Thursday, March 12, 2015

વિચારબિંદુ-૮

દીકરીનું ઘર કયું? તેની ચર્ચા ઘણા સ્મયથી થતી આવી છે પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી.દીકરી નાની હોય ત્યારે સગા-સબંધી સૌ કેહતા હોય સાસરે જઈશ એટ્લે ખબર પડશે અને દીકરી ત્યારે સાસરું એટલે શું એ ખ્યાલ જ ન હતો પણ બીજાનું ઘર એવું તે સમજે. પરંતુ જ્યારે તેની સગાઈ થાય ત્યારે સૌ કોઈ કેહવા લાગે તારે ઘરે બધા શું કરે છે? તારા ઘરમાં શું રીત-રિવાજ વગેરે... વગેરે... સામાન્ય રીતે આપણે ત્યાં સાસરું એ જ દીકરીનું ઘર તેવું કેહવાય છે. દીકરીના સગાઈ લગ્ન થાય ત્યારથી તે પણ મારા ઘરે આ રીત રિવાજ, મારા ઘરે આવજો, વગેરે... મતલબ તે પણ પોતાના સાસરને પોતાનું ઘર કેહવા લાગે છે.(નાનપણમાં જે બીજાનું ઘર સમજતા તે પોતાનું છે અને પોતાનું ઘર સમજતા તે પરાયું બની ગયું!!!!!!).પોતાના માવતરે કઈ સારા-ખરાબ પ્રસંગ હોય ત્યારે પણ તેના માં-બાપ કહે બેટા પેહલા તારું ઘર, ત્યાં કઈ તકલીફ ન પડે તે ધ્યાન રાખજે અને દીકરી પણ તે જ બાબત હમેશા ધ્યાન રાખે છે. પોતાના ઘરે પતિ, સાસુ-સસરા, નણદ, દેર-દેરાણી વગેરેની કાળજી રાખે છે, તેમની નાનામાં નાની જરૂરિયાત, આદતનો તેમનો ખ્યાલ હોય છે. સાસુ-સસરા પણ વહુને એમ જ સલાહ આપતા હોય કે આપના ઘરમાં આ જ નિયમ છે, આ જ શોભે, આવું જ સારું લાગે વગેરે...વગેરે....પરંતુ દીકરી/સ્ત્રીને ખ્યાલ નથી આવતો કે મારું ઘર ક્યારે મારું અને ક્યારે પરાયું ,,,,,,






(એક સત્ય હકીકત......) 


ઘરમાં દીકરાનું નાની ઉમરે જ અવસાન થયું ત્યારે તેની પત્ની એકલી પડી ગઈ હતી, હકીકત સ્વીકારવાની હતી કે ભગવાનને જરૂર હશે ત્યારે જ એમને નાની ઉમરમાં અહીથી જવું પડ્યું. આ સંજોગોમાં માં-બાપને  દીકરો ગુમાવ્યાનું દૂ:ખ છે, તેમનો આધાર સ્તંભ હવે દુનિયામાં નથી રહ્યો, તેમની માનસિક સ્થિતિ પણ લથડી ગયેલ છે, કોઈ કોને શું આશ્વસન આપે? આવા સંજોગોમાં એકબીજાને સમજવા ને બદલે સાસુ-સસરાએ તેમની વહુને કહ્યું કે આપણાં રિવાજ પ્રમાણે વિધિ પૂરી થયા બાદ તું તારે માં-બાપને ત્યાં ચાલી જજે. વહુને તો ખબર ન પડતી હતી કે શું કરવું? આજે હું વિધવા થઈ ગઈ એટ્લે હવે આ ઘર મારૂ નથી, હું કઈ રમકડુ હોય તેમ આ ઘર અને પેલું ઘરમાં મને સૌ રમાંડે રાખે. અને તે પણ વિચારવા લાગી કે હું આ ઘરમાં રહું તો કોના માટે? સૌ ના વિચાર બદલવા લાગ્યા, પેહલા મારૂ ઘર હતું, મારા સાસુ સસરા, દેર-દેરાણી હતા અને હવે મારે કોના માટે રેહવું/કરવું?

માં-બાપને ત્યાં પણ ભાઈ ભાભી હોય તેમણે ગમે ન ગમે, આર્થિક ખર્ચ વધે તેમજ દીકરી માવતર જાય તે કોઈ ન પણ ન ગમે તે સત્ય હકીકત છે. અને હવે તે ઘરને મારૂ કઈ રીતે કેહવું કારણ હવે તો તે મારા ભાભીનું ઘર છે, અને મારા ઘરના એ તો મને ઘર છોડવાનું કહી દીધું તો મારૂ ઘર કયું? માત્ર પતિ હોય ત્યાં સુધી જ એ મારૂ ઘર??? અહી તો નાની ઉમરમાં પતિનું  મૃત્યુ થયુ છે પરંતુ મોટી ઉમરમાં કોઈના પતિનું અવસાન થાય ત્યારે દીકરો-વહુ તેમને એક વધારાની વસ્તુ ગણવા લાગે છે અને તેમને જાણે-અજાણે અપમાન પણ છે ત્યારે માં ઘર છોડવા માટે મજબૂર થાય છે પણ તેને સવાલ થાય છે કે કયા ઘરે જવું? માવતરે તો માં-બાપ રહ્યા નથી, ભાઈ-ભાભીનું ઘર છે ત્યાં જવું? દીકરીની ઘરે તો ન જ જવાય? અમારું ઘર હતું તે તો હવે દીકરા-વહૂનું થઈ ગયુ છે અને ત્યાં માં માટે તો શું એક વડીલ તરીકે પણ માન નથી મારા ભાઈ-ભાઈ, મારા દીકરો-વહુ, મારા જેઠ-જેઠાણી/દેર-દેરાણી મારા સબંધી જ છે પણ કોઈના ઘરે બે દિવસ પણ જઇ તો કોઈને ગમતું નથી. –સાસરીના ખેલથી થાકી ચૂકેલ દીકર/સ્ત્રી અવાર-નવાર પોતાના દિલ-દિમાગના દ્વાર ખખડાવી પૂછે છે કે મારૂ ઘર કયું???????????????????????


મિત્રો કોઈને સ્ત્રીનું ઘર મળે તો તેને તેના ઘરે જરૂર પહોચાડજો.


No comments:

Post a Comment