Thursday, March 12, 2015

વિચારબિંદુ-૮

દીકરીનું ઘર કયું? તેની ચર્ચા ઘણા સ્મયથી થતી આવી છે પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી.દીકરી નાની હોય ત્યારે સગા-સબંધી સૌ કેહતા હોય સાસરે જઈશ એટ્લે ખબર પડશે અને દીકરી ત્યારે સાસરું એટલે શું એ ખ્યાલ જ ન હતો પણ બીજાનું ઘર એવું તે સમજે. પરંતુ જ્યારે તેની સગાઈ થાય ત્યારે સૌ કોઈ કેહવા લાગે તારે ઘરે બધા શું કરે છે? તારા ઘરમાં શું રીત-રિવાજ વગેરે... વગેરે... સામાન્ય રીતે આપણે ત્યાં સાસરું એ જ દીકરીનું ઘર તેવું કેહવાય છે. દીકરીના સગાઈ લગ્ન થાય ત્યારથી તે પણ મારા ઘરે આ રીત રિવાજ, મારા ઘરે આવજો, વગેરે... મતલબ તે પણ પોતાના સાસરને પોતાનું ઘર કેહવા લાગે છે.(નાનપણમાં જે બીજાનું ઘર સમજતા તે પોતાનું છે અને પોતાનું ઘર સમજતા તે પરાયું બની ગયું!!!!!!).પોતાના માવતરે કઈ સારા-ખરાબ પ્રસંગ હોય ત્યારે પણ તેના માં-બાપ કહે બેટા પેહલા તારું ઘર, ત્યાં કઈ તકલીફ ન પડે તે ધ્યાન રાખજે અને દીકરી પણ તે જ બાબત હમેશા ધ્યાન રાખે છે. પોતાના ઘરે પતિ, સાસુ-સસરા, નણદ, દેર-દેરાણી વગેરેની કાળજી રાખે છે, તેમની નાનામાં નાની જરૂરિયાત, આદતનો તેમનો ખ્યાલ હોય છે. સાસુ-સસરા પણ વહુને એમ જ સલાહ આપતા હોય કે આપના ઘરમાં આ જ નિયમ છે, આ જ શોભે, આવું જ સારું લાગે વગેરે...વગેરે....પરંતુ દીકરી/સ્ત્રીને ખ્યાલ નથી આવતો કે મારું ઘર ક્યારે મારું અને ક્યારે પરાયું ,,,,,,






(એક સત્ય હકીકત......)