Friday, March 28, 2014

વિચારબિંદુ-૩


થોડા સમય પેહલા એક શાળામાં જ્જ તરીકે જવાની તક મળી હતી. ત્યાં જુદા જુદા વર્ગ અનુસાર સુલેખન સ્પર્ધા, ગાયન સ્પર્ધા યોજાયેલ. અનેક બાળકોએ આ કોમ્પીટીશનમાં હિસ્સો લીધેલ હતો અને અત્યંત સુંદર રજૂઆત કરેલ, આવેલ તમામના દિલ જીતી લીધા હતા અને જ્જ મૂંઝવણમાં આવી ગયા કે ક્યાં બાળકને ઇનામ આપવું કે ન આપવું. પરંતુ ચર્ચા-વિચારણા બાદ ઇનામ આપવાનું શરુ થયુ, ૬ ધોરણમાં ભણતી વિધાર્થીને મેં ઇનામ આપી અભિનંદન અને આશિષ આપ્યા અને પૂછ્યું બેટા તારો બર્થ ડે ક્યારે આવે છે?She said my Birth Day is on ‘KISS DAY’. I asked what? Kiss Day? What is that? She smiled & said mam it’s on 13th Feb.  I said ok.

ત્યારબાદ ત્યાં હાજર તમામ વિદ્યાર્થીને પૂછ્યું બળકો તમને ખ્યાલ છે 26th January & 15th August? એક સાથે હોલમાંથી બાળકો બોલવા લાગ્યા કે ત્યારે અમારે શાળામાં રજા હોય છે એટલે અમને ખુબ મજા આવે છે. મારી પ્રશ્નોની હારમાળા ચાલુ જ હતી, તુરંત પૂછ્યું હવે એ જણાવો કે ભારત દેશમાં કયા ક્યાં તેહવાર ઉજવવામાં આવે છે અને તમે ક્યાં ઉજવો છો? ઘણાં વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા અને તે લગભગ સરખા જ હતા, જેમ કે, દિવાળી, રક્ષાબંધન, ધુળેટી, મક્ર્સંક્રાતિ વગેરે... પણ અમે લોકો દિવાળી અને અન્ય તેહ્વારોમાં ફરવા જ ચાલ્યા જાય છીએ અને રજા આવે એટલે આખો દિવસ ઊંઘ કરવાની મજા મજા કરવાની. Then I asked & how many other days you celebrate in year?  One of boy replied that mam that we celebrate friendship day, mother/father day, Christmas day, etc. but this is very special week & we enjoy on each day. I asked how? What is special in this week? He said Mam,

    7th Feb -Rose Day
  

     8th Feb –Propose Day  

    
 
9th Feb-Chocolate Day
 

 10th Feb-Hug Day

 

11th Feb-Promise Day

 
     
      12th Feb-Teddy Bear Day
 

   13th Feb-Kiss Day


     14th Feb-Valentine Day

 


I was just watching that boy who is very excited to celebrate these days. શાળામાં ફંકશન પૂરું થયા બાદ વારંવાર મન વિચરવા મજબુર કરતુ કે શું આ જ છે આપણી ભાવી જનરેશન? આપણો ભારત દેશ તહેવારોનો દેશ છે જેમાં દરેક ધર્મના લોકો પોતાના તેહવાર ઉજવાતા. તહેવારોનું મહત્વ દિવસે-દિવસે ઓછુ થતું જાચ છે, તેહવાર ઉજવવાને બદલે ભાર ફરવા જવાનું કે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. આપણા તહેવારો જૂની પેઢી છે ત્યાં સુધી જ એવું લાગે છે. બાળપણથી જ તેમને અંગ્રજી  rhymes  & Prayers  શીખવામાં આવે છે, માતૃભાષામાં નામ લખતા પણ ન આવડતું હોય પણ અંગ્રજી ફટાફટ બોલી જતા બાળકોના માં-બાપ ગર્વ અનુભવતા હોય છે અને ત્યારે બાળકોને દોષ દેવો અર્થવિહીન છે. મારા મત મુજબ આપણે બાળકોને આપણા તેહવારો, આપણા દેશની પરંપરા/સંસ્કૃતિ વિષે પણ માહિતગાર કરવા જોઈ અને તેનું મહત્વ સમજવું જોઈએ. જો બાળકને jingle bell- jingle bell, & many others songs/rhymes/prayers  આવડતા  હોય પણ આપણું દેશભક્તિ ગીત ન આવડે તો તે શરમનક છે.

Monday, February 17, 2014

ખોવાય ગયેલ રમતો/ખેલ



 વર્ષો પેહલા ગલી-ગલીમાં બાળકો રમત રમતા જોવા મળતા, ગલીમાં ભાગમ ભાગ કરતા, અનેક રમતો રમતા. કોઈ વાર તો ઘરના વડીલ કેહતા હવે તો ઘરમાં ચાલો, આખો દિવસ ધૂળમાં રમે રાખો છો! પણ આવી રમતોમાં બાળકોના હાથ-પગને કસરત મળી રેહતી, તે કાર્યરત રેહતા. ગલીમાં વાહનોની અવર-જવર હોય તો પણ બાળકો બહાર રમતા હોય માં-બાપ નીશચીંત રેહતા. પરંતુ આજે સમય બદલાય ગયો છે. ઘરની બહાર કોઈ રમત રમતું જોવા નથી મળતું. બાળકો હોમવર્ક,અધર એક્ટીવીટી, કે ટી.વી./મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. 

સ્કુલમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે તે ખુબ જ જટિલ હોય છે કે બાળકો એકલા કરી ન શકે એટલે માં-બાપ પણ તેમાં વ્યસ્ત રહે છે તેમજ પ્રોજેક્ટ કરવા માટે સૌ મગજ કસવાને બદલે તુરંત જ ઇન્ટરનેટનો સહારો લઇ લે છે જેમાં જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે. પરંતુ બાળક તેમાં વ્યસ્ત રહે છે અને મુખ્ય કામ ભૂલી તે ઇન્ટરનેટનો અન્ય ઉપયોગ કરતા તુરંત શીખી જાય છે, જેમ કે, સોસ્યલ સાઈટ, ઓનલાઈન ગેમ્સ, ઓનલાઈન મુવી ડાઉનલોડ કરવામાં કુશળ બની જાય છે. તેમજ  બાળકને મોબાઈલ બહુ સરળતાથી વાપરતા આવડી જાય છે, તેમાં ગેમ્સ તેમની ફેવરીટ હોય છે. આમ, તેઓ સામાન્ય રીતે આખો દિવસ આ રીતે જ પાસ કરે છે, કોઈ શારીરિક શ્રમ રેહ્તો નથી, બેઠાડુ જીવન થઇ ગયેલું છે જે સ્થૂળતા વધારે છે. આજના યુગમાં કુદરતને જોવાની કોઈ પાસે ફુરસત નથી, ઠંડી હવામાં બેસી તેને મેહસૂસ કરવની કોઈને ઈચ્છા નથી.રેસ્ટોરન્ટમાં ડીનર માટે ગયા હોય તો પણ ચેટિંગ પ્લેટફ્રોમમાં બીઝી જોવા મળે છે. માં-બાપ પણ બોલતા હોય છે કે ગલીમાં રમતા હોય તો ચિંતા રહે કે કઈ ભટકાઈ જશે તો?કઈ લાગી જશે તો? વગેરે વગેરે... અને પોતાના કામમાં ખલેલ ન પહોંચે એટલે બાળકને ટી.વી./મોબાઈલ વગેરે સોંપી દે પરંતુ આ રીતે બાળકને નાનપણથી જ એક વ્યસન થઇ જાય છે,આ બધા instrument વગર તે અધૂરા બની જાય છે. ટેકનોલોજીનો સ્વીકાર કરવો જોઈએ, તેનો ઉપયોગ પણ થવો જોઈએ પણ યોગ્ય થવો જોઈએ. આખો દિવસ માં-બાપ અને સંતાનો પોતાના મોબાઈલમાં ચેટિંગ પ્લેટફ્રોમમાં વ્યસ્ત જોવા મળે છે, ઘરમાં પણ એકબીજાને તેમાં મેસેજ કરી વાત કરે છે ત્યારે સવાલ ઉદ્ભવે છે કે શું આપણે મોબાઈલ વગર અધૂરા છીએ?
અમુક શાળામાં જ હવે ખો-ખો, કબડી, લાંબી રેસ, ઉંચી કુદ જેવી રમતો શીખવવામા આવે છે. શાળાકીય ક્ષેત્રે આ બધી રમતોને યોગ્ય મહત્વ આપી આ રમતો અને રમતવીરને પ્રોત્સાહિત કરવા જોઈએ. આપણો ખોરાક, આપણો પોષક વગેરે આપણી આબોહવાને આધારે અપનાવેલ છે પરંતુ આજના યુગમાં સૌ અન્ય દેશના ખોરાક, પોષાક વધારે પસંદ કરીએ છીએ ત્યારે આપણે સૌએ યાદ્દ રાખવું જોઈએ કે વેસ્ટર્ન સ્ટાઈલથી આપણે ભલે વેસ્ટર્ન થઇ જઈએ પણ એ યાદ રાખવું જોઈએ કે સુર્ય પણ વેસ્ટમાં જ ડુબે છે.

ટેલીગ્રામ

મોન્ટુ: યાર ચિન્ટુ, મને તે ફાઈલ તું ટેલીગ્રામથી મોકલી આપ. હું તે ફાઈલ હમણાં જ જોઈને તને રિપ્લાય કરું છુ.
ચીમનલાલ: બેટા મોન્ટુ એમ કઈ કાગળિયા તુરંત ન મળે અને તે પણ ટેલીગ્રામથી? બેટા હવે તો તે સેવા પણ ગઈ છે. તારા મિત્રને બોલ કોઈની સાથે ફાઈલ મોકલી આપે કારણ આંગડિયા તો બહુ જ મોંઘા થશે.
મોન્ટુ: અરે પાપા, તમે શું વાત કરો છો? ટેલીગ્રામ સેવા બંધ નથી થઇ, તે થોડા સમયથી અસ્તિવમાં આવી છે અને ફાઈલ મોકલતા ૬૦ સેકન્ડ પણ નહિ થાય અને તે સસ્તું છે.
ચીમનલાલ: બેટા તું છાપુ નહિ વાંચતો નથી એટલે તને ખ્યાલ નથી, પોસ્ટ ઓફીસમાં પૂછી આવ.
મોન્ટુ: પાપા હું એ ટેલીગ્રામની વાત નથી કરતો, તમારી વાત સાચી છે પરંતુ હવે ઈન્ટરનેટ વડે આ ફોનમાં નવી સેવા(નવી એપ્લિકેશન) શરુ થઇ છે તેનું નામ પણ ટેલીગ્રામ છે. તેમાં ઘણી મોટી/લાંબી વિગત અન્યને માત્ર સેકન્ડમાં જ પહોંચાડી શકાય છે અને તે પણ નજીવા દરે. અમે તો દિવસમાં આવા ઘણાં ટેલીગ્રામ કરીએ તમે જે વાત કરો છે તે જમાનો હવે ગયો. મોબાઇલમાંથી જ કોઈ પણ સંદેશ દુનિયામાં કોઈ પણ જગ્યાએ પળભરમાં મોકલી શકાય છે અને તેમાં જોક્સ, શાયરી, સારા-ખરાબ વગેરે મેસજ હોય છે અને પાપા તેમાં ટાઈમપાસ પણ થાય છે.
ચીમનલાલ: શું?મોબાઈલમાં?ઓછા ખર્ચે?ઓછા સમયમાં?ઈન્ટરનેટ દ્વારા ?બેટા આ તું શું કહે છે?તું જાણે છે? કે દાયકાઓ અગાઉ જ 'તાર(ટેલીગ્રામ) આવ્યો છે' ની જાણ થતાં જ હૃદયના ધબકારા વધી જતા હતા, બ્લડપ્રેસર અપ-ડાઉન કરવા માંડતાં હતાં.સમાચાર ખુશીના હોય કે માતમના... સમાચાર બાળ જન્મના હોય કે નોકરી મળવાના...કે અન્ય કોઈ પ્રકારના.આ સેવાના કારણે જ સગાવહાલાઓની તમામ પ્રકારની માહિતી લોકો સુધી માત્ર થોડી મિનિટોમાં પહોંચતી. તાર મળવાના સમાચારથી સામાન્ય રીતે  લોકો રડવા લાગતા કારણ કે તે સમયે તાર આવે એટલે સમજી લેવાનું નક્કી સંબંધીમાં કોઈનું મૃત્યુ થયું હશે. કેમ કે તે વખતે મોટાભાગે સ્વજનના નિધનના સમાચાર તુરંત પહોંચાડવા માટે તાર કરવામાં આવતા.
ભારતમાં પહેલો તાર 5 નવેમ્બર 1850ના રોજ કલકત્તા અને તેનાથી 50 કિમીદૂર ડાયમંડ હાર્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. આ ઘટનાના માત્ર પાંચ જ વર્ષમાં સામાન્ય લોકો માટે પણ તાર સેવા શરૂ થઈ ગઈ હતી. અંગ્રેજોએ 1870 સુધીમાં યૂરોપને ભારત સાથે જોડતી તાર સેવા માટે 11 હજાર કિલોમીટર લાંબી ટેલીગ્રાફ લાઈન તૈયાર કરી લીધી હતી. આ ટેલીગ્રાફ લાઈન ચાર દેશોમાંથી પસાર થતી હતી. મોર્સ ટેલિગ્રાફની પેટન્ટ કરાવનારા અમેરિકન વૈજ્ઞાનિક સેમ્યુઅલ મોર્સ અને તેમના સહાયક આફ્રેડ વેલે ટેલિગ્રાફની એક નવી ભાષા બનાવી હતી જેના માધ્યમથી તમામ સંદેશ ડેશ અને ડોટના મારફતથી મોકલી શકાતા.
 ટેલીગ્રામ મશીન પર ફટાફટ થનારા `કટ'ના અવાજને ડોટ કહેવામાં આવતું અને આ પ્રક્રિયામાં જે વિલંબ થાય તેને ડેશ. 1931માં વાયરલેસ ટેલીગ્રામ સર્વિસનો પ્રારંભ થયો. હજારો કિલોમીટર વિસ્તરેલા તારની મદદથી કાર્ય કરતી સેવા હવે તાર વિહીન બની ગઈ છે. વાયરલેસ ટેલીગ્રામ સર્વિસ ચાલુ થવા છતા આજ દિન સુધી આ સેવાને તાર સેવાના નામે જ ઓળખવામાં આવી. ટેલિગ્રામ ઓફિસમાં મોર્સ કોડ ઓપરેટરની નોકરી મેળવવા માટે તે સમયે એક વર્ષની ટ્રેઈનિંગ લેવી પડતી. જેમા ૮/૯ મહિના અંગ્રેજી મોર્સ કોડ અને ચાર મહિના હિંદી મોર્સ કોડ શિખવાડવામાં આવતા. ટેલીગ્રામ ઓફિસમાં એક ચાર્ટ રાખવામાં આવતો. આ ચાર્ટમાં તમામ સંદેશ માટે એક વિશેષ નંબર લખેલો હતો. ગ્રાહક પોતાના સંદેશા મુજબનો નંબર, ચાર્ટમાં જોઈ ઓપરેટરને કહેતો, તેમજ તેનો ચાર્જ શબ્દ પ્રમાણે લેવામાં આવતો એટલે સૌ ટૂંકા મેસેજ કરવાનું પસંદ કરતા.


આ યુગમાં ટેલીગ્રામ સેવાનો લાભ ઘરમાં બેસીને જ લઇ શકાય છે, સારા/ખરાબ તમામ માહિતી તુરંત જ મોકલી શકાય છે. બેટા ખરેખર તમારી જનરેશન બહુ ઝડપી આગળ વધી રહી છે, ઈન્ટરનેટ/મોબાઈલના ગેરલાભો છે પરંતુ તેના અનેક લાભ પણ છે.

Sunday, December 8, 2013

24*7 કોમ્યુનીકેશન માધ્યમ પરંતુ સબંધમાં નિકટતાનો અભાવ

આજના જમાનામાં કોમ્યુંનીકેશનના અનેક માધ્યમ છે અને તેના દ્વારા સરળતાથી મેસેજની આપ-લે થઇ શકે છે. દરેક સબંધમાં કોમ્યુંનીકેશન અત્યંત જરૂરી છે. જેટલું કોમ્યુંનીકેશન મજબુત તેટલા સબંધ મજબુત થાય છે. નબળું કોમ્યુંનીકેશન અનેક સમસ્યા સર્જે છે. કોમ્યુંનીકેશન મજબુત અને ધારદાર હોય તો સબંધના પાયામાં  મજબુતી આવે છે, અને નબળું કોમ્યુંનીકેશન સબંધને જમીનદોસ્ત કરી દે છે. પુરાતન યુગમાં જયારે કોમ્યુંનીકેશન માધ્યમ ન હતા ત્યારે સબંધમાં માર્યાદિત તિરાડ જોવા મળતી. ખાસ કરીને પતિ-પત્નીના સબંધમાં. 
વર્ષો પેહાલાની વાત કરીએ તો પતિ-પત્ની સવારે છૂટા પડ્યા બાદ જયારે રાતે બને ભેગા થતા ત્યારે જ વાત થતી, ત્યારે તો ટેલીફોન પણ ન હતા, મોબાઈલ અને  sms તો કોઈએ વિચાર્યું પણ ન હતું અને ત્યારે ટેલીફોન પણ ઘણા જ મોંઘા હતા.અને એટલે જ જયારે રાતે બને મળે ત્યારે એક પ્રતીક્ષાનો અંત આવતો, બને વચે મીઠાશભરી વાત થતી. ઉપરાંત  ફોન કરે તો પણ માત્ર કામ પુરતી અને ટૂંકમાં જ વાત થઇ જયારે આજના યુગમાં યુવાનો આખી રાત વાતો કરીને પણ થાકતા નથી અને સવારે ફરી મેસેજ કરીને એકબીજના કોનટેક્ટમાં રહે છે. અને જો તેના ફોન અથવા મેસેજનો રીપ્લ્યાય ન થાય તો બને વચે નાનું યુદ્ધ અને તે નાનામાંથી મોટું યુદ્ધ થતા પણ સમય લાગતો નથી. એટલું જ નહિ એકબીજાની જાસુસી કરવામાં, સમયનો હિસાબ રાખવામાં , વગેરેમાં અનેક પ્રશ્નો ઉભા કરે છે. દિવસભર આ બધું ચાલે છે અને જયારે ભેગા થાય ત્યારે પોતાના ફોનમાં આવેલ ફોટોસ, વોટસ અપ વગેરે જોવામાં જ સમય કાઠે છે. આજની જનરેશન બહાર જમવા કે ફરવા જાય ત્યારે એકબીજની સાથે વાત  કરવાને બદલે પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે, પોતાના ફોટા મોકલતી હોય છે, પણ બાજુમાં તેનું કોઈ ઓળખતું બેઠું હોય તેની સાથે વાત કરવાનો સમય નથી. આજના યુગમાં સંપર્ક સરળ બન્યો છે પરંતુ સબંધો સાચવવા અઘરા બન્યા છે, સંપર્ક ઝડપી બન્યો છે પરંતુ સબંધમાં ધીરજની ઉણપ વર્તાય છે. ઈમેલ-, વોટ્સ અપ, વગેરેથી ૨૪*૭ કોન્ટેક્ટમાં હોય છે, તે પણ ખુબ જ ઓછા દરે. ક્મોમ્યુંનીકેશન છે પણ કોમ્યુનીકેશન મટીરીઅલ નથી. પેહલાના જ્માંનામાં આજુ-બાજુ એટલે કે પડોશમાં વાતો થતી ત્યારે સંતાનો કેહતા તમને પંચાત કરવી ગમે છે અમને ન ગમે પણ આજે તે લોકો પણ એ જ કરે છે પણ માધ્યમ દ્વારા. તેમાંન માટે તે શેરિંગ છે, એન્ટરટેનમેન્ટ છે.મિત્રનું વર્તુળ મોટું છે પણ મિત્રો ઓછા છે, ઓનલાઈન શેર-શાયરી/જોક્સના ખજાના છે પણ મોલીક્તાનો અભાવ છે.
આજે મન બે ભાગમાં વેહ્ચાયેલા છે. એક મત મુજબ હવે માણસોને આ કોમ્યુનીકેશન માધ્યમ વગર ચાલે તેમ નથી. ટેકનોલોજીને લીધે ઘણી નિકટતા આવી છે, એકબીજાના સંપર્કમાં સહેલાઈથી રહી શકાય છે પરંતુ તેમ છતાં સબંધો જાળવવા અઘરા બનતા જાય છે.

સ્ટેટ્સ અપડેશન- એક વ્યસન


સોસ્યલ વેબસાઈટ પર નવી જનરેશને સ્ટેટ્સ અપડેટ કરવાની આદત પડી ગઈ છે, બહાર ફરવા ગયા હોય કે ઘરમાં હોય અપડેશન ચાલુ જ હોય. અનેક ફોટોસ, જોક્સ,શાયરી વગેરે અપડેટ્સ કરે છે અનેક લોકો તેમાં કમેન્ટ કરે છે, લાઈક કરે છે. મિત્રોનું લીસ્ટ તો ઘણું મોટું હોય છે, કોઈને ૧૦૦/૨૦૦ તો કોમન ફ્રેન્ડ્સ હોય છે. પણ આ બધા ફ્રેન્ડ્સ કેહવાય? ફ્રેન્ડ્સલીસ્ટમાં વિધાર્થીના તેના શિક્ષકો પણ હોય છે, નોકરી કરતા એમ્પ્લોયીને તેના બોસ અને અન્ય સ્ટાફ પણ ફ્રેન્ડસલીસ્ટમાં હોય છે. આમ, આ લીસ્ટ ઘણું મોટું હોય છે. 

આજે પત્ની તેમની મેરેજ એનીવર્સરીના વિશે તેના પતિને સોસ્યલ સાઈટ પર કરે છે.  Like, Dear I am so happy to get you in my life & etc… happy anniversary my life….. આ સ્ટેટ્સ અપડેટ થતા દરેકને ખ્યાલ આવે છે કે તેમની એનીવર્સરી છે અને બધા વિશના મેસેજ અપડેઈટ કરવા લાગે છે તેમજ લાઈક પણ કરે છે. મતલબ સૌ આ સોસ્યલ સાઈટથી એડીકટેડ થઇ ગયા છે. હવે ફોટોસ, શેર-શાયરી વખતે લાઈક કરે તો  વાજબી છે પરંતુ દિવાળી પર સૌ કોઈ એક બીજાને happy Diwali/happy new year ના મેસેજ કરતા હતા કોઈ તેમાં રીપ્લાય કરીને wish કરતા પણ ઘણા લોકો તેમાં પણ લાઈક કરતા. વિચારવાની બાબત એ છે કે અહી લાઈક કરવાનું હોય કે થેન્ક્સ કરવાનું હોય?ટૂંકમાં મનોવૃત્તિ જ એવી થઇ ગઈ છે કે કોઈ સ્ટેટ્સ અપડેઇટ કરે તુરંત જ એક્શન આપવું, વ્યસન થઇ છે. આજે આસપાસ પાડોશમાં રેહતા લોકોન એકબીજાને ઘરે જઈ દિવાળીની શુભકામના આપવાને બદલે આવી વેબસાઈટ પર જ મળી આનંદ મેળવી લે છે.
શું આપ આ વાતથી સહમત છો? તો આ લેખને પણ લાઈક કરી દો અને કમેન્ટ્સ કરો.

Like       Comments

Sunday, September 1, 2013

રૂપિયાનું અવમુલ્યન

આપણા  દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. કોઈ વડિલની વર્ષો જૂની એટલે કે તેમના સમયમાં જે ભાવે વસ્તુ ખરીદતા તેના અનેકગણા ભાવ આજે થઇ ગયા છે. રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે .પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે ગરીબ . સામાન્ય માણસ માટે આજના યુગમાં બાળકોને ભણાવવા , ઘર-સંસાર ચલાવવો ખુબ મુશ્કેલ બની ગયું છે. થોડા વર્ષો પેહલા ચલણમાં 5,10,20 પૈસા હતા જે આજે ચલણ માં જ નથી તેમ થોડા સમયમાં રૂપિયાનું પણ અસ્તિત્વ  નહિ રહે તેવું પ્રવતમાન સ્થિતિને આધારે અનુમાન કરી શકાય.
 
ભારત દેશની  આર્થિક પરિસ્થિતિને આધારે  .....
 
 
આપણા  માટે શરમજનક છે પણ હકીકત દર્શાવતો ફોર્વર્ડેડ મેસેજ.


 

વિચારબિંદુ -2


દીકરો-દીકરીના ભેદભાવ એ આપણે સામાજિકપ્રાણી જ નક્કી કરીએ છીએ. અમુક કાર્યો/કામ માત્ર સ્ત્રી જ કરે અને અમુક કાર્ય માત્ર પુરુષવર્ગ જ કરે તે આપણા જ બનાવેલ નિયમ છે. આજના યુગમાં સ્ત્રીએ દરેક ક્ષેત્રે સંઘર્ષ સાથે પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને ભવિષ્યમાં પણ મેળવતી જ રેહશે તે માટે તે દ્રઢ છે.  પરંતુ આજની સ્ત્રી હવે આ સ્ત્રી-પુરુષ (દીકરા-દીકરી)ના  ભેદભાવને દુર કરવા પ્રયત્ન કરે છે. જેમકે, પેહલાના જમાનામાં સ્ત્રી સ્મશાને ન જતી, કોઈને કાંધ ન આપતી કારણ આપણો સમાજ એમ કેહ્તો કે સ્ત્રીએ આમ ન કરાય અને તેની પાછળ અનેક કારણો જણાવતા પણ આજની નારી હવે અગ્નિદાહ દેવા જાય છે, અંતિમક્રિયા પણ કરે છે આવા સમયે મીડિયામાં આવે છે કે દીકરી/સ્ત્રી એ દીકરા બની જવાબદારી નિભાવી વગેરે... (અહી સ્ત્રી વર્ગ મીડિયાનો આભાર કહે છે કે જેને કારણે અનેક સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ જાગ્રત બને કે સ્ત્રી પણ હિમતશાળી છે અને તે પણ દરેક ક્રિયા કરી શકે છે). તે  ઈચ્છે છે કે સમાજ એમ કહે કે દીકરી/સ્ત્રી પણ એ કરી જ શકે છે તેમાં દીકરા જેવી જવાબદારી નિભાવી તે ઉમેરવાની જરૂ નથી. તે આ ભેદભાવ દુર કરવા ઈચ્છે છે.

હિંદુ લગ્નવિધિમાં ફેરા સમયે એક ફેરો ભાઈનો ફેરો હોય છે, જેમાં ભાઈ હાજર રહે છે અને બહેનને આશીર્વાદ આપે છે પરંતુ આજના યુગમાં હવે ભાઈનો ફેરો માત્ર ભાઈ જ કરે તેવું નથી બહેન પણ કરે જ છે. આ સમયે મેહમાન કેહતા હોય છે કે બહેને ભાઈનો ફેરો કર્યો પણ હવેની નારી તે ઈચ્છે છે કે મેહમાન/સમાજ કહે કે બહેને તેનો ફેરો કર્યો . અમુક વર્ગ/સમાજ આ સ્વીકારતી નથી પણ આવનાર સમયમાં ચોક્કસ દરેક વર્ગ તે સ્વીકરવા લાગશે જ. એટલું જ નહિ પણ આપણે ત્યાં રક્ષાબંધનમાં બહેન ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે (રાખડી બાંધવાથી જ રક્ષા થાય તે જરૂરી નથી પરંતુ આપણે શરુ કરેલ એક તેહવાર છે) પરંતુ હવેની યુગમાં બહેને પણ એકબીજાને રાખડી બાંધવી જોઈએ ( ઘણા લોકો શોખથી બાંધતા જ હોય છે), જેમ બહેન ભાઈને બાંધવા સાસરે હોય તો ત્યાંથી કે બહારગામ હોય તો ત્યાંથી આ દિવસે તેને મળવા માટે આવતી હોય છે તે રીતે બહેનને બાંધવા પણ આ રીવાજ શરુ કરવો જોઈએ કારણ કે રક્ષાની જરૂર તો સૌ ને છે તો શા માટે માત્ર ભાઈને જ રાખડી બાંધવાની? આમ, આવા અનેક નિયમો, રીત-રીવાજ છે જેને દુર કરવાના છે અને તે માટે સૌ પ્રથમ સ્ત્રીવર્ગ આગળ આવે, જુના રીત-રીવાજો, નીતિ-નિયમો સ્વીકરવાને બદલે તેની સામે લડશે ત્યારે જ આ સમાજમાંથી દીકરા-દીકરીના ભેદભાવ દુર થશે.

વિવેકાનંદજીએ કહેલું ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો’....