Tuesday, February 17, 2015

વિચારબિંદુ-૭


બેટા રસ્તા ઉપર ચાલતા ચાલતા ન ખવાય,બેટા જમવા બેસીએ ત્યારે ચપલ ઉતારીને બેસાય,નિરાતે બેસીને ખવાય,ટી.વી. જોતાં જોતાં ન જમાય,વગેરે વગેરે... આપણે સૌ નાના હતા ત્યારે આપણાં વડિલ આપણને આ બધુ શિખડાવતા અને તેનું પાલન પણ કરતા. પરંતુ સમય જતાં આ બધુ જાણે અજાણે અવગણના થાય છે,અગાઉના જમાનમાં પ્રાસંગિક જમણવાર ઘર આંગણે અથવા ભાડૂતી જગ્યામાં કરવામાં આવતું ત્યારે આવનાર સૌ મેહમાનને આસન કે ટેબલ ઉપર બેસાડી યજમાન તેમજ અન્ય સગા/સબંધી દ્વારા ભોજન સમયે ભોજન પીરસવામાં આવતું, આગ્રહ કરવામાં આવતો,કોઈએ શું નથી લીધું તેની ખાસ તકેદારી રાખવામા આવતી. જમણવારમાં 5/6 વાનગી હોય પણ તે પ્રેમથી બનાવવામાં આવતી અને જમાડવામાં આવતી. મેહમાનને ભગવાન સ્વરૂપ ગણવામાં આવતા પરંતુ આધુનિક યુગમાં ઘણા પરિવર્તન આવેલા છે.

ઘરે સત્યનારાયણ દેવની પુજા હોય કે  ભાગવત કથા જમણવાર તો થાય જ પણ બુફે ડિનર, અને ભોજનમાં ચાપડી ઊંધિયું/પાઉં ભાજી વગેરે...માતાજીનાં લોટા હોય તો પણ જમણ બુફે...!!! તેમાં આવનાર સૌ ગૌણીઓ ચપલ પેહરીને પ્રસાદ લે છે!!! આપણાં સંસ્કાર યાદ આવે છે, માં કેહતી બેટા ચપલ પેહરીને ન જમાય અને આ તો પ્રસાદ છે કઈ રીતે લેવો? બુફે લંચ, વાતો કરતાં કરતાં સૌ જમે... માં કેહતી બેટા જમતી વખતે બહુ વાતો ન કરાય, શાંતિથી જમી લેવાય, અહી તો વાતો કરતા કરતા પ્રસાદ લેવાતો હોય.. કોઈ ફેમિલી પાર્ટી/ગેટ ટુ ગેધર હોય તેમ અમુક લોકો પ્રસાદ લઈ ને જતાં રહે,દર્શન કરવાનું પણ યાદ ન આવે. નાના બાળકો હોય તેમને અને વડીલને બુફે જમણમાં ખૂબ તકલીફ પડે છે. ગિરનારની પરિક્રમામાં આવનાર સાધુ બાવા વર્ષોથી બુફે ડિનર/લ્ંચ કરતાં આવ્યા છે અને આજે આપણે પણ!!!!!! માં ઘણું શિખડાવતી અને ઘણું યાદ છે પણ અમલમાં ભાગ્યે જ આવે છે, બાળપણમાં જો નિયમનું ઉલંઘન કરીએ તો માં-બાપનો માર/ઠપકો મળતો અને આજે માં-બાપના આદર્શોનું (ચપલ ઉતારીને/બેસીને/શાંતિથી બોલ્યા વગર) પાલન કરીએ તો સમાજ કહે આ તો વેદિયો છે/ચીકણો છે. ઘણા વિદ્યાર્થી પરીક્ષા સમયે ગોખણપટી કરતા, પરીક્ષામાં સારા માર્કસથી ઉતીર્ણ થતાં અને પરીક્ષા પૂરી એટ્લે બધુ ભૂલી જાય તેમ આપણે સૌનું એવું જ છે, સંસ્કાર/આદર્શ માત્ર ઘરના દરવાજા સુધી જ!!!

No comments:

Post a Comment