Tuesday, April 5, 2011

બદનામી


થોડા દિવસ પેહલા એક sms વાંચેલો મુન્ના હુઆ MBBS અને મુન્ની થઇ બદનામ. 'મુન્ની બદનામ હુઈ ' ગીત એટલું બધું ફેમસ થઇ ગયું છે કે નાના-મોટા બધા તેની ચર્ચા કરતા હોય છે. અરે શું છે આપની ભારતીય સંસ્કૃતિ? ટુંકા કપડા, ગીતના શબ્દો. પેહલા તો આવા કોઈ ગીત આવે તો ઘરના ચેંનલ ફેરવી નાખતા, યુવાનો એકલા હોય ત્યારે આવા ગીત જોતા ને સંભાળતા પણ હવે તો હદ થઇ ગઈ છે, 31st DEC. ની પાર્ટી હોય કે મકરસંક્રાતિ, જોર જોર થી ગીત જાહેરમાં વાગે છે. નાના-મોટા કોઈની મર્યાદા રાખ્યા વગર ખુલેઆમ આવા ગીતો વાગે છે અને છોકરા-છોકરીઓ મન મૂકીને નાચે છે. માં-બાપ પણ પોતાના સંતાનને આવા ગીત પર ડાન્સ કરવાની ના પડવાને બદલે આરામથી તેના ગ્રૂપમાં કેહતા હોય છે કે મારો બાબો/બેબી ગીત આવતા ડાન્સ કરવા લાગે છે, તેને તો ગીત બહુ ગમે છે. પણ તમે ગીતના શબ્દો સંભાળ્યા છે? ડ્રેસિંગ જોય છે? તમારા છોકરાઓ આવું કરવા જતા પોતાની જાતને બદનામ કરે છે તેની પાછ્ળ બધા આની મજાક કરતા હોય છે. મૂવીમાં આવો ડાંસ કરવા માટે તેમને પૈસા મળે છે, તેની લાઈફ અલગ છે પણ શું તમે એને પ્રસિદ્ધિ ગણો છો? ગીત ગાનાર, ડાન્સ કરનારને ભલે બદનામીના ગીત પર પ્રસિદ્ધિ મળી હોય પણ તમે ચેતજો તમને પ્રસિદ્ધિ નહિ મળે અને પ્રસિદ્ધિ આવી મળે તો તે બદનામી બરાબર છે.
 
દુનિયાની કોઈ વ્યક્તિ બદનામીથી હમેશા દૂર રેહવા માગે છે, સમાજમાં રેહ્તો હોવથી હમેશા સમાજથી ડરતો હોય છે. કોઈ વાત હોય તો કહે ના હો આમ તો કરવું પડે, આમ ના કરાય ખરાબ લાગે. આમ સામાન્ય માણસ હમેશા સમાજ અને બદનામીથી ડરે છે અને કોઈ વાર કઈ ખોટું થયું હોય તો બીજી વાર ધ્યાન રાખે છે અને સમાજમાં તેની એક જુદી ઈમેજ ઉભી થાય છે. પરંતુ આજ-કાલ તો બદનામી મળતા મુન્ની વધારે ફેમસ બની છે. આ ઉપરાંત શીલા કી જવાની વગેરે જેવા ગીત અને ડાંસ જોઈ ને યુવા વર્ગ તેવા જ ડાંસ અને કપડા પેહ્રવાના આગ્રહી બને છે, ડાંસ ક્લાસમાં પણ આવા ગીત પર વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. ડાંસ થઇ શકે એવા બીજા અનેક ગીત છે. જવાનીમાં સંતાન બદનામ ન થઇ જાય તેનું ધ્યાન માં-બાપ રાખે જ છે છતાં પણ.......

 
 



No comments:

Post a Comment