Saturday, July 30, 2011

ઘડપણ

ઘડપણ. આ ઘડપણ આવતા જ અમુક માણસના મનમાં ડર આવે છે, હું શું કરીશ? મારા હાથ-પગ કામ કરતા બંધ થઇ જશે તો? મને કોઈ માંદગી આવશે તો? વગેરે વગેરે?અનિવાર્ય રીતે ઉમર થતા મોટાભાગના લોકોને વૃધાવસ્થા આવે છે પણ તેઓ તૈયાર નથી હોતા, ઘણા ને લાંબુ જીવવાની ઈચ્છા હોય છે પણ વૃદ્ધ થવું ગમતું નથી. કેટલાક દીર્ઘ આયુષ્યને વરદાન માને છે તો કોઈ તેને અભિશાપ માને છે.  આ ઉમરે તેને પ્રેમ અને હુંફની જરૃર હોય છે, કોઈ તેનો હાથ પકડે થોડો સમય તેની સાથે પસાર કરે તો તે રાજી થાય છે અને દુઆ આપે છે. પણ સામાન્ય રીતે જેમ  ઉમર વધતી જાય તેમ સાથે જીવેલા સગા-સબંધીની સંખ્યા ઓછી થતી જાય છે અને નવી પેઠી અને તેના સમવયસ્કોની સંખ્યા વધતી જાય છે ત્યારે તેમની સાથે તાલ મેળવવો એટલે ‘ડી.જે’ મા ગરબા રમવા જેવું થાય. વૃદ્ધ એકલા પડે ત્યારે એકલતાની લાગણી  મૃત્યુ કરતા પણ વિકરાળ બને છે.  ઘડપણ એટલે જૂની આંખે નવી પેઠી અને તેમની જીવનશૈલી જોવાની મજા. પણ આવી મજા ન માણી શકે એટલે એ બને છે સજા. ઘડપણમાં મા-બાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનની જોહુકમી વધતી જાય છે ત્યારે વૃધાશ્રમની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે, આપના માટે એક કલંક છે પણ તેનાથી પણ શરમ જનક એ છે કે ઘણા લોકો વડીલોને આશ્રમમાં નથી મોકલતા પણ ઘરમાં તેની હાલત દયનીય બનાવી દીધી છે. સમાજમાં સૌ ને એમ લાગે કે આ લોકો વડીલ ને રાખે છે પણ ખરેખર તો ઘરના સભ્યો જ જાણે કે તે કઈ રીતે રાખે છે.
ઘરમાં વડીલને મન ફાવે ત્યારે તેને અપમાનિત કરે, કોઈ સલાહ સુચન, સાચું માર્ગદર્શન આપે ત્યારે કહે તમને કોઈએ કઈ પુછ્યુ નથી તમે તમારું કામ કરો. ઘરમાં ચારદીવાલ વચે પૂરી રાખે છે. વારે-તેહવાર પણ બહાર દેવ દર્શન લઇ જવામાં તકલીફ પડે છે અને પોતે રાતે ૧૨-૧ વાગ્યા સુધી ક્લબમાં હરે-ફરે છે. મા-બાપને ઘરના ચોકીદર બનાવી દીધા છે. કેટલાક વૃધોની વાસ્તવિકતા----
(૧) દાદા-દાદી, પુત્ર-વહુ અને ૧ પોત્રથી ઘર ખુશ્ખુશાલ હતું. દાદા નિવૃત સરકારી કર્મચારી હતા અને સારી રીતે પૈસાની ગોઠવણ કરી હતી એટલે વ્યાજ પણ સારું મળી રેહતું. દીકરાને પણ સરકારી નોકરી હતી. વહુ પણ સાસુ-સસરાની સારી કાળજી રાખતી હતી. દાદા-દાદી માટે તો તેનો પોત્ર એટલે જીગરનો ટુકડો, તેના વગર ન ચાલે. તેને શાળાએ મુકવા-લેવાનું કામ દાદા પોતે જ કરતા. મા ગુસ્સો  કરે તો દાદા-દાદી તરત જ પોત્ર ને લાડ કરવા લાગે અને વહુને કહે ના બેટા હવે તે એવું નહિ કરે.સાથે હરવા-ફરવા પણ જતા પણ એક વાર દાદાની તબિયત બગડી અને ૨/૪ દિવસ દવાખાને રહ્યાબાદ તેને પોતાની જીન્દગી પરનો ભરોસો ઓછો થઇ ગયો, કહે હવે મારી જીન્દગીનો કઈ નક્કી નથી માટે પોતાના બધી જ માલ-મિલકત સંતાનને નામે કરી આપી. ૧/૨ મહિનામાં જ દીકરો-વહુના વ્યવહાર બદલી ગયા. મા-બાપને ધીકારવા લાગ્યા. પોતાના પુત્રને દાદા-દાદી પાસે પણ જવા ન દેતા. અને ધીમે ધીમે મા-બાપને જમવાનું દેવા માટે પણ ઉપકાર કરવા લાગ્યા, ૫/૧૦ રૂપિયા વાપરે તો પણ કહે કે તમારો હાથ બહુ છુટો છે, થોડો ખર્ચ ઓછો કરો અને મા-બાપ કઈ કહે તો જુદા થવાની ધમકી. જો પૈસા હોત તો મા-બાપ પોતે દીકરા-વહુને ત્યાંથી જુદા થઇ શક્ત અથવા તેને કહી શક્ત. શારીરિક અને આર્થિક બને મુશ્કેલી આવી.અને અંતે મા-બાપે પોતાનું ઘર જે હવે દીકરાનું ઘર છે ત્યાંથી જુદા થવાનું નકી કર્યું અને અત્યારે તે વૃધાશ્રમમાં રહે છે. તે વિચારે છે પૈસા ન આપ્યા હોત તો? અમને શું પૈસા માટે જ રાખતા હતા? મા-બાપ વિચારે છે આવા સંતાન પેદા કરવા તેના કરતા અનાથાશ્રમના બાળકોને દતક લીધા હોત તો? સંતાન માટે મેહનત પસીનો એક કર્યા તેના કરતા કોઈ સેવા કર્યામા વાપર્યા હોત તો? સંતાને શું આપ્યું?તેની પાસેથી પૈસા નહોતા જોઈતા, માત્ર પ્રેમ અને આશ્રય, આવા સંતાન વૃધાશ્રમ્ માં મહિને ૧-૨ વાર આવી પ્રેમનો દેખાડો કરે છે. ક્યાં યહી પ્યારે હૈ?
(૨) એક વૃદ્ધ દંપતી હતું, સંતાનમાં બે પુત્ર હતા. મા-બાપે ખુન-પસીનો એક કરી બનેને સારું ભણાવ્યા. પિતાને સરકારી નોકરી હતી, સારો હોદો હતો પરંતુ પિતા નામું લખીને પણ પોતાની આવક વધારવા પ્રય્તન કરતા કે જેથી સંતાનના ભણતર, તેમની જરૂરીયાત સારી રીતે સંતોષી શકાય. આજે બને પુત્રો પોતાના પગભર છે, એક ખાનગી કંપનીમાં છે તો એકને પોતાનો સ્વતંત્ર વ્યવસાય છે. સુખી કુટુંબ હતુ, ધામધુમથી બને દીકરાના લગ્ન પણ કરવામાં આવ્યા. વહુ પણ સારી હતી અને સૌ રાજી-ખુશીથી રેહતા હતા પણ વહુ કોઈના કેહવામાં આવી ગઈ કે બા-બાપુજી જીવતા જ ભાગ પાડી દેવા જોઈએ, જીવનનો શું ભરોસો, મંદી અને મોંઘવારીના જમાનામાં એક આવકથી કઈ ન થાય, પપા જો ભાગ પાડીને પૈસા આપે દે તો ધંધો વધારી પણ શકાય વગેરે, વગેરે....અને અંતે રોજની માથાકૂટ ચાલુ થઇ ગઈ. માતા-પિતાએ નક્કી કર્યું કે બનેને જુદા કરી દેવા, પણ સંતાનોએ માતા-પિતાના પણ ભાગ પાડ્યા. ૧ મહિનો મા મોટા પુત્ર સાથે રહે તો ૧ મહિનો પિતા. ત્યારે મા-બાપ વિચારે છે આપને જ તેઓ નાના હતા ત્યારે વાર ફરતી વારો તેવી રીતે જ બધી વસ્તુ રમવા આપતા તેના બદલે જો બંનેને સાથે જ એક રમકડું રમતા શીખડાવ્યુ હોત તો આજે આપને સાથે હોત.
(૩) એક વૃદ્ધ મા વૃધાશ્રમમા ૨ વર્ષથી રેહતી હતી, તેનો પતિ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. દીકરી તેના ઘરે સુખી હતી અને દીકરો બેકાર હતો. તે બાપ કમાઈનો બાબુડો બનવા ઈચ્છતો હતો પણ મા-બાપે તેને કહ્યું કે તું મેહનત કર અમે તને મદદ કરીશું પણ તને દારૂ, છોકરી સાથે ફરવું, રાતે મોડે સુધી રખડવું વગેરે.માટે પૈસા નથી આપી. એને પોતાની રીતે જ છોકરી પસંદ કરી લગ્ન પણ કરી લીધા. છોકરી પણ તેના જેવી જ નાસમજ હતી. તેના પતિને ચિંતામાં જ એટેક આવી ગયો અને નિધન પામ્યા. માં પાસેથી તેનો દીકરો પૈસા માટે માથાકૂટ કરતો અને ક્યારેક મારી પણ રેહ્તો એટલે મા એ વૃધાશ્રામમાં જવાનું નક્કી કર્યું પરંતુ ત્યાં પણ દીકરો શાંતિથી રેહવા ન દેતો, વારંવાર આવીને પૈસા માંગતો અને માજી દર મહિને પૈસા ન આપે તો પોતે મરી જશે અને તે માટે પોતાની મા ને જવાબદાર ગણશે તેવી ધમકી આપવા લાગ્યો. મા એ કહ્યું બેટા મારા માટે તો તું ક્યારનો મૃત્યુ પામ્યો છે, તારા સંતાન માટે તને જીવ બળે છે તેમ અમે પણ જીવ બાળ્યો છે. અમે પણ શરીર ઘસ્યું છે અને ઘસી છી પણ આ ઉમરે અમારી સાથે તું જે વ્યવહાર કરે છે તે સાચું-ખોટું તું વૃદ્ધ બનીશ ત્યારે ખબર પડશે.  અને કહેને છોરૂ કછોરું થાય પણ માવતાર ન થાય, વિચાર્યું કે પોતાના જીવતા પોતાના ખૂનનું મોત કેવી રીતે જોઈ શકાય?અને ત્યારથી તે દર મહિને ત્યાં આવી પૈસા લઇ જતો. કોઈએ કહ્યું તમારે તેને પૈસા આપવા જ છે તો શા માટે એક સાથે નથી આપી દેતા? ત્યારે મા કહે છે હું એક સાથે આપીશ તો તે દર મહિને અહી નહી આવે અને તો મોઢું જોયા વગર મને ન ચાલે. તેનું મોઢું જોવ તો મારો મહિનો પસાર થઇ શકે છે અને હું રાહ જોવ છુ કે આ મહિનો ફરી ક્યારે પુરો થશે. એટલે દર મહિને આપુ છુ .ક્યાં યહી પ્યાર હૈ?


(૪) વૃધાશ્રમમાં કાકા-કાકી તરીકે જાણીતા એવા દંપતી ૧૦ વર્ષથી અહી રેહતા હતા, તેમની શારરિક શક્તિ સારી હોવાથી તે આશ્રમમાં પોતાનું કામ જાતે જ કરતા અને અન્યને મદદ પણ કરતા. કોઈની તબિયત સારી ન હોય કે બીજું કઈ પણ તે બને બધાને સહરારૂપ બનતા. દીકરા-વહુ અને દીકરી-જમાઈ પોતાની બધી મિલકત પોતાની કરાવી લીધી હતી, તેમને કોઈ અફસોસ ન હતો કારણ કે તે માનતા કે અહીનું કર્યું અહી જ ભજવવું પડે છે. કદાચ આપને ક્યારેક કઈ ખોટું કર્યું હશે એટલે આપને અહી છીએ પણ તેનો કારણ એ પણ હોય શકે કે આપને બીજાના એકલતા દુર કરવા માટે ભગવાને અહી મોકલ્યા હોય એટલે નીસ્વાર્થપણે સેવા કરતા. આવા આશ્રમમાં ઘણા લોકો દાન કરતા, કોઈ વારે-તેહવાર તેમની સાથે ઉજવવા આવતા અને આ લોકોને ખુશ કરવા પ્રયત્ન કરતા. ક્યારેક કોઈ શાળા-કોલેજના વિદ્યાર્થી પણ આવતા અને એક વખત અનાયસે તે જ આશ્રમમાં તેમનો પોત્ર પણ આવ્યો. તે પોતાના દાદા-દાદીને ઓળખતો  ન હતો પણ ૧ દિવસ તેમની સાથે વિતાવતા અને વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે આ તો મારા દાદા દાદી છે. તે દિવસે ઘરે જઈને તેને પોતાના માતા-પિતાને કહ્યું કે હું દાદા દાદીને મળ્યો હતો, તેમના દીકરા-વહુથી દુર ત્યાં રેહવાનું તેમને દુખ થતું હતું એટલે મે કહ્યું કે ચિંતા ન કરો થોડા જ સમયમાં મમ્મી-પાપા પણ અહી જ આવવાના છે, હું તમારું નામ લખાવતો આવ્યો છુ કારણ કે મારા લગ્ન થશે એટલે તમારે પણ ત્યાં જવું જ પડશે. ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને આશ્રમમાંથી મા-બાપને ઘરે લઇ આવે છે.

(૫) ઘરનું નામ ‘રઘુકુલ’ રાખેલ હતું, (‘રઘુકુલ પ્રીત સદા ચાલી આઈ), સંતાનમાં ૨ દીકરા ને ૧ દીકરી હતી. ત્રણેયને સારું ભણાવ્યા, લગ્ન કરાવ્યા. પારકી દીકરી ઘરમાં આવે ત્યારે તેના રીત-રીવાજો અને વિચારો જુદા હોવાના જ અને અહી તો બે વહુ હતી. વાતેવાતમાં બનેને ઝગડો થતો, તું આમ કરે છે અને તું આમ કરે છે. તને બા કઈ નથી કેહતા મને જ કહે છે, બા તેમના નાના દીકરાને જ રાખે છે અમને નથી રાખતા . અરે!બા-બાપુજીના મનમાં તો બને સરખા જ હતા, હા એવું બને કે ક્યારેક કોઈ વસ્તુ કોઈ માટે લાવી તો બીજા માટે તેને ઉપયોગી, તેના માપની ન હોય તો ન લાવે પણ તેમાં મતભેદ/મનભેદ ન હતા. પણ આ વહુએ તેમના વરને પણ એવું બધું કહ્યું કે દીકરા એકબીજા સાથે ઝગડવા લાગ્યા.અને અંતે તેઓ જુદા થાય. એક દીકરો જુદો થયો તો બીજો કહે હું પણ જુદો જ રહીશ, શા માટે હું એકલો મા-બાપની સેવા કરું, હું સાથે રહીશ તો બધી જવાબદારી મારે જ આવશે એટલે તે પણ જુદો થયો. અહમ હતો કે અમે અમારો ધંધો કરીશું પણ કઈ ન થયું, મહેનત વગર કઈ ન થાય. ઘણા પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા. મા-બાપ બને બીમાર હતા પણ તેની પરવા ન હતી, ચોખી વાત હતી કે પૈસા આપો તો જ આવી, દીકરી-જમાઈ ધ્યાન રાખે તો કેહતા કે સ્વાર્થી છે, પૈસા માટે જ રાખે છે. પણ જમાઈ સારો એટલે કઈ ન બોલતો. મા બીમાર પડી, બે માંથી એક પણ વહુ સેવા કરવા ન આવી અને આવે ત્યારે કઈ બહાને ઝગડા કરતા જાય. જો બાપે પૈસા આપ્યા હોત તો તેમને રસ્તે રખડતા મૂકી દેત એટલે બાપે સમજીને ભાગ પડી દીધા પણ તો પણ મને આ ન આપ્યું અને તે આપ્યું. મા મૃત્યુ પામી અને પિતા પણ બીમાર હતા ત્યારે  કોઈ દીકરો તેની ઘરે લઇ જવા તૈયાર ન હતા અને સબંધીના સમજવાથી ૧ દીકરા એ ૨ મહિના પિતાને પોતાને ઘરે રાખ્યા પણ તેના પણ પૈસા લીધા. એટલું જ નહિ કોઈ ખબર કાઢવા આવે તો મેહમાન જતા ચા-નાસ્તા ના ૧૦-૧૫ રૂપિયા પણ લઇ લેતા. અને આવા દીકરા અંગે સમાજને પણ ખબર છે કે મા-બાપ સાથે તેમના કેવા સબંધ હતા,છતા તેમના મોત બાદ મગરમછ આંસુ વહાવ્યા, હિંદુ રીત-રીવાજ પ્રમાણે વિધિ કરી. અને પિતૃને પાણી પણ યાદ કરીને તિથી પ્રમાણે પીવડાવતા. પણ તેને કોણ સમજાવે કે જીવતા મા-બાપને પાણી ન પીવડાવ્યું અને હવે પીપળે પાણી પીવડાવવાથી શું થાય? અને પિતૃ એટલે આપના વડીલ, માતા-પિતા શું તે તેના સંતાનનું અહિત ઈચ્છે? ઘડપણમા ઘડ-ઘડ થતા મા-બાપ પ્રાણ છોડી ચાલ્યા ગયા પણ પ્રેમથી પાણી પણ ન મળ્યું.
મા-બાપને ૨ સંતાન હોય કે વધારે પણ તે પોતાનો જીવ રેડી દે છે. મા રવિવાર હોય કે સોમવાર, બધા દિવસો સરખા જ માને છે. પોતાના સંતાનો  સુખ સગવડ ભોગવે તેમ ઈચ્છતા હોય છે. પોતે કોરી રોટલી ખાયને ઘી વાળી રોટલી ખવડાવે. ૫૦૦૦ ને આવકમાં ૫૦૦૦૦ની લોન લઇ પુત્રને ભણાવશે. દીકરા-દીકરી નાના હોય ત્યારે કોઈને ત્યા પ્રસંગ હોય ત્યારે તેમને પણ સાથે લઇ જાય, ઘરે કોઈ વડીલને પાસે રાખવા ઈચ્છતા નથી કહે કે અમે હરી-ફરી ને તે ઘરમાં રહે અમને ન ગમે? તેમના માટે લંગોટ, ગોદડીનો એક બેગ લઈને ફરે, ત્યાં પી-છી કરે તેની પરવા ના કરે . સંતાન મોટા થતા તેમને ભણવા-ગણવા માટે સમયવાર ભૂલી જાય, મા-બાપ પોતાનાન સંતાનને પોતાના પ્રતીનિધિ ગણે છે પણ આ સંતાનો પ્રતીકરતા બને છે. ઘરમાં કોઈ નાની-મોટી વસ્તુ ખરીદવાની હોય તેને સાથે લઇ જાય, તેની ઈચ્છા મુજબની ખરીદી કરે પણ મોટા થતા આ સંતાનનો ઘરમાં વસ્તુ આવે ત્યારે કહે આ લીધું છે. અહી ખરીદી કરી તેનો વિરોધ નથી હોતો પણ.. સંતાનો ફ્રેમ ઉપર અને આલ્બમમાં જુદા જુદા વૃધાશ્રમ બતાળે છે, તેની સગવડતા ને વિશેષતા દેખાડે છે અને કોઈ એક પસંદ કરવાનું કહે છે.  જિંદગીના છેલા દિવસોમાં જયારે સ્વજનોની હુંફ ઈચ્છતા હોય ત્યારે વૃધાશ્રમના દરવાજા ખોલી આપે છે. અને અસંખ્ય વૃધો એકલવાયું જીવન જીવે છે. ઘણી સંસ્થા કાર્યરત છે અને બીજી ઘણી સંસ્થાઓ વૃધાશ્રમ ચાલુ કરવા વિચારી રહી છે. તેમને  મદદ કરવા અનેક દાતા હાજર છે. જયારે દીકરા તરછોડે છે ત્યારે આવા આશ્રમ સહારો બને છે પણ તેનું નામ પણ કેવું-‘દીકરાનું ઘર’! દીકરા વગરનું ઘર ન હોય શકે? એકવાર દીકરાના ઘરમાંથી બહાર નીકળ્યા અને ફરી ‘દીકરાના ઘર’મા રેહવાનું?

આપણે કહીને વૃધાશ્રમ આજના સમયનું કલંક છે, સાચી વાત છે પણ એક જ ઘરમાં એક જ છત નીચે અપમાન, અન્યાયથી વડીલને રાખવા તેના કરતા વૃધાશ્રામમાં રાખવા હિતાવહ છે. ત્યાં તેમની જ ઉમરનાનો સાથ હશે, જમવા-રેહવાની સારી વ્યવસ્થા હશે, વારે-તેહ્વારે પ્રસંગ ઉજવી શકશે, હસી શકે છે. પોતાના ચેહરા પર નકલી સ્મિતને બદલે અસલી સ્મિત આવી શકે છે અને આ લોકોની સેવા માટે અનેક લોકો હાજર હોય છે.

Wednesday, July 27, 2011

નોકર કે દીકરો?


 
દુનિયામાં ખુબ ઓછા માં-બાપને સંતાનનો પ્રેમ મળે છે અને તે રીતે ખુબ ઓછા સંતાનને માં-બાપનો પ્રેમ મળે છે. આજે દિન-પ્રતિદિન વૃધાશ્રમની સંખ્યામાં વધારો થાય છે, સયુંકત કુટુંબપ્રથા ઓછી જોવા મળે છે. શહેરમાં ઊંચા બિલ્ડીંગની સંખ્યા વધતી જાય છે, સ્વંતંત્ર રેહવાનું વધારે ગમે છે. કોઈને વડીલોના વિચારો, તેમનો અભિપ્રાય લોવો ઉચિત નથી લાગતો, તેમની સેવા કરવી નથી ગમતી તો વડીલો પણ નવી જનરેશન સાથે તાલ મેળવી શક્તિ નથી. કરોડપતિ માં-બાપ કે તેમના સંતાન જુદા રહે છે, માત્ર દેખાવના સબંધ હોય છે. માં-બાપ બીમાર પડે તો ઘરમાં એક આયા રાખી લે છે, દીકરાને ગાડી હોય તો પણ તેને માં-બાપને સાથે લઇ જવા માટે સમય નથી, સાથે લઇ જવામાં શરમ આવે છે અને માં-બાપ દવાખાને પણ રિક્ષામાં જાય છે. માત્ર ઓપચારિક ફોન દ્વારા કઈ દે, તમારું ધ્યાન રાખજો, દવા સમયસર લઇ લેજો વગેરે, વગેરે. પરંતુ દુનિયામાં એવા પણ છે જેની સાથે લોહીની સગાઇ નથી છતાં લોહી રેડી દે છે, દિવસ-રાત જોતા નથી.આવી વાત છે એક પ્રસિદ્ધ વેપારીની

૨૫-૨૬ વર્ષથી ફરસાણના વેપારી એવા સુશીલભાઈ જેને સૌ કોઈ સુશીલબાપા તરીકે બોલાવતા. તેમના પત્ની સુશીલાબેન જે વૈષ્ણવધર્મમાં ખુબ શ્રધા ધરાવતા અને ચુસ્ત વૈષ્ણવ હતા. સંતાનમાં દીકરી હતી. જીન્દીગીની શરૂઆતમાં પૈસાની સગવડતા હતી છતાં પણ દરેક દીકરીને સારા કપડા-ભણતર આપ્યા. ભગવાન મેહનત કરનારની સામે જોવે છે, ધંધો સારો ચાલવા લાગ્યો અને જેમ જેમ ધંધો વધતા ગયા તેમ નોકર પણ રાખ્યા. શરૂઆતમાં એક નોકર આશિષ રાખ્યો જે માલ બનાવવાનું કામ કરતો અને દુકાન પણ સંભાળતો. તેને રેહવાનું અને જમવાની વ્યસ્થા પણ શેઠને ત્યાં હતી. ઘર મોટું હતું પણ તે નાની એવી રૂમમાં સુઈ જતા. વારાફરતી દીકરીના લગ્ન થઇ ગયા અને દીકરીઓ પણ નોકરને હમેશા ભાઈ કહીને બોલાવતી, તેનાથી નાની ઉમર હોય છતાં પણ ક્યારેય તેને નામથી બોલાવતા. તે નોકર પણ બહેનની જેમ તેમને રાખતો, તેમના સંતાન આવે તો તેમને રમાડે-ખવડાવે અને સંતાનો પણ તેમને મામા કહે. નોકરના પણ લગ્ન થયા, સુશીલાબહેનની તબિયત થોડી થોડી ખરાબ રેહતી એટલે આશિષ તેની પત્નીને પણ ત્યાં લઇ આવ્યો, તે ઘરના બધા કામ કરે, રસોઈ-કપડા વગેરે. બાપા આશિષ અને તેની પત્નીને ખુબ સારી રીતે રાખતા, કોઈ રકજક કે માથાકૂટ ના કરતા, આશિષનો ખોરાક વધારે હોય તેના માટે રસોઈ વધારે બનતી પણ ક્યારેય શેઠ-શેઠાણીએ  તેનો હિસાબ કર્યો હતો કે તેના પગાર કરતા આપણને તેનું જમવાનું મોંઘુ પડે.આશિષ ઘરમાં કઈ નવી વસ્તુ લેવાની હોય, ખરીદી કરવાની હોય તો જ્યાંથી કહે ત્યાંથી લઇ આવે અને ચોખો હિસાબ આપી દે. ક્યારેય પૈસાની જરૂર હોય તો ઉછીના લે અને સમયસર તે પાછા આપી પણ દે. તેના દેશમાં જાય તો પણ ત્યાંથી ફોન કરે રાખે અને સમાચાર પૂછે.બાપાને કદી બીજા કોઈ નોકરની જરૂર પડી નહિ કારણ કે આશિષ ખોટી રજા રાખતો, અને ગમે એટલું કામ હોય કરે રાખતો.અને ફરસાણ પણ કાયમ સારી ગુણવતાવાળું, ક્યારેય કોઈની ફરિયાદ આવે કે આજે સારું હતું, ભાવ પણ એકદમ વાજબી રાખે. વારે-તેહવાર પર તો ઘરાકની લાંબી લાઈન હોય છતાં એકલા હાથે સાંભળી લે, બાપા માત્ર પૈસા લેવાનું કામ કરે અને તે માલ જોખે અને ભરે. એક નામના મેળવી હતી કે માણસો ગમે તેટલી વાર લાગે તો પણ ત્યાંથી ફરસાણ લેવાનું પસંદ કરે. શહેરમાં રેહવાનું હોવાથી તેના અહી - મિત્રો પણ થઇ ગયા હતા અને તેમની પાસેથી કે બહેન અને જમાય પાસેથી તે નવું-નવું શીખવાની કોશિશ કરતો જેમકે, ફોન કેમ વાપરવો, વાહન ચલાવવું વગેરે. અને તેને શીખવાની ધગસ હોય ઝડપી બધું શીખી પણ જતો.તેની વહુ પણ સારી હતી અને જયારે દીકરી આવે ત્યારે ઘરમાં ભાભી રાખે તેના કરતા પણ તેમને સવાયું રાખતી. આશિષને ત્યાં પણ એક પુત્રનો જન્મ થયો અને શેઠ તેમના માટે પણ તેટલો પ્રેમ રાખે જેટલો એક દાદા પોતાના પોત્ર  માટે રાખે, તેને રમકડા લઇ દે, ફરવા લઇ જાય, વગેરે વગેરે. શેઠને ભજન મંડળીમાં ગાવા-વગાડવાનો શોખ એટલે ઘણી વખત રાતે જાય તો આશિષ તે આવે ત્યાં સુધી જાગે, ઘણી વખત તેમને રાતે લેવા પણ જાય. સમાજના ઘણા પૂછે કે તમારો પુત્ર છે? ત્યારે બાપા કેહતા કે પુત્ર નથી પણ તેનાથી વિશેષ છે. શેઠાણી બીમાર પડ્યા, પથારીવશ થઇ ગયા. પથારીમાં ઘણી વખત કપડા બગડી જાય તો પણ બને ખુબ સારી રીતે સેવા કરતા, કોઈ વાર શરમ કે ચીડ કરી નથી. અરે,,,,,તેમને બે હાથે ઊંચકી તેમને બાથરૂમમ લઇને નવડાવી પણ દે, જમાડી પણ દે. સમયસર યાદ કરીને દવા આપી દે. દીકરી તો તેમના સંસારમાં ગોઠવાયેલી હોય વારેવારે કેવી રીતે આવી શકે? દીકરીનો બને જગ્યાએ જીવ હોય પણ તે લાચાર બની ગઈ હોય છે. ત્યારે તે ભગવાનને પ્રણામ કરે છે કે ભગવાન તે દીકરો આપ્યો તે સારું હતું કારણ કે દીકરો હોત તો આવી સેવા કદાચ કરત, તમે સાચા રાહદારી છો.

શેઠાણીની રીતે વર્ષ સેવા કરી, શેઠાણીએ  ધર્મમાં ખુબ માનતા પણ સમયઃ પ્રમાણે તેને પોતાના ધર્મમા પણ બાંધછોડ કરી. બાપાની તબિયત સારી હતી, કોઈ બીમારી હતી પણ કહે છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી, અચાનક એક દિવસ છાતીમાં દુખવા લાગ્યું, દવાખાને લઇ ગયા.આશિષે બધાને ફોન કરી બોલાવી લીધા અને બધા દવાખાને હાજર થઇ ગયા. બે દિવસ દવાખાને રહ્યા પણ બાપનું આયુષ્ય પૂરું થઇ ગયું, ધાર્મિક ક્રિયા-વર્ષીને બધું પૂરું થાય તે પેહલા બા પણ મૃત્યુ પામ્યા. બધાએ સાથે મળી તેમની પાછળની બધી ક્રિયા કરી અને આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરતા હતા. શેઠ-શેઠાણી હતા ત્યાં સુધી ધંધો હતો અને ત્યારબાદ કોઈ દીકરો હોત તો શાયદ ચાલુ રાખત પણ હવે શું? દીકરીને તો પોતાના ઘરે સારું હતું અને એવી કોઈ જરૂર હતી ઉપરાંત પોતાના નોકરી-ધંધામાંથી કોઈ ધંધો સાંભળી શકે તેમ હતું. એટલે પૂરી શાખ સાખ સાથે ધંધો બીજાને સોપી દીધો. બહેનો થોડા-થોડા દિવસે -બાપુજીને મળવા આવતી પણ હવે ઘરે આવે તો કોના માટે, ત્યાં હતું કોણ તો આવે? એટલે ઘરમાં જે કઈ વસ્તુ હતી તેમાંથી જેને જે વસ્તુની જરૂર હતી તે પોતાના ઘરે લઇ ગયા અને વધારાની વસ્તુનો નિકાલ કર્યો. સંપત્તિમાંથી વિલ પ્રમાણે બધાના ભાગ પડી ગયા, અલબત કોઈ બહેનોને ભાગમાં રસ હતો, ભાગલામાં પણ દુખ થતું હતું પણ હકીકત સ્વીકારવી હતી. બાપુજી નોકરનો પણ ભાગ રાખ્યો હતો, જે તેને આપ્યો. આશિષ અને તેનું કુટુંબ તેના દેશ ચાલી ગયું, બધી બહેનો પોતાના ઘરે પોતાના સંસારમાં પછી ગોઠવાઈ ગઈ. આશિષે પોતાના દેશમાં ધંધો સારું કર્યો, તે નામ દુકાનનું રાખ્યું અને ત્યાં પણ પોતાના મા-બાપની સાથે શેઠ-શેઠાણીના ફોટા રાખ્યા અને ભગવાનની જેમ રોજ તેમના પણ દર્શન કરી દિવસની શરુઆત કરતા. થોડા થોડા સમય પર બધી બહેનોને ફોન દ્વારા સમાચાર પૂછે, શહેર આવે ત્યારે મળે. એટલું નહિ બા-બાપુજીની તિથી પર તે સારું ધાર્મિક કામ/દાન પણ કરે. આજે તેમનો ધંધો એટલી હદે ચાલે છે કે તેમને ઘરનું ઘર છે, ગાડી છે, દીકરો સારી શાળામાં ભણે છે અને હોશિયાર પણ છે. આજે તે સૌને કહે છે કે આજે હું જે કઈ પણ છુ તે મારા શેઠ-શેઠાણી ના આશીર્વાદ છે.
 
ખરેખર, જમાનમાં જયારે દીકરા મા-બાપને તરછોડે છે, તેમને જીવતા પણ પગે નથી લાગતા, વૃધાશ્રામમાં મૂકી આવે છે તો ઘણા ઘરમાં તેમને નિરાધાર બનાવી દે છે ત્યારે ઘણા વડીલને સાંભળ્યા છે કે દીકરા હોત તો સારું હોત, દિવસો તો જોવા પડત. પણ ભગવાન આવા દીકરા પણ આપે છે જેની સાથે લોહીનો સબંધ નથી પણ જીવ આપી જાણે છે.