Saturday, July 18, 2015

અધિકમાસ-પવિત્રમાસ


અધિકમાસ ત્રણ વર્ષમાં એકવાર આવે છે આ માસને પવિત્ર ગણવામાં આવે છે.અધિકમાસ દરમ્યાન નદીમાં સ્નાન, જપ, આરાધના, દાન, ધાર્મિક શાસ્ત્રોનું વાચન અને શ્રવણ ઉતમ ગણવામાં આવે છે. એવું પણ માનવમાં આવે છે કે આ માસ દરમ્યાન ભક્તિ, દાન વગેરે કરવાથી અધિક પુણ્ય તો  મળે જ છે ઉપરાંત મોક્ષ પણ મળી જાય છે તેવી માન્યતા છે. પરંતુ અધિકમાસ દરમ્યાન લગ્ન, જનોઇ એવા કોઈ શુભ પ્રસંગો કરવામાં નથી આવતા. પવિત્ર તો શ્રાવણમાસ પણ છે અને તેમાં શુભ પ્રસંગો કરવામાં આવે છે પણ અધિકમાસમાં નહિ એવું શા માટે તેનો ખ્યાલ નથી. પવિત્ર-અપવિત્ર, શ્રદ્ધા-અંધશ્રદ્ધા જે હોય તે પણ આ અધિકમાસ એ સ્ત્રીઓ નો ખુશીનો મહિનો છે.

રોજ સવારે ગોરમાં ની મુર્તિની પુજા કરે, પ્રસાદ ધરે અને ભજન ગાયે જાય આબુળું-જાંબુળું,...ભજતી પણ જાય અને હસતી પણ જાય. કોઈ લોકો મંદિરે પુજા કરવા જાય છે તો કોઈ સોસાયટીમાં આડોશ-પડોશની સ્ત્રીઓ ગલીમાં/ઘરમાં જ પુજા કરે છે. સૌ કામ છોડી અને પુજા કરવા પંહોચી જ જાય, હાથમાં પુજાની સામગ્રી અને ચેહરા પર હરખની લહેર સાથે પૂજાનું સૌભાગ્ય લેવા રાહ જલ્દી પકડી લે છે. અધિકમાસના 30 દિવસ તે આતુરતાથી રાહ જોવે છે અને તેના આધારે જ તે બોલતી હોય છે...એ હાલો હાલો હાલોઅધિકમાસમાં એકટાણા કરે પરંતુ ચાર-પાંચ વાર આરોગે પણ કેહવાય એકટાણા અને વન ભોજન તો અચૂક કરે ત્યારે જ ડોશીઓનો અધિકમાસ પૂર્ણ થાય.

આવી જ કઈક તસ્વીરો...





Monday, July 6, 2015

વિચારબિંદુ-૧૧

દીકરી દેવો ભવો, દીકરી વહાલનો દરિયો, દીકરી બાપની સાતા વગેરે વગેરે.... વર્ષોથી દીકરો વિષે ખૂબ જ સરસ શબ્દો સાંભળ્યા છે, વાંચ્યું છે અને જોયું પણ છે. દીકરીને દૂધપીતી કરવામાં આવતી તે વર્ષોથી આજ સુધી દીકરી/સ્ત્રી પોતાના હક્ક/ફરજ માટે લડતી આવી છે અને હજુ કેટલા વર્ષો સુધી એ લડતી રેહશે તેનો કોઈ જવાબ નથી. દીકરીને અવનવી અનેક ઉપમા આપવામાં આવે છે, તેની લાગણી, જવાબદારી, સૌ ને પ્રિય છે, તેના વગરનો સંસાર/ઘર સૂનું લાગે છે છતાં દીકરી જ્ન્મ કરતાં દીકરા જન્મની જિજીવિષા કેમ વધારે હોય છે? 

અશિક્ષિત/અભણ લોકો જૂની વિચારસરણી ધરાવતા હોય તે અનુસાર વંશ/વારસ માટે દીકરો જોઈએ અને દીકરો ન હોય ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રહે, અને એક કરતાં બે ભલા અને બે કરતાં ત્રણ અને કુટુંબદીઠ 4/5 બાળકો થોડા વર્ષો પેહલા સામાન્ય ગણવામાં આવતા. શિક્ષિત લોકો પણ આવું જ વિચારે છે? ઘણા એવા highly educate, high profile person હોવા છતાં પણ સંતાનમાં 1/2 પુત્રી છે એટ્લે પુત્ર સંતાન માટે જંખે છે અને પુત્ર પ્રયત્ન માટે ડોક્ટરથી લઈ ભુવા સુધીના તમાંમ ઉપચારો કરી છૂટે છે. દીકરીને પણ ખૂબ ચાહે છે, ભણાવે છે. છતાં દીકરો જોઈ કારણ??? શિક્ષિતવર્ગ પણ ન સમજે ત્યારે અસિક્ષિત વર્ગને શું કેહવું? સમજાવવું? મધર્સ ડે, ડોટર્સ ડે મનાવવામાં આવે છે પણ શું તેને એટલું માન દરેક ઘરમાં આપવામાં આવે છે? કોઈ વડીલે સાચું જ કહ્યું છે..

દીકરી જન્મે ત્યારે પણ ન ગમે કારણ પુત્ર જન્મની આશા છે અને દીકરી ઘર છોડે ત્યારે પણ ન ગમે કારણ જન્મથી વિદાય સુધીના વર્ષોમાં સૌના દિલ જીતી લે છે

દીકરી સૌની ધડકન છે, વહાલનો દરિયો છે. તેમ છતાં પુત્ર જોઈએ જ, તે તરછોડે તો પણ કારણ એ વંશ આગળ વધારે તેવા તુચ્છ વિચારો શિક્ષિત લોકો પણ ધરાવે છે. આવા શિક્ષિત સમાજ માટે સલાહ આપવાનું કે તમારા સંતાનના ભણતર માટે ખર્ચ ન કરશો કારણ વિચારસર્ણી તો તમારા અને અશિક્ષિતવર્ગની સરખી જ છે તો ભણતર નો ખર્ચ શા માટે? દીકરી વિષે ઘણું સારું લખાય છે, બોલાય છે છતાં તેને જોઈતું માન પણ ન મળે તો શબ્દોનું શું મહત્વ?

વિચારબિંદુ- ૧૦

થોડા દિવસ પેહલા જરૂરી કામથી બૈંકમાં જવાનું થયું, ત્યાં ખૂબ જ લાંબી લાઇન હતી, અને ટોકન લઈ બેસવાનું હતું. અંદાજે 15/20 લોકો waiting માં હતા અને હું પણ તેમાં જોડાય ગઈ. waitingમાં હાજર15/20 માથી અંદાજે 11 લોકો તેને મોબાઈલમાં વ્યસ્ત હતા, કોઈ એકલા એકલા હસતાં હતા તો કોઇ ફોન ચાલુ બંધ કરે રાખતા. હું વિચારમાં ખોવાય ગઈ કે મોબાઈલ આવતા માણસ કેટલો વ્યસ્ત થઈ ગયો કે તેની બાજુમાં એક ભાઈ પડી ગયા તો પણ ધ્યાન ન હતું. નવરાશ મળતા જ મોબાઈલ હાથમાં લઈ લેવાનો, કોણ જાણે એમાં એટલું બધુ શું જાણવા જેવુ છે? જોક્સ/શાયરીની તો બુક પણ છે, દૈનિક સમાચાર માટે છાપા છે..અને આ વિચારોમાં હતી ત્યાં જ એક હાસ્યાસ્પદ ઘટના બની.....

એક ગ્રાહક ખૂબ જ ચિંતિત હોય તેવા હાવભાવ સાથે બૈંકમાં અંદર આવ્યા, તેને જોઈને લાગતું હતું કે થાકીને આવ્યા હશે અથવા કઈ પહોંચવાની જલ્દી હશે. ટોકન લેવાને બદલે ચોતરફ જયા કરે, વિચાર આવ્યો કે કોઈ ને શોધતા હશે પરંતુ એવું પણ જ બન્યું. બૈંકનો પટાવાળો પાણી લઈને આવ્યો અને તે ભાઈને પાણી માટે પૂછ્યું તો પણ ના પડી અને તુરંત જ પૂછ્યું આ મોબાઈલ નું ચાર્જર છે? મારે મોબાઈલ ચાર્જ કરવો છે, લાઇનમાં ભલે ટર્ન છેલ્લે આવે અને છેલ્લે આવે તો મોબાઈલ પણ ચાર્જ થઈ જાય ને? અને પટાવાળાએ ચાર્જર આપતા ભાઈના જીવમાં જાન આવી હોય તેમ ખુશ થઈ ગયા અને મોબાઈલ ચાર્જમાં મૂક્યા બાદ જ ટોકન લઈ લાઇનમાં બેઠા. મારો ટર્ન આવ્યો ત્યાં સુધીમાં ભાઈનો ફોન થોડો ચાર્જ થઈ ગયો હતો અને ભાઈ મોબાઈલમાં ગેમ રમવામાં ગુચવાય ગયા. યુગમાં માણસની એક ચિંતા વધી ગઈ છે, મોબાઇલ ચાર્જ કરવાની અને સાચવવાની.

?????શું મોબાઈલ વગર થોડીવાર પણ ન ચાલે? મોબાઈલ વગર પેહલા માણસ જીવતા તો હવે કેમ નથી જીવી શકતા? થોડા વર્ષો પેહલા માં-બાપ તેમના સંતાન ઘરની બહાર જાય એટ્લે પૂછતાં બેટા રૂપિયા છે ને? રસ્તામાં જરૂર પડે, થોડા-ઘણા પૈસા તો રાખવા જ . અને આજકાલ માં-બાપ સંતાન ઘરની બહાર જાય એટ્લે પૂછે બેટા મોબાઈલ લીધો ને? રસ્તામાં કઈ પણ કામ અટકે/જરુર પડે તો મોબાઈલ કામ લાગે. નાના મોટા સૌ કોઈ ઘરમાં હશે કે બહાર મોબાઇલ વગર પોતાને અધૂરા ગણે છે. કોઈ પણ વસ્તુ ને આદત ન બનાવતા તેની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. કુટેવ એ કુટેવ જ છે તે મોબાઇલ કે અન્ય કઈ.

એક મેસેજ જે હકીકતમાં કહતું હોય..

 Latest tips:
1) When guest comes to your house & instead of asking for water if you ask do you want to charge your mobile? It will definitely bring tear to their eyes & improve relationship.
2) After that instead of asking if they want tea/coffee/cold drink ask them, 'Do you want Wi-Fi password for interenet?' 100% guranteed the guest will break down & give you the best hug of  your life. 

ચલ ભેગા થઈ, બધી ચિંતા બાજુ એ મૂક,
ચેહરો રૂબરૂ જોઈએ, ફેસબુક બાજુ એ મૂક,
મનથી લાઈક કરીએ, અંગુઠો બાજુ એ મૂક,
દિલ થી જોડાયેલા છે દિલના તાર, આ નેટ બાજુ એ મૂક,
ઓટો રિચાર્જ થાય છે સબંધો, આ ચાર્જર બાજુ એ મૂક,
દિલ ખોલવા મિત્રો જોઈએ, આ પાસવર્ડ બાજુ એ મૂક,              
ચલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુ એ મૂક.

દુનિયા ખૂબ સુંદર છે તેને માત્ર મોબાઈલમાં કેદ કરવાને બદલે તેને દિલમાં કેદ કરો, અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અંહી કરવાને બદલે વાતને ટુકવતા અને સમજતા શીખો,દુનિયા ખૂબ સુંદર છે. ઇન્ટરનેટ અને મોબાઈલ જરૂરી છે પણ શ્વાસ નથી.