Saturday, March 24, 2012

અંતિમયાત્રા-સ્ત્રી બની સહભાગી



વર્ષો પેહલાથી રીવાજ ચાલ્યો આવે છે કે અંતિમયાત્રા તેમજ અંતિમ તમામ વિધિ/ક્રિયાકાંડ ઘરના પુત્ર તેમજ પોત્ર દ્વારા કરવામાં આવે છે. અને દીકરા ન હોય તો કુટુંબના દીકરા દ્વારા ક્રિયા કરાવવામાં આવે છે. દીકરા કુપુત્ર હોય તો પણ કહે કે દીકરી એ ન કરાય, અને એવા કેટલાય નિયમ જોવા મળે છે. સામાન્ય રીતે દીકરો તેના નોકરી-ધંધામાં આખો દિવસ વ્યસ્ત હોય ત્યારે દીકરા વહુ દ્વારા/દીકરી દ્વારા તેમની પોત્રી દ્વારા સતત વડીલની સેવા કરાતી હોય છે, વધારે સમય અને સબંધ તેમને સાચવના હોય છે અને તે કરે પણ છે પરંતુ તેમને તેમના અધિકાર મળતા ન હતા. તેમને માતા-પિતાના અગ્નિદાહ કે સ્મશાને જવાની પરવાનગી ન હતી.

પરંતુ આજે સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં જંપલાવ્યું છે તેમજ સિધ્ધી હાંસલ કરી છે, સ્ત્રી-પુરુષ/દીકરી-દીકરા વચેના તફાવત દુર કરવા માટે સતત સંઘર્ષ કરતા રહે છે. એટલે જ આજે દીકરીઓ પણ માતા-પિતાના અવસાન બાદ તેમને કાંધ આપે છે એટલું જ નથી સ્મશાને જઈ અગ્નિદાહ પણ આપે છે. થોડા વર્ષોથી આ પરિવર્તન જોવા મળ્યું છે પરંતુ કુટુંબની અન્ય સ્ત્રી તો ઘરે જ રહે છે. સ્ત્રી હિમત હારે તેમ નથી, પુરુષ સાથે કદમ મિલાવનાર સ્ત્રીવર્ગ હવે અંતિમયાત્રા પણ જોડાય ગઈ છે. સમાજમાં ઉદાહરણરૂપ અને સ્વીકાર્ય એવું પગલું કુટુંબની દીકરાવહુ દ્વારા સસરાની અંતિમયાત્રામા જોડાય કરવામાં આવ્યું હતું. અને એટલું જ નહિ કુટુંબના તમામ વડીલે તેનો સ્વીકાર કરી સાથ આપ્યો હતો. વડીલે કહ્યું વહુ બેટા અમે તો માત્ર મદદમા આવતા પરંતુ તમે જે સેવા કરી છે તેના માટે તમને ધન્યવાદ છે, તમે તમારી ફરજ નિભાવી છે પરંતુ આ જમાનામા ભાગ્યે જ આવા સંતાનો મળે છે. અમે પણ ભાગ્યશાળી છે કે અમને તમારા જેવા સંતાનો મળ્યા છે અને વહુ તમે તમારા મા-બાપના પ્રતિબિંબ છો તે માટે તમારા માતા-પિતા તેમજ તમામ કુટુંબી ગર્વ અનુભવે છે. મૃત્યુ પામનારના બે સંતાન અને સંતાનને ત્યાં એકને પુત્રી અને એક ને પુત્ર હતો ત્યારે વિધિમાં પોત્ર દ્વારા જે વિધિ કરવામાં આવી હતી તે તમામ વિધિમાં પોત્રીને પણ સમાન અધિકાર આપવામાં આવ્યો. અને દીકરા વહુ તેમજ પોત્રીએ વડીલને ગુમાવ્યાના દુઃખમાં પોતાને મળેલ સમાન અધિકારની ખુશી અનુભવી હતી.

પેહલાના જમાનામા કેહવાતું કે સ્ત્રી વધારે ડરપોક હોય છે તે આ વિધિ જોય ન શકે, અને આપના શાસ્ત્રોમાં પણ સ્ત્રીને આ અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે. ત્યારે આવી જાગ્રત મહિલા દ્વારા અન્ય સ્ત્રીવર્ગને હિમત તેમજ સમાન અધિકાર માટે પ્રોત્શાહન પૂરું પાડવામાં આવ્યું છે. અને જયારે નારી આવા પડકારને સ્વીકારશે ત્યારે જ સમાજમાંથી સ્ત્રી-પુરુષના ભેદભાવ ઓછા થશે.

Friday, March 23, 2012

ન્યુ જનરેશન- ભણતર અને ગણતર

      


થોડા વર્ષો પેહલા શાળામાં કાળા બોર્ડ હતા, શિક્ષક જયારે બોર્ડ સાફ કરે ત્યારે તેને ચોકનો પાવડર પણ ટેસ્ટ થઇ જતો, વિદ્યાર્થી પાટીમાં પાટીપેનથી લખતા અને ઘણી વાર આ પેનનો સ્વાદ પણ વિદ્યાર્થી લઇ લેતા.  બાળકોને મુકવા માટે માં-બાપ પોતે જ જતા અને તે પણ ચાલીને જ અને શાળા વધારે દુર હોય તો ગામના બધા વિધાર્થી એક સાયકલ રીક્ષામાં શાળાએ જતા. વર્ગ એટલે કોઈ ઝાડ નીચેનું ખૂલું મેદાન અને ત્યાં જ ભણવાનું, રમવાનું અને નાસ્તો કરવાનો. અને સ્કુલબેગ એટલે પતરાની પેટી જેમાં પાટી પેન, લંચબોક્ષ  માત્ર હોય. વિદ્યાર્થી મોટા થતા જાય તેમ પાટીની જગ્યાએ નોટબુક લઇ જતા. ઘરે આવી હોમવર્ક રમતા રમતા કરી લેતા અને માં-બાપ નિશ્ચિંત રેહતા. છોકરાવ ક્યારે મોટા થઇ જતા માં-બાપને ખ્યાલ પણ ન રેહતો અને પરીક્ષા સમયે પણ બાળકો હસતા-હસતા પેપર આપતા ને સારા માર્ક્સ પણ મેળવતા. થોડી વાર ફળિયામાં રમતા અને કેટલી વાર હાથ-પગમાં પાટા બંધાવતા છતાં શાળા એ પણ જાય અને ફળીયામાં પણ રમે અને માં-બાપ પણ કેહતા બેટા એમાં કઈ નથી થયું, જા રમવા જા/સ્કુલે જ  બધું મટી જશે, મિત્રને બોલાવવા દોડતા દોડતા બે ચોક ચાલ્યા જશે ૫-૭ મીનીટમાં પાછા ફરી તુંરંત રમવા પણ લાગશે. ઘરે આવ્યાબાદ પણ માં ને પ્રેમથી કેહ્શે માં ભૂખ લાગી છે શું બનાવ્યું છે? મોટા થાય બાદ માં-બાપની સેવા કરે છે, સારા નોકરી-ધંધામાં જોડાયા બાદ વડીલને કહે છે તમે અમારા માટે ખુબ મેહનત કરી જો તમે મેહનત ન કરી હોત તો અમે કઈ ન કરતા હોત. પરંતુ આજે 

આજે વર્ગમાં સોરી ક્લાસમાં ગ્રીન બોર્ડ આવી ગયા છે, પાટી-પેનને બદલે નાનપણથી જ નોટબુક અને જેલ પેન વાપરવામાં આવે છે. ખોટું લખેલ ભૂસવા માટે વહાઇટનર છે. નોટબુક્સ લઇ જવા માટે વિવિધજાતના સ્કૂલબેગ છે અને તેનું વજન બાળકોના વજનથી પણ વધારે થઇ જાય છે. આવવા-જવા માટે એ.સી. બસ અથવા પોતાની કાર છે જેમાં ડ્રાયવર છે. ક્લાસ પણ એ.સી છે અને બાળકો સ્કૂલથી ત્યાં ટાઈમપાસ કરીને આવ્યા હોય એટલે માં-બાપ તેમને ટ્યુશનમાં મોકલી આપે છે અને ત્યારબાદ ઘરે આવે ત્યારે હોમવર્ક માં-પિતાના ગુસા સાથે રાતે પૂરું થાય છે..બાળકો પરીક્ષા સમયે પૂરી રાત વાંચે છે અને તો પણ ડરતા હોય છે કે પેપર અઘરું હશે તો? માં-બાપ પણ તેને ભણવા માટે પ્રાયવસી આપે છે, અલગ રૂમ આપે, જમવાનું પણ રૂમમાં મળે તો પણ પરીક્ષા સમયે ચિંતામાં જ હોય. ફ્રેશ થવા માટે ટી.વી., કોમ્પુટર, વગેરે છે અને રોજના ૨/૩ કલાક ટી.વી અને કોમ્પુટર પર જોતા આંખે ચશ્માં આવે છે, બેઠા-બેઠા કંટાળો અને થાક લાગે છે  એટલે સુઈ જાય છે અને માં-બાપ કહે છે ભણી ભણીને થાકી જાય છે. બે ઘર પછી રેહતા મિત્રને બોલાવવા એસેમેંસ/મોબાઈલ કરે છે અને મિત્ર ૧૫-૨૦ મીનીટ બાદ આવે છે બને ૨૦-૨૫ મિનીટ વાહનમાં ચકર લગાવી આવે અને માં ને કહે મોમ કઈ ખાવા જેવું બનાવ્યું છે? જલ્દી આપ? રસ્તામાં સમોસા ખાધા છે પણ હજુ ભૂખ લાગી છે જલ્દી કર.  મોટા થયા બાદ પણ માં-બાપ નોકરી-ધંધે લગાવવા લાગવગ/ઓળખાણ શોધે છે અને
કમાણી હાથમાં આવતા માં-બાપને કહે છે તમે અમારા માટે શું કર્યું છે? એ તો તમારી જવાબદારી હતી તે નિભાવી છે તે બધા માં-બાપ કરે છે તેમાં અમારા પર હક કેમ જમાવો છો. અમે નવું ઘર ખરીદું લીધું છે અને ત્યાં જાય છીએ. અમને કામ વગર હેરાન ન કરતા અમારી રીતે અમને જીવવા દો. મોંઘવારી ગમે તેટલી થાય માં-બાપ બાળકોને ભણાવવા પાણીની જેમ પૈસા વાપરે, લાડ લડાવે તો પણ ઘણા ઓછા માર્ક્સ કે નાપાસ થવાના ડરથી સ્યુસાઈડ કરે. શું આ માટે માં-બાપની વધારે પરેજી જવાબદાર છે?માં-બાપની અપેક્ષા વધારે છે?