Monday, February 17, 2014

ટેલીગ્રામ

મોન્ટુ: યાર ચિન્ટુ, મને તે ફાઈલ તું ટેલીગ્રામથી મોકલી આપ. હું તે ફાઈલ હમણાં જ જોઈને તને રિપ્લાય કરું છુ.
ચીમનલાલ: બેટા મોન્ટુ એમ કઈ કાગળિયા તુરંત ન મળે અને તે પણ ટેલીગ્રામથી? બેટા હવે તો તે સેવા પણ ગઈ છે. તારા મિત્રને બોલ કોઈની સાથે ફાઈલ મોકલી આપે કારણ આંગડિયા તો બહુ જ મોંઘા થશે.
મોન્ટુ: અરે પાપા, તમે શું વાત કરો છો? ટેલીગ્રામ સેવા બંધ નથી થઇ, તે થોડા સમયથી અસ્તિવમાં આવી છે અને ફાઈલ મોકલતા ૬૦ સેકન્ડ પણ નહિ થાય અને તે સસ્તું છે.
ચીમનલાલ: બેટા તું છાપુ નહિ વાંચતો નથી એટલે તને ખ્યાલ નથી, પોસ્ટ ઓફીસમાં પૂછી આવ.
મોન્ટુ: પાપા હું એ ટેલીગ્રામની વાત નથી કરતો, તમારી વાત સાચી છે પરંતુ હવે ઈન્ટરનેટ વડે આ ફોનમાં નવી સેવા(નવી એપ્લિકેશન) શરુ થઇ છે તેનું નામ પણ ટેલીગ્રામ છે. તેમાં ઘણી મોટી/લાંબી વિગત અન્યને માત્ર સેકન્ડમાં જ પહોંચાડી શકાય છે અને તે પણ નજીવા દરે. અમે તો દિવસમાં આવા ઘણાં ટેલીગ્રામ કરીએ તમે જે વાત કરો છે તે જમાનો હવે ગયો. મોબાઇલમાંથી જ કોઈ પણ સંદેશ દુનિયામાં કોઈ પણ જગ્યાએ પળભરમાં મોકલી શકાય છે અને તેમાં જોક્સ, શાયરી, સારા-ખરાબ વગેરે મેસજ હોય છે અને પાપા તેમાં ટાઈમપાસ પણ થાય છે.
ચીમનલાલ: શું?મોબાઈલમાં?ઓછા ખર્ચે?ઓછા સમયમાં?ઈન્ટરનેટ દ્વારા ?બેટા આ તું શું કહે છે?તું જાણે છે? કે દાયકાઓ અગાઉ જ 'તાર(ટેલીગ્રામ) આવ્યો છે' ની જાણ થતાં જ હૃદયના ધબકારા વધી જતા હતા, બ્લડપ્રેસર અપ-ડાઉન કરવા માંડતાં હતાં.સમાચાર ખુશીના હોય કે માતમના... સમાચાર બાળ જન્મના હોય કે નોકરી મળવાના...કે અન્ય કોઈ પ્રકારના.આ સેવાના કારણે જ સગાવહાલાઓની તમામ પ્રકારની માહિતી લોકો સુધી માત્ર થોડી મિનિટોમાં પહોંચતી. તાર મળવાના સમાચારથી સામાન્ય રીતે  લોકો રડવા લાગતા કારણ કે તે સમયે તાર આવે એટલે સમજી લેવાનું નક્કી સંબંધીમાં કોઈનું મૃત્યુ થયું હશે. કેમ કે તે વખતે મોટાભાગે સ્વજનના નિધનના સમાચાર તુરંત પહોંચાડવા માટે તાર કરવામાં આવતા.
ભારતમાં પહેલો તાર 5 નવેમ્બર 1850ના રોજ કલકત્તા અને તેનાથી 50 કિમીદૂર ડાયમંડ હાર્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. આ ઘટનાના માત્ર પાંચ જ વર્ષમાં સામાન્ય લોકો માટે પણ તાર સેવા શરૂ થઈ ગઈ હતી. અંગ્રેજોએ 1870 સુધીમાં યૂરોપને ભારત સાથે જોડતી તાર સેવા માટે 11 હજાર કિલોમીટર લાંબી ટેલીગ્રાફ લાઈન તૈયાર કરી લીધી હતી. આ ટેલીગ્રાફ લાઈન ચાર દેશોમાંથી પસાર થતી હતી. મોર્સ ટેલિગ્રાફની પેટન્ટ કરાવનારા અમેરિકન વૈજ્ઞાનિક સેમ્યુઅલ મોર્સ અને તેમના સહાયક આફ્રેડ વેલે ટેલિગ્રાફની એક નવી ભાષા બનાવી હતી જેના માધ્યમથી તમામ સંદેશ ડેશ અને ડોટના મારફતથી મોકલી શકાતા.
 ટેલીગ્રામ મશીન પર ફટાફટ થનારા `કટ'ના અવાજને ડોટ કહેવામાં આવતું અને આ પ્રક્રિયામાં જે વિલંબ થાય તેને ડેશ. 1931માં વાયરલેસ ટેલીગ્રામ સર્વિસનો પ્રારંભ થયો. હજારો કિલોમીટર વિસ્તરેલા તારની મદદથી કાર્ય કરતી સેવા હવે તાર વિહીન બની ગઈ છે. વાયરલેસ ટેલીગ્રામ સર્વિસ ચાલુ થવા છતા આજ દિન સુધી આ સેવાને તાર સેવાના નામે જ ઓળખવામાં આવી. ટેલિગ્રામ ઓફિસમાં મોર્સ કોડ ઓપરેટરની નોકરી મેળવવા માટે તે સમયે એક વર્ષની ટ્રેઈનિંગ લેવી પડતી. જેમા ૮/૯ મહિના અંગ્રેજી મોર્સ કોડ અને ચાર મહિના હિંદી મોર્સ કોડ શિખવાડવામાં આવતા. ટેલીગ્રામ ઓફિસમાં એક ચાર્ટ રાખવામાં આવતો. આ ચાર્ટમાં તમામ સંદેશ માટે એક વિશેષ નંબર લખેલો હતો. ગ્રાહક પોતાના સંદેશા મુજબનો નંબર, ચાર્ટમાં જોઈ ઓપરેટરને કહેતો, તેમજ તેનો ચાર્જ શબ્દ પ્રમાણે લેવામાં આવતો એટલે સૌ ટૂંકા મેસેજ કરવાનું પસંદ કરતા.


આ યુગમાં ટેલીગ્રામ સેવાનો લાભ ઘરમાં બેસીને જ લઇ શકાય છે, સારા/ખરાબ તમામ માહિતી તુરંત જ મોકલી શકાય છે. બેટા ખરેખર તમારી જનરેશન બહુ ઝડપી આગળ વધી રહી છે, ઈન્ટરનેટ/મોબાઈલના ગેરલાભો છે પરંતુ તેના અનેક લાભ પણ છે.

Sunday, December 8, 2013

24*7 કોમ્યુનીકેશન માધ્યમ પરંતુ સબંધમાં નિકટતાનો અભાવ

આજના જમાનામાં કોમ્યુંનીકેશનના અનેક માધ્યમ છે અને તેના દ્વારા સરળતાથી મેસેજની આપ-લે થઇ શકે છે. દરેક સબંધમાં કોમ્યુંનીકેશન અત્યંત જરૂરી છે. જેટલું કોમ્યુંનીકેશન મજબુત તેટલા સબંધ મજબુત થાય છે. નબળું કોમ્યુંનીકેશન અનેક સમસ્યા સર્જે છે. કોમ્યુંનીકેશન મજબુત અને ધારદાર હોય તો સબંધના પાયામાં  મજબુતી આવે છે, અને નબળું કોમ્યુંનીકેશન સબંધને જમીનદોસ્ત કરી દે છે. પુરાતન યુગમાં જયારે કોમ્યુંનીકેશન માધ્યમ ન હતા ત્યારે સબંધમાં માર્યાદિત તિરાડ જોવા મળતી. ખાસ કરીને પતિ-પત્નીના સબંધમાં. 
વર્ષો પેહાલાની વાત કરીએ તો પતિ-પત્ની સવારે છૂટા પડ્યા બાદ જયારે રાતે બને ભેગા થતા ત્યારે જ વાત થતી, ત્યારે તો ટેલીફોન પણ ન હતા, મોબાઈલ અને  sms તો કોઈએ વિચાર્યું પણ ન હતું અને ત્યારે ટેલીફોન પણ ઘણા જ મોંઘા હતા.અને એટલે જ જયારે રાતે બને મળે ત્યારે એક પ્રતીક્ષાનો અંત આવતો, બને વચે મીઠાશભરી વાત થતી. ઉપરાંત  ફોન કરે તો પણ માત્ર કામ પુરતી અને ટૂંકમાં જ વાત થઇ જયારે આજના યુગમાં યુવાનો આખી રાત વાતો કરીને પણ થાકતા નથી અને સવારે ફરી મેસેજ કરીને એકબીજના કોનટેક્ટમાં રહે છે. અને જો તેના ફોન અથવા મેસેજનો રીપ્લ્યાય ન થાય તો બને વચે નાનું યુદ્ધ અને તે નાનામાંથી મોટું યુદ્ધ થતા પણ સમય લાગતો નથી. એટલું જ નહિ એકબીજાની જાસુસી કરવામાં, સમયનો હિસાબ રાખવામાં , વગેરેમાં અનેક પ્રશ્નો ઉભા કરે છે. દિવસભર આ બધું ચાલે છે અને જયારે ભેગા થાય ત્યારે પોતાના ફોનમાં આવેલ ફોટોસ, વોટસ અપ વગેરે જોવામાં જ સમય કાઠે છે. આજની જનરેશન બહાર જમવા કે ફરવા જાય ત્યારે એકબીજની સાથે વાત  કરવાને બદલે પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે, પોતાના ફોટા મોકલતી હોય છે, પણ બાજુમાં તેનું કોઈ ઓળખતું બેઠું હોય તેની સાથે વાત કરવાનો સમય નથી. આજના યુગમાં સંપર્ક સરળ બન્યો છે પરંતુ સબંધો સાચવવા અઘરા બન્યા છે, સંપર્ક ઝડપી બન્યો છે પરંતુ સબંધમાં ધીરજની ઉણપ વર્તાય છે. ઈમેલ-, વોટ્સ અપ, વગેરેથી ૨૪*૭ કોન્ટેક્ટમાં હોય છે, તે પણ ખુબ જ ઓછા દરે. ક્મોમ્યુંનીકેશન છે પણ કોમ્યુનીકેશન મટીરીઅલ નથી. પેહલાના જ્માંનામાં આજુ-બાજુ એટલે કે પડોશમાં વાતો થતી ત્યારે સંતાનો કેહતા તમને પંચાત કરવી ગમે છે અમને ન ગમે પણ આજે તે લોકો પણ એ જ કરે છે પણ માધ્યમ દ્વારા. તેમાંન માટે તે શેરિંગ છે, એન્ટરટેનમેન્ટ છે.મિત્રનું વર્તુળ મોટું છે પણ મિત્રો ઓછા છે, ઓનલાઈન શેર-શાયરી/જોક્સના ખજાના છે પણ મોલીક્તાનો અભાવ છે.
આજે મન બે ભાગમાં વેહ્ચાયેલા છે. એક મત મુજબ હવે માણસોને આ કોમ્યુનીકેશન માધ્યમ વગર ચાલે તેમ નથી. ટેકનોલોજીને લીધે ઘણી નિકટતા આવી છે, એકબીજાના સંપર્કમાં સહેલાઈથી રહી શકાય છે પરંતુ તેમ છતાં સબંધો જાળવવા અઘરા બનતા જાય છે.

સ્ટેટ્સ અપડેશન- એક વ્યસન


સોસ્યલ વેબસાઈટ પર નવી જનરેશને સ્ટેટ્સ અપડેટ કરવાની આદત પડી ગઈ છે, બહાર ફરવા ગયા હોય કે ઘરમાં હોય અપડેશન ચાલુ જ હોય. અનેક ફોટોસ, જોક્સ,શાયરી વગેરે અપડેટ્સ કરે છે અનેક લોકો તેમાં કમેન્ટ કરે છે, લાઈક કરે છે. મિત્રોનું લીસ્ટ તો ઘણું મોટું હોય છે, કોઈને ૧૦૦/૨૦૦ તો કોમન ફ્રેન્ડ્સ હોય છે. પણ આ બધા ફ્રેન્ડ્સ કેહવાય? ફ્રેન્ડ્સલીસ્ટમાં વિધાર્થીના તેના શિક્ષકો પણ હોય છે, નોકરી કરતા એમ્પ્લોયીને તેના બોસ અને અન્ય સ્ટાફ પણ ફ્રેન્ડસલીસ્ટમાં હોય છે. આમ, આ લીસ્ટ ઘણું મોટું હોય છે. 

આજે પત્ની તેમની મેરેજ એનીવર્સરીના વિશે તેના પતિને સોસ્યલ સાઈટ પર કરે છે.  Like, Dear I am so happy to get you in my life & etc… happy anniversary my life….. આ સ્ટેટ્સ અપડેટ થતા દરેકને ખ્યાલ આવે છે કે તેમની એનીવર્સરી છે અને બધા વિશના મેસેજ અપડેઈટ કરવા લાગે છે તેમજ લાઈક પણ કરે છે. મતલબ સૌ આ સોસ્યલ સાઈટથી એડીકટેડ થઇ ગયા છે. હવે ફોટોસ, શેર-શાયરી વખતે લાઈક કરે તો  વાજબી છે પરંતુ દિવાળી પર સૌ કોઈ એક બીજાને happy Diwali/happy new year ના મેસેજ કરતા હતા કોઈ તેમાં રીપ્લાય કરીને wish કરતા પણ ઘણા લોકો તેમાં પણ લાઈક કરતા. વિચારવાની બાબત એ છે કે અહી લાઈક કરવાનું હોય કે થેન્ક્સ કરવાનું હોય?ટૂંકમાં મનોવૃત્તિ જ એવી થઇ ગઈ છે કે કોઈ સ્ટેટ્સ અપડેઇટ કરે તુરંત જ એક્શન આપવું, વ્યસન થઇ છે. આજે આસપાસ પાડોશમાં રેહતા લોકોન એકબીજાને ઘરે જઈ દિવાળીની શુભકામના આપવાને બદલે આવી વેબસાઈટ પર જ મળી આનંદ મેળવી લે છે.
શું આપ આ વાતથી સહમત છો? તો આ લેખને પણ લાઈક કરી દો અને કમેન્ટ્સ કરો.

Like       Comments

Sunday, September 1, 2013

રૂપિયાનું અવમુલ્યન

આપણા  દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. કોઈ વડિલની વર્ષો જૂની એટલે કે તેમના સમયમાં જે ભાવે વસ્તુ ખરીદતા તેના અનેકગણા ભાવ આજે થઇ ગયા છે. રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે .પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે ગરીબ . સામાન્ય માણસ માટે આજના યુગમાં બાળકોને ભણાવવા , ઘર-સંસાર ચલાવવો ખુબ મુશ્કેલ બની ગયું છે. થોડા વર્ષો પેહલા ચલણમાં 5,10,20 પૈસા હતા જે આજે ચલણ માં જ નથી તેમ થોડા સમયમાં રૂપિયાનું પણ અસ્તિત્વ  નહિ રહે તેવું પ્રવતમાન સ્થિતિને આધારે અનુમાન કરી શકાય.
 
ભારત દેશની  આર્થિક પરિસ્થિતિને આધારે  .....
 
 
આપણા  માટે શરમજનક છે પણ હકીકત દર્શાવતો ફોર્વર્ડેડ મેસેજ.


 

વિચારબિંદુ -2


દીકરો-દીકરીના ભેદભાવ એ આપણે સામાજિકપ્રાણી જ નક્કી કરીએ છીએ. અમુક કાર્યો/કામ માત્ર સ્ત્રી જ કરે અને અમુક કાર્ય માત્ર પુરુષવર્ગ જ કરે તે આપણા જ બનાવેલ નિયમ છે. આજના યુગમાં સ્ત્રીએ દરેક ક્ષેત્રે સંઘર્ષ સાથે પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને ભવિષ્યમાં પણ મેળવતી જ રેહશે તે માટે તે દ્રઢ છે.  પરંતુ આજની સ્ત્રી હવે આ સ્ત્રી-પુરુષ (દીકરા-દીકરી)ના  ભેદભાવને દુર કરવા પ્રયત્ન કરે છે. જેમકે, પેહલાના જમાનામાં સ્ત્રી સ્મશાને ન જતી, કોઈને કાંધ ન આપતી કારણ આપણો સમાજ એમ કેહ્તો કે સ્ત્રીએ આમ ન કરાય અને તેની પાછળ અનેક કારણો જણાવતા પણ આજની નારી હવે અગ્નિદાહ દેવા જાય છે, અંતિમક્રિયા પણ કરે છે આવા સમયે મીડિયામાં આવે છે કે દીકરી/સ્ત્રી એ દીકરા બની જવાબદારી નિભાવી વગેરે... (અહી સ્ત્રી વર્ગ મીડિયાનો આભાર કહે છે કે જેને કારણે અનેક સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ જાગ્રત બને કે સ્ત્રી પણ હિમતશાળી છે અને તે પણ દરેક ક્રિયા કરી શકે છે). તે  ઈચ્છે છે કે સમાજ એમ કહે કે દીકરી/સ્ત્રી પણ એ કરી જ શકે છે તેમાં દીકરા જેવી જવાબદારી નિભાવી તે ઉમેરવાની જરૂ નથી. તે આ ભેદભાવ દુર કરવા ઈચ્છે છે.

હિંદુ લગ્નવિધિમાં ફેરા સમયે એક ફેરો ભાઈનો ફેરો હોય છે, જેમાં ભાઈ હાજર રહે છે અને બહેનને આશીર્વાદ આપે છે પરંતુ આજના યુગમાં હવે ભાઈનો ફેરો માત્ર ભાઈ જ કરે તેવું નથી બહેન પણ કરે જ છે. આ સમયે મેહમાન કેહતા હોય છે કે બહેને ભાઈનો ફેરો કર્યો પણ હવેની નારી તે ઈચ્છે છે કે મેહમાન/સમાજ કહે કે બહેને તેનો ફેરો કર્યો . અમુક વર્ગ/સમાજ આ સ્વીકારતી નથી પણ આવનાર સમયમાં ચોક્કસ દરેક વર્ગ તે સ્વીકરવા લાગશે જ. એટલું જ નહિ પણ આપણે ત્યાં રક્ષાબંધનમાં બહેન ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે (રાખડી બાંધવાથી જ રક્ષા થાય તે જરૂરી નથી પરંતુ આપણે શરુ કરેલ એક તેહવાર છે) પરંતુ હવેની યુગમાં બહેને પણ એકબીજાને રાખડી બાંધવી જોઈએ ( ઘણા લોકો શોખથી બાંધતા જ હોય છે), જેમ બહેન ભાઈને બાંધવા સાસરે હોય તો ત્યાંથી કે બહારગામ હોય તો ત્યાંથી આ દિવસે તેને મળવા માટે આવતી હોય છે તે રીતે બહેનને બાંધવા પણ આ રીવાજ શરુ કરવો જોઈએ કારણ કે રક્ષાની જરૂર તો સૌ ને છે તો શા માટે માત્ર ભાઈને જ રાખડી બાંધવાની? આમ, આવા અનેક નિયમો, રીત-રીવાજ છે જેને દુર કરવાના છે અને તે માટે સૌ પ્રથમ સ્ત્રીવર્ગ આગળ આવે, જુના રીત-રીવાજો, નીતિ-નિયમો સ્વીકરવાને બદલે તેની સામે લડશે ત્યારે જ આ સમાજમાંથી દીકરા-દીકરીના ભેદભાવ દુર થશે.

વિવેકાનંદજીએ કહેલું ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો’....
 

Sunday, July 7, 2013

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય- શું તે હમેશા સત્ય છે?


આપને ત્યાં અનેક ઘરડા ઘર છે અને તેમાં રેહતા વડીલની સંખ્યામાં વધારો થતો જ જાય છે. જે માં-બાપ ૨૫-૩૦ વર્ષ દીકરાને મોટા કરે છે તેને જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને તેમને ઘરડા ઘરનો આશરો લેવો પડે છે.જયારે આવી વાત જાણવામાં આવે ત્યારે એમ થાય કે એવું શું થાય હશે કે તેમને ઘર છોડવું પડ્યું? શું તેઓ અને દીકરા-વહુ એકબીજા સાથે થોડું ઘણું પણ એડજષ્ટ ન કરી શકે કે માં-બાપ ચાલ્યા ગયાઆવા સંજોગોમાં પાડોશી તેમજ કુટુંબી દ્વારા હમેશા દીકરા-વહુને જ ગુનેગાર ગણવામાં આવે છે કે વહુને ગમતું ન હતું, તેને હરવા-ફરવા જોય, ફરવું ગમે પણ કામ કરવું ન ગમે વગેરે..દીકરો પણ હવે વહુનો થઇ ગયો છે. વહુ જેમ કહે તેમ કહે અને ઘણા બોલે હવે તો  કેહવાય કે ' દીકરો તો વહુ દોરે તેમ જાય, દીકરો પારકી થાપણ કેહવાય'. સમાજમાં હમેશા દીકરા-વહુ ખોટા અને ખરાબ હોય છે પણ શું આ સાચું હોય છે? દીકરા-વહુ જ જવાબદાર?

 માં-બાપે પણ જમાના પ્રમાણે થોડો ઘણો પોતાના રીત-રીવાજો, નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. સાસુ હમેશા વહુને કેહતી હોય કે અમે તો આમ કરતા, આટલું બધું કરતા અને તમારે તો હવે મશીન આવી ગયા છે, સ્વીચ પાડો ને કામ થયું અને ઘણી સાસુ આ જમાનામાં પણ એવો જ આગ્રહ રાખતી હોય છે કે મારી વહુ પણ આમ જ કરે. વહુ નોકરી કરતી હોય, આર્થિક સ્થિતિ સારી હોય છતાં પણ નવી જીવન શૈલી મુજબની ચીજ વસ્તુ ન ખરીદવા દે, પોતાનું જ વર્ચસ્વ ચલાવે ત્યારે વહુને દુ:ખ થાય સ્વાભાવીક છે છતાં પોતે ચલાવે રાખે છતાં સમાજમાં વહુને સંભાળવું પડે કે પેહલા તો બધું કામ જાતે જ કરતા પણ હવે કામવાળા રાખવા પડે છે અને તેના નખરા તો હાથ જોડાવે છે, પરંતુ વહુ 10-11 કલાકની નોકરી કરે છે સારો પગાર છે, તેની આગવી પ્રતિસ્થા છે અને સમય નથી રેહતો એટલે કામવાળા રાખવાનું કહે છે પણ તે ગૌણ બને છે . પણ શું દીકરાનો બાપ તેને કદી  સંભળાવે છે કે હું તારી ઉમરનો હતો ત્યારે જ ઘરની જવાબદારી મારી બની ગઈ હતી, નાના-મોટા બધા કામ હું જ કરતો, તારે તો માત્ર નોકરી/ વ્યાપાર  કરવાની છે અને ઘરમાં પૈસા આપવાના છે. તને છે ચિંતા બીલ ભરવાની કે વેરા ભરવાની? પ્રાઈવેટમાં ૧૨-૧૩ કલાકની નોકરી હોય ત્યારે દીકરા માટે આ બધું ખુબ મુશ્કેલ બની જાય છે. પરંતુ પિતા દ્વારા કદી આવું દીકરાને કેહવાતું નથી પરંતુ સાસુ દ્વારા હમેશા વહુને મેણા જ મળે. અને આવા સંજોગોમાં જો દીકરો વહુનો પક્ષ લે તો... નાના-મોટા ઝગડા. દીકરો વહુ બને સમજુ હતા અને સમજી ગયા કે આપને જ તેમની ઈચ્છા મુજબ ચાલવું પડશે, આ ઉમરે કઈ તેમને એકલા મુકાય નહિ, આપની ફરજ છે અને તેમ કરવું પણ યોગ્ય નથી. ગઢપણે  સ્વભાવ ન બદલે અને આપને જ બદલવું પડશે  અને ત્યારબાદ જયારે દીકરો-વહુ માફી માંગે, વાત પૂરી કરવા ઈચ્છતા હોય ત્યારે વડીલ બોલ્યા હશે..' છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય'. કોઈ જીદી અને ઘમંડી માં-બાપે જ આ કેહવત પડી હશે. કેહવાય છે ને - BOSS IS ALWAYS RIGHT . 

ગૌ શાળાની મુલાકાત


સામાન્ય રીતે આપણે આજુ-બાજુમાં જે જોઈએ તેને ધ્યાનમાં લેતા નથી, તેને જાણવાની કોશિશ કરતા નથી. આપણા ઘર પાસે ઉભેલ પશુને આપણે હટાવવા જ પ્રયાસ કરતા હોય છે. નાના હોય ત્યારે શાળા દરમ્યાન પશુ-પક્ષીના  લક્ષણ, આપણા માટે તેનું મહત્વ,  આપણને તે કઈ રીતે ઉપયોગી થાય છે તે શીખવવામાં આવતું પરંતુ આપણે તે માત્ર પરીક્ષા પૂરતું સીમિત રાખીને ભૂલી જાય છીએ. આપણા આંગણે કે ગલીમાં ઉભેલી ગાયને દિવસમાં બે વાર માત્ર એઠવાડ જ આપીએ છીએ. રસ્તા પર ફેકેલ કચરો, પ્લાસ્ટિક વગેરે તે આરોગતી હોય છે, તેનાથી અસંખ્ય ગાયોનું મોત પણ થયું છે. આપણે કદી વિચારતા નથી કે ગાયને આપણી માતા ગણવામાં આવે છે, તે આપણને દૂધ આપે છે તેને આપણે ઘાસચારો ન આપીએ તો કઈ નહિ પરંતુ રસ્તા પર ફેકેલ કચરો, કાગળ,પ્લાસ્ટિક વગેરે તે ન ખાય તે માટે રસ્તા પર ન ફેકવા જોઈએ અને તેનાથી રસ્તા પણ સ્વચ્છ રેહશે.

સ્ત્રીઓ વર્ષમાં એકવાર વ્રત કરી ગાયની પૂજા પણ કરે છે, તે દિવસે તેને બાજરો અને જુવાર આપશે પણ બીજે દિવસે તો ફરી તેને એ જ વધેલ જમવાનું!!! આપણે લોકો તો માત્ર મકરસંક્રાતિને દિવસે ગાય માટે માત્ર ફાળો લખાવીએ છીએ અને તે પણ આપના સ્વાર્થ માટે (આ દિવસે તો ગૌ દાન કરવું જ જોઈએ). પરંતુ અનેક એવી સંસ્થા છે જ્યાં ગાયને પાળવામાં આવે છે, તેની સેવા કરવામાં આવે છે, તેને સમયસર અન્ન મળે તેની વ્યવસ્થા પણ છે. આવી જ એક સંસ્થાની મુલાકાત આપણને આપની ભૂલ સમજાવે છે. નાની ગાયોનું ટોળું જોતા જ સૌરાષ્ટ્રવસીનું ગમતું ભજન છોટી છોટી.. છોટે છોટે... યાદ આવી જાય.  નાના બાળકના  ચહેરા જેવી જ માસુમીયત તેના ચહેરા પર પણ જોવા મળે છે. આવી જ થોડી તસવીરો.....