Sunday, January 18, 2015

વિચારબિંદુ-૫


એક વડીલના શબ્દો “ અમે જ્યારે નાના હતા ત્યારે અમારી બા સગડી અને ચૂલા નો ઉપયોગ રસોઈ બનાવવા કરતી હતી, અને તેમાં બનાવેલ ખિચડીની મીઠાસ ખૂબ જ સરસ, અને યાદ આવતા મો માં પાણી આવી જાય અને સગડી પર ગરમ કરવા મુકેલ પાણી જે આજના આધુનિક સાધનો કરતાં પણ વધારે ગરમ થતું. અલબત તેમાં ઘણી વાર લગતી, કોલસા નાખવા પડતાં વગેરે વગેરે,, સમય બદલાતા ધીમે ધીમે પ્રાઇમસ આવ્યા, તેમાં રસોઈ કરવા કેરોસીનની જરૂર પડતી, કેરોસીન અન્ય કોઈ જગ્યાએ ઠોળાઇ નહીં તેની ખૂબ તકેદારી રાખવી પડતી, બાળકો તેને અડે નથી તેની કાળજી રાખવી પડતી. તેમાં પણ રસોઈ કરતાં કરતાં જો કેરોસીન ખાલી થઈ જાય તો બા મને કે બાપુજીને કેરોસીન લેવા મોકલે અને અમે લઇને આવી ત્યાર બાદ અધૂરી રસોઈ પૂરી થઈ. હવે એ સમય પસાર થઈ ગયો, સગડી, ચૂલા, પ્રાઇમસ ને સ્થાને ગેસ આવી ગયા. ગેસ આવતા રસોઈ કરવી જડપી બની, અને તેની સાથે જ કુકર વગેરે પણ બજારમાં મળવા લાગ્યા એટ્લે ઘણી આસાનીથી બા રસોઈ કરવા લાગી. 
બા તો હવે નથી રહી પરંતુ પત્ની અને વહુ હવે રસોઈ/વાનગી બનાવવા induction અને માઇક્રોવેવ વાપરતા થઈ ગયા. સમય જતાં વાર નથી લાગતી, એ વાતની ખુશી છે કે અમારો જન્મ અને મરણના સમયગાળામાં ઘણા સંશોધન થયા અને આવેલ પરિવર્તનને સ્વીકારેલ છે. સમય પ્રમાણે ચાલવું જ પડે અને જરૂરી પણ છે.


જેમ, આધુનિકતા આપણે જીવનમાં ઘણા ક્ષેત્રે સ્વીકારીએ છીએ તેમ સ્ત્રીને વિચારસરણી-રેહણીકરણીને પણ સ્વીકારવી જોઈએ. અગાઉના જ્માનામાં સ્ત્રી લાજ કાઢીને પણ ઘરના કામ કરતી, ધીમે ધીમે લાજ ને બદલે માત્ર સાડી માથે ઓઢીને કામ કરતી થઈ. તે યુગમા સ્ત્રી પર પુરુષનો ચહેરો પણ ન જોઈ શક્તિ પણ હવે ઘણાં ફેરફાર આવ્યા છે, કોઈ ઘરમાં હવે સ્ત્રી સાડી પહરે છે તો કોઈ પંજાબી કમીજ તો કોઈ કુર્તી અને પેન્ટ. તે જમાનામા સ્ત્રી માથે ઓઢીને પણ સરળતાથી કામ કરતી અને બાળકોને સાચવતી પણ હવે ઓઢણી પણ ઓઢવી નથી પડતી તો પણ ઘર અને બાળકો ને સાચવી નથી શક્તી પણ તેના માટે આજની પેઢી નહીં પરંતુ સમય જ જવાબદાર છે. મા-બાપ પેહલાના યુગમાં પુત્રીને ચણિયો બ્લાઉસ પહેરાવતા અને હવે પેન્ટ/સ્કર્ટ વગેરે તો આજની પેઢીને આરોપી ન ગણવા જોઈ. ઉપરાંત નવા નવા સંશોધન કરનાર પણ નવી પેઢી જ છે તો સ્ત્રીના પહરવેશ ને પણ સ્વીકારી લેવો જોઈએ અલબત સ્ત્રીનો પેહ્રરવેશ ઘર અને સમાજને શરમજનક ન હોવું જોઈએ

અગાઉના સમયમાં પુરુષને ખિચડી/પૂરી શાક પ્રિય હતા અને સાડી પેહરતી, ઘરને સાચવતી સ્ત્રી પસંદ હતી, આધુનિક યુગમાં પુરુષને pitza/બર્ગર ભાવે છે અને વેસ્ટરન કપડાં પેહરતી, કેરિયર આધારિત સ્ત્રી પસંદ છે. પણ સમય પ્રમાણે પરિવર્તન સ્વીકાર્ય હોવું જોઈએ. સંસ્કાર અને ધન વેડફાઇ નહીં તે સર્વે સમય પરિવર્તન સ્વીકાર્ય હોવા જોઈએ.