મારા blog ની શરૂઆત મેં આજના દિવસથી એટ્લે કે 8 માર્ચથી શરૂ કરવાનું નક્કી કર્યું, કારણ આજે મહિલાદિન છે અને એક સ્ત્રી તરીકે મારા મત મુજબ આજનો દિવસ શ્રેષ્ઠ છે.
Monday, August 24, 2015
Saturday, July 18, 2015
અધિકમાસ-પવિત્રમાસ
અધિકમાસ
ત્રણ વર્ષમાં એકવાર આવે છે આ માસને પવિત્ર ગણવામાં આવે છે.અધિકમાસ
દરમ્યાન નદીમાં સ્નાન, જપ, આરાધના, દાન, ધાર્મિક શાસ્ત્રોનું વાચન અને શ્રવણ ઉતમ ગણવામાં આવે છે. એવું પણ માનવમાં
આવે છે કે આ માસ દરમ્યાન ભક્તિ, દાન વગેરે કરવાથી અધિક પુણ્ય
તો મળે જ છે ઉપરાંત મોક્ષ પણ મળી જાય છે
તેવી માન્યતા છે. પરંતુ અધિકમાસ દરમ્યાન લગ્ન, જનોઇ એવા કોઈ
શુભ પ્રસંગો કરવામાં નથી આવતા. પવિત્ર તો શ્રાવણમાસ પણ છે અને તેમાં શુભ પ્રસંગો
કરવામાં આવે છે પણ અધિકમાસમાં નહિ એવું શા માટે તેનો ખ્યાલ નથી. પવિત્ર-અપવિત્ર, શ્રદ્ધા-અંધશ્રદ્ધા જે હોય તે પણ આ અધિકમાસ એ સ્ત્રીઓ નો ખુશીનો મહિનો
છે.
રોજ
સવારે ગોરમાં ની મુર્તિની પુજા કરે, પ્રસાદ ધરે અને ભજન ગાયે જાય આબુળું-જાંબુળું,...ભજતી
પણ જાય અને હસતી પણ જાય. કોઈ લોકો મંદિરે પુજા કરવા જાય છે તો કોઈ સોસાયટીમાં
આડોશ-પડોશની સ્ત્રીઓ ગલીમાં/ઘરમાં જ પુજા કરે છે. સૌ કામ છોડી અને પુજા કરવા
પંહોચી જ જાય, હાથમાં પુજાની સામગ્રી અને ચેહરા પર હરખની
લહેર સાથે પૂજાનું સૌભાગ્ય લેવા રાહ જલ્દી પકડી લે છે. અધિકમાસના 30 દિવસ તે
આતુરતાથી રાહ જોવે છે અને તેના આધારે જ તે બોલતી હોય છે...’એ
હાલો હાલો હાલો… અધિકમાસમાં એકટાણા કરે પરંતુ ચાર-પાંચ વાર
આરોગે પણ કેહવાય એકટાણા અને વન ભોજન તો અચૂક કરે ત્યારે જ ડોશીઓનો અધિકમાસ પૂર્ણ
થાય.
આવી જ
કઈક તસ્વીરો...
Monday, July 6, 2015
વિચારબિંદુ-૧૧
દીકરી
દેવો ભવો,
દીકરી વહાલનો દરિયો, દીકરી બાપની સાતા વગેરે વગેરે....
વર્ષોથી દીકરો વિષે ખૂબ જ સરસ શબ્દો સાંભળ્યા છે, વાંચ્યું
છે અને જોયું પણ છે. દીકરીને દૂધપીતી કરવામાં આવતી તે વર્ષોથી આજ સુધી
દીકરી/સ્ત્રી પોતાના હક્ક/ફરજ માટે લડતી આવી છે અને હજુ કેટલા વર્ષો સુધી એ લડતી
રેહશે તેનો કોઈ જવાબ નથી. દીકરીને અવનવી અનેક ઉપમા આપવામાં આવે છે, તેની લાગણી, જવાબદારી, સૌ ને
પ્રિય છે, તેના વગરનો સંસાર/ઘર સૂનું લાગે છે છતાં દીકરી
જ્ન્મ કરતાં દીકરા જન્મની જિજીવિષા કેમ વધારે હોય છે?
અશિક્ષિત/અભણ
લોકો જૂની વિચારસરણી ધરાવતા હોય તે અનુસાર વંશ/વારસ માટે દીકરો જોઈએ અને દીકરો ન
હોય ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રહે, અને એક કરતાં બે ભલા અને બે કરતાં ત્રણ અને કુટુંબદીઠ 4/5 બાળકો થોડા
વર્ષો પેહલા સામાન્ય ગણવામાં આવતા. શિક્ષિત લોકો પણ આવું જ વિચારે છે? ઘણા એવા highly educate, high profile person હોવા
છતાં પણ સંતાનમાં 1/2 પુત્રી છે એટ્લે પુત્ર સંતાન માટે જંખે છે અને પુત્ર પ્રયત્ન
માટે ડોક્ટરથી લઈ ભુવા સુધીના તમાંમ ઉપચારો કરી છૂટે છે. દીકરીને પણ ખૂબ ચાહે છે, ભણાવે છે. છતાં દીકરો જોઈ કારણ??? શિક્ષિતવર્ગ પણ ન
સમજે ત્યારે અસિક્ષિત વર્ગને શું કેહવું? સમજાવવું? મધર્સ ડે, ડોટર્સ ડે મનાવવામાં આવે છે પણ શું તેને એટલું
માન દરેક ઘરમાં આપવામાં આવે છે? કોઈ વડીલે સાચું જ કહ્યું છે..
‘દીકરી જન્મે ત્યારે પણ ન ગમે કારણ પુત્ર જન્મની આશા છે અને
દીકરી ઘર છોડે ત્યારે પણ ન ગમે કારણ જન્મથી વિદાય સુધીના વર્ષોમાં સૌના દિલ જીતી લે
છે’
દીકરી સૌની ધડકન છે, વહાલનો
દરિયો છે. તેમ છતાં પુત્ર જોઈએ જ, તે તરછોડે તો પણ કારણ એ વંશ
આગળ વધારે તેવા તુચ્છ વિચારો શિક્ષિત લોકો પણ ધરાવે છે. આવા શિક્ષિત સમાજ માટે સલાહ
આપવાનું કે તમારા સંતાનના ભણતર માટે ખર્ચ ન કરશો કારણ વિચારસર્ણી તો તમારા અને અશિક્ષિતવર્ગની
સરખી જ છે તો ભણતર નો ખર્ચ શા માટે? દીકરી વિષે ઘણું સારું લખાય
છે, બોલાય છે છતાં તેને જોઈતું માન પણ ન મળે તો શબ્દોનું શું
મહત્વ?
વિચારબિંદુ- ૧૦
થોડા
દિવસ પેહલા જરૂરી કામથી બૈંકમાં જવાનું થયું, ત્યાં ખૂબ જ લાંબી લાઇન હતી, અને ટોકન લઈ બેસવાનું
હતું. અંદાજે 15/20 લોકો waiting માં હતા અને હું પણ તેમાં
જોડાય ગઈ. waitingમાં હાજર15/20 માથી અંદાજે 11 લોકો તેને
મોબાઈલમાં વ્યસ્ત હતા, કોઈ એકલા એકલા હસતાં હતા તો કોઇ ફોન
ચાલુ બંધ કરે રાખતા. હું વિચારમાં ખોવાય ગઈ કે મોબાઈલ આવતા માણસ કેટલો વ્યસ્ત થઈ
ગયો કે તેની બાજુમાં એક ભાઈ પડી ગયા તો પણ ધ્યાન ન હતું. નવરાશ મળતા જ મોબાઈલ
હાથમાં લઈ લેવાનો, કોણ જાણે એમાં એટલું બધુ શું જાણવા જેવુ
છે? જોક્સ/શાયરીની તો બુક પણ છે, દૈનિક
સમાચાર માટે છાપા છે..અને આ વિચારોમાં હતી ત્યાં જ એક હાસ્યાસ્પદ ઘટના બની.....
એક
ગ્રાહક ખૂબ જ ચિંતિત હોય તેવા હાવભાવ સાથે બૈંકમાં અંદર આવ્યા, તેને જોઈને લાગતું
હતું કે થાકીને આવ્યા હશે અથવા કઈ પહોંચવાની જલ્દી હશે. ટોકન લેવાને બદલે ચોતરફ
જયા કરે, વિચાર આવ્યો કે કોઈ ને શોધતા હશે પરંતુ એવું પણ જ
બન્યું. બૈંકનો પટાવાળો પાણી લઈને આવ્યો અને તે ભાઈને પાણી માટે પૂછ્યું તો પણ ના
પડી અને તુરંત જ પૂછ્યું આ મોબાઈલ નું ચાર્જર છે? મારે
મોબાઈલ ચાર્જ કરવો છે, લાઇનમાં ભલે ટર્ન છેલ્લે આવે અને
છેલ્લે આવે તો મોબાઈલ પણ ચાર્જ થઈ જાય ને? અને પટાવાળાએ
ચાર્જર આપતા ભાઈના જીવમાં જાન આવી હોય તેમ ખુશ થઈ ગયા અને મોબાઈલ ચાર્જમાં મૂક્યા
બાદ જ ટોકન લઈ લાઇનમાં બેઠા. મારો ટર્ન આવ્યો ત્યાં સુધીમાં ભાઈનો ફોન થોડો ચાર્જ
થઈ ગયો હતો અને ભાઈ મોબાઈલમાં ગેમ રમવામાં ગુચવાય ગયા. આ યુગમાં માણસની એક
ચિંતા વધી ગઈ છે, મોબાઇલ ચાર્જ કરવાની અને સાચવવાની.
?????શું મોબાઈલ વગર થોડીવાર પણ ન ચાલે? મોબાઈલ વગર પેહલા
માણસ જીવતા તો હવે કેમ નથી જીવી શકતા? થોડા વર્ષો પેહલા
માં-બાપ તેમના સંતાન ઘરની બહાર જાય એટ્લે પૂછતાં બેટા રૂપિયા છે ને? રસ્તામાં જરૂર પડે, થોડા-ઘણા પૈસા તો રાખવા જ . અને
આજકાલ માં-બાપ સંતાન ઘરની બહાર જાય એટ્લે પૂછે બેટા મોબાઈલ લીધો ને? રસ્તામાં કઈ પણ કામ અટકે/જરુર પડે તો મોબાઈલ કામ લાગે. નાના મોટા સૌ કોઈ
ઘરમાં હશે કે બહાર મોબાઇલ વગર પોતાને અધૂરા ગણે છે. કોઈ પણ વસ્તુ ને આદત ન બનાવતા
તેની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. કુટેવ એ કુટેવ જ છે તે મોબાઇલ કે અન્ય કઈ.
એક મેસેજ જે હકીકતમાં કહતું હોય..
Latest tips:
1) When guest comes to your house & instead of asking for water if you ask do you want to charge your mobile? It will definitely bring tear to their eyes & improve relationship.
2) After that instead of asking if they want tea/coffee/cold drink ask them, 'Do you want Wi-Fi password for interenet?' 100% guranteed the guest will break down & give you the best hug of your life.
ચલ
ભેગા થઈ,
બધી ચિંતા બાજુ એ મૂક,
ચેહરો
રૂબરૂ જોઈએ, ફેસબુક બાજુ એ મૂક,
મનથી
લાઈક કરીએ,
અંગુઠો બાજુ એ મૂક,
દિલ
થી જોડાયેલા છે દિલના તાર, આ નેટ બાજુ એ મૂક,
ઓટો રિચાર્જ
થાય છે સબંધો, આ ચાર્જર બાજુ એ મૂક,
દિલ ખોલવા મિત્રો જોઈએ, આ પાસવર્ડ બાજુ એ મૂક,
ચલ
ભેગા થઈએ,
બધી ચિંતા બાજુ એ મૂક.
દુનિયા
ખૂબ સુંદર છે તેને માત્ર મોબાઈલમાં કેદ કરવાને બદલે તેને દિલમાં કેદ કરો, અહીંની વાત ત્યાં ને
ત્યાંની વાત અંહી કરવાને બદલે વાતને ટુકવતા અને સમજતા શીખો,દુનિયા
ખૂબ સુંદર છે. ઇન્ટરનેટ અને મોબાઈલ જરૂરી છે પણ શ્વાસ નથી.
Thursday, April 16, 2015
વિચારબિંદુ-૯
નારી
કોઈ પણ આયુ ધરાવતી હોય પણ તે સદાય અન્યને સહાયરૂપ બનતી હોય
છે. ઘરમાં બાળકીનો જન્મ થતાં જ સૌ કહે છે કે લક્ષ્મીજી પધાર્યા અને દીકરી
જન્મતાવેત જ પિતાની લાડકી બની જાય છે, પ્થરદિલ પુરુષ પણ દીકરીના પ્રેમથી પીગળી
જાય છે. પિતા રાતે સખત થાકી ગયેલી
હાલતમાં આવશે તો પણ
દીકરી સાથે તો સમય વિતાવસે જ અને જાણે આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું જ લાગશે.
હવે આ જ
દીકરી જયારે શાળાએ જવા લાગે છે, થોડી સમજણી થઈ જાય ત્યારે જાણે પિતાની દાદી હોય
તે રીતે તેને વઢે છે, તેની પરવા કરે છે, પિતાની
દરેક આદતનું ધ્યાન રમતા રમતા રાખે છે અને તેનું દિલ જીતી લે છે. પિતાના ઘરે આવવાના સમયે બહાર
રમવા ગઈ હશે તો પણ દોડતી આવી જશે, પિતાની આંગળી પકડી જાણે હજારો વર્ષોની વાતો કેહવાની હોય તેમ બોલવાનું
ચાલુ થઈ જાય છે અને પિતા પણ આ નટખટ/નિર્દોષ વાતો સાંભળવા ઘર જવાની રાહ જોતો હોય
છે
.
સમય
જતાં જ્યારે દીકરી પુખ્ત બને છે ત્યારે તે ઘરમાં નાના ભાઈ/મોટા ભાઈની મિત્ર બની
જાય છે, ભાઈને ભણવામાં, તેની
અન્ય પ્રવૃતિમાં મદદ કરે છે, ભાઈ સાથે આખો દિવસ લડતી રહશે અને છતાં ભાઈને ગમતું
જ કરશે. માં ને ઘરમાં નાના-મોટા કામ, રસોઈ,
વગેરેમાં મદદ કરવા લાગે છે, કોઈએ તેને સલાહ આપવી પડતી નથી તે આપમેળે જ તેની
માં નો પડછાયો બની તેની સાથે રહે છે, મદદ કરે છે.
માતા-પિતા,
ભાઈ-બહેનનો સાથ છોડી સાસરે જાય છે ત્યારે પોતાનું ઘર છોડ્યાનું દૂ:ખ હવા છતાં ગ્રહ
પ્રવેશની ખુશીમાં જોડાય જાય છે, પતિની અર્ધાગીની બની તેના સુખ-દૂ:ખમાં સદાય સાથે
ઊભી રહે છે. સસરા અને પિયરના ઘર વચે હમેશા સમાનતા જાળવવા અને સૌ કોઈના દિલ જીતવા
પ્રયત્નશીલ બની રહે છે. દીકરી, બહેનની જવાબદારી
નિભાવ્યા બાદ પત્ની,ભાભી,દેરાણી-જેઠાણી
તેમ તમામ પદવી અનુસાર દરેક ઢાચાંમાં સમય જાય છે.
લગ્નબાદ
થોડા વર્ષોમાં જ તે માં બને છે ત્યારે તે સંતાન માટે રાત-દિવસ જાગતી રહે છે, તેની
ખુશી, તેની જીત, તેની પ્રગતિ એ જ તેની જીંદગીની ખુશી છે. પોતે
ભૂખ્યા રહીને પણ તેમણે જમાડશે, બીમાર હશે તો પણ સંતાન માટે ભાન ભૂલીને તેમની
જરૂરિયાત પૂરી કરશે.અને
એટ્લે જ કોઈએ કીધું છે ‘ માં એટ્લે માં બાકી બધા વગડા ના વા’. ભૂખ લાગે તે પેહલા
જ થાળી પીરસે-માગ્યાં વગર પીરસે તે માં. આમ, તે પોતાના સંતાન માટે ઉતમ જ સાબિત થાય.
કેહવાય
છે ને કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય,
સંતાનના લગ્નબાદ જયારે દાદી બને છે ત્યારે શાયદ આંખ-કાન ઓછા કામ કરતાં હશે તો પણ
પૌત્ર-પૌત્રીની સતત કાળજી રાખે છે, તેમની ઢાલ બની ને રહે છે.
આમ, નારી
દરેક અવસ્થામાં સ્વને ભૂલી પોતાના કુટુંબ માટે જ સતત કેન્દ્રિત
હોય છે. ક્યારે તે મોટી થઈ જાય છે ખબર જ નથી પડતી કારણ
તે દરેક અવસ્થામાં પોતાની જાતને
પરિસ્થિતી અનુરૂપ આકાર આપી આવિષ્કાર કરે છે, જેમ મગ-ચોખા ભળી જાયને તંદુરસ્ત ખિચડી બને તેમ તે દરેક સંજોગોમાં
મગ-ચોખાની જેમ ભળી અને સુંદર પરિસ્થિતીનું સર્જે છે. અને એટ્લે જ કેહવાય છે ને ‘નારી તું ના હારી’.
Thursday, March 12, 2015
વિચારબિંદુ-૮
દીકરીનું ઘર કયું? તેની
ચર્ચા ઘણા સ્મયથી થતી આવી છે પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી.દીકરી
નાની હોય ત્યારે સગા-સબંધી સૌ કેહતા હોય સાસરે જઈશ એટ્લે ખબર પડશે અને દીકરી ત્યારે
સાસરું એટલે શું એ ખ્યાલ જ ન હતો પણ બીજાનું ઘર એવું તે સમજે. પરંતુ જ્યારે તેની સગાઈ
થાય ત્યારે સૌ કોઈ કેહવા લાગે તારે ઘરે બધા શું કરે છે? તારા ઘરમાં શું રીત-રિવાજ
વગેરે... વગેરે... સામાન્ય રીતે આપણે ત્યાં
સાસરું એ જ દીકરીનું ઘર તેવું કેહવાય છે. દીકરીના સગાઈ લગ્ન થાય ત્યારથી તે પણ
મારા ઘરે આ રીત રિવાજ, મારા ઘરે આવજો,
વગેરે... મતલબ તે પણ પોતાના સાસરને પોતાનું ઘર કેહવા લાગે છે.(નાનપણમાં
જે બીજાનું ઘર સમજતા તે પોતાનું છે અને પોતાનું ઘર સમજતા તે પરાયું બની ગયું!!!!!!).પોતાના માવતરે કઈ
સારા-ખરાબ પ્રસંગ હોય ત્યારે પણ તેના માં-બાપ કહે બેટા પેહલા તારું ઘર, ત્યાં
કઈ તકલીફ ન પડે તે ધ્યાન રાખજે અને દીકરી પણ તે જ બાબત હમેશા ધ્યાન રાખે છે.
પોતાના ઘરે પતિ, સાસુ-સસરા, નણદ,
દેર-દેરાણી વગેરેની કાળજી રાખે છે, તેમની નાનામાં નાની જરૂરિયાત, આદતનો
તેમનો ખ્યાલ હોય છે. સાસુ-સસરા પણ વહુને એમ જ સલાહ આપતા હોય કે આપના ઘરમાં આ જ
નિયમ છે, આ જ શોભે, આવું જ
સારું લાગે વગેરે...વગેરે....પરંતુ દીકરી/સ્ત્રીને ખ્યાલ નથી આવતો કે મારું ઘર ક્યારે મારું અને ક્યારે પરાયું ,,,,,,
(એક સત્ય હકીકત......)
Tuesday, February 17, 2015
વિચારબિંદુ-૭
બેટા રસ્તા ઉપર ચાલતા ચાલતા ન ખવાય,બેટા જમવા બેસીએ ત્યારે ચપલ ઉતારીને બેસાય,નિરાતે બેસીને ખવાય,ટી.વી. જોતાં જોતાં ન જમાય,વગેરે વગેરે... આપણે સૌ નાના હતા ત્યારે આપણાં વડિલ આપણને આ બધુ શિખડાવતા અને તેનું પાલન પણ કરતા. પરંતુ સમય જતાં આ બધુ જાણે અજાણે અવગણના થાય છે,અગાઉના જમાનમાં પ્રાસંગિક જમણવાર ઘર આંગણે અથવા ભાડૂતી જગ્યામાં કરવામાં આવતું ત્યારે આવનાર સૌ મેહમાનને આસન કે ટેબલ ઉપર બેસાડી યજમાન તેમજ અન્ય સગા/સબંધી દ્વારા ભોજન સમયે ભોજન પીરસવામાં આવતું, આગ્રહ કરવામાં આવતો,કોઈએ શું નથી લીધું તેની ખાસ તકેદારી રાખવામા આવતી. જમણવારમાં 5/6 વાનગી હોય પણ તે પ્રેમથી બનાવવામાં આવતી અને જમાડવામાં આવતી. મેહમાનને ભગવાન સ્વરૂપ ગણવામાં આવતા પરંતુ આધુનિક યુગમાં ઘણા પરિવર્તન આવેલા છે.
ઘરે સત્યનારાયણ દેવની પુજા હોય કે ભાગવત કથા જમણવાર તો થાય જ પણ બુફે ડિનર, અને ભોજનમાં ચાપડી
ઊંધિયું/પાઉં ભાજી વગેરે...માતાજીનાં લોટા હોય તો પણ જમણ બુફે...!!! તેમાં આવનાર
સૌ ગૌણીઓ ચપલ પેહરીને પ્રસાદ લે છે!!! આપણાં સંસ્કાર યાદ આવે છે, માં કેહતી બેટા ચપલ
પેહરીને ન જમાય અને આ તો પ્રસાદ છે કઈ રીતે લેવો? બુફે લંચ, વાતો કરતાં કરતાં સૌ જમે... માં કેહતી બેટા જમતી વખતે બહુ વાતો ન
કરાય, શાંતિથી જમી લેવાય, અહી તો વાતો કરતા કરતા પ્રસાદ લેવાતો હોય.. કોઈ ફેમિલી પાર્ટી/ગેટ ટુ
ગેધર હોય તેમ અમુક લોકો પ્રસાદ લઈ ને જતાં રહે,દર્શન કરવાનું પણ યાદ ન આવે. નાના બાળકો હોય તેમને અને વડીલને બુફે
જમણમાં ખૂબ તકલીફ પડે છે. ગિરનારની પરિક્રમામાં આવનાર સાધુ બાવા વર્ષોથી બુફે
ડિનર/લ્ંચ કરતાં આવ્યા છે અને આજે આપણે પણ!!!!!! માં ઘણું શિખડાવતી અને ઘણું યાદ
છે પણ અમલમાં ભાગ્યે જ આવે છે, બાળપણમાં જો નિયમનું ઉલંઘન કરીએ તો માં-બાપનો માર/ઠપકો મળતો અને આજે
માં-બાપના આદર્શોનું (ચપલ ઉતારીને/બેસીને/શાંતિથી બોલ્યા વગર) પાલન કરીએ તો સમાજ
કહે આ તો વેદિયો છે/ચીકણો છે. ઘણા વિદ્યાર્થી પરીક્ષા સમયે ગોખણપટી કરતા, પરીક્ષામાં સારા
માર્કસથી ઉતીર્ણ થતાં અને પરીક્ષા પૂરી એટ્લે બધુ ભૂલી જાય તેમ આપણે સૌનું એવું જ
છે,
સંસ્કાર/આદર્શ માત્ર ઘરના દરવાજા સુધી જ!!!
Subscribe to:
Posts (Atom)







