Tuesday, January 24, 2012

ચાયનીસ રીલેશન.

 
 
 
આપણો દેશ દિન-પ્રતિદિન પ્રગતિ કરતો રહ્યો છે, બજારમાં રોજ નાના-મોટાને ઉપયોગી દરેક વસ્તુનું આધુનિકરણ મળે છે. વધારે મેહનત વગર, વધારે સગવડતા ધરવતી અનેક ઈલે. વસ્તુ બજારમાં હાજર છે. વૈશ્વિક બજારે ભારતનું માર્કેટ પર પણ વર્ચસ્વ મેળવી લીધું છે. આ બધી વસ્તુ એટલી સુંદર અને સગવડ ધરાવતી હોય છે કે તેને જોઈ ને એકવાર તો લેવા માટે મન લલચાય જ જાય. થોડા વર્ષો પેહલા કોઈને ઘર ટી.વી. આવે તો પાડોશના સૌ કોઈ તેમને ત્યાં પ્રોગ્રામ જોવા જાય અને ટી. વી. લેનાર પૈસાદાર ગણાય..તેવી જ રીતે સાયકલ. સ્કૂટર, વગેરેમાં હતું. કોઈ વ્યક્તિ સાયકલ લઈને નીકળે તો પણ કેટલાય લોકો તેમને જોતા રહે અને બોલે અરે વાહ!! તેની પાસે તો સાયકલ છે. પણ આજના જમાનામાં? કાર (ગાડી) ન હોય તો કહે તેના ઘરમાં ગાડી પણ નથી. આજે એક જ ઘરમાં ૨-૩ ટી.વી., ૧-૨ સ્કૂટર, ૧ ગાડી, બાળકોને રમવા વિડીયો ગેઈમ  વગેરે હોય તો પણ મોટા તેમજ નાના કોઈને સંતોષ નથી. મિત્રો, પડોશ, સબંધીની હમેશા દેખા-દેખી કરનાર વર્ગ બજારમાં મુકાતી દરેક વસ્તુ ખરીદવા ઈચ્છે છે અને તે મેળવવા માટે અનેક કાવા-દવા કરે છે. અને આવા બધા કારણોથી માર્કેટમાં અનેક કંપની વચ્ચે, ડીલર વચ્ચે કોમ્પીટીશનમાં ખુબ વધારો થતો જાય છે. જેમ કે, ટી.વી/ફ્રીઝમાં સેમસંગ, વિડીયોકોન, એલ.જી., મોબાઈલમાં નોકિયા, સોની, એલ.જી, સેમસંગ, અનેક કમ્પનીએ જંપલાવ્યું છે. આવી જ રીતે ડીવીડી, એ.સી,, વગેરેમાં છે. આ દરેક કંપની વસ્તુમાં અનેક સગવડતા આપે છે, અને તેના પ્રમાણમાં તેના ભાવ પણ ઊંચા હોય છે. આ ઊંચા ભાવે ખરીદી કરનાર વર્ગની સંખ્યા ઘણી વધારે છે પરંતુ તેના કરતા પણ વધારે સંખ્યા ઓછા ભાવે આ બધી સગવડતા મળે તેવું ઈચ્છે છે. 

અને આ જ વર્ગને ધ્યાનમાં રાખીને, આ વર્ગને ચાયનીસ માર્કેટે ટોપી પેહ્રરાવી દીધી છે. બ્રાન્ડેડ
કંપની જે વસ્તુ બજારમાં મુકે તેવી જ વસ્તુ ઓછા ભાવે અને એટલી જ કે તેના કરતા પણ વધુ સગવડતા સાથે બજારમાં મુકે છે. જે મોબાઈલ 'xકંપની ૧૮-૨૦ હજારમાં વેચતી હોય તેવી જ વસ્તુ ચાયનીસ માર્કેટમાં ૪-૫ હજારમાં પણ મળી છે. અલબત ગુણવતામાં ઘણો ફરક હોય છે પણ માણસો પોતાના શોખ, જરૂરિયાત પૂરી કરવા આ વસ્તુ ખરીદે છે.  વેચનાર વેપારી જ કહે છે કે આ વસ્તુની કોઈ ગેરંટી નથી, કઈ તૂટી જાય તો રીપેર કરવાની શક્યતા ઓછી છે. તેમ છતાં પણ માણસો આ વસ્તુ ખરીદે છે કારણ કે, તે સસ્તી છે, તેમાં સગવડતા છે, આકર્ષક છે. વિચારે છે કે ૨ મહિનામાં તૂટી જશે તો કઈ નહિ બીજું ખરીદ્શું. આમ, માણસોને ચાયનીસ વસ્તુ ખુબ પસંદ પડી ગઈ છે પછી તે રમકડા, ટી.વી, મોબાઈલ, પતંગનો દોરો કે અન્ય કઈ પણ હોય. અને આ જ વિચારસરણી માણસ હવે માનવીય સબંધમાં ગોઠવી આપી છે.. ચાયનીસ રીલેશન.

       ENGAGEMENT
MARRIAGE
                     
                                                     
પાડોશીને ત્યાં ટી.વી. જોવા જ્ત્તા કોઈને નીચાપાનું
કે ઉચાપાનું ન લાગતું , પ્રેમથી જતા અને આ રીતે ૨-૩ ઘર વચે એક સબંધ પણ બંધાય જતો, એકબીજાની નિકટ આવે છે અને સુખ-દુખના પ્રસંગોમાં એકબીજાની સાથે જોવા મળતા. જયારે આજના બાળકોને/વડીલને હોલમાં બેસીને પણ કુટુંબ સાથે ટી.વી. જોવું નથી ગમતું અને પોતાના રૂમમાં જ જોવાનું પસંદ કરે છે(અલબત આજકાલ સાથે બેસીને જોવાય તેવા મુવી, સીરીયલ, પણ બહુ ઓછા આવે છે) અને પોતાના કુટુંબ સાથે પણ નિકટતા મેળવી નથી શકતા કારણ કે ઘરમાં બધા સાથે હોય ત્યારે વાતો કરવાને બદલે સૌ કોઈ પોતાના રૂમમાં જ ટી. વી. જોવાનું વધારે પસંદ કરે છે. પાડોશી, સબંધી, માતા-પિતા, ભાઈ-બહેન  દરેકની સાથે માત્ર ઓપચારિક સબંધ જ હોય છે. એક-બીજાના ઘરે જવું, પ્રસંગમાં જવું વગેરે આજે બહુ ઓછા લોકોને ગમે છે અને જાય તો પણ કોઈના કેહવાથી, પરાણે કરતા હોય છે. ૨ ભાઈઓ પણ અલગ અલગ રહે છે, કોઈ પ્રસંગ, તેહવારના દિવસોમાં ઈચ્છા-અનિચ્છાએ ભેગા જોવા મળે, બહેન-ભાઈ માત્ર રક્ષા બંધન/ પસ્લીના દિવસે એકબીજાના ઘરે જઈ જમે અને ત્યારે પણ  ભાઈ તો રાખડી બાંધી રજા હોય મિત્ર સાથે ફરવા ચાલ્યો ગયો હોય. . કાકા-કાકી, મામા-મામી, માસા-માસી બીમાર થાય/તેમના ઘરની કોઈ વ્યક્તિનું મૃત્યુ થયાના ફોન આવે તે સમયે મળવાનું થાય પરંતુ ત્યારે પણ  ઔપચારિકતા માટે પૂછે, કઈ કામ હોય તો કેહ્જો, અને તે બોલતા હોય ત્યારે જ ઘરેથી પત્નીનો ફોન આવે જલ્દી આવજો આજે શોપીંગમાં જવું છે, બહાર જમવા જવું છે અનેં જવાબ આપે હમણાં આવું જ છૂ આજે જમવા અને કાલે શોપિંગમાં જશું. ક્યારેક કોઈની સાથે સબંધ તૂટી પણ જાય તો કઈ દુખ નથી હોતું, કેહતા હોય છે સારું થયું સબંધ તૂટી ગયા હવે ત્યાં નાહવા પણ નહિ જવું પડે.તેમને જરૂર પડશે તો બોલાવશે. લાગનીના સંબંધ રહ્યા નથી, માત્ર હાય-હેલોના બાય-ટાટાના સબંધો છે. સબંધ બાંધતા ને તૂટતા વાર ન લાગે અને તૂટ્યા પછી સાંધી ન શકાય તો પણ દુ:ખ ના થાય તે છે ચાયનીસ રીલેશન . '  USE & THROUGH '  સબંધ સારા છે પણ સસ્તા છે (કીમતી નથી). સબંધ બહારથી તો સુંદર છે પણ એક પ્થર કોઈ ફેંકે તેની રાહ જોવાય છે. અમુક લોકો સહજીવનમાં માને છે પણ લગ્ન નથી કરવા કારણ કે બંધનમાં નથી મુકાવું, લગ્ન કરે છે તો પોતાની કેરિયર અને ફીગર સાચવવા છે માટે બાળક જન્મે ત્યારથી જ બાળકનો અને આયાનો  ઘરમાં સાથે જ ગૃહ પ્રવેશ થાય છે. બાળકો ડાંસ, મ્યુઝીક શીખે અને ભણવામાં પણ અવલ રહે નામના મેળવે તે માટે કોચીગ ક્લાસ હમેશ ભરેલા રહે છે પણ ઘર ખાલી રહે છે, બાળકો મોટા થઇ પોતાનું ઓળખ મેળવે છે, નામના મેળવે છે પણ માતા-પિતાનું નામ ટ્યુશન સર, મિત્રો પછી આવે છે. માં-બાપ આખરી શ્વાસ લેતા હોય ત્યારે સંતાન સચ કા સામના જેવા ટી.વી. પ્રોગ્રામમાં જઈ પોતે જીંદગીમાં ક્યારે ખોટા કામ કર્યા તેની કબુલાત કરી ,જનતાની તાલી સાથે ૧૦-૧૨ લાખ પૈસા મેળવે છે. બહાર નીકળી માં-બાપને ફોન કરે છે હું ૧૦ લાખ જીતી ગયો અને ચાયના ફરવા જાવ છુ. બાય મોમ, બાય પાપા.

Monday, January 16, 2012

FREEDOM



18 વર્ષ પેહલા બાળકો ટીને જર કેહવાય છે અને  જયારે 18 વર્ષના થવા આવે છે ત્યારે ..


                                         





 

Wednesday, January 4, 2012

દીકરી મારી લાડકવાયી


દીકરીના પિતાના  શબ્દો...

કેહવાય છે ને દીકરી બાપ ને વધારે વહાલી હોય છે, એમ મારી દીકરી પર ઘરમાં કોઈ ગુસ્સો કરે તો મારા ઘરે આવવાની રાહ જોવે અને તેની ફરિયાદકરતા કરતા જ રડવા લાગે. દિવસનો થાક તેને જોતા દુર થઇ જાય અને તેના પર ક્યારેય ગુસ્સો જ ન આવે. મારી સૌથી લાડલી એટલે મારી પાસે વધારે લાડ કરે અને જીદ પણ. હું ઘર પર આવું ત્યારે કોઈ વાર મગરમચ્છ આંસુ સારવા લાગે અને હું તે જાણતો હોય છતાં પણ તેને તેની ભાષામાં જ  મનાવું અને તેને હસાવું. આમ, મારી દીકરી રડતા રડતા હસવા લાગતી અને અમે બંને રમવા બેસી જતા. ઘણીવાર મારી પત્ની મને કેહતી આટલા લાડ ન કરો, સાસરે જશે ત્યારે તેને અને તમને બહુ તકલીફ પડશે. મારી દીકરી મારી મિત્ર હતી અને હું તેનો મિત્ર. તેની સ્કૂલ, કોલેજ, ત્યાના મિત્રોની બધી જ વાત મને કરે અને હું પણ તેનો મિત્ર બની જાવ અને મારી સુખ-દુખની વાતો તેને કરું. આજે તેને સાસરે ગયે ૨ વર્ષ થઇ ગયા છે અને હવે તે પણ માં બનવાની છે. સાસરે સુખી છે, નાનું અને સુખી કુટુંબ છે. સાસરામાં પણ સૌના દિલ જીતી લીધા છે
.
જયારે પણ ફોનમાં વાત થાય ત્યારે બધી વાત કરે, અમારા ઘરથી તેના ઘર પહોંચતા ૨ કલાક થાય એટલે વારે વારે મળી ન શકાય અને  ફોનમાં જ વાત કરી ખુશ થઇ. ગઈ કાલે મારી તબિયત સારી ન હતી અને એટલે તેની પાસે તેના ઘરના પ્રસંગમાં હાજરી ન આપી શક્યો ત્યારે તે મને ખુબ જ યાદ કરતી હતી. ફોનમાં  તે હસતા હસતા પોતાને ત્યાં પ્રસંગ કેવો રહ્યો તેની વાત કરતી હતી પણ મનમાં ને મનમાં હું ત્યાં હાજર ન હતો તે માટે રડતી હતી.  હું આજે ત્યાં હાજર ન રહી શક્યો તેનું મને દુ:ખ હતું પણ તબિયતને લીધે લાચાર હતો. ફોનમાં તે જે રીતે વાત કરતી હતી તે જોઈ તે વધારે  વ્હાલી લાગતી હતી કારણ કે જે દીકરી વાત વાતમાં રડવા લાગતી અને મારી સાથે રમતમાં લાગતા રડતા રડતા હસવા લાગતી તે આજે હસતા હસતા રડતી હતી અને પોતાના આંશુ છુપાવતી હતી.  દીકરી મારી લાડકવાયી.....


દીકરી

માં  એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યની મૂર્તિ છે.

ગંગાજીના ત્રણ સ્થાન પાવન છે, હરિદ્વાર, પ્રયાગ, ગંગા સાગર છે.

માં-હરિદ્વાર, બાપ- પ્રયાગ ,અને પતિ ગંગા સાગર છે.

પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો,બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી.

પિતાનો અઢળક પ્રેમ છે અને માતાનું નિર્મળ વહાલ છે.

એ ભેગું મળીએ આકાશમાં ચડી વાદળી બની અનરાધાર વરસે એનું નામ દીકરી.

દીકરી દયાની દેવી છે, ત્યાગની મૂર્તિ છે,

દીકરી વહાલનો દરિયા, સ્નેહની સરિતા છે. તેમ છતાં દીકરી તે દીકરી જ કેહવાય છે.