Friday, September 4, 2015

વિચારબિંદુ-૧૩

ગુજરાતમાં તમામ વાર-તેહવાર ઉજવવામાં આવે છે, માણવામાં આવે છે. શ્રદ્ધા-અંધશ્રદ્ધા અતૂટ છવાયેલ છે. કોઈ શ્રદ્ધાથી પુજા-ભક્તિ કરે છે તો કોઈ અંધશ્રદ્ધાથી. શ્રાવણ મહીનો આવે એટ્લે શંકર ભગવાન પણ કંટાળી જાય તેટલું દૂધ/પાણી ચડાવવામાં આવે અને આ બધુ ગટરમાં ચાલ્યું જાય, મંદિરમાં/હવેલીમાં અનેક શણગાર કરવામાં આવે છે અને પ્રજાનો મેળો ત્યાં ઉમટી પડે. ત્યાં પણ વ્યાપાર કરવા માટે પૂજારી બેઠા હોય તેમ અમુક ફાળો આપો એટ્લે તેમણે પ્રસાદ આપે, દર્શન કરી બહાર જતી વખતે 1-2 રૂપિયા આપતા જ ચરનામત આપે.ભગવાનના માંધ્યમ દ્વારા આવક મેળવવામાં અનેક વિકલ્પ છે.

એક રિવાજ/કુરિવાજ આ વર્ષે નજર સમક્ષ કરવાનો આવ્યો. આપણે ત્યાં શ્રાવણ માહિનામાં રિવાજ છે કે  છઠના દિવસે જ અનેક નાસ્તા, બીજા દિવસની રસોઈ કરવામાં આવે છે કારણ કે સાતમને દિવસે લોઢી/તાવડો ન મુકાય અને તે દિવસે રાત્રે ગેસ/ચૂલો ઠારવામાં આવે. (રૂ ના નાગલા-ચુંદડી ગેસ પર મૂકી તેના ઉપર અબીલ-ગલાલ છાંટવામાં આવે છે અને તેના દર્શન કરે છે. ઉપરાંત શીતળામાંની પણ પુજા કરવામાં આવે છે.  છઠ/સાતમ ગયા એટ્લે જેના દર્શન કરવામાં આવ્યા હતા તે નાગલા-ચુંદડી નું મહત્વ ઘટી જાય અને તેનું સ્થાન કચરાપેટીમાં થઈ જાય. એક દિવસ પુજા કરો/દર્શન કરો અને બીજે જ દિવસે તેની આ કિમત કે કચરાપેટી!!! મારૂ માનવું છે કે જો તમે પુજા કરો છો તો પુજા કરેલ ચુંદડી ને મંદિરમાં જઇ પધરાવવું જોઈએ, કચરાપેટીમાં નહીં. અને કચરાપેટીમાં નાખવું એ તો મારા મત મુજબ અપમાન જ છે.

હે ભગવાન!!! આવા કુરિવાજો/શ્રદ્ધા-અંધશ્રદ્ધા ધરાવતા ભકતની આંખો ઉઘાડ અને સમજાવ કે આ મારી ભક્તિમાં એટલો ગળાડૂબ ન બન કે તારી બુદ્ધિ ભ્રસ્ટ થઈ જાય અને તું વગર વિચારે-સમજે ભૂંડના ટોળાંમાં ન ઉતર.
(કોઈ વ્યક્તિને લઈને ચર્ચા નથી કરવામાં આવી પણ સમૂહને ધ્યાનમાં રાખી જ વિસ્તૃત કરેલ છે.)

No comments:

Post a Comment