Sunday, July 7, 2013

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય- શું તે હમેશા સત્ય છે?


આપને ત્યાં અનેક ઘરડા ઘર છે અને તેમાં રેહતા વડીલની સંખ્યામાં વધારો થતો જ જાય છે. જે માં-બાપ ૨૫-૩૦ વર્ષ દીકરાને મોટા કરે છે તેને જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને તેમને ઘરડા ઘરનો આશરો લેવો પડે છે.જયારે આવી વાત જાણવામાં આવે ત્યારે એમ થાય કે એવું શું થાય હશે કે તેમને ઘર છોડવું પડ્યું? શું તેઓ અને દીકરા-વહુ એકબીજા સાથે થોડું ઘણું પણ એડજષ્ટ ન કરી શકે કે માં-બાપ ચાલ્યા ગયાઆવા સંજોગોમાં પાડોશી તેમજ કુટુંબી દ્વારા હમેશા દીકરા-વહુને જ ગુનેગાર ગણવામાં આવે છે કે વહુને ગમતું ન હતું, તેને હરવા-ફરવા જોય, ફરવું ગમે પણ કામ કરવું ન ગમે વગેરે..દીકરો પણ હવે વહુનો થઇ ગયો છે. વહુ જેમ કહે તેમ કહે અને ઘણા બોલે હવે તો  કેહવાય કે ' દીકરો તો વહુ દોરે તેમ જાય, દીકરો પારકી થાપણ કેહવાય'. સમાજમાં હમેશા દીકરા-વહુ ખોટા અને ખરાબ હોય છે પણ શું આ સાચું હોય છે? દીકરા-વહુ જ જવાબદાર?

 માં-બાપે પણ જમાના પ્રમાણે થોડો ઘણો પોતાના રીત-રીવાજો, નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. સાસુ હમેશા વહુને કેહતી હોય કે અમે તો આમ કરતા, આટલું બધું કરતા અને તમારે તો હવે મશીન આવી ગયા છે, સ્વીચ પાડો ને કામ થયું અને ઘણી સાસુ આ જમાનામાં પણ એવો જ આગ્રહ રાખતી હોય છે કે મારી વહુ પણ આમ જ કરે. વહુ નોકરી કરતી હોય, આર્થિક સ્થિતિ સારી હોય છતાં પણ નવી જીવન શૈલી મુજબની ચીજ વસ્તુ ન ખરીદવા દે, પોતાનું જ વર્ચસ્વ ચલાવે ત્યારે વહુને દુ:ખ થાય સ્વાભાવીક છે છતાં પોતે ચલાવે રાખે છતાં સમાજમાં વહુને સંભાળવું પડે કે પેહલા તો બધું કામ જાતે જ કરતા પણ હવે કામવાળા રાખવા પડે છે અને તેના નખરા તો હાથ જોડાવે છે, પરંતુ વહુ 10-11 કલાકની નોકરી કરે છે સારો પગાર છે, તેની આગવી પ્રતિસ્થા છે અને સમય નથી રેહતો એટલે કામવાળા રાખવાનું કહે છે પણ તે ગૌણ બને છે . પણ શું દીકરાનો બાપ તેને કદી  સંભળાવે છે કે હું તારી ઉમરનો હતો ત્યારે જ ઘરની જવાબદારી મારી બની ગઈ હતી, નાના-મોટા બધા કામ હું જ કરતો, તારે તો માત્ર નોકરી/ વ્યાપાર  કરવાની છે અને ઘરમાં પૈસા આપવાના છે. તને છે ચિંતા બીલ ભરવાની કે વેરા ભરવાની? પ્રાઈવેટમાં ૧૨-૧૩ કલાકની નોકરી હોય ત્યારે દીકરા માટે આ બધું ખુબ મુશ્કેલ બની જાય છે. પરંતુ પિતા દ્વારા કદી આવું દીકરાને કેહવાતું નથી પરંતુ સાસુ દ્વારા હમેશા વહુને મેણા જ મળે. અને આવા સંજોગોમાં જો દીકરો વહુનો પક્ષ લે તો... નાના-મોટા ઝગડા. દીકરો વહુ બને સમજુ હતા અને સમજી ગયા કે આપને જ તેમની ઈચ્છા મુજબ ચાલવું પડશે, આ ઉમરે કઈ તેમને એકલા મુકાય નહિ, આપની ફરજ છે અને તેમ કરવું પણ યોગ્ય નથી. ગઢપણે  સ્વભાવ ન બદલે અને આપને જ બદલવું પડશે  અને ત્યારબાદ જયારે દીકરો-વહુ માફી માંગે, વાત પૂરી કરવા ઈચ્છતા હોય ત્યારે વડીલ બોલ્યા હશે..' છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય'. કોઈ જીદી અને ઘમંડી માં-બાપે જ આ કેહવત પડી હશે. કેહવાય છે ને - BOSS IS ALWAYS RIGHT . 

ગૌ શાળાની મુલાકાત


સામાન્ય રીતે આપણે આજુ-બાજુમાં જે જોઈએ તેને ધ્યાનમાં લેતા નથી, તેને જાણવાની કોશિશ કરતા નથી. આપણા ઘર પાસે ઉભેલ પશુને આપણે હટાવવા જ પ્રયાસ કરતા હોય છે. નાના હોય ત્યારે શાળા દરમ્યાન પશુ-પક્ષીના  લક્ષણ, આપણા માટે તેનું મહત્વ,  આપણને તે કઈ રીતે ઉપયોગી થાય છે તે શીખવવામાં આવતું પરંતુ આપણે તે માત્ર પરીક્ષા પૂરતું સીમિત રાખીને ભૂલી જાય છીએ. આપણા આંગણે કે ગલીમાં ઉભેલી ગાયને દિવસમાં બે વાર માત્ર એઠવાડ જ આપીએ છીએ. રસ્તા પર ફેકેલ કચરો, પ્લાસ્ટિક વગેરે તે આરોગતી હોય છે, તેનાથી અસંખ્ય ગાયોનું મોત પણ થયું છે. આપણે કદી વિચારતા નથી કે ગાયને આપણી માતા ગણવામાં આવે છે, તે આપણને દૂધ આપે છે તેને આપણે ઘાસચારો ન આપીએ તો કઈ નહિ પરંતુ રસ્તા પર ફેકેલ કચરો, કાગળ,પ્લાસ્ટિક વગેરે તે ન ખાય તે માટે રસ્તા પર ન ફેકવા જોઈએ અને તેનાથી રસ્તા પણ સ્વચ્છ રેહશે.

સ્ત્રીઓ વર્ષમાં એકવાર વ્રત કરી ગાયની પૂજા પણ કરે છે, તે દિવસે તેને બાજરો અને જુવાર આપશે પણ બીજે દિવસે તો ફરી તેને એ જ વધેલ જમવાનું!!! આપણે લોકો તો માત્ર મકરસંક્રાતિને દિવસે ગાય માટે માત્ર ફાળો લખાવીએ છીએ અને તે પણ આપના સ્વાર્થ માટે (આ દિવસે તો ગૌ દાન કરવું જ જોઈએ). પરંતુ અનેક એવી સંસ્થા છે જ્યાં ગાયને પાળવામાં આવે છે, તેની સેવા કરવામાં આવે છે, તેને સમયસર અન્ન મળે તેની વ્યવસ્થા પણ છે. આવી જ એક સંસ્થાની મુલાકાત આપણને આપની ભૂલ સમજાવે છે. નાની ગાયોનું ટોળું જોતા જ સૌરાષ્ટ્રવસીનું ગમતું ભજન છોટી છોટી.. છોટે છોટે... યાદ આવી જાય.  નાના બાળકના  ચહેરા જેવી જ માસુમીયત તેના ચહેરા પર પણ જોવા મળે છે. આવી જ થોડી તસવીરો.....
 
 





 

 

 

નસીબ


નસીબ 

હાથોકી લકીરો મેં લિખા હૈ જો નસીબો મેં,..........

દરેક વ્યક્તિ નસીબ લઈને જ દુનિયામાં આવે છે. કોઈના નસીબનું કોઈ લઇ શકતું નથી. માત્ર જરૂર છે એ નસીબને સ્વીકારવાની. સામાન્ય રીતે માનવી સવારે જાગે અને રાતે સુવે તેટલા સમયમાં પોતાની આસપાસના લોકોની, સબંધીની વાતો, ઈર્ષા કરતા હોય છે. પોતાના કરતા તે કેટલી રીતે સુખી છે તે જોઈ દુ:ખી થતા હોય છે. અને સામાન્ય રીતે સુખીની વ્યાખ્યા ભૌતિક સુખ-સગવડ જ ગણવામાં આવે છે, જેમ કે, તેની પાસે મોટરકાર-બંગલો છે, ઘરમાં પણ અનેક સારી વસ્તુ છે, અમારી પાસે નથી અને આવી ઘણી બધી બાબત હોય છે. શું જેની પાસે પૈસા-બંગલો વગેરે છે તે જ સુખી છે? શું તે સુખી છે? અને જેની પાસે આ બધું નથી પણ પ્રેમ છે તે દુ:ખી છે?કમનસીબ છે? શું તે સુખી નથી? માત્ર જરૂર છે પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની. આપની મંજિલ સુધી પહોંચવા આપણે સાચા-ખોટા અનેક વિકલ્પનો ઉપયોગ કરતા હોય છે, મંજિલ એક હોય છે અને રસ્તા ઘણા હોય છે. આપની તકદીર હાથમાં છે અને આપણે એમ કેહતા હોય છે કે હાથ ખાલી છે. નસીબને સદનસીબ બનાવવા મંજિલ સુધી પહોંચવા યાદ રાખવા જેવું છે.

THE PERFECT DAY/LIFE

GOING TO BED WITH A DREAM, WAKE UP WITH A PURPOSE. 

 ઉપરાંત આપણે હમેશા એવું આપણી નજરથી જ નહિ પણ અન્યની નજરથી જોવું જોઇએ. અને એટલે જ....
એવું ક્યારેય ન માનતા કે તમને જે કઈ મળ્યું છે તે તમારી આવડત, હોંશિયારી કે ચાલાકીથી મળ્યું છે.

નજર દોડાવશો તો તમારા જેવા હોંશિયાર લોકો ઘણા દેખાશે જેમને આ બધું નથી મળ્યું.

પતિ-પત્ની, મા-બાપ, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, બહેન-બહેન, દીકરો-દીકરી, આ બધા સંબંધો લેણા-દેણીને ઋણાનુબંધની વાત છે તેને લઈને ઉભા થતા સુખ-દુ:ખ તો ભોગવ્યે જ છુટકો.ઉપરાંત આ દુનિયાના દરેક સબંધો સ્વાર્થ પર જ બંધાયા છે, મારે બંને એટલું ઓછુ દેવું છે અને તમારે બંને એટલું વધારે લેવું છે તેનું ગણિત ફેરવી નાખવું જોઇએ અને સાથે જ સુખની વ્યખ્યા ફરી જશે. આગે સુખ તો પીછે દુ:ખ હૈ, પીછે દુ:ખ તો આગે સુખ હૈ. સુખનો અહેશાશ ત્યારે જ થાય જયારે દુ:ખ નો અનુભવ થાય.

એટલે જ કહ્યું છે ને..

પહેલું સુખ તે જાતે નર્યા

છેલ્લું સુખ તે શાંત જીવે માર્યા