Saturday, March 24, 2012

અંતિમયાત્રા-સ્ત્રી બની સહભાગી



વર્ષો પેહલાથી રીવાજ ચાલ્યો આવે છે કે અંતિમયાત્રા તેમજ અંતિમ તમામ વિધિ/ક્રિયાકાંડ ઘરના પુત્ર તેમજ પોત્ર દ્વારા કરવામાં આવે છે. અને દીકરા ન હોય તો કુટુંબના દીકરા દ્વારા ક્રિયા કરાવવામાં આવે છે. દીકરા કુપુત્ર હોય તો પણ કહે કે દીકરી એ ન કરાય, અને એવા કેટલાય નિયમ જોવા મળે છે. સામાન્ય રીતે દીકરો તેના નોકરી-ધંધામાં આખો દિવસ વ્યસ્ત હોય ત્યારે દીકરા વહુ દ્વારા/દીકરી દ્વારા તેમની પોત્રી દ્વારા સતત વડીલની સેવા કરાતી હોય છે, વધારે સમય અને સબંધ તેમને સાચવના હોય છે અને તે કરે પણ છે પરંતુ તેમને તેમના અધિકાર મળતા ન હતા. તેમને માતા-પિતાના અગ્નિદાહ કે સ્મશાને જવાની પરવાનગી ન હતી.

પરંતુ આજે સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં જંપલાવ્યું છે તેમજ સિધ્ધી હાંસલ કરી છે, સ્ત્રી-પુરુષ/દીકરી-દીકરા વચેના તફાવત દુર કરવા માટે સતત સંઘર્ષ કરતા રહે છે. એટલે જ આજે દીકરીઓ પણ માતા-પિતાના અવસાન બાદ તેમને કાંધ આપે છે એટલું જ નથી સ્મશાને જઈ અગ્નિદાહ પણ આપે છે. થોડા વર્ષોથી આ પરિવર્તન જોવા મળ્યું છે પરંતુ કુટુંબની અન્ય સ્ત્રી તો ઘરે જ રહે છે. સ્ત્રી હિમત હારે તેમ નથી, પુરુષ સાથે કદમ મિલાવનાર સ્ત્રીવર્ગ હવે અંતિમયાત્રા પણ જોડાય ગઈ છે. સમાજમાં ઉદાહરણરૂપ અને સ્વીકાર્ય એવું પગલું કુટુંબની દીકરાવહુ દ્વારા સસરાની અંતિમયાત્રામા જોડાય કરવામાં આવ્યું હતું. અને એટલું જ નહિ કુટુંબના તમામ વડીલે તેનો સ્વીકાર કરી સાથ આપ્યો હતો. વડીલે કહ્યું વહુ બેટા અમે તો માત્ર મદદમા આવતા પરંતુ તમે જે સેવા કરી છે તેના માટે તમને ધન્યવાદ છે, તમે તમારી ફરજ નિભાવી છે પરંતુ આ જમાનામા ભાગ્યે જ આવા સંતાનો મળે છે. અમે પણ ભાગ્યશાળી છે કે અમને તમારા જેવા સંતાનો મળ્યા છે અને વહુ તમે તમારા મા-બાપના પ્રતિબિંબ છો તે માટે તમારા માતા-પિતા તેમજ તમામ કુટુંબી ગર્વ અનુભવે છે. મૃત્યુ પામનારના બે સંતાન અને સંતાનને ત્યાં એકને પુત્રી અને એક ને પુત્ર હતો ત્યારે વિધિમાં પોત્ર દ્વારા જે વિધિ કરવામાં આવી હતી તે તમામ વિધિમાં પોત્રીને પણ સમાન અધિકાર આપવામાં આવ્યો. અને દીકરા વહુ તેમજ પોત્રીએ વડીલને ગુમાવ્યાના દુઃખમાં પોતાને મળેલ સમાન અધિકારની ખુશી અનુભવી હતી.

પેહલાના જમાનામા કેહવાતું કે સ્ત્રી વધારે ડરપોક હોય છે તે આ વિધિ જોય ન શકે, અને આપના શાસ્ત્રોમાં પણ સ્ત્રીને આ અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે. ત્યારે આવી જાગ્રત મહિલા દ્વારા અન્ય સ્ત્રીવર્ગને હિમત તેમજ સમાન અધિકાર માટે પ્રોત્શાહન પૂરું પાડવામાં આવ્યું છે. અને જયારે નારી આવા પડકારને સ્વીકારશે ત્યારે જ સમાજમાંથી સ્ત્રી-પુરુષના ભેદભાવ ઓછા થશે.

1 comment:

  1. દર્શનાજી હુ આપની વાત સાથે સંમત છુ. થોડા વષોમાં ઘણુ પરિવર્તન આવ્યુ છે.
    અને આવવુ જ જોઇએ અતિ સુંદર લેખ આજની નારી ને આપના લેખ દ્વારા ચોક્કસ પેરણા મળી શકે એમ છે.

    ReplyDelete