Monday, July 6, 2015

વિચારબિંદુ-૧૧

દીકરી દેવો ભવો, દીકરી વહાલનો દરિયો, દીકરી બાપની સાતા વગેરે વગેરે.... વર્ષોથી દીકરો વિષે ખૂબ જ સરસ શબ્દો સાંભળ્યા છે, વાંચ્યું છે અને જોયું પણ છે. દીકરીને દૂધપીતી કરવામાં આવતી તે વર્ષોથી આજ સુધી દીકરી/સ્ત્રી પોતાના હક્ક/ફરજ માટે લડતી આવી છે અને હજુ કેટલા વર્ષો સુધી એ લડતી રેહશે તેનો કોઈ જવાબ નથી. દીકરીને અવનવી અનેક ઉપમા આપવામાં આવે છે, તેની લાગણી, જવાબદારી, સૌ ને પ્રિય છે, તેના વગરનો સંસાર/ઘર સૂનું લાગે છે છતાં દીકરી જ્ન્મ કરતાં દીકરા જન્મની જિજીવિષા કેમ વધારે હોય છે? 

અશિક્ષિત/અભણ લોકો જૂની વિચારસરણી ધરાવતા હોય તે અનુસાર વંશ/વારસ માટે દીકરો જોઈએ અને દીકરો ન હોય ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રહે, અને એક કરતાં બે ભલા અને બે કરતાં ત્રણ અને કુટુંબદીઠ 4/5 બાળકો થોડા વર્ષો પેહલા સામાન્ય ગણવામાં આવતા. શિક્ષિત લોકો પણ આવું જ વિચારે છે? ઘણા એવા highly educate, high profile person હોવા છતાં પણ સંતાનમાં 1/2 પુત્રી છે એટ્લે પુત્ર સંતાન માટે જંખે છે અને પુત્ર પ્રયત્ન માટે ડોક્ટરથી લઈ ભુવા સુધીના તમાંમ ઉપચારો કરી છૂટે છે. દીકરીને પણ ખૂબ ચાહે છે, ભણાવે છે. છતાં દીકરો જોઈ કારણ??? શિક્ષિતવર્ગ પણ ન સમજે ત્યારે અસિક્ષિત વર્ગને શું કેહવું? સમજાવવું? મધર્સ ડે, ડોટર્સ ડે મનાવવામાં આવે છે પણ શું તેને એટલું માન દરેક ઘરમાં આપવામાં આવે છે? કોઈ વડીલે સાચું જ કહ્યું છે..

દીકરી જન્મે ત્યારે પણ ન ગમે કારણ પુત્ર જન્મની આશા છે અને દીકરી ઘર છોડે ત્યારે પણ ન ગમે કારણ જન્મથી વિદાય સુધીના વર્ષોમાં સૌના દિલ જીતી લે છે

દીકરી સૌની ધડકન છે, વહાલનો દરિયો છે. તેમ છતાં પુત્ર જોઈએ જ, તે તરછોડે તો પણ કારણ એ વંશ આગળ વધારે તેવા તુચ્છ વિચારો શિક્ષિત લોકો પણ ધરાવે છે. આવા શિક્ષિત સમાજ માટે સલાહ આપવાનું કે તમારા સંતાનના ભણતર માટે ખર્ચ ન કરશો કારણ વિચારસર્ણી તો તમારા અને અશિક્ષિતવર્ગની સરખી જ છે તો ભણતર નો ખર્ચ શા માટે? દીકરી વિષે ઘણું સારું લખાય છે, બોલાય છે છતાં તેને જોઈતું માન પણ ન મળે તો શબ્દોનું શું મહત્વ?

No comments:

Post a Comment