Monday, June 20, 2011

કામવાળી બની શેઠાણી


આધુનિક જમાનમાં લગભગ  બધા ઘરમાં કામકાજ કરવા માટે કામવાળા હોય છે, થોડા સમય પેહલા ઘરની સ્ત્રી બધું કામ જાતે કરતી પણ હવે સમય બદલાય ગયો છે. આજકાલ સ્ત્રી પણ નોકરી-વેપાર કરતી હોય ત્યારે સ્વાભવિક છે કે કામમાં થોડી તાણ પડે અને આવક પણ થોડી વધી જતા ઘરનું કામ-કાજ જેમ કે કચરા પોતા કરાવી લે છે.આજે હાલત એવી છે કે ઘરના સભ્યને બે શબ્દ કહી શકાય પણ કામવાળાને કઈ કેહવાય અને કહીતો બીજે દિવસે બીજા કામવાલાની શોધ કરવી પડે. તેની ઈચ્છા મુજબ આવે-જાય અને કામ કરે, જોઈએ ત્યારે રજા પણ આપવી પડે. અને વાર-તેહવારે તો તેના ભાવ પણ વધારી દે છતાં તેના વગર ચાલે. પણ કોઈ કામવાળા બહુ પ્રમાણિક અને વ્યવસ્થિત હોય છે

કાળી નામની એક છોકરી જે માત્ર 6 વર્ષની હતી ત્યારે બાપનો પ્રેમ ગુમાવ્યો, માં મૂંગી હતી અને પારકા કામ કરતી હતી. એક મોટી બહેન ભારતી જે તેની માં ને મદદ કરતી, પોતાનાથી નાના બે ભાઈ જે અને વર્ષના હતા. નાની એવી રૂમ હતી જેમાં કુટુંબ પોતાની જિંદગી જીવતું. કાળીની માં ને બધા મૂંગાબેનથી ઓળખે. - ઘરના કામ કરી રોજી રોટી ચાલવતા,જ્ઞાતિએ ઊચ એટલે સમાજમાંથી લોટ-ચોખા વગેરે અવાર-નવાર મળતું રેહતું.. ભારતી ધોરણ ભણી અને ઉઠી ગઈ, પૈસા પણ હતા ને ભણવું પણ ગમતું નહિ. મૂંગાબહેન બપોરના ભાગે છોકરાને નવડાવે, તૈયાર કરે તેમાં કાળી ખુબ આળસુ અને માથાના વાળમાં જાણે ટોલાનું જુંડ, જોઇને પણ બીજાને ફૂટ દુર જવનું મન થઇ, બે-ચાર દિવસે એક વાર નાહવાનું. કોઈને ઘર કામ કરવા જાય ત્યારે બધાની ચોખીના કે કાળીને સાથે લાવજો.આમતો સાચું નામ પ્રીતિ હતું પણ ખુબ કાળી એટલે તેને હુલામણા નામે બધા કાળી કહીને બોલાવતા. જયારે કાળી વર્ષની થઇ ત્યારે માં મોટી બહેનના લગ્ન નકી કરી નાખ્યા, નાનું એવું ગામ અને કામ હતું, નાનું કુટુંબ હતું એટલે વધારે કઈ તપાસની જરૂર હતી. આમ પણ ભારતીની પણ એવી ઈચ્છા કે જલ્દી લગ્ન કરવા, ઉમર થતા છોકરો મળતા વાર લાગે અને રીતે તેને રાજીખુશીથી હા પાડી. 1 મહિનામાં લગ્ન થયા, ભારતી ચાલી સાસરીયે. અને માત્ર મહિનામાં મુનગાબહેનને ટી.બી. જેવો રોગ થયો, દવા કરી પણ કુદરત આગળ કોઈનું ચાલે અને એક દિવસે નાના બાળકોને એકલા છોડી તેને દુનિયામાંથી વિદાય લીધી. કુટુંબમાં કોઈ એવી વ્યક્તિ હતી કે જવાબદારી લે/ લોકોનું ધ્યાન રાખે.સોસાયટીના લોકોને ચિંતા હતી કે બાળકોનું શું થશે, એટલે બધા થોડો ફાળો ભેગો કરી તેમના નામે બેકમાં જમા કરાવ્યો અને ઘરમાં જરૂરી અન્ન લઇ આપ્યું. સાસરવાન દીકરી કેટલા દિવસ રોકાય, પણ વિધિ પૂરી થતા પોતાને ઘેર ચાલી ગઈ. નાના ભાઈ બહેનની ચિંતા હતી પણ કશું કરી શકે એમ હતી. આમ અચાનક કાળી પર ઘરની જવાબદારી આવી, નાના બે ભાઈની જવાબદારી આવી. પણ કેહ્વવાયને કે કુદરત સમયે સામું જોવે છે, કાળીમાં કોણ જાણે ક્યાંથી બુધિ આવી ગઈ. પોતે એકદમ વ્યવસ્થિત રેહવા લાગી, ચોખા કપડા, રોજ ઘરની સફાઈ, રસોઈ, અને નાના ભાઈને સરકારી શાળામાં સમયસર મોકલવા. તેની માં જ્યાં કામ કરતી હતી ત્યાં જઈ પોતે વાત કરી કે મને કામ કરવા દો, હું સારું કામ કરીશ . માસા-માસીએ વિચારીને તેને કામ કરવા આવવા માટેની હા પડી, વાસણ સાફ કરવા સવારે ને બપોરે આવવાનું. બસ રીતે કાળીએ પોતાની જિંદગીની શરૂઆત કરી. તેના કામની પ્રશંશા થવા લાગી, - ઘરના કામ રાખી લીધા અને કોઈ વારે-તેહ્વવારે વધારાનું કામ કરીને પણ પૈસા કમાવા લાગી. કોઈને કરીયાનું લેવાનું હોય કે લોટ દળાવવા જવાનું હોય કાળી જરૂર પડે કરી આપતી. કોઈના ઘરે નાના બાળકોને પણ સાચવી લેતી, નજીકમાં આંટો મારવા પણ લઇ જાય.પરંતુ ઘણા લોકોને ટેવ હોય કે કામવાળાને ટોકવા તો જોય તો તે સરખું કામ કરે, અને એક માસી એવા હતા જે વારંવાર કાળીની ઉપર ટક-ટક કરે રાખતા, પરંતુ કાળી બધું ધ્યાનમાં લેતી કારણ કે તેને પૈસાની જરૂર હતી, પરંતુ તે જીદી તો હતી એટલે તે માસીની ઘરે મહીને  - રજા તો રાખી દેતી એટલે માસી કેહતા કે કામવાળા તો આવા હોય, પણ શું કરી આપનાથી થાય  નથી એટલે લાચારી કરવી પડે, કાળીને માસી જયારે આવું બોલતા ત્યારે ખુબ ગુસો આવતો.ઘણી વખત તો તે બોલી જતી કે જો કામવાળા હોત તો તમે શું કરત? અમે દિવસ આવો તો તમે થાકી જાવ, એટલું કામ તમારાથી થાય? અમે તો કેટલું કરી છીએ એમ બોલતા બોલતા કામે લાગી જતી. પણ કાળી કામ છોડતી નથી તે માસી તેને છોડવાનું કેહતા કારણ કે બનેને એકબીજા માટે લાગણી હતી, વિશ્વાસ હતો.

ઉપરાંત બે નાનાભાઈની પણ દેખરેખ રાખતી, બે માંથી મોટોભાઈ ભણવાની સાથે કંદોઇની દુકાનમાં કામે લાગી ગયો અને બે પૈસા તે પણ કમાવા લાગ્યો. રીતે મેહનત અને શાંતિથી  રેહતા. કાળી હવે ૨૪-૨૫નિ થઇ ગઈ, ઘણા માંગા આવતા પણ તે નાં પડી દેતી,કેહતી કે ભાઈનું સગપણ થાય પછી અને થોડી જીદી તો ખરી . ભાઈ પણ પોતાનો સ્વતંત્ર ધધો (કેટરિંગ) નું ચાલુ કર્યું હતું ને સારું એવું કમાઈ લેતો. ઘરમાં હવે ટી. વી., ફ્રિજ વગેરે હતું. એક નાની ઓરડી પણ લઇ લીધી હતી(અંદાજે ૮૦૦૦૦ તેવી કીમત)વર્ષોથી એક જગાએ કામ કરતી. માસા-માસી તેને સમજાવતા કે હવે તું લગ્ન કરીશ તો કઈ વાંધો નહિ, તારો ભાઈ પણ હવે સારું કમાય છે અને નાનાએ પણ નોકરી ચાલુ કરી છે તો તે પણ હવે ગોઠવાય જશે. દરમ્યાન તેના ભાઈને એક છોકરી પસંદ પડતા તેની સાથે લગ્ન કરી લીધા. ભાભી પણ ખુબ સારા હતા, પણ નાના ઘરમાંથી હતી પણ સમજુ હતી. અને વાતને હજુતો દિવસ થયા હતા ત્યાં કાળી માટે એક સારું માગું આવ્યું એક દીકરો અને એક દીકરી, અને તેના પણ લગ્ન થઇ ગયેલા. માત્ર માતા-પિતાની સાથે રેહવાનું હતું, ઘરનું ઘર હતું, સારો ધંધો હતો. તેને હા પડી અને બે મહિનામાંબાદ લગ્નની તારીખ આવી. તે જ્યાં કામ કરતી તે બધા રાજી હતા પણ મનમાં ચિંતા હતી કે હવે અમારે બીજા કોઈને ગોતવા પડશે, બીજા કેવા હશે, કેમ વિશ્વાસ કરવો વગેરે પ્રશ્નો થતા. બને ભાઈએ ભેગા થઇ ખુબ સુંદર રીતે બહેનના લગ્ન કર્યા, ૧૦૦ થી પણ વધુ માણસો ને જમાડ્યા, સારું આનું પણ કરી આપ્યું અને વિદાય આપી, જ્યાં કામ કરતી લોકોએ પણ સારી વસ્તુ-રોકડા આપ્યા અને તેને વળાવી. ઉપરાંત બેંકમાં મુકેલા પૈસાની પણ કીમત વધી ગઈ હતી જે ચારેય ભાઈ-બહેનના નામે કરી રાજી કરી આપ્યા.

સાસરું માવતરના ઘરથી નજીક હતું એટલે - દિવસે ત્યાં આટો આપે, બધાને મળે, ૧૦-૧૫ મિનીટ વાતો કરે અને ચાલી જાય. પોતાના સાસરે પણ મગ-ચોખા જેમ ભલે રીતે ભળી ગઈ, મોટા બંગલામાં કામ કરતી એટલે ત્યાના લોકોની જેમ રેહતા રીત-ભાત થોડી થોડી શીખી ગઈ. આર્થિક રીતે ઘરમાં કોઈ મુશ્કેલી હતી અને આજે તેને ત્યાં કામવાળા છે.અત્યારે પણ તેને ગુસો આવે છે( ગુસો પેલા માસી પર કરતી તેના કરતા જુદો) અને બોલે કે કામવાળા દિવસની રજા કહીને દિવસની રાખે, હવે બહુ કામ નથી થતું. અને જયારે માસા-માસીને મળવા આવે ત્યારે કેહતી હોય કે કામવાળા છે તો સારું છે હો, આપનાથી હવે નથી થતું ત્યારે માસ-માસી હસતા કે હવે તો તું શેઠાણી બની ગઈ છો અને ત્યારે કાળી બોલતા બોલતા અટકી જાય કે ના માસી એવું નથી પણ.....

(દરેકની જીંદગીમાં એક કસોટી હોય છે, માનસ કઈ રીતે તેનો  સામનો કરે તે રીતે તેનું ફળ મળે છે.
 
આર્થિક રીતે સદ્ધાર થતા માનસ જાતે કામ કરવાનું ટાળે છે તેના અનેક કારણો હોય શકે જેમ કે, અન્ય પ્રવૃતિમાં ધ્યાન દેવું, શારીરિક થાક લાગે તે માટે, અને ઘણા..પણ હકીકત છે કે આજના જમાનામાં કામવાળા વગર કોઈને ચાલતું નથી.)