Wednesday, February 17, 2016

વિચારબિંદુ-૧૭


મંદિરમાં ચરણપાદુકા પેહરીને જવાની પરવાનગી કોઈ પણ ધાર્મિક સ્થળે હોતી નથી ઉપરાંત ત્યાં બોર્ડ પણ મારવાની જરૂર નથી હોતી કે બુટ-ચંપલ બહાર ઉતારો. તેમ છતા તમામ સામાજિક પ્રાણી બુટ-ચંપલ ઉતારીને જ અંદર પ્રવેશે  છે. બાળકોને પણ વડીલ ખાસ સલાહ આપે છે કે જે-જે ભગવાન પાસે/મંદિરમાં બુટ-ચંપલ પેહરીને ન જવાય, બહાર ઉતારીને જ દર્શન કરવા જવાય. પરંતુ શા માટે એવું? મંદિરમાં ભગવાન ના પાડે? ભગવાન ગુસ્સે થાય? ના....વાસ્તવમાં મંદિરને પવિત્ર જગ્યા ગણવામાં આવે છે, ખુલ્લા પગે જવાથી ચરણ પદુકાથી મસ્તક સુધી પવિત્ર ભુમીનો એહસાસ થાય, શાંતિ અનુભવાય અને આવા અનેક ધાર્મિક/સાત્વિક કારણથી પાદુકા પેહરી મંદિરમાં પ્રવેશ ન કરાય. ચરણથી લઇ મસ્તક સુધી રોમ રોમમાં તેનો એહસાસ થાય તે માટે આવી પરંપરા નિભાવવામાં આવે છે.

પરંતુ ૭૦/૮૦ લોકો એવું સમજે છે કે બુટ-ચંપલ ગંદા હોય એટલે ન જવાય. કોઈ માણસ માઇલો દુરથી પોતાની મન્નત પૂર્ણ કરવા ચાલીને જાય છે, કોઈ મનુષ્ય ઘર/ઓફીસથી મંદિર નજદીક હોય તો પણ પાદુકા પેહરવાને બદલે ખુલ્લા પગે દર્શનાથે જાય છે તેમ છતા પણ ચરણોને સાફ કરવામાં નથી આવતા. શું તે ગંદા ના હોય? બુટ-ચંપલ જ ગંદા થાય? ભારતમાં અમદાવાદમાં ભગવદ ગીતા મંદિરમાં પ્રવેશતા જ પાણીની પાળ જેવું છે તેમાંથી જ પસાર થઇ મંદિર તરફ જઈ શકાય, મતલબ ચરણો સાફ થઇ જાય. મંદિરમાં જવા માટે સાફ દિલની જરૂર છે, ખૂન કરી/ગુનો કરી/ભૂલ કરી/ચોરી કરી માફી માંગવા મંદિરમાં જવાનો કોઈ અર્થ નથી.

કોઈ બાળક જોડા પેહરી મંદિરમાં ચાલ્યો જાય ત્યારે તેના પર ગુસ્સે થવાની જરૂર નથી, તે નિ:સ્વાર્થ ભાવે મંદિરમાં જાય છે, તે નાદાન છે, નિર્દોષ છે. ભગવાન પાસે કઈ માંગતો પણ નથી એ તો વડીલ જ તેમને ભગવાન પાસે માંગતા શીખવે છે. બેટા ભગવાનને કહે ‘મને ડાહ્યો ડાહ્યો કરી દે જો’ વગેરે વગેરે...તેમને ભગવાનની મૂર્તિ દેખાડો, શ્લોક શીખવો, નાનપણથી જ ભગવાન આગળ બે હાથ જોડી વગર મેહનતે ઈચ્છા પૂરી થાય એવું ન શીખવો. બાળકને હોશિયાર ડાહ્યો બનાવવા વડીલોએ મેહનત કરવી પડે, ભગવાને નહિ. બાળકનું મન નિખાલસ છે તેને નીખાલસ પણે મંદિરમાં જવા દો. કોઈ અપંગ વ્યક્તિ વ્હીલચેરમાં/કેલીપરની સહાયતા લેતો હોય છે અને તે પેહરવા-કાઢવામાં ઘણી તકલીફ પડતી હોય છે. ભગવાનને ત્યા અમુક વાર-તેહવારે ભાવિકો ઉમટી પડ્યા હોય છે ત્યારે તે અપંગ ભાવિકને એવી ભીડમાં બુટ-ચંપલ ઉતારવા માટે મજબુર ન કરવા જોઈએ. ભગવાનને બસ સાચા દિલથી નમન કરવાનું હોય છે, નીતિ-નિયમો, રીત-રીવાજો તો અનેક છે શું બધાનું પાલન થાય છે?