Tuesday, July 5, 2011

બેટી બચાવો


આશા અને આસ્થાબને નાનપણના પાડોશી. બંને ખાસ સહેલી, એકબીજા વગર ચાલે નહિ.આસ્થાના માં-બાપ મધ્યમવર્ગી હતા, એક જ દીકરી હતી. પણ ખુબ વ્યવહારુ હતા, દીકરી જ તેમને માટે સર્વસ્વ હતી. દીકરી કે દીકરામાં કોઈ ફરક રાખ્યો ન હતો. તેમના વિચારો આશાના માં-બાપ કરતા અલગ જ હતા.તેમના માટે દીકરીનો જન્મ ફક્ત સાસરાવાળા માટે નથી થતો, નાનપણથી જ તેમને નક્કી કરી રાખેલું કે આપને આપની દીકરીને સારું ભણતર આપશું, તેને પગભર કરીશું અને પછી જ તેના લગ્ન થશે. આપની દીકરીના નસીબમાં લગ્ન જયારે લખાયેલા હશે ત્યારે જ થશે, ઓછા ભણતરથી સારું સાસરું અને છોકરો મળશે તેવું તે ન માનતા. સમાજની ચિંતા ન કરી પોતાની દીકરીને આગળ ભણાવવાનું તેમને નક્કી કર્યું હતું અને આસ્થા પણ એમ જ ઈચ્છતી હતી. 

આશા પણ મધ્યમવર્ગમાંથી હતી, તેના પિતા સામાન્ય નોકરી કરતા હતા અને માં નાના મોટા કામ જેવા કે, સિલાઈકામ, ટૂશન વર્ગ ચલાવતી. આશા ભણવામાં હોશિયાર હતી પણ પેહ્લલેથી જ ઘરમાં એક જ વાત કે દીકરીને વધુ ભણાવી તો છોકરો ગોતવો મુશ્કેલ પડે. આપની જ્ઞાતિમાં દીકરીને વધુ ન ભણાવાય, એટલે તેની માં તેને ઘરકામ શીખવાનું કેહતી. આશાને ભણવાની ખુબ ઈચ્છા હતી, પરંતુ ૧૨ ધોરણ સુધી તેને માંડ-માંડ ભણાવવામાં આવી. તેની મા આશાને સમજતી પણ સમાજથી ડરતી હતી. ત્યારબાદ તેની માં તેને વાત-વાત માં કેહતી કે બેટા દીકરીનું સાચું ઘર તો તેનું સાસરું જ કેહવાય, મને ખબર છે કે તું ભણવા માંગે છે પણ આપને સમાજમાં દીકરીને સારું સાસરું જલ્દી નથી મળતું અને તારે ત્યાં ઘર સંસાર જ સંભાળવાનો છે ને. સાસુ-સસરાની દેખરેખ, પતિની સેવા એ જ સાચો સંસાર છે. અને હવે તો તું અહી થોડા દિવસની મેહમાન છો.આશા ઘરકામ કરતી હોય કે કોઈ વાર  છાપું વાંચવા બેસે તો પણ તેની માં તેને કેહતી બેટા અહી આમ ચાલે,સાસરે નહિ ચાલે. અને કહે બેટા હું તને સમજુ છુ પણ આપનો સમાજ આ જ છે, તારે હકીકત સ્વીકારવી જ પડશે એમાં જ તારું સુખ છે. અને આ જ આપનો સ્ત્રીનો સંસાર છે.(જયારે તેનો ભાઈ જે માત્ર ૨ વર્ષ જ તેનાથી નાનો હતો તેને માં-બાપ કઈ ન કેહતા, રખડે-ભણે, જીદ કરે પણ તે છોકરો છે એટલે? તેને કેમ ઘરમાં આમ રેહવાય-તેમ રેહવાય સલાહ નથી આપતા? તે બહારથી આવીને ઓડર કરે કે પાણી આપો, જમવાનું આપો જયારે આપને પણ તેની સાથે જ આવ્યા હોય તો આપને આપનું તો કરવાનું અને તે બધાનું પણ કરી દેવાનું? શું તે જાતે ન કરી શકે?તેને કેમ માં એ નથી શીખડાવતી?)કાલે જ તારા માટે છોકરાવાળા આવવાના છે તને જોવા. ખુબ ખાનદાની માણસો છે, પૈસે ટકે પણ સારું છે, એક ભાઈ અને બહેન છે એથી વધારે તારે જોઈ શું? એક વાર તું તેમને મળી લે, પછી આપને વિચારશું. આશા ખુબ જ નીરસ થઇ ગઈ. અત્યારથી લગ્ન! મારી બધી સહેલી તો હજુ આગળ ભણવાની છે. કોઈ ડોક્ટર, વકીલ, બનવાના છે, મારે પણ કઈક બનવું છે, મારી ઓળખ બનાવવી છે. તે રાતે આસ્થા પાસે ગઈ અને બધી વાત કરી. બને પરિવાર વચે ખુબ સારો સબંધ હતો એટલે આસ્થા અને તેના માં-બાપે આશાના માં-બાપને સમજવાની કોશિશ કરી અને અંતે નિર્યણ થયો કે આશા ભણવાનું ચાલુ રાખશે અને તેની વ્યવહારિક વાત પણ થશે, જયારે સારું કુટુંબ મળી જશે તેનું ભણવાનું બંધ અને લગ્ન માટે હા પાડવામાં આવશે. આશા ઘણી ખુશ થઇ કે હાસ મને ભણવા મળશે, ૬-૮-૧૨ મહિના....આ વાતને એક વર્ષ થઇ ગયું, કોઈ વ્યવહારિક વાત ચાલતી પણ નસીબ સાથ ન આપતા તેનું વેવિશાળ નક્કી ન થતું. માં-બાપ ખુબ ચિંતિત રેહવા લાગ્યા, અને સંભળાવતા કે તું ભણે છે એટલે જ તારું નથી ગોઠવાતું અને અંતે તેને આશાને કોલેજ  નું બીજું વર્ષ પૂરું ન કરવા દીધું. માં-બાપ ગામના એક સાધુને મળવા ગયા અને કહ્યું કે મારી દીકરીનું વેવિશાળ નથી થતું એટલે બાપુ એ તેને ૧-૨ વાર કરવાના કહ્યા, માતાજીના વ્રત કરવાનું કહ્યું, તેમન કુળદેવીની રોજ પૂજા કરવાનું કહ્યું.અને આ રીતે આશા આ બધું કરતી.

જયારે આસ્થા બહારગામ ડોક્ટરનું ભણવા ગયેલી, ૧ વર્ષ પૂરું કરી ગામમાં આવી ત્યારે આશાના માં-બાપને ફરી સમજાવ્યા પણ આ વખતે તે ન જ માન્યા. અને આસ્થાને પણ બે-ચાર શબ્દો સંભળાવ્યા કે તું કાયમી કુવારી રહીશ, તારા માં-બાપને તારી ચિંતા જ નથી. દીકરીને આટલી બધી છુટ ન અપાય કે એકલી બહારગામ ભણવા જાય. આસ્થા તેમના સ્વભાવથી પરિચિત હતી કઈ ખરાબ ન લગાવ્યું, પોતાને ઘર ત્યારે તો ચાલી ગઈ. વિચાર્યું કે ૧-૨ દિવસ પછી ફરી મળવા જઈશ અને વાત કરીશ કે જમાનો બદલાય ગયો છે હવે તો દીકરી ઘર અને નોકરી/પોતાનો વ્યવસાય બને સંભાળે, વગેરે વગેરે....પણ અચાનક જ તેનું રીઝલ્ટ ના સમાચાર આવતા તેને જવું પડ્યું અને તરત જ ભણવાનું ચાલુ થઇ જતા ૬ મહિના પસાર થઇ ગયા.આશાના પિતાને દમની બીમારી તો હતી જ અને એક દિવસ અચાનક જ તેમને પેરેલીસનો એટેક આવ્યો, બે-ચાર દિવસ દવાખાનામાં પસાર કરી ઘરે આવ્યા. પરિસ્થિતિ ગંભીર બનતી જતી હતી અને આ દરમ્યાન જ એક વ્યવહારિક વાત આવી. માં-બાપને ઘર અને સભ્યો યોગ્ય લગતા હતા અને ઈચ્છતા હતા કે આ વખતે આશા હા પાડી દેશે. આશાને મનમાં થોડી મુજવણ હતી પણ હવે તેને બીજો કોઈ રસ્તો ન દેખાતા હા પાડી. અલબત છોકરો તેને પસંદ હતો અને ગામમાં જ હતું તેથી તે ખુશ હતી કારણ કે માં-બાપને જરૂર પડે આવી શકાય.અને તેના વેવિશાળ નકી થઇ ગયા. નાંની આવકમાંથી પણ દીકરીને આનામાં સોનાના દાગીના, કબાટ, વાસણ બધું આપેલું અને પરંપરાગત તેના લગ્ન કરાવ્યા. આસ્થા પણ વિદાય વખતે ખુબ રડી. માં એ કહ્યું બેટા સાસરું જ તારું ઘર, હવે એ ઘર પેહલા પછી આ. તારી જવાબદારી સારી રીતે નિભાવજે, કોઈ ફરિયાદની તક ન આવે તેનું ધ્યાન રાખજે, અહીની ચિંતા ન કરતી.આ રીતે આશાનો સંસાર ચાલુ થયો. બીજે દિવસથી જ તેને પોતે સાસરે છે તેનો એહસાસ તેના સાસુએ કરાવી આપ્યો. નવા ઘરમાં જવાનો થોડો ડર, ત્યાના રીત-રીવાજો વગેરેની થોડી ચિંતામાં તેના હાથમાંથી કાચનો કપ તૂટી ગયો અને સાસુ ચાલુ થઇ ગયા, હાથ ભાંગેલા છે?આ કોણ લઇ આવી દેશે તારો બાપ? આવતાવેત નુકશાની ચાલુ કરી દીધી વગેરે વગેર..આશા મોન રહી, સામું કઈ ન બોલી. આ રીતે અઠવાડીયો પસાર થઇ ગયું , રોજ સાસુની બોલબોલ પણ તે ચુપ રેહતી. ૨-૪ દિવસ તો તેનો પતિ તેની સાથે વ્યવસ્થિત રેહતો પણ ધીમે ધીમે તેનો વ્યવહાર પણ બદલતો ગયો. રોજ રાતે દારૂ પીને ઘરે આવતો. આશાને ગાળો આપતો, મારતો પણ આશા મૂંગે મોઠે સહન કરતી, વિચાર આવતો કે બોલવાથી વાત બગડશે અને માં-બાપને ખબર પડશે તો ચિંતા કરશે વળી બાપુજીની તબિયત પણ સારી નથી અને કઈ થઇ જશે તો. અને તેને માં નાં શબ્દો યાદ આવતા કે બેટા તારું સાસરું જ તારું ઘર છે, માવતર નો મોહ ન રાખતી અને મનોમન વિચારી લીધું કે ત્યાં પછી નહિ જાવ. તેને વિચાર આવતો કે આ તે કેવી જિંદગી, માવતરે નાનપણથી જ સસરાને કેન્દ્રમાં રાખી દીકરીને સલાહ-સુચન અપાય, અને સાસરે આવે તો તેને વાતે વાતમાં માવતરના ઘરના ટોણા, અને પોતાના બને ઘરમાં પરાયું જ રેહવાનું.અહી પણ હું મારી ઈચ્છાથી કઈ ન કરી શકું? તેની જિંદગી શું? સવારે વહેલા ઉઠી બધા માટે ચા-નાસ્તો કરો, ઘર કામ કરો, જમો, કામ કરો અને બસ આ રીતે રાત પડે અને રાતે પણ પતિની ઈચ્છા પૂરી કરો. પોતે થાકેલા હોય, પોતાની ઈચ્છા શું છે તે પણ પતિને ન જણાવાય, ખબર પડે તો ફરી માર અને ગાળો.ભારત દેશ તો આઝાદ થઇ ગયો પણ ભારતીય નારી ક્યારે આઝાદ થશે?સમય એમજ પસાર થવા લાગ્યો, લગ્નને ૧ વર્ષ થઇ ગયું. આડોશ-પાડોશના બધા આશાના સાસુને પૂછતા કે તમારી વહુને સારા દિવસો નથી રેહતા?? ૧ વર્ષ થયું કેમ કઈ ખામી છે અને સાસુ એ વાતને લીધે પણ આશાને બોલતા કે તારામાં જ ખામી છે. તેના સાસુએ કોઈ સાધુની સલાહ લીધી અને કહ્યું કે તેને માતાજી નડે છે એટલે તેને ૧-૨ વાર રેહવા કહ્યું અને આશાએ તે અપનાવવાનું, પણ આ બધું ગમે કે ન ગમે, માને કે ન માને આ બધું સાચું એમ કેહવા અને અપનાવવા  તે ટેવાય ગઈ હતી.પણ એક રાતે જીવન ખુબ દારૂ પીને આવ્યોં અને આશાને બેફામ માર માર્યો, ગાળો આપી, એટલી હદે મારી કે તે બીજે દિવસે ઉભી પણ નહોતી થઇ શકી.અને અંતે તેને ઘર છોડીને જવાનો ફેસલો કર્યો પણ તે પેહલા તે થોડી હિમત ભેગી કરી અને મનોમન વિચાર કર્યો કે હવે હું આ રીતે નહી રહું, આ તે કઈ જીવન છે. સાંજે જીવને તેને ફરી ગાળો આપી ત્યારે તે ચુપ ન રહી,તેને જવાબ આપ્યો કે નારી માત્ર સહન કરવા માટે જ નથી જન્મી, ભગવાને તને હાથ પગ આપ્યા છે તો મેહનત કર અને કઈ કમાઈને બતાવ, મને મારવા નથી આપ્યા. આ સંભાળતા જ જીવન વધારે ગુસ્સે થયો અને ફરી એક મારી, અને આશા એ પણ જવાબ આપ્યો, ભગવાને મને હાથ મેહંદી મુકવા કે રસોઈ કરવા જ નથી આપ્યા અને જીવનને હાથ અને પગથી માર મારી ઘર છોડી નીકળી ગઈ. સાસુ પણ બધું જોતા જ રહ્યા, પણ વહુનું આ રૂપ જોઈ કઈ બોલી ન શક્યા. આશા તેમને પણ કેહતી ગઈ તું તો સ્ત્રી થઇને સ્ત્રીની દુશ્મન બને છે, જરા વિચાર તું મને નહિ સાચવે તો ઉમર થતા તારી તબિયત બગડશે ત્યારે તને કોણ સાચવશે? તારો દીકરો! એ તો દારૂ પીને આવે છે ને ભાન પણ નથી હોતું ત્યારે તને શું દવાખાને લઇ જશે? તારી સેવા કરશે? અને બસ પાછુ જોયા વગર ચાલી ગઈ. તેને મનોમન નકી કર્યું કે માવતર નથી જવું, ત્યાં થી પણ જ સલાહ મળશે, મને સહન કરવાનું કેહ્શે. અને બે-ચાર દિવસ તેને આસ્થાને ઘર જવાનું નકી કર્યું અને ત્યાં ગઈ. સદનસીબે આસ્થા પણ રજાના દિવસ હોય ગામ આવી હતી. તેને બધી વાત કરી, આસ્થા ને તેના કુટુંબે તેને આવકારની સાથે સહકાર પણ આપ્યો અને કહ્યું કે અમે તારી સાથે જ છીએ, ચિંતા ન કરતી. 

અને બને સખી રાતે એકલા વાતો કરતા હતા, ત્યારે તેને વિચાર્યું કે આપની સરકાર બેટી બચાવો ને પ્રોત્શાહન આપે છે, ગર્ભપાત કરવાની ના પડે છે. પણ આ રીતે તો દીકરીને  માત્ર જન્મ થી બચાવવામાં આવે છે, પણ માવતર તેને સાસરું જ તારું ઘર કહી પરાઈ રાખે છે જયારે સાસરિયા તેને પરાઈ(વહુ) જ ગણી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે ત્યારે શું? તેને ઘણા વિચાર આવે છે.માં-બાપ શું કેહ્શે ત્યાં જઈ  તો? ભાઈ-ભાભી રાખશે કે નહિ રાખે? પોતે પગભર પણ નથી, પોતે કઈ કમાતી હોત તો આર્થિક મદદ કરી શકે, સમાજ શું કેહ્શે?આ રીતે ઘણી સ્ત્રી  આપઘાત કરે છે, તેની સહનશક્તિ ઓછી નથી હોતી પણ તે વિચારે છે કે મરી-મરીને જીવવું તેના કરતા તો મરી જવું સારું. શું દીકરી પોતાની રીતે ન જીવી શકે? કોઈ સાસરિયા પર કેસ કરે છે, પણ ચુકાદો ક્યાર આવે?, કોઈને ખાધ-ખોરાકી મળે છે પણ તે વિચારે કે શા માટે તેના પર આધાર રાખવો, શું પૈસાથી સુખ મળે?પૈસા આપી દેવાથી જવાબદારી પૂરી?જમાઈની તેના સસરા પ્રત્યે કોઈ ફરજ નહિ, માત્ર હક જ? તે આવે એટલે તેને શું ગમે શું નહિ તે ધ્યાન રાખવાનું અને જરા પણ ધ્યાન ન રહે તો જમાઈ જમસાહેબ બની જાય. શું બધી જવાબદારી સ્ત્રીની જ છે?ઘરમાં દીકરીને પતિની સાથે કેમ રેહવાય તેની સલાહ આપવામાં આવે છે પણ ક્યારેય પુત્રને સલાહ આપવામાં આવે છે કે વહુની સાથે કેમ રેહ્વવાય? વહુને સાસરે પણ સલાહ સુચન સાસુ તરફથી મળે છે, અને સાચું-ખોટું અપનાવું પડે છે. પણ શું જમાઈને સલાહ સુચન તેના સસરાવાળા આપી શકે છે?અને શું તે એ સ્વીકારે ? તેને તો તરત ખરાબ લાગી જાય કે મને આવું કઈ રીતે કીધું?વગેરે વગેરે.......વારે-તેહવારે બધા વ્યવહાર માં-બાપને ત્યાંથી, મૃત્યુબાદ છેલી ચુન્દડી  પણ માવતરની! ,કામકાજ-વ્યવહારમાં પેહલા સાસરું તો પછી લેવામાં(વ્યવહારમાં) કેમ માવતર? પેહલું ઘર માં-બાપનું તે પારકું બની જાય છે, બીજું ઘર સાસરું તે પોતાનું બનવા નથી દેતું તો પોતાનું ઘર કયું? સંતાન ન થાય તો પણ પેહલો આરોપ સ્ત્રી પર!, અને એ તો કેહવું કે લગ્ન પેહલા જે ધર્મ-ભગવાન અપનાંવતા હોય તે પણ લગ્ન પછી બદલાય જાય, સાસરિયાના લોકો જેમાં માને તે ભગવાનને માનવાના, કોઈ સાધુ કહે કે આ માતાજી નડે એટલે વાર કરવાના, શું તે સ્ત્રીને જ નડે પુરુષને ન નડે? અને કયારેય કોઈ માં પોતાના સંતાનને નડે? તે તો હમેશા પોતાના સંતાનનું હિત જ ઈચ્છતી હોય છે તો પછી આવું શા માટે કરવાનું?આમાં તો દીકરી બચે કે મરે છે? ગર્ભપાત ગેરકાનૂની જાહેર કરી, બેટીને શારીરિક તો આ દુનિયામાં આવવાનો અધિકાર આપવામાં આવે છે પણ શું તેને તેના વિચાર, તેના હક, અન્યાય, અત્યાચાર સામે અધિકાર મળે છે? બેટી બચાવો, પણ શું જન્માંધિકાર આપવાથી બેટી બચી ગઈ પણ બચ્યા પછી શું તે સમાજમાં બચી શકે છે? આજે ઘણા માં-બાપ એવા છે કે જે દીકરી જન્મબાદ તેને ખુલા મેદાનમાં, કચરાપેટી પાસે, કોઈના ઘર પાસે પણ પોતાની બેટીને મૂકી દે છે અને જો કોઈને દયા આવે તો તેને સરકારી કાર્યવાહી કરી અનાથાશ્રમમાં રેહવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. શું આ છે બેટી બચાવ? તે વિચારે છે કે આપની સરકાર બેટી બચાવ માટે સમાજને ઘણા પ્રવચન, શિક્ષણ આપે છે પણ શું તે નીવડે છે? શું આને કેહવાય બેટી બચાવો? શીખિત, ઉચ ડીગ્રી ધરાવનાર પણ દીકરા-દીકરી વચે ભેદ રાખે છે, બે દીકરી હોય તો પણ દીકરા માટે ઝંખે અને માનતા રાખે છે. આમ,આ રીતે આખી રાત પસાર થઈ અને અંતે બને એ નકી કર્યું કે એક સંસ્થા ચાલુ કરવાનું વિચારે છે જેમાં જે સ્ત્રીને અન્યાય-અપમાનથી કંટાળી મૃત્યુનો આશરો ન લેવો પડે અને વિના સંકોચે, પોતાની રીતે જીવી શકે.

બીજે દિવસે સવારે આશાના માતા-પિતાને આ બધી જાણ કરવામાં આવી, પોતાના વિચારો રજુ કર્યા. અંતે તેમને પોતાની ભૂલ સમજી અને જીવનના ઘરનાને બોલાવી આ સબંધને પૂર્ણવિરામ મુક્યો. આશાએ નર્સિંગનો અભ્યાસ કર્યો, બને સખી એક જ હોસ્પિટલમાં નોકરી કરે છે. આશા નર્સ તરીકે અને આસ્થા ડોક્ટર તરીકે અને સાથે એક નિ:સહાય સ્ત્રી માટે એક સંસ્થા ચાલુ કરે છે જેમાં જ્યાં બધી જગયાએ  જવાના-રેહવાના દરવાજા બંધ લાગે ત્યારે અહીનો દરવાજો ખટકાવે. થોડા સમયબાદ આશાના પૂર્વ સાસુ દવાખાને બીમાર થઈને આવ્યા,ત્યારે આશાએ તેની અન્ય દર્દીની જેમ જ ફરજો બજાવી, ધ્યાન અને સેવાથી તેમને ઉભા કર્યા.  આશાને તેને કહ્યું બેટા મને માફ કરજે પણ તું સાચી હતી. આજે માને જીવન ખુબ મારે છે અને ઘરમાંથી ચાલ્યા જવાનું કહે છે. મેં તને કેટલી હેરાન કરી છતાં પણ તું મારું ધ્યાન રાખે છે મને માફ કરી દે બેટા. આશા કહે છે જે થયું તે થયું તમે અમારી સંસ્થામાં રહી શકો છે, કામ કરી પૈસા કમાઈ શકો છો તમારી પોતાની ઓળખ મેળવી શકો છો. ત્યાં કોઈને કોઈની સાસુ, કોઈની વહુ, કોઈની દીકરી કે બહેન તરીકે નહિ પોતાના નામથી ઓળખ મળશે.આવી ઘણી સ્ત્રીઓ જે પોતાના ભાઈ-ભાભી, દીકરા-વહુ,સાસુ-સસરા વગેરેના ત્રાન્સથી મરી-મરીને તેમના ઘરમાં જીવે છે તેમને માટે હવે પોતાનું ઘર મળે તેવી સંસ્થાના પાયા ખોદાય  છે. જિંદગીના ૫૦-૬૦ વર્ષે પણ ગુલામી, ડરથી રેહતી સ્ત્રી હવે શાંતિથી રહી શકવના છે.બેટી બચાવો-સ્ત્રીજાતને બચાવો.



Sunday, July 3, 2011

આવ રે વરસાદ-ન્યુ


ચોમાસાની ઋતુ હોય અને વરસાદ આવતો હોય ત્યારે જુનું અને જાણીતું વરસાદી નાનું ગીત યાદ આવી જ જાય.

'આવ રે વરસાદ, ઢેબરયો વરસાદ

ઉની ઉની રોટલીને કારેલાનું શાક'

પણ આજે લોકોને હવે ઘરની રોટલીને શાક ઓછા ભાવે છે, ઘરનું જમવા કરતા બહારની હોટેલ, રેકડીમાં મળતું વધારે પ્રિય છે.આજના ટાબરિયાને કારેલાનું શાક ન ભાવે, તેને ભાવે પિઝ્ઝા,હોટ ડોગ, મંચુરિયન અને પનીર સાથે નાંન અને તંદુરી રોટી. એક બાળકના સ્વરે વરસાદી ગીતનું નવું વર્ઝન...........

'આવ રે વરસાદ, 

મંચુરિયન ને પનીર ટીકાનું શાક, 

ખાવું હોય તો ખા,

નહિ તો પિઝ્ઝા હટમાં જા.'

( વરસાદી સીઝનનું નવું મેનુ કેવું લાગ્યું તે જરૂર જણાવજો.)

Monday, June 20, 2011

કામવાળી બની શેઠાણી


આધુનિક જમાનમાં લગભગ  બધા ઘરમાં કામકાજ કરવા માટે કામવાળા હોય છે, થોડા સમય પેહલા ઘરની સ્ત્રી બધું કામ જાતે જ કરતી પણ હવે સમય બદલાય ગયો છે. આજકાલ સ્ત્રી પણ નોકરી-વેપાર કરતી હોય ત્યારે સ્વાભવિક છે કે કામમાં થોડી તાણ પડે અને આવક પણ થોડી વધી જતા ઘરનું કામ-કાજ જેમ કે કચરા પોતા કરાવી લે છે.આજે હાલત એવી છે કે ઘરના સભ્યને બે શબ્દ કહી શકાય પણ કામવાળાને કઈ ન કેહવાય અને કહીતો બીજે દિવસે બીજા કામવાલાની શોધ કરવી પડે. તેની ઈચ્છા મુજબ આવે-જાય અને કામ કરે, જોઈએ ત્યારે રજા પણ આપવી પડે. અને વાર-તેહવારે તો તેના ભાવ પણ વધારી દે છતાં તેના વગર ન ચાલે. પણ કોઈ કામવાળા બહુ પ્રમાણિક અને વ્યવસ્થિત હોય છે. 

કાળી નામની એક છોકરી જે માત્ર 6 વર્ષની હતી ત્યારે બાપનો પ્રેમ ગુમાવ્યો, માં મૂંગી હતી અને પારકા કામ કરતી હતી. એક મોટી બહેન ભારતી જે તેની માં ને મદદ કરતી, પોતાનાથી નાના બે ભાઈ જે ૪ અને ૨ વર્ષના હતા. નાની એવી રૂમ હતી જેમાં આ કુટુંબ પોતાની જિંદગી જીવતું. કાળીની માં ને બધા મૂંગાબેનથી જ ઓળખે. ૭-૮ ઘરના કામ કરી રોજી રોટી ચાલવતા,જ્ઞાતિએ ઊચ એટલે સમાજમાંથી લોટ-ચોખા વગેરે અવાર-નવાર મળતું રેહતું.. ભારતી ૫ ધોરણ ભણી અને ઉઠી ગઈ, પૈસા પણ ન હતા ને ભણવું પણ ગમતું નહિ. મૂંગાબહેન બપોરના ભાગે છોકરાને નવડાવે, તૈયાર કરે તેમાં કાળી ખુબ જ આળસુ અને માથાના વાળમાં જાણે ટોલાનું જુંડ, જોઇને પણ બીજાને ૨ ફૂટ દુર જવનું મન થઇ, બે-ચાર દિવસે એક વાર નાહવાનું. કોઈને ઘર કામ કરવા જાય ત્યારે બધાની ચોખીના કે કાળીને સાથે ન લાવજો.આમતો સાચું નામ પ્રીતિ હતું પણ ખુબ જ કાળી એટલે તેને હુલામણા નામે બધા કાળી કહીને જ બોલાવતા. જયારે કાળી ૭ વર્ષની થઇ ત્યારે માં એ મોટી બહેનના લગ્ન નકી કરી નાખ્યા, નાનું એવું ગામ અને કામ હતું, નાનું કુટુંબ હતું એટલે વધારે કઈ તપાસની જરૂર ન હતી. આમ પણ ભારતીની પણ એવી ઈચ્છા કે જલ્દી લગ્ન કરવા, ઉમર થતા છોકરો મળતા વાર લાગે અને આ રીતે તેને રાજીખુશીથી હા પાડી. 1 મહિનામાં લગ્ન જ થયા, ભારતી ચાલી સાસરીયે. અને માત્ર ૬ મહિનામાં જ મુનગાબહેનને ટી.બી. જેવો રોગ થયો, દવા કરી પણ કુદરત આગળ કોઈનું ચાલે અને એક દિવસે ૩ નાના બાળકોને એકલા છોડી તેને આ દુનિયામાંથી વિદાય લીધી. કુટુંબમાં કોઈ એવી વ્યક્તિ ન હતી કે જવાબદારી લે/આ લોકોનું ધ્યાન રાખે.સોસાયટીના લોકોને ચિંતા હતી કે આ ૩ બાળકોનું શું થશે, એટલે બધા એ થોડો ફાળો ભેગો કરી તેમના નામે બેકમાં જમા કરાવ્યો અને ઘરમાં જરૂરી અન્ન લઇ આપ્યું. સાસરવાન દીકરી કેટલા દિવસ રોકાય, એ પણ વિધિ પૂરી થતા પોતાને ઘેર ચાલી ગઈ. નાના ભાઈ બહેનની ચિંતા હતી પણ કશું કરી શકે એમ ન હતી. આમ અચાનક જ કાળી પર ઘરની જવાબદારી આવી, નાના બે ભાઈની જવાબદારી આવી. પણ કેહ્વવાયને કે કુદરત સમયે સામું જોવે છે, કાળીમાં કોણ જાણે ક્યાંથી બુધિ આવી ગઈ. પોતે એકદમ વ્યવસ્થિત રેહવા લાગી, ચોખા કપડા, રોજ ઘરની સફાઈ, રસોઈ, અને નાના ભાઈને સરકારી શાળામાં સમયસર મોકલવા. તેની માં જ્યાં કામ કરતી હતી ત્યાં જઈ પોતે વાત કરી કે મને કામ કરવા દો, હું સારું કામ કરીશ . માસા-માસીએ વિચારીને તેને કામ કરવા આવવા માટેની હા પડી, વાસણ સાફ કરવા સવારે ને બપોરે આવવાનું. બસ આ રીતે કાળીએ પોતાની જિંદગીની શરૂઆત કરી. તેના કામની પ્રશંશા થવા લાગી, ૫-૬ ઘરના કામ રાખી લીધા અને કોઈ વારે-તેહ્વવારે વધારાનું કામ કરીને પણ પૈસા કમાવા લાગી. કોઈને કરીયાનું લેવાનું હોય કે લોટ દળાવવા જવાનું હોય કાળી જરૂર પડે કરી આપતી. કોઈના ઘરે નાના બાળકોને પણ સાચવી લેતી, નજીકમાં આંટો મારવા પણ લઇ જાય.પરંતુ ઘણા લોકોને ટેવ હોય કે કામવાળાને ટોકવા તો જોય જ તો જ તે સરખું કામ કરે, અને એક માસી એવા જ હતા જે વારંવાર કાળીની ઉપર ટક-ટક કરે રાખતા, પરંતુ કાળી આ બધું ધ્યાનમાં ન લેતી કારણ કે તેને પૈસાની જરૂર હતી, પરંતુ તે જીદી તો હતી જ એટલે તે માસીની ઘરે મહીને  ૨-૩ રજા તો રાખી જ દેતી એટલે માસી કેહતા કે કામવાળા તો આવા જ હોય, પણ શું કરી આપનાથી થાય  નથી એટલે લાચારી કરવી પડે, કાળીને માસી જયારે આવું બોલતા ત્યારે ખુબ ગુસો આવતો.ઘણી વખત તો તે બોલી જતી કે જો કામવાળા જ ન હોત તો તમે શું કરત? અમે ૧ દિવસ ન આવો તો તમે થાકી જાવ, એટલું કામ તમારાથી ન થાય? અમે તો કેટલું કરી છીએ એમ બોલતા બોલતા કામે લાગી જતી. પણ કાળી કામ છોડતી નથી ન તે માસી તેને છોડવાનું કેહતા કારણ કે બનેને એકબીજા માટે લાગણી હતી, વિશ્વાસ હતો. .

આ ઉપરાંત બે નાનાભાઈની પણ દેખરેખ રાખતી, બે માંથી મોટોભાઈ ભણવાની સાથે કંદોઇની દુકાનમાં કામે લાગી ગયો અને બે પૈસા તે પણ કમાવા લાગ્યો. આ રીતે મેહનત અને શાંતિથી  રેહતા. કાળી હવે ૨૪-૨૫નિ થઇ ગઈ, ઘણા માંગા આવતા પણ તે નાં પડી દેતી,કેહતી કે ભાઈનું સગપણ થાય પછી જ અને થોડી જીદી તો ખરી જ. ભાઈ પણ પોતાનો સ્વતંત્ર ધધો (કેટરિંગ) નું ચાલુ કર્યું હતું ને સારું એવું કમાઈ લેતો. ઘરમાં હવે ટી. વી., ફ્રિજ વગેરે હતું. એક નાની ઓરડી પણ લઇ લીધી હતી(અંદાજે ૮૦૦૦૦ તેવી કીમત)વર્ષોથી એક જ જગાએ કામ કરતી. માસા-માસી તેને સમજાવતા કે હવે તું લગ્ન કરીશ તો કઈ વાંધો નહિ, તારો ભાઈ પણ હવે સારું કમાય છે અને નાનાએ પણ નોકરી ચાલુ કરી છે તો તે પણ હવે ગોઠવાય જશે. આ દરમ્યાન તેના ભાઈને એક છોકરી પસંદ પડતા તેની સાથે લગ્ન કરી લીધા. ભાભી પણ ખુબ સારા હતા, એ પણ નાના ઘરમાંથી હતી પણ સમજુ હતી. અને આ વાતને હજુતો ૨ દિવસ થયા હતા ત્યાં કાળી માટે એક સારું માગું આવ્યું એક દીકરો અને એક દીકરી, અને તેના પણ લગ્ન થઇ ગયેલા. માત્ર માતા-પિતાની સાથે જ રેહવાનું હતું, ઘરનું ઘર હતું, સારો ધંધો હતો. તેને હા પડી અને બે મહિનામાંબાદ લગ્નની તારીખ આવી. તે જ્યાં કામ કરતી તે બધા રાજી હતા પણ મનમાં ચિંતા હતી કે હવે અમારે બીજા કોઈને ગોતવા પડશે, બીજા કેવા હશે, કેમ વિશ્વાસ કરવો વગેરે પ્રશ્નો થતા. બને ભાઈએ ભેગા થઇ ખુબ સુંદર રીતે બહેનના લગ્ન કર્યા, ૧૦૦ થી પણ વધુ માણસો ને જમાડ્યા, સારું આનું પણ કરી આપ્યું અને વિદાય આપી, જ્યાં કામ કરતી એ લોકોએ પણ સારી વસ્તુ-રોકડા આપ્યા અને તેને વળાવી. આ ઉપરાંત બેંકમાં મુકેલા પૈસાની પણ કીમત વધી ગઈ હતી જે ચારેય ભાઈ-બહેનના નામે કરી રાજી કરી આપ્યા.

સાસરું માવતરના ઘરથી નજીક જ હતું એટલે ૨-૩ દિવસે ત્યાં આટો આપે, બધાને મળે, ૧૦-૧૫ મિનીટ વાતો કરે અને ચાલી જાય. પોતાના સાસરે પણ મગ-ચોખા જેમ ભલે એ રીતે ભળી ગઈ, મોટા બંગલામાં કામ કરતી એટલે ત્યાના લોકોની જેમ રેહતા રીત-ભાત થોડી થોડી શીખી ગઈ. આર્થિક રીતે ઘરમાં કોઈ મુશ્કેલી ન હતી અને આજે તેને ત્યાં કામવાળા છે.અત્યારે પણ તેને ગુસો આવે છે(આ ગુસો પેલા માસી પર કરતી તેના કરતા જુદો) અને બોલે કે આ કામવાળા ૧ દિવસની રજા કહીને ૨ દિવસની રાખે, હવે બહુ કામ નથી થતું. અને જયારે માસા-માસીને મળવા આવે ત્યારે કેહતી હોય કે આ કામવાળા છે તો સારું છે હો, આપનાથી હવે નથી થતું ત્યારે માસ-માસી હસતા કે હવે તો તું શેઠાણી બની ગઈ છો અને ત્યારે કાળી બોલતા બોલતા અટકી જાય કે ના માસી એવું નથી પણ.....

(દરેકની જીંદગીમાં એક કસોટી હોય છે, માનસ કઈ રીતે તેનો  સામનો કરે તે રીતે તેનું ફળ મળે જ છે.
 
આર્થિક રીતે સદ્ધાર થતા માનસ જાતે કામ કરવાનું ટાળે છે તેના અનેક કારણો હોય શકે જેમ કે, અન્ય પ્રવૃતિમાં ધ્યાન દેવું, શારીરિક થાક ન લાગે તે માટે, અને ઘણા..પણ હકીકત છે કે આજના જમાનામાં કામવાળા વગર કોઈને ચાલતું નથી.)