Sunday, September 1, 2013

રૂપિયાનું અવમુલ્યન

આપણા  દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. કોઈ વડિલની વર્ષો જૂની એટલે કે તેમના સમયમાં જે ભાવે વસ્તુ ખરીદતા તેના અનેકગણા ભાવ આજે થઇ ગયા છે. રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે .પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે ગરીબ . સામાન્ય માણસ માટે આજના યુગમાં બાળકોને ભણાવવા , ઘર-સંસાર ચલાવવો ખુબ મુશ્કેલ બની ગયું છે. થોડા વર્ષો પેહલા ચલણમાં 5,10,20 પૈસા હતા જે આજે ચલણ માં જ નથી તેમ થોડા સમયમાં રૂપિયાનું પણ અસ્તિત્વ  નહિ રહે તેવું પ્રવતમાન સ્થિતિને આધારે અનુમાન કરી શકાય.
 
ભારત દેશની  આર્થિક પરિસ્થિતિને આધારે  .....
 
 
આપણા  માટે શરમજનક છે પણ હકીકત દર્શાવતો ફોર્વર્ડેડ મેસેજ.


 

વિચારબિંદુ -2


દીકરો-દીકરીના ભેદભાવ એ આપણે સામાજિકપ્રાણી જ નક્કી કરીએ છીએ. અમુક કાર્યો/કામ માત્ર સ્ત્રી જ કરે અને અમુક કાર્ય માત્ર પુરુષવર્ગ જ કરે તે આપણા જ બનાવેલ નિયમ છે. આજના યુગમાં સ્ત્રીએ દરેક ક્ષેત્રે સંઘર્ષ સાથે પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને ભવિષ્યમાં પણ મેળવતી જ રેહશે તે માટે તે દ્રઢ છે.  પરંતુ આજની સ્ત્રી હવે આ સ્ત્રી-પુરુષ (દીકરા-દીકરી)ના  ભેદભાવને દુર કરવા પ્રયત્ન કરે છે. જેમકે, પેહલાના જમાનામાં સ્ત્રી સ્મશાને ન જતી, કોઈને કાંધ ન આપતી કારણ આપણો સમાજ એમ કેહ્તો કે સ્ત્રીએ આમ ન કરાય અને તેની પાછળ અનેક કારણો જણાવતા પણ આજની નારી હવે અગ્નિદાહ દેવા જાય છે, અંતિમક્રિયા પણ કરે છે આવા સમયે મીડિયામાં આવે છે કે દીકરી/સ્ત્રી એ દીકરા બની જવાબદારી નિભાવી વગેરે... (અહી સ્ત્રી વર્ગ મીડિયાનો આભાર કહે છે કે જેને કારણે અનેક સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ જાગ્રત બને કે સ્ત્રી પણ હિમતશાળી છે અને તે પણ દરેક ક્રિયા કરી શકે છે). તે  ઈચ્છે છે કે સમાજ એમ કહે કે દીકરી/સ્ત્રી પણ એ કરી જ શકે છે તેમાં દીકરા જેવી જવાબદારી નિભાવી તે ઉમેરવાની જરૂ નથી. તે આ ભેદભાવ દુર કરવા ઈચ્છે છે.

હિંદુ લગ્નવિધિમાં ફેરા સમયે એક ફેરો ભાઈનો ફેરો હોય છે, જેમાં ભાઈ હાજર રહે છે અને બહેનને આશીર્વાદ આપે છે પરંતુ આજના યુગમાં હવે ભાઈનો ફેરો માત્ર ભાઈ જ કરે તેવું નથી બહેન પણ કરે જ છે. આ સમયે મેહમાન કેહતા હોય છે કે બહેને ભાઈનો ફેરો કર્યો પણ હવેની નારી તે ઈચ્છે છે કે મેહમાન/સમાજ કહે કે બહેને તેનો ફેરો કર્યો . અમુક વર્ગ/સમાજ આ સ્વીકારતી નથી પણ આવનાર સમયમાં ચોક્કસ દરેક વર્ગ તે સ્વીકરવા લાગશે જ. એટલું જ નહિ પણ આપણે ત્યાં રક્ષાબંધનમાં બહેન ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે (રાખડી બાંધવાથી જ રક્ષા થાય તે જરૂરી નથી પરંતુ આપણે શરુ કરેલ એક તેહવાર છે) પરંતુ હવેની યુગમાં બહેને પણ એકબીજાને રાખડી બાંધવી જોઈએ ( ઘણા લોકો શોખથી બાંધતા જ હોય છે), જેમ બહેન ભાઈને બાંધવા સાસરે હોય તો ત્યાંથી કે બહારગામ હોય તો ત્યાંથી આ દિવસે તેને મળવા માટે આવતી હોય છે તે રીતે બહેનને બાંધવા પણ આ રીવાજ શરુ કરવો જોઈએ કારણ કે રક્ષાની જરૂર તો સૌ ને છે તો શા માટે માત્ર ભાઈને જ રાખડી બાંધવાની? આમ, આવા અનેક નિયમો, રીત-રીવાજ છે જેને દુર કરવાના છે અને તે માટે સૌ પ્રથમ સ્ત્રીવર્ગ આગળ આવે, જુના રીત-રીવાજો, નીતિ-નિયમો સ્વીકરવાને બદલે તેની સામે લડશે ત્યારે જ આ સમાજમાંથી દીકરા-દીકરીના ભેદભાવ દુર થશે.

વિવેકાનંદજીએ કહેલું ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો’....