Thursday, November 3, 2016

વિચારબિંદુ -૨૧


 

કોર્પોરેશન દ્વારા ગલીએ ગલીએ કચરાગાડી ફરે છે અને ઘરદીઠ કચરો એકત્ર કરવામાં આવે છે. સૌ કોઈ  કચરો –હેથવાડ તેમાં નાખે છે, આ ગાડી પાસેથી પસાર થઇ તો પણ આપણને વાંસ આવે છે, આપને કચરો પણ દુરથી  ફેકવાનું પસંદ કરીએ છીએ પરંતુ આ ગાડી લઇને ફરતા કામદારો આ કચરો પણ વીણે છે!!!! હા, તેઓ વિચારે છે કે શાયદ કોઈ વસ્તુ મારા કે મારા પરિવારને લગતી નીકળી જાય તો અમે ઉપયોગમાં લેશું. ઉપરાંત તે ખાલી ખોખા, પ્લાસ્ટીક વગેરે અલગ કરે છે કોઈ વાર આ ગાડીમાં કચરાની અંદર જઈ કચરો વીણે છે તો કોઈ વાર ગાડી ભરાઈ ગઈ હોય તો કચરો એક બાજુ કરવા પોતે અંદર ચાલ્યા જાય છે. આપણા માટે કોઈ વસ્તુ નકામી થઇ ગઈ હોય ઉપયોગમાં ન લેવી હોય તો તેને અલગ બેગમાં રાખી આવા લોકોને હાથો હાથ આપવી જોઈએ શાયદ તેમને અથવા તેમના પરિવારને ઉપયોગી બને તેમજ બે પૈસા બચાવવા કચરો વિણવો ન પડે અને આપણે આ રીતે કોઈને મદદરૂપ થઇ શકીએ.
 
ઉપરાંત આવા કચરામાં આપને હેઠવાડ પણ ભેગો જ નાખી દેતા હોય છે તેની પણ અત્યંત ખરાબ દુર્ગંધ આવતી હોય છે ત્યારે કોઈ માણસ વગર નાક બંધ કરે વસ્તુ શોધતો હોય તો તેના પર દયા ચોકકસ આવી જાય છે. ગંદકીમાં જ મચ્છરોનું ઘર હોય છે અને આવા મચ્છર અને બીમારીને નોતરે છે અને આ સફાઈ કામદાર પોતાની શેહદની પરવા કર્યા વગર કચરાગાડીમાંથી કચરો વીણે છે. ખરેખર આ દ્રશ્યો આંખ ભીની કરી આપે છે.