Sunday, March 31, 2013

સંયુક્ત કુટુંબપ્રથા-શું કુટુંબ ખરેખર સંયુક્ત છે?


૮મી-માર્ચ (વુમન્સ ડે ને દિવસે એક જાહેર પ્રોગ્રામમાં જવાનું થયું. ત્યારે ઉપસ્થિત મહેમાનો પૈકી એક સ્ત્રી એ પોતાના વક્તવ્યમાં સ્ત્રીદિવસ ની તમામ માહિતી આપી જેમ કે, શા માટે ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે વગેરે. આ ઉપરાંત સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શક્તિ વિષે પણ સુંદર પ્રવચન આપેલ. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં જ કુટુંબપ્રથા જવા મળે છે. અન્ય દેશોમાં પતિ-પત્ની જોબ/બીસનેઝ કરે છે પણ સાથે રેહતા નથી કે સાથે રહી શકતા નથી કારણ કે તેમના વર્કિંગ પ્લેસ અને રેસીડેન્સ પ્લેસ ઘણા દુર હોય છે અને એટલે જ તેઓ અમુક દિવસે પોતાના સમયે મળે છે, સમય વિતાવે છે. જયારે પતિ-પત્ની જુદા રેહતા હોય ત્યાં સંતાનો કેવી રીતે, કોની સાથે રહે એ એક સવાલ છે.

ત્યારે જ મનમાં સવાલ થાય કે આપણે ત્યાં જ્યાં વર્કિંગ કપલ હોય ત્યાં હમેશા સંતાનને આખો દિવસ ક્યાં સાચવવો એ પ્રશ્ન હોય છે. ઘરમાં કોઈ દેખરેખ રાખનાર હોય તો પ્રશ્ન નથી પણ જયારે કોઈ ન હોય ત્યારે મુશ્કેલી પડે છે.આ લોકો બીઝી હોય ત્યારે સમાજમાં ચોમેર ઘણી ચર્ચા થતી હોય છે કે બાળકને સંસ્કાર ક્યાંથી મળે? બાળકનો વિકાસ કેવી રીતે થાય? શું વિદેશમાં આ પ્રશ્ન નહિ થતા હોય? અને આવા જ સામાજિક તુચ્છ વિચાર ને કારણે આપણે ત્યાં હજુ સંયુક્ત કુટુંબ જોવા મળે છે. પતિ-પત્ની બંને કમાતા હોય, પોતાની જરૂરિયાત માટે કે પોતાની ઓળખ માટે સ્ત્રી બહાર નોકરી કરવા જાતિ હોય ત્યારે ઘરમાં રેહનાર વ્યક્તિને સ્વભાવિક તકલીફ પડે જ છે પરંતુ જે ઘરમાં સ્ત્રી માત્ર ગૃહિણી છે તેવા ઘરમાં પણ તકલીફ પડે જ છે.આપણે ત્યાં આપની સંસ્કૃતિ/પરંપરા નિભાવવા સંયુક્ત કુટુંબ જોવા મળે છે. સમાજમાં મોટાભાગના લોકો એવું જ સમજે છે કે તે લોકો કેટલી સુંદર રીતે એક ઘરમાં સાથે રહે છે અને એકબીજાના ઉદાહરણ આપી એક ઘરમાં રહે છે પરંતુ વાસ્તવમાં સંયુક્ત કુટુંબમાં સંયુંક્ત્તા રહી નથી, સંપ રહ્યો નથી પણ  આપણી પરંપરાને કારણે જ સંયુક્ત કુટુંબ છે.

એક જ ઘરમાં ભાઈ-ભાઈને, દેરાણી-જેઠાણીને, નણંદ-ભોજાઈને, સાસુ-વહુને, માં-દીકરાને, બાપ-દીકરાને બનતું નથી. કોઈને કોઈ કારણસર ઘરમાં કાયમી ધોરણે ઝગડા થતા હોય છે. દેરાણી એ વસ્તુ લીધી તો મારા માટે કેમ ન લાવી? હવે હું પણ નહિ લાવું? અથવા હવે હું ફરવા જઈશ ત્યારે તેને નહિ કહું વગેરે. આ રીતે નાની-નાની વાતમાં ઝગડાની શરૂઆત થાય છે. કોઈ વાર ઘરમાં બાળકોના ભણતર, રમત માટે પણ ઝગડા થતા હોય છે તો કોઈ વખત વડીલને દેખરેખ માટે. અને ધીમે-ધીમે તો ઝગડવા માટેના કારણો શોધતા હોય છે. પરંતુ ઘરમાં રહેલ વડીલની ઈચ્છા, આર્થીક તકલીફ, અન્ય કોઈ મજબુરીથી જુદા રેહતા નહિ કે રહી શકતા નથી. અથવા ધંધા પણ સંયુક્ત હોય ત્યારે પણ. આવા કુટુંબો સંયુક્ત ચોકકસ જોવા મળે છે પરંતુ તેમાં સંપ/સંયુંક્ત્તા હોતી નથી. કોઈ અન્યને જણાવે છે તો કોઈ સમાજથી છુપાવે છે અને એટલે જ ઘરની બહાર નીકળે ત્યારે બનાવટી હસમુખા ચેહરા લઇને ફરવાની કોશિશ કરતા હોય છે અને પોતાને તેમજ બીજાને દીલાશા આપતા હોય છે કે ઘર હોય ત્યાં થોડું-ઘણું તો ચાલે રાખે, ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ ને? જયારે અમુક લોકો ઘરની બહાર કે ફોન પર ટીકા/ ઉગ્રતા વ્યક્ત કરતા હોય છે. ઘરમાં રહીને કાયમી અબોલા હોય છે ત્યારે એક સમજુ વર્ગ પણ છે જે વિચારે છે કે દુર/જુદા રેહ્વાથી પણ કાયમી બોલી સબંધ રાખી શકાય છે. વાસ્તવમાં આપણે ત્યાં સંયુક્ત કુટુંબપ્રથા છે પણ સંયુંક્તતા લુપ્ત થઇ ગઈ છે, ત્યારે સવાલ ઉદ્ભવે કે શું આ રીતે રેહવું જોઇએ?