Tuesday, February 15, 2011

દીકરી/સ્ત્રી


આપને ૨૧મી સદીમાં જીવીએ છીએ અને અહીં બધા પોતાને forward માને છે પરંતુ ઘણી વખત પૂછવાનું મન થાય છે કે forward એટલે શું? ભારતમાં હજુ પણ અનેક લોકો છે જે હજુ રૂઢીચુસ્ત છે. જે હજુ જાતિવાદ, નાતિવાદ વગેરેમાં મને છે. જેમ કે, બ્રાહ્મણોને સારા-માથા પ્રસંગે જમાડવા પડે, નીચા વર્ગના લોકોનું મોઢું જોવાથી અપશુકન થાય વગેરે, વગેરે. ઉપરાંત સ્ત્રીનું મોઢું ના જોવાય, તેને બહુ ના ભણાવાય કારણ કે પછી છોકરો મળવામાં તકલીફ પડે વગેરે વગેરે... અહીં આપને સ્ત્રીની વાત કરવાની છે.......



દીકરી વહાલનો દરિયા, દીકરી એટલે દીકરી, બાપ ની સતા.એવા ઘણા ઉપનામો આપવામાં આવે છે છતાં આપને દીકરો આવે એવી આશા રાખવામાં આવે છે. દીકરીને જનમતાવેત લક્ષ્મીનું નામ આપવામાં આવે છે પરંતુ દીકરી વંશ આગળ ના વધારી શકે એટલે હમેશા પુત્રની અપેક્ષા રાખવામાં આવે છે, પુત્રી સાસરે જશે ત્યારે પુત્ર સેવા કરશે ને! આવી વિચારસરણીમાંથી કોઈ જલ્દી બહાર નથી આવતું, દીકરીને સાસરે વળાવવી શા માટે જરૂરી છે? વળી તેને પગભર બનાવવામાં આવે તો એમાં તકલીફ પણ શું છે? હવે આપને જયારે રીત-રીવાજો, નિયમોની વાત કરીએ છીએ તો ચર્ચા કરીશું કે નાનપણથી છોકરીને અમુક જાતના કપડા પેહ્રાય-છોકરા ને શા માટે નહિ? આજે સમાજ થોડો સુધર્યો છે તો લગ્ન પછી છોકરીને સલવાર-કમીઝ ને વગેરે પેહ્રવાની છૂટ આપવામાં આવે છે,પરંતુ છોકરા ને શા માટે નિયમ નથી કે સાસરે અમુક જાતના કપડા પેહ્રીને જવાય, સાસુ-સસરાની સામે આમ ના બેસાય. વિવાહિત સ્ત્રીને લગ્ન પછી બંગલી, ચાંદલો, મંગળસૂત્ર પેહ્રવા પડે છે(અલબત હવે એવું ફરજીયાત નથી રહ્યું, ઘણા પરિવર્તન આવ્યા છે) તો પુરુષો માટે કેમ આવા નિયમો નથી? જો કુટુંબના લોકોને પ્રશ્ન ના હોય તો સમાજ પ્રશ્ન ઉઠાવશે કે જોવો તો એની વહુને કોઈ નીતિ-નિયમોમાં નથી માનતી, સંસ્કારી નથી વગેરે વગેરે. અને જોવા જેવું છે કે બધા પ્રશ્નો ઉવનાર પણ એક સ્ત્રીવર્ગ છે. જો એક સ્ત્રી એક સ્ત્રીને ના સમજે તો આપને કદી આગળ આવવાના નથી. દરેક ઘરના લોકો પોતાની વહુ-દીકરી ને કહે છે આપણે તો એવું કઈ માનતા નથી પરંતુ જો આમ/તેમ ના કરી તો સમાજમાં ખરાબ લાગશે. આમ સમાજના નામે પરાણે પરાણે બધા રીવાજો ચાલુ રહે છે. જો કોઈ સ્ત્રી આંખે થઈને રીત-રીવાજોનો વિરોધ નહિ કરે તો આપને સ્ત્રીવર્ગ કાયમ બધાને સારું લગાડવામાં પોતાના મન ને કાયમ બગડતા રેહ્શું. જેમ ગાંધીજી, લાલબહાદુર શાસ્ત્રી વગેરે અસત્ય, અન્યાયનો સામનો કર્યો હતો તેમ સ્ત્રીએ પણ એક દિવસ ઝંપલાવવું પડશે. જો તે નીતિ-નિયમો દૂર ના કરી શકે તો પુરુષો માટેના નીતિ-નિયમો બનાવવા જોઈએ.

ઉપરાંત સાસરામાં સ્ત્રી માટે સુવા-ઉઠવાના નિયમો હોય છે અથવા તો જવાબદારી હોય છે કે તેને તે મુજબ ચાલવું પડે છે જેમકે, ઘરમાં સાસુ-સસરા મારે કરવું/તે કરવું. જયારે પુરુષો પોતાને સાસરે બેસવા/રોકવા જાય ત્યારે તેના માટે નિયમ શા માટે નથી? સાસરે બધા માટે જમવાનું બનાવવું, વેહલા ઉઠવું, કુટુંબ ના બધા સભ્યો સાથે વ્યવહારમાં રેહવું. દીકરીના સારો-ખરાબ પ્રસંગ આવે ત્યારે તેના માં-બાપ,ભાઈ-બહેને ત્યાં જવું પડે છે અન્યથા તેમાંન પિયર પક્ષનાને ખોટુ લાગી જાય છે, ઘડી-ઘડી સંભળાવે રાખે અથવા પિયરપક્ષનાને વ્યવહાર તો મોકલવો પડે છે અથવા તે રીત-રીવાજ ને આધિન મોકલે રાખે છે. પરંતુ જયારે વહુના કુટુંબમાં કોઈ બીમાર હોય, સારા-માથા પ્રસંગ હોય ત્યારે હાજરી આપવાનું જરૂરી નથી માનતા અથવાતો વહુને માત્ર મોકલી આપે છે શું તે વ્યાજબી છે? દીક્રરાવાલાં શા માટે નથી સમજતા કે પોતે પણ દીકરી ના માં-બાપ છે અને ના હોય તો શું થયું,ભવિષ્યમાં પૂત્રી આવશે ત્યારે શું થશે? જયારે સાસરીપક્ષમાં કોઈ પ્રસંગ હોય ત્યરે વહુને વેહલા મોકલવામાં આવે છે પણ પિયરમાં કોઈ પ્રસંગ હોય તો અનેક વિઘ્નો આવી જાય છે અને દીકરી કોઈ ને કોઈ બહાના કાઠી માં ને સમજાવે છે અને માં-બાપ કહે ના બેટા તારું સાસરું પેહલા હો!!!! શા માટે આવું? જમાય કેમ સાસરામાં બધા પ્રસંગમાં પેહલા/વેહલા નથી પોહ્ચતા? નૌકરી-ધંધાનું સાચું ખોટું બહાનું બહાનું બનાવી દે છે અને બધું  જ્યાં સુધી સ્ત્રી બધું ચલાવે છે ત્યાં સુધી. એકવાર તો દરેકે આનો વિરોધ કરવો પડશે અને માટે સૌ પ્રથમ એક સ્ત્રીએ એક સ્ત્રીને પેહલા સમજવી પડશે.

એવું નથી કે સ્ત્રીને સાસરામાં  નિયમો છે. જયારે સ્ત્રી ભણતી હોય/નૌકરી કરતી હોય તે દરમ્યાન તેને ઘરમાં સફાઈ-રસોઈ વગેરે જવાબદારી નિભાવવાની હોય છે તો શા માટે છોકરા ને ભણતી/નૌકરી દરમ્યાન ઘરે આવીને ઘર/ધંધાની જવાબદારી શોપ્વામાં નથી આવતી? હિસાબો ત્યારે પુરા થાય જયારે ઉધાર-જમા બાજુનો સર્વૈયો મળે, તો ભાઈસાહેબ તો જીદગીનો હિસાબ છે આમાં બંને બાજુ નો સર્વૈયો મળતો નથી અને આમાં તો એકબાજુની ઘટને ઘાલખાધ ખાતે પણ ના લઇ શકાય તો આમાં જીન્દગી નો હિસાબ મેળવવવા માટે ચૌખો હિસાબ રાખવો જરૂરી છે નહીતર ખોટ આગળ વધતી આવશે
 

બેટી બનકર આઈ હું, માં બાપ કે જીવન મેં,

બસેરા હોગા કાલ મેરા કિસી ઓંર કે આંગણ મેં,

ક્યો તે રીત ભગવાનને બનાયી હોગી,

પર ફિરભી ઇસ બંધન મેં પ્યાર મિલે ઝરૂરી તો નહિ,

ક્યાં રિશ્તા હમારા ઇતના અજીબ હોતા હૈ,

ક્યાં બસ યહી હમ બેટીઓકા નસીબ હોતા હૈ?