે વિવિધ એક્ટીવીટી કલાસમાં જવાનું પસંદ કરે છે.  ફોરવર્ડ બાહ્ય પહેરવેશથી નહિ પરંતુ મનથી થવાય છે.

Tuesday, March 8, 2016

વુમન્સ ડે



કોઈ સ્ત્રી નોકરી કરે છે, કોઈ ધંધો કરે છે, કોઈ હાઉસવાઈફ છે, ટૂંકમાં તે કાર્યરત છે. 'સ્ત્રી વગર સુનો સંસાર' સ્ત્રી વિશે અનેક ટીકા-ટીપણી થાય છે પરંતુ સ્ત્રી વગર કોઈને ચાલતું નથી તે પણ સત્ય હકીકત છે. સ્ત્રી દરેક જવાબદારી સારી રીતે નિભાવી શકે છે અને નિભાવતી જ રેહશે તે કદી હારતી નથી.'હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન...મન મેં હૈ વિશ્વાસ પુરા હૈ વિશ્વાસ.... કુછ કહી કુછ અનુસુની બાતે...
_______________________________________________________

રાજકોટના જાણીતા અને ચહીતા કૂકિંગ માસ્ટર પ્રીતીબેન ચૌહાણ જે એક દાયકાથી પોતાના કૂકિંગ  કલાસ માટે જાણીતા છે. જેવો તેમનો સ્વભાવ સુંદર, સુશીલ છે તેમ તેમની વાનગી પણ સુંદર અને સ્વાદીસ્ટ છે.પ્રીતિબેન ની કૂકિંગ પ્રત્યેની પ્રીત અપાર છે પછી તે ગુજરાતી વાનગી હોય કે પંજાબી, ચાઇનીસ, સાઉથ ઇન્ડિયન, કેક-કુકીસ, આઈસ્ક્રીમ.. ૫૦ થી પણ વધારે વાનગીઓ શીખવનાર તેવા પ્રીતીબેન વિષે થોડું પણ ઘણું.......
પ્રીતીબેન ચૌહાણ રાજકોટમાં જ રહી અભ્યાસ હોમ સાયન્સ (ફૂડ)નો અભ્યાસ કરેલ, એટલે કે નાનપણથી જ તેમને ફૂડ પ્રોડકટમાં રસ હતો અને તેમાં જ આગળ વધવાની મનોકામના પૂર્ણ પણ થઇ છે. કેહવાય છે ને મન હોય તો માળવે જવાય તેવું જ પ્રીતીબેનનું છે. મન મક્કમ હતું કે કુછ કર દિખાના હૈ, બસ વક્ત કા ઇન્તઝાર થા.  માત્ર એકવાર કોઈ કુકીગ ક્લાસમાં ગયેલા હતા અને ત્યાંથી તેમને થયું કે હું પણ આવું અથવા તો વધારે સારું કરી શકું છુ અને કરી પણ બતાવ્યું. સૌ પ્રથમ શરૂઆત ઘરમાંથી કરી, સૌ એ તેમની બનાવેલ વાનગીને ખુબ સારો પ્રતિસાદ આપ્યો, સૌ કોઈનો પ્રેમ  સાથે પોતાના કુકીગ ક્લાસ શરૂ કર્યા. નાના-મોટા અનેક સ્ત્રીઓ ત્યાં કુકીગ શીખવા આવવા લાગ્યા,  એટલું જ નહિ તે વાનગીઓ અને તેમના ચાહક બની ગયા. તેમના વિદ્યાર્થી માટે ૨૪*૭ તે  ઓનલાઈન હોય છે મતલબ દિવસ હોય કે રાત, ઘરે રસોઈ કરતી વખતે કઈ જરૂર પડ્યે તેમને ફોનમાં જવાબ આપે છે.ઉપરાંત તેમનું કેહવું છે કે તે રોજ કઈ નવું શીખે છે પછી તે કુકીગ હોય કે અન્ય. અને શીખવાની લગન જ વ્યક્તિને આગળ લાવવામાં મદદ કરે છે.  આજે, તેમના અનેક વિદ્યાર્થી ઓર્ડેર મુજબ બેકરી પ્રોડકટ/અન્ય પ્રોડક્ટનો હોમબેઇઝ બીઝનેસ કરે છે ત્યારે તે ખુબ ખુશ થાય છે અને તેમને વધારે સફળતા મળે તેવા શુભકામના પણ આપે છે.
ઘરમાં પતિ, બે પુત્રો, અને સસરા સાથે રહે છે અને તેમને ઘરના સૌ કોઈ સપોર્ટ કરે છે. ઘરમાં ક્લાસ કરે છે ત્યારે પણ કોઈ વિઘ્નરૂપ ન બનતા તેમને સહયોગ આપે છે ઉપરાંત તેમની બનાવેલ વાનગી પણ તેમને ખુબ પ્રિય છે. ઘરમાં કોઈ સ્ત્રી વ્યક્તિ ન હોવાની ખોટ તેમને હમેશા રહે છે. ઘરમાં જ રહી પોતાનો શોખ પૂરો કરી શકાય છે તે માટે તેમને ગર્વ છે. ઘર પણ સાંભળી શકાય છે અને પોતાના શોખ/આવડત દ્વારા આર્થિક પણ પગભર થઇ શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રીતીબેન છે. કુકીગની સાથે તેમને હેન્ડીક્રાફ્ટનો પણ શોખ છે તેઓ સમય મળ્યે પોતાના ડ્રેસીસ જાતે બનાવે છે ઉપરાંત ઘરને પણ સુંદર રીતે સજાવટ કરે છે. ઘણી વખત સ્ત્રીઓ કેહતી હોય છે કે રોજ રોજ બે ટંક રસોઈ કરવાનો કંટાળો આવે છે, વગેરે, વગેરે..પરંતુ પ્રીતીબેન કહે છે તેમને રસોઈ બનાવવામાં કદાપી આળસ આવતી નથી.ઉપરાંત તેમને  ટી.વી ચેનલમાં અને શહેરમાં થતી વિવિધ વાનગી સ્પર્ધામાં જજ તરીકે પણ ભૂમિકા ભજવેલ છે. ઘણી સંસ્થાઓમાં પણ પોતાની આવડતને વિસ્તરીત કરે છે. આજના યુગમાં દરેક ક્ષેત્રે ઘણી કોમ્પીટીશન છે ત્યારે તેમાં ટકી રેહવું મુશ્કેલ છે પરંતુ સતત કઈ નવું અને બેસ્ટ રેહવા માટે નવું નવું પીરસતું રેહવું જ પડે છે.  તેમની ફેવરીટ ડીશ કેક છે, આમ તો ઘણી વાનગીઓ બનાવવી ગમે છે પરંતુ કેક તેમની સીન્ગેચર ડીશ છે એટલું જ નહિ તેમની એક ઓળખ પણ કેક શીખવનાર/કેક એક્સપર્ટ તરીકે થાય છે.  

તેમનો દરેક સ્ત્રી માટે એક જ સંદેશ છે કે આર્થિક જરૂરિયાત ઘરમાં હોય કે ન હોય પરંતુ પોતાને પગભર તો થવું જ જોઈએ. ઘણા એવા વ્યવસાય છે જેમાં ઓછા મૂડી રોકાણથી પણ કાર્ય કરી શકાય  છે.પગભર થવા માટે જરૂરી નથી કે ઘરની બહાર જઈને જ નોકીર-ધંધો થાય. ઘરમાં રહીને ઘરની સાથે પણ નાના-મોટા અનેક વ્યવસાય કરી શકાય છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ હુન્નર હોય જ છે જરૂર છે તો માત્ર તેને ઓળખવાની અને ઉપયોગમાં લેવાની.
(પ્રીતિબેનનો ખુબ ખુબ આભાર)
_____________________________________________________________

અંજના લલિત કારીયા, ૪૮ વર્ષ તે એક હાઉસવાઈફ છે.  હાઉસવાઈફ નું ટાસ્ક એ સૌથી કઠીન ટાસ્ક છે તેમ છતાં સૌ કેહતા હોય કે તે તો હાઉસવાઈફ છે. હાઉસવાઈફ  અંજનાબેન વિશે..

૨૪ વર્ષ પેહલા તેમના લગ્ન થયેલા હતા ત્યારે તેઓ એલ.એલ.બી. નો અભ્યાસ કરતા હતા અને વકીલાત કરવાની તેમની ઈચ્છા હતી. લગ્નબાદ અભ્યાસ પણ પૂર્ણ કરેલ પરંતુ ઘરમાં વડીલની તબિયત નાદુરસ્ત રેહવાને કારણે તેમની સનદ લેવાની મનોકામના અધુરી રહી ગઈ પરંતુ તે માટે તેમને કોઈ ફરિયાદ નથી. તેઓ પોતાના વિષે કહે તો હું..એક પત્ની છું, વહુ છું, ભાભી છું, જેઠાણી છું, દેરાણી છું, પુત્રી છું, મોટી બહેન છું, માં છું પણ હું? હું એક માત્ર અને માત્ર હાઉસવાઈફ છું જે ઘરના સૌ કોઈની દિન ચર્યામાં સ્વ ને ભૂલી જાય છે.કોઈ વ્યક્તિ પાસે જયારે ૨/૩ ડિગ્રી હોય ત્યારે બધા કહે તે બહુ હોશિયાર હશે છે, ખુબ મેહનત કરી ત્યારે જ આ ડીગ્રી મળે ને? પરંતુ એક સ્ત્રી તો એક સાથે વગર અભ્યાસક્રમ કેટલું બધુ શીખી લે છે, ક્યારે પદવી મેળવી લે તે ખબર જ નથી પડતી અને તેમાં કોઈ નંબર પણ આપવામાં નથી આવતો. તેમ છતાં તેને જોઈએ તે માન-સન્માન નથી મળતું. દિવસ રાત અનેક રીતે કાર્યરત રેહવા છતાં પણ એ જ સંભાળવા મળે છે કે તમારે શું કામ હોય? રસોઈ તો ૧૫ મીનીટમાં થઇ જાય વગેરે..વગેરે..ભાગ્યે જ કોઈને માન મળે છે અને પોતાને તે માન સમય જતા મળ્યું હોવાનો ગર્વ છે.
કુટુંબમાં પેહલા બા-બાપુજી હતા પરતું ૨/૩ વર્ષ પેહલા જ તેમનું સ્વર્ગવાસ થયેલ છે. સંતાનમાં તેમને એક દીકરી છે અને તે માટે તે બદલ ધન્યતા અનુભવે છે જે હાલ માસ્ટર ડિગ્રી કરે છે.નાની બેહનો માટે પણ તે માં/બહેન બધું જ છે. તેઓ ગર્વથી કહે છે કે ૨૨ વર્ષ સાસુ સાથે રહયા પરંતુ કદી પણ કોઈ બાબતે તેમની સાથે ઝગડો નથી થયો, મતલબ આપને ત્યાં સાસુ-વહુ ની જે ઈમેજ છે તેમાં અપવાદ પણ હોય તેમનું ઉદાહરણ એટલે અંજનાબેન. બને પક્ષે થોડું ઘણું જતું કરીએ તો ચોક્કસ સુખ શાંતિ મળે છે તેમ માને છે. લગ્નબાદ આર્થિક, કૌટુબીક , વડીલની બીમારી નાની મોટી અનેક તકલીફ આવી તેમનો ખુબ જ સારી રીતે હસ્તે મુખે સામનો કર્યો અને પરિણામની ચિંતા વગર/સ્વાર્થ વગર જયારે જવાબદારી નિભાવવામાં આવે ત્યારે તેનું પરિણામ મળે જ છે પણ તે માટે સમયની રાહ જોવી પડે છે. સાસુ-સસરા-પતિ એ પણ દરેક સંજોગમાં સાથ આપેલ છે તે માટે તેમને ખુશી છે. કુટુંબની જવાબદારી નીભાવતા કેટલા વર્ષો પૂર્ણ થઇ ગયા તે ખયાલ જ ન રહ્યો કે  દીકરીને પણ સાસરે વિદાય આપવામાં ૨/૩ વર્ષ જ રહ્યા છે. જીવનમાં અત્યારે કોઈ ખાસ ધ્યેય નથી પરંતુ દીકરીને સાસરે મોકલ્યા બાદ  પોતાના માટે જીવવું છે અને કોઈ સંગીતવાદ્ય તેમજ ચેસ શીખવાની ખ્વાઇશ છે.. તેમણે વાંચનનો અનહદ શોખ છે અને ઘરમાં જ તેમને મીની લાઈબ્રેરી બનાવેલ છે, રાતે જાગીને પણ તે પુસ્તક વાંચે છે, પુસ્તક અને રેડિયો તેમના પરમમિત્ર છે અને મિત્ર વગર તેમનો દિવસ અધુરો છે.

તેમનો  એક જ ઉદેશ છે કે અમારી ઓળખ અમારી દીકરી છે અને તે અમારું નામ રોશન કરશે તેવી તેમની અપેક્ષા છે પરંતુ પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમની દીકરી પર કોઈ ભાર-દબાણ કરતા નથી. દીકરી સાથે મિત્ર બનીને રહે છે, તેમનું માનવું છે કે દીકરી જેમ મોટી થતી જાય તેમ તેમની સાથે તમામ વાતો કરવી જોઈએ અને તેનાથી તે પણ પ્રેરાયને માં-બાપને બિન્દાસ સારી-ખરાબ વાતો કરી શકશે, પોતાની ખુશી-કોઈ તકલીફ હશે તો જરૂર કેહશે જ. એકલતા, ગભરાટ-ચિંતા નહિ અનુભવે. તમામ મહિલાઓ માટે એક જ સંદેશ આપવા ઈચ્છે છે કે માત્ર હાઉસવાઈફ ન બની રેહશો, આર્થિક પગભર રેહવું જ જોઈએ અને તેઓ પોતની પુત્રીને પણ પગભર બનાવ્યા બાદ જ લગ્ન કરશે.

(અંજનાબેનનો ખુબ ખુબ આભાર)
___________________________________________________________________________
વર્ષાબેન કોટેચા ૪૫ વર્ષની ઉમર છે જે વર્કિંગ લેડી/બીઝનેસ લેડી છે. પણ સવાલ થશે કે તેઓ શું વર્ક કરતા હશે? કેવી રીતે થતું હશે? આ બધા જ સવાલોનો જવાબ વર્ષાબેન સાથે.

વર્ષાબેને સૌ પ્રથમ ઘરેથી કામ કરવાની શરૂઆત ૪-૫ વર્ષા પેહલા કરી, તેમના પતિને ચપલનો બીઝ્નેસ છે તેઓ દુકાને જતા અને વર્ષાબેન તે જ કામ ઘરેથી કરતા. ઘરમાં પણ અનેક સામાન રાખવો પડતો. શરૂઆતમાં માણસો માત્ર જોવા જ આવતા પણ ધીમે-ધીમે તેમના સ્વભાવ અને વસ્તુની ગુણવતાથી માણસો પ્રભાવિત થયા અને તેમના કાયમી ગ્રાહક બની ગયા. એટલું જ નહિ કોઈની સાથે તો તેમને સારી મિત્રતા પણ થઇ ગઈ. આ રીતે તેમનો બીઝ્નેસ વિસ્તરિત થતો રહ્યો અને આવકમાં પણ વધારો થવા લાગ્યો. આપને ત્યાં સ્ત્રીને કપડા-ચપલ પ્રસગ આવે એટલે નવા જોઈએ જ અને એટલે જ અમુક વાર-તેહવાર પર દુકાને ઘરાકી ઘણી હોય તેવા સંજોગોમાં વર્ષાબેન ત્યાં સવાર-સાંજ હાજરી આપે છે અને રાતે ૯/૧૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. એટલું જ નહિ ઘરે જઈને રસોઈ અને અન્યકામ તો ખરા જ .આમ, તે પતિને સહાયરૂપ બને છે. આર્થિક પણ ફાયદો થાય છે તેમજ અનેક લોકો સાથે મુલાકાત અને નાની ઓળખાણ પણ થાય તે પણ ખુબ જરૂરી છે. આ ઉપરાંત તે જમીન-મકાનનની દલાલી, ઈમિટેશન વગેરેનું પણ કરે છે. તેમના હાથમાં અનેક કળા છે પરંતુ સમયના અભાવે કળાનો સંપૂર્ણ ઉપયોગ થઇ શકતો નથી. માણસને બે હાથ અને ૨૪ કલાક ઓછા પડે જો કઈ કરવાની તમન્ના હોય તો.પોતાની નામના મેળવવાની, આગળ વધવાની તમન્નાઓનું ઉદાહરણ એટલે વર્ષાબેન.
સંતાનમાં એક દીકરી છે તે પણ તેમને દરેક કાર્યમાં મદદરૂપ બને છે. દીકરીને શાળાએ મોકલવી, તેમના સમય સાચવવો અને અન્ય રીતે કાર્યરત રેહવું તે કઠીન છે.  તેમનું કેહવું છે કે ઘરમાં એક વડીલ વ્યક્તિ હોવું જ જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે, તેમજ તેમની છત્ર-છાંયા હોય તો માનસિક પણ ઘણી રાહત રહે. ઘરમાં કોઈ વડીલ સભ્ય ન હોય તેમની ખોટ જરૂર રહે છે. તેમનું કેહવું છે કે તેમના દરેક સાસરિયા અને માવતરે તેમને આગળ વધવામાં મહત્વનો ફાળો આપેલ છે. લગ્નબાદ શરૂના દિવસોમાં આર્થિક/કૌટુબીક અનેક તકલીફો આવી પણ આ મુશ્કેલીથી હારીને/થાકીને માવતરનો આશરો લઈને બેસી જવાને બદલે પરીસ્થીને અનુકુળ/સમય-સંજોગો પ્રમાણે પરિવર્તન લાવી અને કસોટીઓ પાસ કરી અને આજે ખુશ છે. તેમનું એક જ સપનું છે કે પોતાની દીકરી સ્વ-નિર્ભર બને અને માતા-પિતાનું નામ રોશન કરે.

તમામ નારીને સંદેશો આપવા ઈચ્છે છે કે ઘરમાં સુસ્ત બેસી રેહવાને બદલે/ટી.વી.-મોબાઈલમાં સમય બરબાદ કરવાને બદલે કોઈ પણ કાર્યમાં શરમ રાખ્યા વગર, આગળ વધવા માટે પ્રયત્નો કરવા જોઈએ, આર્થિક પગભર થવું જ જોઈએ.પરિણામની આશા વગર, ધીરજ રાખી કામ કરવું જ જોઈએ. જરુરી નથી કે ભણીને નોકરી જ કરવી, એવા અનેક ક્ષેત્રો જે જ્યાંથી આર્થિક પગભર થઇ શકાય, જંપલાવી શકાય.  અંતે એટલું જ કહે છે...’રુક્જાના નહિ તું કહી હાર કે..’

(વર્ષાબેનનો ખુબ ખુબ આભાર)
___________________________________________________________________________

દક્ષાબેન રમેશભાઈ કોટેચા જે ૪૪ વર્ષના છે અને સરકારી કર્મચારી છે. દક્ષાબેન self confindent તેમજ તેઓ નાના-મોટા સૌ કોઇના સ્વભાવને અનુકુળ વર્તન/સ્વભાવ ધરાવે છે તેમના વિશે...



દક્ષાબેન કોટેચા છેલ્લા ૨૨ વર્ષથી સરકારી નોકરી કરે છે. ભણવામાં નાનપણથી જ હોશિયાર હતા, અને અગાઉના યુગમાં ૭૦% આવે તો તે ખુબ જ હોશિયાર ગણાતા અને માં-બાપ પણ ખુશ થતા. આજના યુગમાં ૯૭/૯૮% આવે તો પણ માં-બાપને અસંતોષ હોય છે અને ભણતર માટે દબાણ પણ કરતા હોય છે. જયારે દક્ષાબેનને ઘરમાંથી ભણતર માટે કોઈ જ દબાણ કરવામાં આવતું ન હતું અને તેઓ યુનુવસિટીમાં પણ તૃતીય આવેલ હતા. તેમનું ભણતર માત્ર પુસ્તકિયું જ્ઞાન નહિ પરંતુ વાસ્તવિક જ્ઞાન છે અને એટલે જ આજના દિવસે પણ તેમને કોઈ શીખવા/પૂછવા આવે તો શીખવી શકે છે. કોલેજમાં આવ્યા ત્યારથી જ સપનું હતું કે મેહનત કરી અને આગળ આવવું?છે અને તેમની મેહનતને આધારે સરકારી નોકરી પણ મળી ગઈ.  ઘણા એવું માને છે કે સરકારી હોય તેમાં કામ ન કરવું પડે પરંતુ તેવું વાસ્તવમાં નથી, કામ ખાનગી/સરકારી કંપનીમાં કરવું જ પડે છે અને નોકરીમાં પણ ઘણી અડચણો/મુશ્કેલીઓ આવે જ છે. સંયુક્ત કુટુંબમાં રહે છે, સંતાનમાં ૨ પુત્રો છે. ઘરમાં વડીલની નાદુરસ્ત તબિયત, બાળકો નાના , નોકરી હોય તાલ મિલાવવા ખુબ જ મુશ્કેલ છે. સવારના ૫.૩૦ વાગ્યેથી તેમની દિનચર્યા શરુ થાય અને રાતે ૧૧ સુધી ચાલુ જ રહે છે. શાળા-દવાખાના, ઓફીસમાં દિવસો કયારે પૂર્ણ થઇ જાય છે તેમનો ખ્યાલ જ નથી રેહતો. બને બાળકો હોશિયાર છે પરંતુ નટખટ પણ છે તેમ છતાં તેઓ કહે છે કે બાળકો આ ઉમરમાં તોફાન નહિ કરે તો ક્યારે કરશે? ઓફિસેથી આવી બાળકોના ભણાવવાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવાની હોય છે. શૂન્યમાંથી સર્જન કઈ રીતે થાય તે શીખવું અને કરવું વચ્ચે ખુબ મોટો તફાવત છે. માત્ર પૈસાથી દરેક સમસ્યાનું સમાધાન નથી આવતું, અને અમુક પ્રશ્નો એવા હોય છે કે તેનું નિરાકરણ આવતા વર્ષો પણ પસાર થઇ જાય છે ત્યારે ધીરજ અને વિશ્વાસ રાખવા જોઈએ.
દક્ષાબેનને હરવા-ફરવાનો શોખ છે પરંતુ હાલ તે અટકી ગયો છે, ભવિષ્યમાં તેઓ ચારધામ યાત્રા, હિલ સ્ટેશને હરવા ફરવા જવાની મહેચ્છા રાખે છે. તેમજ તેમમેં ગુજરાતી-હિન્દી ગઝલ સંભાળવાનો અત્યંત શોખ છે. અત્યારે સમયનો અભાવ છે તે કારણોસર તે અન્ય બાળકોને શિક્ષણ નથી આપી શકતા પરંતુ તે ટ્યુશન વર્ગ પણ શરૂ કરવા આતુર છે, તેઓ શિક્ષણને વ્યાપાર બનાવવા નથી ઇચ્છતા માત્ર અને માત્ર પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવાની મનોકામના છે. તેઓ માને છે કે સ્ત્રી અત્યંત આધુનિક હોય તેમ છતાં પણ તેમના ઘર માટે /કુટુંબ માટે તે અનેક મોજ શોખ, પસંદ-નાપસંદ સાથે જતું કરવાની ભાવના રાખવી જ પડે છે તો જ સંસાર ચાલે. તેઓ સ્ત્રીને સંદેશ આપવા ઈચ્છે છે કે માસિક/વાર્ષિક આવકમાંથી બચત પણ કરવી જ જોઈએ અને મોજ શોખ/અન્ય ખર્ચ માટે અલગથી પૈસા બચાવવા જ જોઈએ જે ભવિષ્યમાં કોઈ પણ સંજોગમાં ઉપયોગી થઇ શકે છે.  સમય સંજોગો બદલાય ત્યારે કોઈ પણ પરિસ્થિતિનો નીડરતાથી સામનો કરવો જોઈએ. ખુદના પ્રશ્નો ખુદતો ન ઉલેજાય તો વડીલ, મિત્ર, સ્નેહીની સલાહ લેવી જોઈએ પરંતુ હારી નાસીપાસ ન થવું જોઈએ
(દક્ષાબેનનો ખુબ ખુબ આભાર)
__________________________________________________________________________________

ડોક્ટર મીતા પટેલ, ૪૦ વર્ષના છે જે હાલ ગાંધીધામમાં હોમ્યોપેથીક ડોક્ટર છે. જે માત્ર ડોક્ટર જ નહિ પરંતુ ઓલ રાઉન્ડર છે તેમના વિશે થોડામાં ઘણું..
ડોક્ટર મીતા પટેલ જે ૨૦ વર્ષથી પ્રેક્ટીસ કરે છે, તેઓ કહે છે મારા દાદા અને પિતાની ઈચ્છા હતી કે અમારા સંતાનમાંથી કોઈ એક ડોક્ટર બને અને નાનપણથી મને પણ ડોક્ટર બનવાની ઈચ્છા હતી. આમ, નાનપણથી જ ધ્યેય હતું કે ડોક્ટર બનવું છે અને વડીલના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સૌ ની મનોકામના પૂર્ણ થઇ. અન્ય ઘણાં શોખ હતા પણ પેહલા મુખ્ય ધ્યેલ સિદ્ધ કરવાનો હોય અન્ય પ્રવૃત્તિ પર ધ્યાન ન આપેલ. હાલ, ગાંધીધામમાં સંયુક્ત કુટુંબ રહે છે, નાના-મોટા સૌ થઈને ૧૩/૧૪ સભ્યો છે ત્યારે સમતુલન રાખવું કઠીન છે.સંયુક્ત કુટુંબના અનેક ફાયદા છે, સંતાનો એક સાથે મોટા થઇ જાય તે ખબર જ ન પડે અને નાની-મોટી અમુક બાબતો જાતે જ શીખી લે છે, શીખવવી પણ ન પડે પરંતુ તે માટે અનેક ભોગ આપવા પડે છે. સ્ત્રી નોકરી/ધંધા/વ્યવસાયમાં ઉચ્ચ હોદા પર હોય કે નિમ્ન સ્તર પર તેમને ઘર તો સાચવવાનું જ હોય છે. તે જવાબદારી નિભાવતા નિભાવતા જ અન્ય કર્યો કરવાના હોય છે. સંતાનમાં ૧ પુત્ર અને પુત્રી છે અને તે પણ હોશિયાર અને સુશીલ છે. બાળકોના અભ્યાસ અને અન્ય પ્રવૃતિને કારણે સવારે એક જ વાર કલીનીક પર જઈ શકાય છે પરંતુ સવારે અચૂક જાય છે કારણ દવાખાને ન જાય તો તેમને અફસોસ થાય છે કે તે તેમના પિતા સાથે INJUSTICE થાય છે અને તે કારણથી તે રેગ્યુલર પોતાના દવાખાને જાય જ છે.
લગ્ન પેહલા મીતાબેન રઘુવંશી હતા પરંતુ તેમને ડોક્ટર પટેલ સાથે લવ મેરેજ કરેલા છે . દુનિયામાં ઘણા ફેરફાર આવ્યા, ટેકનોલોજીમાં ઘણું આગળ આવ્યું પણ સામાજિક પ્રાણીના તુચ્છ વિચારો જેવા કે, જ્ઞાતિવાદ, વહુ –દીકરીના ફરક માં કોઈ જ પરિવર્તન નથી આવ્યું. અને આવા જ કારણોથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, સૌ પ્રથમ તો તે સાબિત કરવું પડયુ કે પોતે ઘર, બાળકો, સમાજ, કલીનીક વગેરેને સાથે સમય-સંજોગો પ્રમાણે સંતુલન સાધી શકે છે.તેમના માતા-પિતાએ ઘણી મુસીબતોનો સામનો કરેલ છે અને ક્યારેય પણ થાક્યા નથી કે નથી હાર્યા અને એ જ બાબત મીતાબેનને પણ અનેક મુસીબતો/તકલીફનો સામનો કરવા માટે હિમત અને સાહસ આપે છે.  આ ઉપરાંત પિયર પક્ષે બેન-બનેવી પણ માં-બાપની ઢાલ સમાન છે તે બદલ ખુબ જ ગર્વ અનુભવે છે. મીતાબેનને પોતાની અલગ આગવી ઓળખ છે અને હજુ પણ તે વધારે આગળ આવવા ઈચ્છે છે. તે ડોક્ટર કમિટીમાં ઉપપ્રમુખ પણ રહી ચુકેલા છે, ગાંધીધામમાં અમુક દિવસે ફ્રીમાં સેવા પણ આપે છે. આ ઉપરાંત તેઓ ભરત નાટ્યમ પાંચ વર્ષથી શીખે છે, અનેક સ્ટેજ પરર્ફોર્મંસ પણ કરેલ છે તેમજ ઈનામ પણ મેળવેલ છે, ગીટાર પણ શીખે છે.
ડ્રોઈંગ કોમ્પીટીશનમાં પણ પાર્ટીસીપેટ કરે છે અને સમાજમાં પણ કોઈ વાર-તેહવાર પ્રમાણે નાટક, ડાન્સ કે અન્ય કોઈ પણ કોમ્પીટીશન થાય તેમાં અચૂક હિસ્સો લે જ છે તો કોઈ વાર જજ તરીકેની પણ ભૂમિકા ભજવે છે. આમ, તે માત્ર એક ડોક્ટર જ નહિ, ડાન્સર, પેઇન્ટર, પત્ની, વહુ, માં એમ અનેક જવાદારી નિભાવે છતાં પણ થાકવાનું નામ નથી લેતા. ઉપરાંત બંને સંતાનો પણ શાળા,સમાજમાં અનેક પ્રવૃતિમાં હિસ્સો લે છે અને તે પણ નંબર લઇ આવે છે. તેમના માટે નંબર આવવો જરૂરી નથી પણ ભાગ લેવો જરૂરી છે, જે સેલ્ફ કોન્ફિડન્સ વધારે છે. દરેક સ્થળે કઈ ને કઈ શીખવા મળે છે તે શીખવું જ જોઈએ.
મીતાબેનનું પિયર અને સાસરું અલગ શહેરમાં છે, તે માતા-પિતાને ખુબ જ મિસ કરે છે અને તમનો ઉદેશ તેમને ખુશ રાખવાનો તેમજ માતા-પિતાને પોતાની દીકરીની સિદ્ધી બદલ જે ખુશી મળે તે જ છે. તે સંદેશ આપે છે કે,
‘BE POSITIVE, BE ACTIVE ALWAYS TRY TO UTILISE YOUR EDUCATION WHICH WAS PROMISED BY YOUR PARENTS  AFTER SUFFERINGA LOT IN THEIR LIFE. DON’T WAST THEIR SACRIFICE .’

(ડો.મીતાબેનનો ખુબ ખુબ આભાર)
________________________________________________________________________

સિદ્ધિબેન સોની જે ૨૮ વર્ષના છે અને રાજકોટમાં ફક્ત બેહનો માટે ફિટનેસ જીમ ચલાવે છે. માત્ર ૨૮ વર્ષની ઉમરે જેમણે સિદ્ધિ મેળવેલ છે તેવા સિદ્ધિબેન વિશે.. 
સિદ્ધિબેનનો રાજકોટમાં જ જન્મ અને ઉછેર જ થયો છે. સિદ્ધિબેન સંયુક્ત કુટુંબમાં રહે છે, તેમના કુટુંબમાં દાદીજી સાસુ, સાસુ, દાદાજી સસરા, સસરા, દેર, પતિ અને ૩ વર્ષનો પુત્ર છે. તેમના માતુશ્રી લેડીઝ જીમ ચલાવે છે અને સિદ્ધિબેન લગ્ન પેહલા પણ તેમના માતા સાથે જીમમાં જતા અને બેહનોને કસરત કરાવતા. હાલ તેમને પોતાનું સ્વતંત્ર લેડીઝ જીમ છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલ છે એટલે કે માત્ર ૧૮ વર્ષની ઉમરથી જ તેઓ કાર્યરત છે. સામાન્ય રીતે ભણતર પૂર્ણ થયા બાદ છોકરી/છોકરો પોતાનું કેરિયર તરફ વધે છે પરંતુ સિદ્ધિબેન ભણતર સાથે જ પોતાના મનપસંદ ક્ષેત્રમાં જોડાય ગયા છે જે આજના યુવા વર્ગ માટે પ્રેરણાદાયી છે. સવારે ૬.૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી તેમનું જીમ ચાલુ હોય છે. ઘરમાં વડીલ વ્યક્તિ, એક નાનું બાળક હોવા છતા પણ તે સવાર અને સાંજ ૩-૪ કલાક જીમમાં હાજર રહે છે આ માટે તે ઘરના તમામ સભ્યોને આભારી છે. કોઈ વાર ઘરમાં પણ મેહમાન હોય, તબિયત સારી ન હોય ત્યારે પ્રોફેશન અને ઘર મેનેજ કરવું હેકટિક લાગે છે પરંતુ થાકવું/હારવું શબ્દો તેમને જિંદગીની ડીક્ષનેરીમાં સમાવ્યા જ નથી.  જીમમાં અન્ય બેહનો પણ શીખવવા રાખેલ છે તેમ છતા પોતાની હાજરી દરમ્યાન ખુદ બેહનોને કસરત કરાવે છે. આ વ્યવાસાય શરુ કરવાનું કારણ જણાવતા તેઓ કહે છે કે મારા માતા પણ આ વ્યવસાય સાથે સંકળાયેલ છે તે એક કારણ છે ઉપરાંત સ્ત્રી ઉમરમાં નાના હોય કે મોટા તેમને પાતળું રેહવું વધારે ગમે છે અને અન્ય સ્ત્રીને સુંદર રાખવા માટે તે પ્રયત્ન કરે છે. લાઈફ સ્ટાઈલ પણ ઉંચી થઇ ગઈ છે ત્યારે ૯૦% બેહનો ઘરકામ માટે કામવાળા બેહનો રાખે છે. આમ, આવા કારણોસર શારીરિક કસરતનો અભાવ રહે છે, ઉપરાંત આજના યુગમાં શુદ્ધ ભોજન મળતું નથી, બનાવટી /નકલી વધારે હોય છે અને મેદસ્વીતાનું તે પણ એક કારણ છે,મેદસ્વીતા અનેક બીમારી/રોગનું ઘર છે અને માટે કસરત કરવી જરૂરી છે. ઘરમાં કોઈ સ્ત્રી પોતાના માટે સમય ફાળવી કસરત કરતી નથી અને આવા જ અનેક કારણોથી તે આ ક્ષેત્રમાં જોડાયા છે. દરેક વ્યવસાયમાં પરિવર્તન આવે છે અને પરિવર્તન પ્રમાણે રેહવું જ પડે છે તેમ જીમ ક્ષેત્રમાં પણ આધુનિકતા આવી છે. સામાન્ય રીતે લોકો કેહતા હોય છે કે જીમમાં તો પુરુષ જ  બોડી/મસલ્સ બનાવવા માટે જાય , જીમમાં જવાથી થાક લાગે, જીમ છોડ્યા પછી શરીર વધારે જાડુ બને છે વગેરે. વગેરે.. અને એટલે જ તે ટોનીગ ટેબલના મશીન લઇ આવ્યા. આ જીમમાં લેડીઝને મસલ્સ બનવાની કે જીમ છોડ્યા શરીર વધારે જાડુ થવાની ચિંતા રેહતી નથી. શારીરિક અને માનસિક સ્ફ્રુતી આવે છે ઉપરાંત સરળતાથી બધી કસરત મશીન પર થઇ શકે છે, થાક પણ ન લાગે અને શરીરને પણ અનેક ફાયદા થાય છે. ૧૮-૭૦ વર્ષના બેહનો આવે છે તેજમ તેઓ નાના-મોટા સૌ સાથે મિત્રતા અને  દિલથી કાર્યરત રહે છે. તેમનો એઇમ નરેન્દ્ર મોદીની જેમ ખ્યાતનામ બનવાની ઈચ્છા છે. 

સિદ્ધિબેન કહે છે કે જીવનના ઘણી મુશ્કેલી આવવાની જ છે ત્યારે તેનો સામનો કરવો જોઈએ. મુશ્કેલીનું નિવારણ તુરંત નથી આવતું તે માટે ધીરજ અને વિશ્વાસ રાખવો જ પડે છે. સ્ત્રીને સંદેશ આપવા ઈચ્છે છે કે આંસુને તમારી નબળાઈ ન બનાવો કે કોઈ તમારા પર દયા ખાય અને રડવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવવાનું. હસતા હસતા મુશ્કેલીનો સામનો કરો સફળતા મળશે જ . અંતે

‘THERE WAS NEVER A NIGHT OR PROBLEM THAT COULD DEFEAT SUNRISE OR HOPE’
 (સીદ્ધીબેનનો ખુબ ખુબ આભાર)
_________________________________________________________


A GARCEFUL WOMAN GETS STRENGTH FROM TROUBLES, SMILES. WHEN DISTREATED GROWS EVEN STRONGER WITH PRAYERS & HOPE.  GOD CREATED SOMEONE WHO IS WISE & WHO ONLY KNOWS TO  LOVE, MAKE SACRFICIES WHO ENCOUAREGES & ONE WHO NEVER GIVES UP.SOME ONE TRULY SAID

“EVERY MAN NEEDS A WOMEN WHEN HIS LIFE IS MESS BECAUSE JUST LIKE THE GAME OF CHESS-THE QUEEN PROTECTS THE KING.”
















































































































































































































































































































































































 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
















 




































































































































































































 
 
 
.