Monday, May 28, 2012

www.24*7parentsatm.com


Welcome at parents bank
enter your 4 digit pin code

1   2   3

4    5   6

7    8   9   «


Mom Account ‹‹ 

Dad Account  ‹‹ 


Balance inquiry ‹‹           Cash with Feelings ‹‹ 
(Pocket Money)              (additional after poc.money)          
Mini statement ‹‹             Change Pin Number ‹‹ 
(feelings + Dr & Cr.amt)

Chequebook Request ‹‹    
(for approval from papa)


Enter Amount

Emotional ‹‹ 

Forcefully ‹‹ 
    

 ››              ‹‹ 
   Please wait
    ››           ‹‹ 
                     



                  
                     
Do you want further transaction 
No  ‹‹ 

Yes ‹‹ 
 ››
બાળકોને સ્કૂલમાં ભણવાની સાથે અન્ય ખર્ચા અનેક છે. માં-બાપને વાત કરતા સંભાળવામાં આવે છે કે તમારો ૧ વર્ષનો જે ખર્ચ થાય છે તેટલા જ કે ઓછા ખર્ચમાં અમે ગ્રેજયુએટ થઇ ગયા. સ્કૂલ ફી, ટ્યુશન ફી, બસ ફી, પ્રોજેક્ટ ખર્ચ, સ્કૂલ બુક્સ, સ્કૂલડ્રેસ, સ્કૂલબેગ, આ બધા ખર્ચ જે ભણતર સાથે જોડાયેલ છે પણ અન્ય ખર્ચ જેવા કે, મોબાઈલ (૩/૪ ધોરણમાં ભણતા) વિદ્યાર્થી માટે એક જીવન જુરીયાતની વસ્તુ જેવું મહત્વનું છે, તેની સાથે ફોટાને નેટ પર શેર કરવા ઇન્ટરનેટ, પેન ડ્રાઈવ એ પણ જોઈએ જ. કોમ્પુટર/લેપટોપ તો હોય જ ને!! અને આ એક્ટીવીટી પોતાના પર્સોનલ રૂમમાં જ થાય, નો કોમન રૂમ, ઓક્કેય?   મિત્ર સાથે ફરવા જવું હોય, પાર્ટી હોય તો સારું બાઈક જે સામાન્ય કારની કિમતમાં મળી રહે છે, માત્ર ૨.૫/૩k અથવા લક્ઝરી કાર માં-બાપ જે ઓછી જીદ પર લઇ આપે તે. કપડા હોય કે અન્ય એસેસરીસ કે પછી બહાર જમવા જવું હોય તો બ્રાન્ડેડ જગ્યાની જ પસંદગી કરે છે. નાની દુકાનમાં જવું પણ નથી ગમતું.


સ્કૂલમાંથી ફરવા તો અફ્કોર્ષ આઉટ ઓફ ઇન્ડિયા જ હોય ને. ભારતમાં શું છે જોવા જેવું? દરેક સ્થળ પર ભગવાનના મંદિરની મહતા વધારે હોય છે અને મોમ-ડેડ તમને તો ખ્યાલ જ છે ને ભગવાન અને મારે દુરનો સબંધ.  માં-બાપ આવી અનેક ડીમાંડ પૂરી કરે છે, માં-બાપ અને બાળકો તેને જરૂરિયાત/સ્ટેટસ સમજે છે કે પછી માં-બાપ એવું સમજે છે કે અમે પણ હાઈ પ્રોફાઈલમાં રહી તો બાળકો શા માટે નહિ? અથવા અમને જે નથી મળ્યું તે તેમને મળે છે તો જલસા કરે. પેહલાના જમાનામાં પણ માં-બાપ બાળકોની ઈચ્છા પૂરી કરતા, તેમના મોજ-શોખ પાછળ પૈસા વાપરતા પણ તેમને બચત કરતા, પૈસાનું મહત્વ પણ સમજાવતા. સમય-સંજોગો પ્રમાણે જ અમુક વસ્તુ અપાવતા અને બાળકો માની પણ જતા. પણ આજના યુગમાં ઘણી ફરિયાદ સંભાળવામાં આવે છે કે બાળકો કોઈનું સંભાળતા જ નથી, જે કરવું હોય તે જ કરે છે અને જીદ પૂરી ન કરીએ તો માં-બાપ પ્રત્યે અસંતોષ અને દ્વેષ વધી જાય છે. ૧૭/૧૮ વર્ષના બાળકો થાય ત્યાં સુધી માં-બાપ અને બાળકો કુટુંબમાં  ફરવા સાથે જતા પણ આજના યુગમાં ૭/૮ વર્ષના બાળકો પણ માં-બાપ સાથે જવાનું પસંદ નથી કરતા. કોઈ વાર બાળકોના ગ્રુપમાં કોઈ ફેમિલી ફંક્શન હોય ત્યારે બાળકોની ઈચ્છા મુજબ માં-બાપે કપડા કે પોતાના લૂકમાં ફેરફાર કરવા પડે છે(જેમ કે, હેર કટીંગ, ચશ્માં, સૂઝ વગેરે..) અન્યથા તેમના પર ગુસ્સો પણ કરી લે છે અને માં-બાપ તેમને કશું કેહતા નથી. માં-બાપ બે માંથી કોઈ એક તો સંતાનનો પક્ષ લે જ છે એ હકીકત છે પછી સંતાન ખોટા હોય તો પણ. માં-બાપના પાસે રોજ નવી નવી ડીમાંડ કરે રાખે છે અને બ્રાન્ડેડ વસ્તુ કે હાઈ પ્રોફાઈલમાં રેહવાનું પસંદ કરતા સંતાનને શાયદ એ ખ્યાલ નથી કે પૈસા કમાવા કેટલી મેહનત કરવી પડે છે, તેઓ તો માત્ર સ્ટાઈલ અને રોફથી રેહવાનું પસંદ કરે છે. તેમના માટે માં-બાપ એક પૈસા આપતું મશીન બની રહે છે.કોઈ પણ વસ્તુની ડીમાંડ તે માં પાસે પેહલા કરે છે, માં ને ઈમોશનલી બ્લેકમેલ કરે છે અને પિતાને સમજાવવા માટે માં ને અનેક રીતે મનાવે છે કારણ પિતા કરતા માં જલ્દી પીગળી જાય છે. માં-બાપ દિવસ રાત મેહનત કરે છે અને પૈસા કમાય છે, ઘણીવાર એવું બને છે કે તે સ્વયમ જિંદગી ભૂલી ગયા હોય છે, તેમના મનમાં એક જ ખ્યાલ હોય કે આપણા સંતાનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ આપવું પણ ઘણી કિસ્સા એવા જોયા છે કે સંતાનોના દોર છુટા થઇ જાય છે અને કોઈ વાર માં-બાપ પસ્તાય પણ છે. 

આજની જનરેશન જોતા એવું કહી શકાય કે આપની લાઈફ સ્ટાઈલ  પણ વેસ્ટર્ન લાઈફ સ્ટાઈલ /કલ્ચર જ બની રેહશે. માં-બાપ પોતાની રીતે જીવતા હશે અને સંતાનો પોતાની રીતે. આ જનરેશનમાં જે માં-બાપ પોતાના માં-બાપ સાથે નથી રેહતા તે પોતાના સંતાન પાસેથી અપેક્ષ પણ નથી રાખતા, જાહેરમાં બોલતા સાંભળ્યા છે કે અમે પણ અમારી રીતે રહીએ છીએ, અમે પણ જુદા રહીએ છીએ તો પછી આ લોકો અમને શું રાખવાના? આ જનરેશનના માં-બાપ સંતાનો પાસેથી અપેક્ષા જ ઓછી રાખે છે કે ભવિષ્યમાં લાગણી ન દુભાય છતાં તેમેની જરૂરિયાત પૂરી કરવામાં હમેશા હાથ છુટા જ રાખે છે.

(ઈમેજીસ ગૂગલમાંથી લઇ ફેરેફાર કરવામાં આવેલ છે)

Thursday, May 3, 2012

No... No... No...



                           


                                       



                                


                                   


                                                

 
You also excited to know about No....... Right?

This is the real fact of human-being.