Friday, April 15, 2011

કોર્પોરેટ કંપનીમાં નૌકરી


આજે આપને ૨૧મી સદીમાં જીવીએ છીએ, અને આપને ખ્યાલ છે કે દિન-પ્રતિદિન મોંઘવારીમાં સતત વધારો તો રહે છે, નાના-મોટા દરેક કુટુંબ ને પોતાની જીવન જરૂરિયાત કે મોજ શોખ પુરા કરવા રૂપિયાની જરૂર તો પડવાની છે, ત્યારે ઘર માં માત્ર એક વ્યક્તિ કમાતી હોઈ તેમાં રેહવું મુશ્કેલ છે. આજકાલ જ્યાં અનેક ક્ષેત્રે જુદી જુદી હરીફાઈ વધી ગઈ છે ત્યારે કોઈ નૌકરી/વ્યાપાર ચાલુ કરી, સ્થાન ટકાવી રાખવું ખુબ મુશ્કેલ છે.
 

નૌકરી માં પણ સરકારી નૌકરી મળવી સહેલી નથી અને આજ મુજવણ માં માણસ હવે ખાનગી કંપનીમાં જોડવા લાગ્યા છે. આજે ભારતમાં ઘણી સ્થાનિક અને વિદેશી કંપની રોજગારી પૂરી પડે છે પણ તે રોજગારી ની સાથે તે માણસ ની પર્સોનલ જીન્દગી લઇ લે છે અને હકીકત છે.
આપણે ચર્ચા કરીએ તો સરકારી નૌકરી માં ફિક્ષ્શ્ પગાર, ફીક્ષ્શ્ સમય, વર્ષ દરમિયાન પૂરી  CL, PL, ML મળે છે. ઉપરાંત કોઈ ટાર્ગેટ કે પ્રેસર હોતા નથી. કામ થઇ કે ના થઈ, તેને ફિક્ષ્શ્ પગાર તો મળે છે અને ઓફીસ પર થી તે -.૩૦ વાગે ફ્રી થઇ જાય  છે, પોતાના ઘરે જઈ શકે છે,પોતાના મોજશોખ પાછલ (swimming, dance, music, book reading etc.) સમય આપી શકે છે. ઘરે જાય પોતાના વડીલો, સંતાનો ની જરૂરિયાત,તેમના વિચારો આપ-લે કરી શકે છે. પોતાની પત્ની/સંતાનો સાથે જમીને બહાર જાય શકે છે અને રીતે પોતાની ફેમીલી એન્જોય કરી શકે છે. આમ સરકારી નૌકરી ના ઘણા ફાયદા છે જયારે પ્રાઈવેટ માં નૌકરી કરતા વ્યક્તિ ની કોઈ સમય મર્યાદા નથી હોતી. સવારે -.૩૦ થી .....કોઈ ફિક્ષ્ સમય નથી હોતો. દરેક કંપની વધુ માં વધુ બીઝ્નેઝ વધારવા, પોતાનું નામ કરવા ઘણા પ્રયોગો કરે છે, અનેક ને રોજગારી પૂરી પડે છે. પરંતુ આપને પ્રાઈવેટ કંપનીની વાત કરી તો તેને દરેક એમ્પ્લોયી ને સેલ્સ પર્સન બનાવી દીધા છે.એમ્પ્લોયર ગમે તે હોદા પર હોઈ તેને સેલ્સ ટાર્ગેટ તો હોઈ છે અને તેના પર તેને સારું એવું વળતર પણ આપવામાં આવે છે. પરંતુ જો ટાર્ગેટ પ્રમાણે કામ ના થઇ તો કઈ મળતું નથી અને નૌકરી ની પણ કોઈ ખાતરી હોતી નથી. માટે નૌકરી ટકાવવા ખુબ મહેનત કરવી પડે છે. આવી કંપનીમાં અનેક અચિવમેન્ટ પણ મળે છે પણ તે માટે અનેકગણું pressure આપવામાં આવે છે અને તે માટે એમ્પ્લોયર આખો દિવસ ક્લાયન્ટ ની પાછળ રચ્યો પચ્યો રહે અને -૧૦ વાગે ઘરે જાય છે તે માનસિક અને શારીરિક થાક અનુભવે છે, તેના પોતાના શોખ કે ફેમિલી માટે ભાગ્યે થોડો સમય આપી શકે છે. ઘર ના સભ્યો પણ રાહ જોઈ ને થાકી જાય છે, તે પોતાની પત્ની-સંતાનો ને પુરો સમય આપી શકતો નથી અને ફેમિલી પ્રશ્નો શરુ થાઈ છે. જો ઘરની વ્યક્તિ સમજી શકે તો પણ તે પોતાની લાઈફ સાથે સમજુતી કરે છે. બાળકો બાપ ના પ્રેમ માટે ઝંખે છે,તે રાહ જોઈને સુઈ જાય છે, સવારે ઉઠે ત્યારે બાપ ઓફીસ જવા નીકળી જાય છે.ખાનગી કંપનીમાં માત્ર એક વ્યક્તિ ને high package & high target આપવાને બદલે બે વ્યક્તિ વચ્ચે કામ અને વળતર ની વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી બધી સમસ્યા નું નિવારણ આવી શકે.આજ ના જમાના માં જુવાનીયાઓ બધું કરે છે કારણ કે તે હાલત સામે મજબૂર છે, કારણ કે આવી કંપની માં retirement ચોક્કસ નથી હોતું. કામ કરી શકે તો કરે બાકી કાયમી retirement અને pension પણ ના મળે.

આપને આવા માં જોય શકી કે આવા લોકો ને કોઈ ફેમિલી ને ત્યાં જવાનો વિચાર ના આવી શકે ત્યારે આપને કહી છે કે તેને તો ક્યાં કુટુંબ માં રસ છે!!મિત્રો સાથે બને છે પણ મિત્રો સાથે બને ને કારણ કે દિવસ ના ૧૨-૧૩ કલાક રોજ તેમની સાથે વિતાવે છે. ઉપરાંત ખાનગી કંપનીમાં રવિવારે અલબત જાહેર રજા ના દિવસે પણ કામ કરાવવામાં આવે છે કારણ કે ટાર્ગેટ છે તો આવામાં ફેમિલી સાથે હરવા ફરવા નો અને બેસવાનો સમય ક્યાં રહે છે? ઘરના વડીલો જો સમજુ હોય તો તકલીફ ના પડે નહીતર તો ઘરમાં ઝઘડા થવા લાગે છે, કહે કે મામા-માસી, કાકા-ફુઆ કહે છે કે તમારા દીકરા વહુ તો કયારેય ઘરે આવતા નથી. અરે બાપલીયા આમાં આવે ક્યાંથી? આરામ કરવાનો પણ સમય માંડ માંડ મળ્યો છે અને આરામ તો કરે ને નહિ તો તબિયત બગડશે. 


આમ, ખાનગી કંપની માં નૌકરી ની સાથે પર્સનલ લાઈફ ગીરો મુકવી પડે છે અને તેના પર વ્યાજ પણ મળતું નથી.



 




Monday, April 11, 2011

ક્રિકેટ ગાંડપણ



વર્લ્ડકપ ૨૦૧૧
 ૧૯/૨/૨૦૧૧ થી વર્લ્ડકપની શરૂઆત થઇ, લાખો ભારતીય માટે સમયની કટોકટી આવી ગઈ, કામ કરવું કે મેચ જોવો. લગભગ બધા ભારતીયોને ક્રીકેટમાં રસ પડે, ગમે તેવા કામમા હોય પણ મેચ તો જોવે જ, આજુ-બાજુમાં કોઈની દુકાન ઓફિસમાં ટી.વી. હોય ત્યાં જઈને પણ સ્કોર જાની લે, નેટ કે ટી.વી. પર પણ જોઈ લે. ભલે આપની રાષ્ટ્રીય રમત હોકી હોય પણ પણ ક્રિકેટમાં જ બધાને રસ. પછી એક કોઈ સામાન્ય માણસ હોય કે દેશના મંત્રી. કરોડો લોકોની માનતા, માન્યતાને આધારે આપને એક પછી એક મેચ  જીત્યાં, માત્ર લીગ મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર્યા. અને પહોચી ગયા સેમી ફાઈનલમાં, અને એ પણ પાકિસ્તાન સામે. નાના મોટા બધાના મોઠે એક જ વાત, આજે તો મેચ જોવો જ છે. સરકારી/ખાનગી કંપનીમાં જાણે રજાનો દિવસ હોય તેવો નજરીયો હતો. ધંધાવાળાએ પણ દુકાન બંધ રાખી હતી અને જેને ચાલુ હતી તેમને પણ કોઈ ઘરાકી ના હતી.( પણ પાનવાળાને તો ડબલ ધંધો થયો) માત્ર પુરુષોને જ રસ હોય એવું ન હતું, ઘણી ગૃહિણીઓ એ પણ તે દિવસે રસોઈમાં હડતાલ પાડી હતી અને મેચ જોયો, જો કે પછી હડતાલનો અપવાસ થઇ ગયો કારણ કે કોઈ જગ્યાએ ખાની-પીણીના ધંધાવાળાએ પણ રજા રાખી હતી અને બધી  જગ્યાએ બહુ ભીડ હતી એટલે કઈ જમવામાં જામ્યું નહિ અને થઇ ગયો ભારત માટે અપવાસ અને પછી છાપામાં આવે કે ઘણા લોકો એ ભારત જીતે એટલા માટે અપવાસ કર્યા પણ કોને કહે કે એ તો પરાણે ભૂખ્યા રેહવું પડ્યું અને પછી બધાને કહે કે અમે તો અપવાસ કર્યો એટલે તો ભારત જીત્યું.
બધાની ધડકન તેજ બની ગઈ હતી, ઘણા લોકો જુગાર રમ્યા, કોઈ હાર્યું તો જીત્યું. કોઈએ પોતાના ચોકમાં મોટા સ્ક્રીન ગોઠવ્યા હતા તો કોઈએ થીએટરમાં મેચ જોબા ૫૦૦-૬૦૦ ની ટીકીટ લીધી. ભારતનો દાવ આવ્યો અને ભારતે સારો  સ્કોર કર્યો, બીજા દાવમાં દરેક વિકેટ પર લોકોએ ફટાકડા ફોડ્યા અને ખુશી મનાવી. કામના અનેક કલાકો ગુમાવી, હજારો રૂપિયા વાપર્યા જો કે ભારત મેચ જીતતા વસુલ થયા.મેચ પૂરી થતા માણસો ભારતના ઝંડા સાથે, ઢોલ નગારા સાથે મિત્રો-સંબંધી સાથે નીકળી પડ્યા અને ખુબ નાચ્યાં, દિવાળી કરતા પણ વધારે ખુશી. બીજે દિવસે જ બધે પોતાની માનતા પૂરી કરી, કોઈણે ઉંધા ચાલીને મંદિરે જવાની માનતા હતી તો કોઈને બીજી કઈ, અપવાસ પુરા થયા અને બે દિવસ એ જ વાતો, એ જ જસન સાથે રાહ જોતા તે દિવસ ફાઈનલ મેચ. બસ સેમી ફાઈનલ જેવું જ વાતાવરણ ફરક માત્ર એટલો કે શ્રી લંકા હતું. એ જ તેજ ગતિની ધડકન, હજારો પ્રાથના, કરોડો દુઆ, અને અનેક ગણી માનતા.  અને આ રીતે ભારત worldકપ જીતી ગયું. ઘણી ખુશી થઇ અને આનદ પણ માન્યો. પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે તે ભૂલવું ન જોઈએ. અમારા એક મિત્ર સાથે અમે બહાર ગયા તો બહાર જોયું કે આખું ગામ ખુશી માનવી રહ્યું છે, કોઈ વાહન લઈને નીકળી પડ્યું છે તો કોઈ ચાલીને, કોઈ એક બીજાના વાહન પર જઈને નાચે તો પણ કઈ ના બોલે, એકબીજાના વાહન ભટકાય તો પણ હસતા હસતા આગળ ચાલ્યા જાય. સામાન્ય રીતે તો કોઈ  પડોશીને છોકરો પણ વાહનને ભૂલથી હાથ અડાડે તો ગુસ્સે થઇ જતા હોય છે અલ્યા તું લીટા પડે છે, વાહન ભટકાય તો મારામારી થાય છે અને આ દિવસે કઈ નહિ. કાયમ આવી જ એકતા અને સંપથી માણસ જીવે તો પોલીસ અને વકીલનું કામ ઓછુ થઇ જાય. માણસો જીત્યાં એટલે ઢોલ-નગારા લઇ ને નીકળી પડ્યા, અને વાતો કરે,મીડિયાવાળા પણ વખાણ કરે પણ જો હારી ગયા હોત તો બધા કેહત કે ધોની એ આગળ ન આવું જોઈએ તે આગળ બેટીગમા આવ્યો એટલે જ હાર્યા, અને તે માણસો આપના ક્રિકેટરના પુતળા બાળવા નીકલ્યા હોત, આપને હારી ગયા હોત તો આમાંથી ૫-૬ને તો heartattack આવી ગયા હોત.બધા ક્રીકેટ માટે એટલું બધું research કરે છે કે ખુદ ક્રીકેટરને એમ થાય કે આ લોકોને જ મેચ રમવા મુકવા જોઈ. સામાન્ય માણસોએ પણ ઘણો ખર્ચ કરી નાખ્યો.(એક ભાઈએ ૧૦૦ કિલો પેંડા વેચ્યાં, કદાચ પોતાના સંતાનના જન્મ કે લગ્ન વખતે પણ આટલી મીઠી નહિ વેહંચી હોઈ), પણ શું આ વ્યાજબી છે?આપની ન્યુઝ ચેનલવાળાને તો ૨૪ કલાકનો મસાલો મળી ગયો, દરેક ન્યુઝ ચેનલ પર માત્ર ક્રિકેટના જ સમાચાર બતાવે. એટલું જ નહિ આ લોકોને ૨૦૧૫ન વર્ડકપ પહેલા લોકોને દેખાડવાનો  મસાલો મળી ગયો (Kya is bar bhi bharat jit payega world cup?, 1983 & 2011 fir se dohrane ka mauka).
દરેક માણસ પોતાના કામના ક્ષેત્રમા અને બીજી ઘણા વિષયમા આટલો ઊંડો ઉતરે તો આપને ઘણા આગળ હોય. સરકાર પણ માત્ર ક્રિકેટને જ પ્રોત્શાહન આપે છે, બીજે દિવસે જ કરોડના ઇનામ જાહેર થઇ ગયા. આપના પૈસાથી તેમને ઇનામ!!!!!! અને પછી કરમુક્તિ પણ. અરે નાના માણસને નાની નાની જરુરીત પૂરી કરવામાં ઘણી આર્થિક તકલીફ પડે છે દરેક વસ્તુના ભાવમાં સતત ૫-૭ રુપિયાનો વધારો થાય છે. તેને કોઈ કર માફી આપતાનથી અને કર ભરવામાં મોડું થાય તો વ્યાજ પણ લે છે, અને આ લોકોને આવી કોઈ તકલીફ નથી છતાં પણ કર માફી? દેશમાટે જીત્યાં એટલે? દેશ માટે તો બીજા ઘણા રમે છે અને જીતે છે. સરકારે તો તેમની પાસેથી ફાળો લેવો જોઈ કે તમે દેશ માટે  આર્થિક શું મદદ કરી શકશો.ક્રિકેટ બોંડ તરફથી આટલા પૈસા મળે છે, જાહેરાતના કરોડો રૂપિયા  મળે છે તો દેશની પ્રગતિ માટે કઈ દાન કરો, જેમ કોઈ નાની સંસ્થા સામાજિક કર્યા માટે પૈસાદાર વ્યક્તિ પાસેથી ફાળો લે છે તેમ તેમની પાસેથી આવા સમયે  લેવા જોઈ.ગયા વર્ષે Common wealthમા 101 મેડલ જીત્યાં તેમને સરકારે શું આપ્યું? અને આપને સામાન્ય માણસ પણ સરકારનો વિરોધ કરવાને બદલે રાજી થઇ છે. ‘માય નેમ ઇસ ખાન’ મુવીમાં શાહરૂખ ખાન માટે તેનીમાં ખુબ જ પ્રેમ અને ચિંતા છે, તે શહેરમાં ભરાયેલું પાણી સાય્કલિંગ કરી દૂર કરે છે, અને ત્યારે જ તેનો નાના ભાઈને શાળામાં પ્રથમ નંબર માટે મેડલ મળે છે ત્યારે તેનીમા બીજા સાથે ફોનમાં શાહરૂખના જ વખાણ કરતી હોય છે અને નાનો દીકરો નારાજ થઇ જાય છે, નાના દીકરાને કાયમ મા અને ભાઈ માટે રંજ રહે,કડવાહત રહે છે. આવું જ આપની સરકારનું છે માત્ર ક્રિકેટના ખેલાડીને જ પ્રોત્સહન આપે તો અન્ય ખેલાડી નારાજ જ થાય ને? તેમના મેચ જોવા તો ન જાય પણ ટી.વી. પર પણ ન જોવે, અને ક્રિકેટ મેચ જોવા જાય. શું આ ન્યાય છે? ફિલ્મ અભિનેતા અને અભિનેત્રી પણ ત્યાં ગયા, કારણ કે પોતાની પબ્લીસીટી માટે અને આપને લોકો તેને જોઈ ને રાજી થાય, તેને જોવા હજારો રૂપિયા બગાડી. કોઈ ક્રિકેટર દ્વારા જાહેર જનતાનો આભાર માનાયો? આપને બધા માનતા અને અંધ શ્રધાથી ૧.૫ મહિનો વીજળી, સમય, પૈસા બગડ્યા(જેને ક્રિકેટધર્મ છે તેને સદુપયોગ કર્યો) અને એટલે જ મેરા ભારત મહાન.......જય હો.......
મેરા ભારત મહાન

Saturday, April 9, 2011

ભક્તિ


ભારતમાં અનેક પર્વિત્ર સ્થળ છે જ્યાં લોકો અવાર-નવાર આવા ધાર્મિક સ્થળની મુલાકાત લેતા હોય છે, દર વર્ષે અમુક તેહવાર પર-અમુક તિથી હોય ત્યારે ઘણા માણસો અમુક સ્થળે જવાનું ભૂલતા નથી, અને જવાનું એટલે જવાનું . આવા દિવસે મંદિરમાં એટલી બધી ભીડ હોય છે કે ભગવાનના દર્શન તો થતા નથી. ત્યાં એટલી બધી ધક્કા-મૂકી અને ભીડ હોય છે કે કોણ ક્યારે બીજાના ધક્કાથી પડી જાય ખબર રહે અને પછી હાથ-પગ, કમરમાં દુખાવો અને હજુ પણ સંતોષ થયો હોય એટલે ત્યારે ને ત્યારે માનતા રાખે છે કે દુખાવો મટી જશે એટલે ફરી આવીશ. છે આપનો ભગવાન પર નો વિશ્વાસ/અંધ શ્રદ્ધા? મારા મત મુજબ આવા દિવસે મંદિરમાં જવા કરતા ઈંટરનેટ ઉપર કે ટી.વી. માં કોઈ સમાચારની ચેનલ પર આવતા લાઈવ દર્શન કરવાથી વધારે સારી રીતે દર્શન થાય છે. ત્યાં જવું એટલે સમયનો બગાડ, / દિવસ આવવા-જવાના, ખાવા-પીવાનો ખર્ચો વગેરે, અને દર્શન થાય નહિ છતા લોકો આનદ માણે છે. અને આવા પવિત્ર સ્થળો પર મંદિરની આસપાસ એટલી બધી ગંદકી હોય છે કે ડર લાગે કે કઈ માંદા ના પડી જાય. પવિત્ર નદીમાં માણસો પગ ધોવા જાય પણ બહાર નીકળે ત્યારે પગ ખરાબ થઇ ગયા હોય છે આપની પવિત્ર સ્થળની વિશિષ્ટતા. પાપ કદાચ ધોવાય જતા હશે એટલે લોકો જતા હશે. અમુક મંદિરમાં દૂધ ચડાવવા ભક્તો સવારથી આવી જાય છે અને પછી આખો દિવસ ત્યાંથી એટલી વાંસ આવતી હોય છે કે શ્વાસ પણ લેવામાં તકલીફ પડે. આટલું બધો બગાડ કરવાને બદલે કોઈ ગરીબને એટલા લિટર દૂધ આપવામાં આવે તો તેની ખુશીથી જે આશીર્વાદ મળે તે ભગવાનના આશીર્વાદ સમાન હોય છે અને ભગવાન પણ ખુશ થાય.
 
ઉપરાંત આવી પવિત્ર જગ્યામાં દર્શનના નામે દૂધ ને ફૂલહાર ચડાવવાના નામે ,મનોરથ/પલનાના નામે,મોબાઈલ-પર્સના નામે ,બુટ-ચપલના નામે કોણ જાણે કેટ-કેટલા પૈસા વેરાય જાય છે.  અમુક મંદિરોની બહાર પ્રસાદીના નામે રૂપિયા પડાવવાનો વ્યહાર થાય છે. ભક્તો દ્વારા અનેકગણું દાન આપવામાં આવે છે, તો શું પ્રસાદ વિના મુલ્યે ના મળવો જોઈએ. આપના મંદિરો અને ધાર્મિક સ્થળોએ પૈસા બનાવવાના કારખાના બની ગયા છે. ભક્તો દુનિયાભરના ખોટા કામ કર્યા પછી ભગવાનને અથવા તો એમના એજન્ટોને એમનો હિસ્સો આપી  પોતાના પાપ ધોવાય જાય છે એવું માનતા હોય છે. એટલું નહિ મંદિરની અંદર પણ સન્મુખ દર્શન માટે પણ ૨૦/૨૫/100 કે તેનાથી પણ વધુ પૈસા લેવામાં આવે છે. અને ધાર્મિક સ્થળે ગયા પછી ભક્તો દ્વારા આવા ખર્ચને ગણકારવામાં પણ નથી આવતા.જે-તે મંદિરમાં તેના ભક્તો તેના ધર્મનું સીમાચિહ્ન સાથે રાખે/પેહ્રીને જાય તો વળી તેમાં તેને માટે અલાયદા સર્વિસ આપવામાં આવે છે. જેમ કે ચાંદલો/તિલક, ગલામાં કંઠી વગેરે.... સાબિત કરવા કે અમે તેના અનુયાયી છીએ. ઉપરાંત  કોઈ નામાંકિત વ્યક્તિ આવે તો તેના માટે નિયમમાં ફેરફાર કરવામાં આવે છે. કલાકોની લાઇનમાં ઉભા રેહતા લોકો, તડકો-વરસાદ જોયા વગર ભક્તિભાવે દર્શન કરવા લાઈનમાં ઉભા રહે છે, પરંતુ મિનીટના દર્શન થાય તો પણ ખુબ ખુશી અનુભવે છે, પોતાને ધન્ય માને છે. અને આપના દેશના starવગર શ્રદ્ધા-ભક્તિ ખુબ સારી રીતે દર્શન કરી શકે છેઅને starને જોવા માટે પણ મંદિરમાં લાઇન લાગે છે, અને તેમાંથી ઘણા ભગવાનના દર્શન પણ કરતા નથી. છે આપની ભગવાન પરની શ્રદ્ધા.ઘણાનાના-મોટા રોજ મંદિરે જતા હોય છે અને એમ કહે કે ત્યાં થોડી વાર બેસવું જોઈ, ત્યાં ભજનના નામે બેસે છે પણ ખરેખર ભજન તો ૧૦/૧૫ મિનટ ચાલતા હોય છે બાકી તો શું સૌને ખબર છે, હા પંચાત અને કુથલી.

અમુક ધર્મમાં સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે, તેને મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે ત્યાં અંદર જવાની મનાઈ હોય છે, તે ભગવાનની ભક્ત હોય, ચુસ્ત હોય તો પણ સ્ત્રી છે એટલે જઈ શકેકોઈ પુરુષ ગમે તેટલા ખરાબ કર્યો કરતો હોય, શરાબી હોય, ખુન-ગુના કરતો હોય પણ તે જઈ શકે છે. તે કેવો ન્યાય. પવિત્રતા/ચોખાઈ મનની હોવી જોઈએ જાતિની નહિ. પુજારી દ્વારા એવું કેહવામાં આવે છે કે સ્ત્રીનું મોઢું પણ જોતા નથી.(કદાચ જાહેરમાં સાચું પણ હોય)તેને સ્પર્શતા પણ નથી, શા માટે આવું? પોતે સ્ત્રી થકી દુનિયામાં આવ્યા છે ભૂલવું જોઈએ. અને તેનો પણ સંસાર હોય એવા અનેકના નામ સંભાળ્યા છે, ભગવાનનું કામ કરવું અને પાપ કરવું તો પણ તે ભગવાનનો પુજારી. આમ તો અમારા ઘરમાં બધા ભગવાનને સમાન માનવામાં આવે છે, પછી તેમાં મતભેદ નથી રાખતા અને ઘણી વાર મંદિર પણ જાય છે. મંદિર નો વિરોધ નથી પણ મંદિરના નામે થતા ગેરવ્યવહાર સહન નથી થતા. ભક્તોની લાઈન  ઓછી લાગતી હોય માટે મંદિરની બહાર ભિખારીની પણ માંગવાની લાઈન લાગી હોય છે, આવતા જતા ભગવાનના આશીર્વાદ મળે કે ના મળે, પણ ભિખારી(તેમના મધ્યસ્થી) જરૂર કેહ્શે ભગવાન તમારું ભલું કરશે કઈ ખાવાનું/પૈસા આપો ને.  

ભગવાન તમારું ભલું કરે
 અરે.... મને પૂછવાનું મન થાય કે ભગવાન તમારથી કેમ શરૂઆત નથી કરતા. આપને ત્યાં દરેક ભગવાનના વાર મુજબ તેને પૂજવામાં આવે છે, જેમ કે હનુમાનદાદાનો શનિવાર, આશાપુરમનો મંગળવાર, વગેરે...... અને ભિખારીને પણ આની ખબર હોય છે એટલે તે દિવસે સવારથી લાંબી લાઇન લાગી જાય છે. સોમવારે એક મંદિરે તો મંગળવારે બીજા મંદિરે આવી જાય છે. અને ભક્તો દ્વારે તેમને નાનું-મોટું દાન પણ કરવામાં આવે છે. છે આપના લોકોની ભકિત.