Thursday, August 25, 2011

સહકાર કોને આપવો ?

અન્નાજી ભાવી પેઢી માટે, દેશ  માટે લડી રહ્યા છે ત્યારે આજે આપને લોકો સાતમ-આઠમની રજામાં ફરવા નીકળી પડે છે, કૃષ્ણ જન્મ ઉજવે છે. જો આપને નાગરિક અન્નાજીની સાથે અનશન ન કરી શકે પણ આ રીતે તહેવારની ઉજવણી કરવી શું વાજબી છે?  તેહવાર આવતા વર્ષે ફરી આવવાનો છે. અન્નાજી નાગરિક માટે લડે છે પણ નાગરિકને એ ખબર નથી કે આ અન્ના કોન  છે, તે શું કરે છે? હા, ઘણા ને ખબર છે કે કઈ ભ્રષ્ટાચાર સાથે છે પણ અન્ય કઈ ખબર નથી અને જાણવા માટે કઈ પ્રયાસ પણ નથી કરતા. એશ્વર્યા માં બનવાની છે એ ખબર નાના ગામના લોકોને પણ ખબર હોય પણ આપને ત્યાં જાગૃતિનો અભાવ છે.હમણાં થોડા દિવસ પેહલા બેંક કર્મચારી દ્વારા મોંઘવારી ભ્થું વધારવા માટે હડતાલ પર ઉતર્યા હતા, અત્યારે શા માટે તેઓ અન્નાજી સાથે સહયોગ આપની જોડાતા નથી? શું તેમને ખ્યાલ નથી કે આ જનલોક્પાલ તેમને કેટલું ઉપયોગી છે? જરૂરી નથી કે અનશન કરીને જ આ વિરોધમાં સહયોગ આપી શકાય, હાથ પર કાળી પટ્ટી બાંધીને પણ થઇ શકે, સરકારને પોસ્ટ કાર્ડ લખીને પણ વિરોધ દર્શાવી શકાય અને અન્ય ઘણી રીતે સહકાર આપી શકાય.

આપને લોકો સામાન્ય રીતે ફિલ્મી સ્ટારના ફેન હોય છે. કોઈને શાહરૂખ તો કોઈને અમિતાભ, કેટરીના, કરીના ગમે. આવા ફિલ્મ સ્ટાર્સ પોતાની મૂવીની પબ્લીસીટી માટે રીયાલીટી શો માં અચૂક આવી જાય છે અને આપને લોકો તે શો જોવા પણ સમયસર બેસી જાય છીએ. અને આપને લોકો પણ તેના શબ્દોથી પ્રભાવિત થઇ ને તુરંત જ મુવી જોવા ચાલ્યા જાય છી. પણ આપને મુર્ખ પ્રજા હમેશા તેમને જ સપોર્ટ કરીએ છીએ. પણ આમાંથી કયા સ્ટાર્સ અન્નાજીને સાથ આપવા તેમની સાથે રામલીલા મેદાનમાં આવ્યા? આમાંથી કોણ વિરોધ કરવા આંદોલન કરે છે?
ઘણા મુવી છે જેમાં હિરો દેશ પ્રેમ બતાવે છે, તે દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર, રાજકારણ વગેરેને સામે લડે છે અને ન્યાય અપાવે છે(જેમ કે નાયક, સિંઘમ, દબંગ વગેરે.....), પણ અત્યારે અન્નાજીને સાથ આપવા કોણ સાથે આવ્યું? મુવીમાં તો સૌ કરે પણ અત્યારે જે કોઈ લડે તે જ સાચા હિરો છે, તે જ સાચા દેશપ્રેમી છે તેમ કહી શકાય. આપને ત્યા અમિતાભ વગેરેને ભગવાનની જેમ પુજ્વામા આવે છે, કેબેસીમાં આવતા લોકો આ શોમાં આવવાનું કારણ અમિતાભને મળવા માટે જ કહે છે અને ઘણી વખત સાંભળ્યા છે કે અમિતાભના શબ્દોને આર્શીવાદ સમાન ગણે છે. તે લોકો પેહ્રે એવા કપડા, ચશ્માં લેવા માટે અનેક પૈસા ખર્ચે છે પણ આવા સ્ટાર્સ તો અન્નાજીને સપોર્ટ કરવા ઉતરે તો આમજનતા  વિરોધ દર્શાવા આગળ આવે. ખરેખર જો આ સ્ટાર્સને આમજનતાની ચિંતા હોય તો લોકપાલબીલને સમર્થન આપુવું જોઈ, આગળ આવવું જોઈ. જેમ ફિલ્મના પ્રચાર માટે રીયાલીટી શોમાં પ્રચાર કરે છે તે રીતે અન્નાજીને પણ સહયોગ આપવો જોઈએ. અને આપને લોકો એ જાગૃત બનવું જોઈએ કે આપને કોને વોટ કરવા જવું જોઈએ. વલ્ડકપ જીત્યાબાદ આખી રાત લોકોએ ખુશી માનવી હતી, કેટકેટલા એ જુદી-જુદી માનતા રાખી હતી અને તે માટે પગપાળા કર્યા, હવન કર્યા, ક્રિકેટરોને માટે કૈક કર્યું હતું પણ આ ક્રિકેટર્સ દ્વારા શું કરવામાં આવ્યું? કોઈએ આમજનતાને સમર્થન આપ્યું? સઅન્નાજીને ટેકો આપે છે. કોણ અપના કોણ પરાયા?

Saturday, August 20, 2011

શિક્ષકની પરીક્ષા જરૂરી


ભણતર આજે ભાર બની ગયું છે, બાળક ૨.૫ વર્ષનું થાય ત્યાં જ મા-બાપ તેને Nursery બેસાડી દે છે અને હજુ બાળકને ઘરના બધા સભ્યો મામા-માસી,દાદા-દાદીને ઓળખતા ન આવડતું હોય ત્યાં તેને ટ્વિન્કલ-ટ્વિન્કલ વગેરે શીખવવામાં આવે છે. તેની પરીક્ષા પણ લેવામાં આવે છે અને મા-બાપ રાજી થાય કે તેને તો પરીક્ષામાં આ બધું આવડી ગયું. ખરેખર અત્યારે મા-બાપ તેના બાળક કઈ શીખે તેના કરતા ૨ કલાક ત્યાં સચવાય એટલા માટે મુકે છે અને ઘરે કઈ શીખવતા નથી. બાળકો આ જે કઈ શીખે છે તે જ્ઞાન વગરનું ભણતર હોય છે, માત્ર ગોખણપટી શીખવે છે. બાળકો ગોખાનીયા જ્ઞાનથી માહિર થઇ ગયા હોય ઊંઘમાં પણ તેને કઈ પૂછવામાં આવે તો બોલી જાય છે. Nursery થી લઇ ૧૨ કે પછી કોલેજ પૂરી કરે ત્યાં સુધી આ જ રીતે ટેવાય ગયો હોય છે અને સારા માર્ક્સ પણ મેળવે છે. વ્યવહારુ કઈ જ્ઞાન હોતું નથી. ભણતી વખતે તેમને અર્થ્શાસ્ત્રમાં આંકડાકીય માહિતી હોય છે જેમ કે, ૧૯૮૯મા ગરીબી આંક કેટલો હતો, ઉપરાંત વસ્તી માહિતીને બધું આવે છે પણ ખરેખર તેમને વર્તમાન વસ્તી, ગરીબીની માહિતી પણ મેળવતા શીખવવું જોઈ. તેમને શીખવવામાં આવે કે ૧૯૯૭માં આપના વડાપ્રધાન કોણ હતા? મુખ્યમંત્રી ૧૯૭૮મ કોણ હતા? વગેરે વગેરે. તે શીખવવું હોય પણ સાથે વર્તમાનના મંત્રી, રેલવેમંત્રી કોણ છે તે પણ શીખવું જોય. આપને ત્યાં ઇતીહાસની માહિતીને અભ્યાસમાં વધારે મહત્વ આપવામાં આવે છે, પરંતુ તેમને વર્તમાન સમયમાં જે થતું હોય તેની માહિતી આપવી જોઈ, તેમને રોજના અખબાર-ટી.વી. સમાચાર વાચતા-જોતા શીખવવા જોય. અને શાળામાં પ્રાર્થનાખંડમાં કે વર્ગ ચાલુ થાય તે પેહલા રોજીંદા સમાચારની વાતચીત-ચર્ચાનો સમય આપવો જોઈ. શાળામાં જે કઈ પ્રોજેક્ટ આપવામાં આવે છે તે માટે વિદ્યાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, ઇન્ટરનેટના ફાયદા ઘણા છે પણ લગભગ વિદ્યાર્થી તેનો દુરુપયોગ કરે છે. પ્રોજેક્ટની માહિતી મેળવે ન મેળવે ફેસબુક/ઓરકુટ ખોલીને બેસી જાય છે(ઘરમાં જો મમ્મી બહાર ઓટલા પર બેસી, કે બહાર આવતા-જતા કોઈની સાથે વાત કરે તો ગુસ્સે થાય કે પંચાત  કરવી જ ગમે છે કોઈના ઘરમાં જે થાય તે આપને શું પણ પોતે ફેસબુક/ઓરકુટ પર પંચાત જ કરે છે ‘ઈ-પંચાત/ઈ-ઓટલો’ તેની જાણ નથી હોતી અને મા-બાપને ખબર ન પડતી હોય તેનો ફાયદો  ઉઠાવે છે),પણ તેમને કોઈ સારી સાઇટ જે નોલેજ વધારે તે સર્ચ કરતા પણ આવડતું નથી.
વિદ્યાર્થીની ૧૦-૧૨મા ધોરણનું પરિણામ આવે ત્યારે સવાર-સાંજના અખબારમાં કઈ શાળાના કયા વિદ્યાર્થીએ કેટલા માર્ક્સ મેળવ્યા તેના જ સમાચાર હોય છે. જાહેર રસ્તા પર પણ મોટા હોલ્ડીંગ્સ લગાવી શાળાનું માર્કેટિંગ કરતા હોય છે.(જાહેરાતમાં વિદ્યાર્થીના ફોટા હોય તે પણ મોડેલિંગ પોઝ!, શાળા ને વિદ્યાર્થી બને સારા લાગવા જોઇએ) ઘણીવાર જાહેરાત હોય છે બોર્ડનું પરિણામ ૮૦%, જીલ્લાનું ૮૫% પણ અમારી શાળાનું ૧૦૦%. અરે!!! ૧૦૦%!!! હા, આવે જ.શહેરમાંથી અને આજુ-બાજુના શહેરમાંથી હોશિયાર વિદ્યાર્થીની માહિતી મેળવી, તેમના ઘરના સરનામાં અને ફોન નંબર લઇ તેમને મળવા જાય અને પોતાની શાળામાં પ્રવેશવા પ્રોત્સાહિત કર છે. અલબત તેમની ફી પણ માફ કરી દે, રેહવા-જમવાની વ્યવસ્થા પણ કરી આપે પણ પોતાની શાળાનું પરિણામ ઊંચું આવવું જોઈ. કોઈ ગરીબ વિદ્યાર્થીને ફી માફી કરી પોતાની શાળામાં ભણાવી નથી શકતા, ત્યારે તે લોકોને નિયમો નળે છે પણ હોશિયાર વિદ્યાર્થીને પોતાની શાળામાં એડમિશન માટે ચોરની જેમ એક શાળા-ટ્યુશાનમાંથી બીજા શાળા-ટ્યુશન વર્ગના વિદ્યાર્થીના ડેટાની પણ ચોરી કરે છે. શ્રેષ્ઠ શાળા એ કેહવાય જેમાં નબળા-હોશિયાર બધાને એડમિશન આપવામાં આવતું હોય અને તેનું પરિણામ સારું આવે. હવે જે શાળા પોતાની શાળામાં ૭૦-૭૫% મેળવનારને જ એડમિશન આપે છે તેનું પરિણામ ૧૦૦% આવવાનું જ તેમાં કોઈ નવાઈ લાગે તેવું નથી. વિદ્યાર્થીને ૯૯.૨%,૯૮.૯૯% વગેરે માર્ક્સ જોઈને વિચાર આવે કે શું વિદ્યાર્થી આટલા બધા હોશિયાર છે? શું ગુજરાતી,હિન્દી જેવા વિષયમાં પણ તેને માત્ર .૮૦(૯૯.૨% માર્ક્સ આવે ત્યારે) જેટલા માર્ક્સ કપાયા? ખરેખર જો આટલા બધા હોશિયાર હોય તો આપના દેશમાં સારામાં સારા સાહિત્યકાર,ડોક્ટર,વકીલ,સી.એ.,હોવા જોઈ. વિદ્યાર્થી એટલા બધા હોશિયાર કે પછી પેપર ચેક કરનાર ઓછા હોશિયાર? જો વિદ્યાર્થી આટલા હોશિયાર હોય તો તેમના શિક્ષકને તો ૧૦૦% માર્ક્સ આવે જ ને? (મા બાપે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સમજી યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ આપતી શાળામાં સંતાન ને બેસાડવા જોઇએ નહિ કે ભવ્ય ઈમારત જોઈને. અમુક ભવ્ય શાળામાં એક મુલાકાત દ્વારા જોયેલું છે કે શિક્ષકો જાણે ફેશન કરવા આવતા હોય તે રીતે આવતા હોય છે અને વિદ્યાર્થી મા-બાપને કેહતા હોય છે કે આજે મારા ટીચર ખુબ સુંદર લગતા હતા, મા તું પણ તેવી તૈયાર થઇ ને અમને મુકવા આવ ને! શાળામાં વિદ્યાર્થી સાથે મા-બાપને પણ કોઈ પ્રોગ્રામ હોય ત્યારે અમુક ક્લર, ડીઝાઈનના કપડા પેહ્રવાના હોય છે, તેમને પણ સ્ટેજ પર પરફોર્મ કરવાનું હોય છે, વિદ્યાર્થીના વાર પ્રમાણે જુદાજુદા સ્કૂલડ્રેસ હોય છે જે ખરેખર બીનવાજબી ખર્ચા છે છતાં મા-બાપ કરે છે, ક્યારેય વિરોધ કરતા નથી અને આવા વાતાવરણથી સંતાનો બહાર જવા માટે પણ જુદા-જુદા કપડા, બુટની માંગણી કરવાના(મેચિંગ જ જોય, જેટલા કપડા તેટલા બુટ અને અન્ય એસેસરીસ). પ્રત્યેક્ષ્ અને પરોક્ષ્ બને ખર્ચા, કેળવણી, વગેરે વિચારી મા-બાપે શાળા પસંદ કરવી જોઇએ.)

 મા-બાપ ફરિયાદ કરતા હોય છે કે અમારા દીકરા-દીકરીને આટલા માર્ક્સ મળ્યા પણ નોકરી નથી મળતી પણ તમારા સંતાન પાસે માત્ર ગોખણીયું જ્ઞાન જ છે, વાસ્તવિક જ્ઞાન નથી, મોલીકતા નથી, તો ક્યાંથી નોકરી મળે. એવું બને કે જે વિદ્યાર્થીને ભણતી વખતે ૬૦-૬૫% કે તેથી ઓછા માર્ક્સ મહામેહનતથી મળતા હોય તેની પાસે સારી નોકરી હોય પણ તેનું કારણ તેની પાસે માત્ર ગોખણીયું જ્ઞાન સિવાય પણ બીજું જ્ઞાન છે. શિક્ષક પણ નવું શીખવવાને બદલે વર્ષોથી એક જ  પદ્ધતિથી ભણાવતા રહે છે, ગણિતના શિક્ષક દાખલો ગણાવતા તેની રકમ પણ ન બદલાવે, નવું વિચારી શકતા નથી, બદલાવ ઈચ્છતા નથી. અને તે પણ વિદ્યાર્થીને આ પ્રશ્ન IMP છે તેમ કહીને જે-તે પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું કહે અને પોતે પણ તેટલું જ ભણાવે. તેને પણ નવું શીખવાનું મન નથી થતું તો વિદ્યાર્થીને શું શીખવવાના? બાળકો વધારે સારી રીતે ગોખી શકે તે માટે બા-બાપ તેને ટયુશનમા મોકલે. જ્યાં સુધી મા-બાપ નહિ જાગે ત્યાં સુધી આપનું ભણતર સુધારવાનું નથી. જેમ વિદ્યાર્થીની વર્ષમાં ૨-૩ વાર પરીક્ષા લેવામાં આવે છે તેમ તેમના શિક્ષકની પણ વર્ષમાં પરીક્ષા લેવી જોય તો જ તે નવું વાચશે, નવું શીખશે, અને નવું શીખવશે. અમુક શાળામાં જોયું છે કે આજે અમુક શાળામાં કોલેજ પૂરી કરેલ છોકરી-છોકરાને ખુબ ઓછા વેતન દરે નોકરી પર રાખવામાં આવે છે, ઓછુ વેતન મળતું હોય તેમને કામ કરવામાં પણ રસ ઓછો હોય છે પણ અમુક લોકો ટાઈમપાસ માટે નોકરી કરે છે તો કોઈ જરીરિયાત હોય એટલે પણ તેઓ નવા પુસ્તકો વાંચી જ્ઞાન વધારી નથી શકતા. તેઓ પણ બીજી શાખાનું જ્ઞાન નથી ધરાવતા તો વિદ્યાર્થી ને શું આપવાના? માત્ર પુસ્તકયું જ્ઞાન કારકિર્દી બનાવવામાં મદદ નથી આવતું તે વિદ્યાર્થી અને શિક્ષકે ધ્યાન રાખવું જોઇએ.

Wednesday, August 10, 2011

વ્રત શ્રદ્ધા-અંધશ્રદ્ધા


આપને આમ તો આપની જાતને આદુનિક માનીએ, પરંતુ આપને આપના જુના રીત-રીવાજો, પરંપરા પકડીને જ બેસી છીએ. ગુજરાતમાં ને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં હજુ ઘણા પરંપરાને જડ રીતે માને છે. તેઓ બીમાર પડે એટલે ડોક્ટરને બદલે ભુવા પાસે પેહલા જાય છે, દેશી દવાને બદલે દોરા-ધાગામાં વધારે માને છે. ઘણી વખત વિચાર આવે કે શું આપને ૨૧મી સદીમાં જ જીવી છીએને? સ્ત્રીઓ વ્રત પણ કરે રાખે છે, તેનું મહત્વ સમજે કે ન સમજે વ્રત કરે અને કરાવડાવે. અસાઢ-શ્રાવણ મહિનો એટલે  એટલે સ્ત્રી માટે વ્રતનો મહિનો. ૧૮-૧૯ વયની છોકરી થાય એટલે તે જયા પાર્વતીનું વ્રત કરે, તે પણ ૧/૨ વર્ષ નહિ પણ ૫ વર્ષ કે તેનાથી પણ વધુ કરી શકે અને આ વ્રત સાસરે ગયા પછી જ ઉજવી શકાય!!!!!! એટલે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી વ્રત કરે રાખવાના. કોઈએ આ વ્રત લીધું હોય અને તેના લગ્ન મોડા લખાયા હોય તો એટલે કે ૩૦/૩૧ વયે તેના લગ્ન થાય તો ત્યાં સુધી તેને આ વ્રત કરવાનું. કેહવાય છે કે આ વ્રત સારો પતિ મળે તેના માટે કરાય છે, જેને નથી કર્યા તેને શું સારો પતિ નથી મળતો? અને કરે છે તે બધાને શું સારો પતિ મળે છે? તો પછી શા માટે આ વ્રત? અને વ્રત કેમ છોકરા નથી કરતા?શું તે આવું નથી માનતા? છોકરીઓ સારી જ હોય એટલે પુરુષને માટે આ વ્રત નથી? છોકરા સારા મળવા બહુ મુસ્કેલ છે એટલા માટે આ વ્રત સ્ત્રી કરે છે? અરે! જે છોકરી લગ્ન પેહલા આ વ્રત નથી કરતી તેને ઘણા સસરાવાળા આ વ્રત લગ્ન પછી લેવડાવે છે. છોકરો સારો મળે પણ કુટૂબ સારું મળે તેના માટે શું કરવું? એવા ઘણા કિસ્સા છે જેમાં સ્ત્રીએ જયા પ્રવાતીનું વ્રત કરેલું હોય અને તેને સારો પતિ ન મળ્યો હોય (કમાતો ન હોય, દારૂડિયો હોય વગેરે) અને ઘણી સ્ત્રી એવી છે જેમને આવા વ્રત નથી કર્યાં પણ સારો પતિ મળ્યો છે જે તેને સમજે છે, ચાહે છે.૮-૧૦ વયની છોકરીઓ મોરાવ્રત કરે, મોરૂખાયને જ પાંચ દિવસ રેહવાનું. પૂજા કરવા જાય ને જાગરણ કરે. જાગરણમાં જાગરણ કરવાવાળા કરતા ઉજાગરા કરવાવાળાની સંખ્યા વધારે હોય. 

આ ઉપરાંત એવરત-જીવરત નું વ્રત, નાગપાંચમ, બોળચોથ, સીતલા સાતમ વગેરે, વગેરે, કોઈ વ્રતમાં મોરું ખાવાનું તો કોઈ માં ઠંડુ ખાવાનું, કોઈમાં ફરાર જ કરવાનું તો કોઈમાં ચપ્પુથી સુધારેલું નહિ ખાવાનું. આ બધા વ્રતનો મહત્વ જે હોય તે પણ શા માટે સ્ત્રીને જ કરવાના?આપને ત્યાં વીરપસલી કરવામાં આવે છે તેમાં ભાઈ તેની બહેનને જમવા બોલાવે છે અને કોઈ ભેટ-સોગાદ આપે છે, અને ભાભી તેની  નનદને હળદરમાં બોલી સાત ગાઢવાળો દોરો બાંધે. પણ જ્યાં સુધી આ દોરો ન જમાડાય ત્યાં સુધી ભાભીએ ભૂખ્યું રેહવાનું(અલબત હવે ઘણા લોકો ફરારી નાસ્તો કરે છે). ભાઈ-બહેનનો પ્રસંગ, નામ ભાઈનું અને કરવાનું સ્ત્રીએ? શા માટે પુરુષ પણ આ રીતે વ્રત ના કરે? સાતમને દિવસે કહે ઘરમાં તવા પર લોઢી-તાવડી ન મુકાય એટલે આગલે દિવસે જ રસોઈ બનાવી લે, પેલા ફરસાણનો ધંધો છે તે શું કર? તે તો મુકવાના જ છે, ઉપરાંત ઘરના પુરુષ પણ બહાર ને ઘરમાં ગરમ ખાઈ શકે, માત્ર સ્ત્રી નહિ?શા માટે આવું? કોઈ આવા રિવાજને શ્રધાથી માને  છે તો કોઈ આને અંધ્શ્રાધા કહે છે. કોઈ આ વ્રત પરાણે કરે છે, પણ પરાણે પ્રીત બંધાય? ઘણી સ્ત્રી વૃદ્ધ થાય ત્યારે બોલતી હોય છે કે હવે મારાથી આ વ્રત નથી થતા હો,એટલે મારી વહુ જ કરે છે. હવે ન કરો તો ચાલે અને પેહલા ન કરો તો ન ચાલે? આ તો સગવડીયો ધરમ થયો.વહુને આ કરવું નથી ગમતું, તેનાથી પણ ભૂખ્યું નથી રેહ્વવાતું, છતાં તેને કરવાનું. શું આને રીવાજ કેહવાય? માન્યતા કેહવાય? શ્રદ્ધા કેહવાય? કોઈ સ્ત્રી દસામાંના વ્રત કરે, એટલે દસ દિવસ આ વ્રત કરવાનું અને ૫ વર્ષ થાય એટલે બેવડાવવાનું, એટલે કે ૧૦ વર્ષ કરવાના! બોળચોથની વાર્તામાં કઈ એવું છે કે કોઈ વહુએ વાછરદાને પીસી નાખ્યો, તેની સાસુએ કીધું કઈ ને તેને સંભાળ્યો કૈક અને પછી સાસુ ઘરે આવતા વાત  ખુલી થઈ, સાસુ-વહુ અફસોસ કરે અને થોડીવારમાં ગાય જીવિત થાય એટલે આ દિવસે બધી સ્ત્રીઓ ધારવાળી વસ્તુથી શાક ન કાપે., તે દિવસે ગાયની પૂજા કરે અને તેને થાળી ભરીને અન્ન આપે. ૩૬૪ દિવસ ગાયને એઠવાડ આપે અને એક દિવસ ગાયની પૂજા કરી અન્ન આપે. આ કેટલું વાજબી છે?નાગપાચમમાં એકદિવસ અગાઉ સ્ત્રી કઠોળ પલાળી દે ને બીજે દિવસે નાગદેવતાની પૂજા કરવા જાય, દૂધ ચડાવે, ચુનડી ચડાવે વગેરે... પણ એક ઘરમાં આ દિવસે નાગદેવતાની પૂજા કરવા નથી જવાતું પણ આ કઠોળ ઘરમાં ચારે ખૂણે છાટવાનું. અરે અન્નને વેરાય?આમ તો આપના વડીલો કહેતા હોય છે કે અન્નનું અપમાન ન કરાય, નીચે ન નખાય અને આ તે કેવું કે તે દિવસે છુટ? ઘરમાં માં-બાપ સંતાનને હમેશા ભણવા-વાંચવા બેસવા માટે સતત સમજાવતા હોય છે, તોફાન કરે તો ગુસ્સે થાય પણ તેના જન્મદિવસે તેને અમુક છુટ આપે કે આજે તેના પર ગુસે નથી થવું, તેવું જ આપના વ્રતનું છે. આજે અન્ન વેરો કઈ પાપ નહિ લાગે, કઈ ખોટું નથી.

બાળક નાના હોય ત્યારે તેના વડીલને ઘણી વખત તેમને ટોકતા સાંભળ્યા છે કે તું શું કરે છે? કઈ કરતા પેહલા જરા વિચાર તો ખરી કે તું શું કરે છે? સ્ત્રીઓ જાગો, વિચારો.....તમે શું કરો છો? તમે જે કરો છો તેનો મહિમા સમજો છો? જે કરો છો તેમાં માનો છો? કે પછી આગે સે ચાલી આયી રીત વહી હમારી જીત?આ બધા વ્રત કે વર્ષો પેહલા જ શરુ થયા? હવેના યુગમાં કેમ કઈ વ્રતની શોધ નથી થતી? બોળચોથમાં વહુથી જ ભૂલ થઇ તેવી ભૂલ જો આ જમાનામાં થઇ હોય તો સાસુ-વહુ બને આમને સામને આવી જાય, ઘરના ભાગલા પડી જાય, અને આજ-કાલ ખૂનના ગુન્હા રોજ થતા હોય તેવામાં સાસુ-વહુ બેમાંથી કોઈ એકને ખૂનની ધમકી આપે તો કઈ નવાઈ ન લાગે. આ દિવસ ગામના બધા ભૂલી ન શકે પણ કોઈ વ્રત ન જ કરે. 
 

Tuesday, August 9, 2011

ભણતર અંગે ૧ દીકરીની વ્યથા

૧ દીકરીના કોલેજનો આખરી દિવસ હોય છે અને ત્યાં એક ફંકશન રાખેલું હોય છે, નાના-નાના કાર્યક્રમ પછી જે કોઈને કઈ બોલવું હોય તે પોતાના વિચારો રજુ કરે. સામાન્ય રીતે સૌ પોતાના કોલેજ દિવસો ત્યાં કેવા રહ્યા, પરીક્ષા અને શિક્ષક વિષે જ બોલે પણ એક વિદ્યાર્થીને વર્ષોથી જે પ્રશ્ન મુંઝવતો હતો તે તેને પોતાના સાથી મિત્રો સમક્ષ રજુ કર્યો. તેના શબ્દો...
આજે દુનિયાના દરેક ક્ષેત્રમા નારીએ પોતાની ઓળખ મેળવેલી છે, પછી તે લશ્કરમા હોય કે પાયલોટ તરીકે, શિક્ષક હોય કે વકીલ. પરંતુ આપને ત્યાં મોટાભાગના લોકો સ્ત્રી શીક્ષણને યોગ્ય ન્યાય નથી આપી શક્યા. મા-બાપ તેની દીકરીને ભણાવતા થયા છે, એટલું જ નહિ સારામાં સારું ભણતર મળે તે માટે સારી શાળા-કોલેજમાં એડમિશન લે છે અને તેના માટે પૂરતા પૈસા પણ વાપરે છે. અમુક મા-બાપ પોતાના શહેરમાં અમુક અભ્યાસક્રમની સગવડતા ન હોય તો બહારગામ પણ ભણવા મુકે છે અને સારી ડિગ્રી અપાવે છે પણ જયારે તેનું ભણતર પૂરું થાય અને દીકરી નોકરી માટે વાત કરે ત્યારે શરુ થતી જુદી-જુદી વાસ્તવિકતા.
* કહે બેટા ‘ના’. તે કહે બેટા આપને કયા એવી જરૂર છે. શાંતિ ઘરમાં રહે, તારી મા ને ઘરમાં મદદ કર, ઘરના કામકાજ શીખ હવે તો થોડા સમયમાં તારા લગ્ન થશે તો થોડા દિવસ અહી આરામથી રહે. સાસરિયા હોય કે  માવતર તેમના માટે સ્ત્રી એટલે પતિની અર્ધાગીની, તે કહે/ચાહે તે કરવાનું, પેહરવાનું,પોતાની ઈચ્છા/શોખનો ત્યાગ કરવાનો. સસરાના નીતિ-નિયમો અપનાવવાના અને તેના ઘરમાં જ સુખી થતા શીખવાનું, હા-ના નહિ કરવાનું(પોતાનું દિમાગ બંધ કરીને રેહવાનું).
* હા બેટા તારે નોકરી કરવી હોય તો કર ને, તારા મા નું શરીર સારું ચાલે છે અને તે ઘરનું બધું કામ કરી શકે છે. ઘરમાં બેસીને પણ તું આખો દિવસ શું કરીશ અને નવરા બેઠા તને કંટાળો આવશે તેના કરતા નોકરી કરતો તારો સમય પણ જાય અને બે પૈસા પણ મળે એમાં કઈ ખોટું નથી. અને તારા લગ્ન પછી જો તારા ઘરના હા પાડે તો કરવાની અન્યથા ઘરમાં મદદરૂપ થવાનું.
* ૧ દીકરી ગ્રેજુએટ થઇ ગઈ હતી તેને આગળ ભણવાની અને નોકરી કરવાની ઈચ્છા હતી પણ મા-બાપે ના પાડી. આપની જ્ઞાતિમાં દીકરી બહુ વધારે ભણે તો સારો છોકરો જલ્દી ન મળે, હવે નથી ભણવાનું. ઘરમાં જ રેહવાનું અને ઘરકામ શીખવાના. જ્ઞાતિમાં બધા ધંધાવાળા જ છે અને જો દીકરી નોકરી કરે તે ખબર પડે તો એમ થાય કે આ લોકો મુક્ત વિચાર ધરાવે છે, છોકરી વધારે છુટછાટવાળી હશે અને ઘરનું કામ નહિ કરે. લગ્નમા પણ મોડું થાય એટલે હવે તારે એ કઈ નથી કરવાનું.
* દીકરી બી.કોમ, એમ.કોમ, એમ પાંચ ડિગ્રી મેળવી. કારણ?..દીકરીનું વેવિશાળ થતું ન હતું, કોઈ સારી વાત આવે પણ નકી ન થાય અને દીકરી એકને એક વાતથી કંટાળી ગઈ હતી, ઘરમાં ભાભી અને મા અને પોતે ૩ હતા એટલે ઘરનું બધું કામ જાતે કરતા પણ સમય વધતો એટલે શું કરવું? પૈસાવાળા હતા એટલે પિતાની ઈચ્છા ન હતી કે દીકરી નોકરી કરે, કોઈ વિચારે કે આને શું જરૂર છે તો દીકરીને નોકરી કરાવે? અને ૩/૪ હજારની નોકરીમાં શું હેરાન થવું. એટલે દીકરીને ભણાવે રાખી. શું ઘરની બહાર નીકળવા માટે ભણતર છે? આપની સરકાર કહે છે ને દીકરીને ભણાવી જ જોઇએ. આ છે આપની સરકારને સાબિત કરવાવાળા. દીકરીના ઘણા વર્ષે લગ્ન થયા પણ તે અત્યારે માત્ર હાઉસવાઇફ જ છે. ભણતર જરૂરી છે પણ આવું ભણતર? ટાયમપાસ માટે ભણતર? વાહ વાહ...
મા-બાપ શા માટે ભણાવે છે? તેની દીકરીને વકીલ, ડોક્ટર, સી.એ.ભણાવે કરાવે છે, તેની પાછળ ખુબ મેહનત કરે, ઘણા ખર્ચા કરે. પોતે જાગીને પણ ભણાવે પણ અંતે શું? તેને માત્ર હાઉસવાઇફ તરીકે જ રેહવાનું? આજે એવી ઘણી સ્ત્રી છે જે ઉંચી ડીગ્રી ધરાવે છે છતાં ઘરમાં રહી બે સમયની રસોઈ અને સંતાનને સાચવે અને બોલતી હોય કે મગજ તો સાવ કટાય જ ગયો છે, છોકરાને પણ  કઈ  શીખવી નથી શકતી તો કોઈ કહે ઘરના કામ અને વ્યવહારમાંથી સમય જ નથી મળતો તો છોકરાવને કેવી રીતે ભણાવવા એટલે ટયુશનમાં મોકલી આપે. મા-બાપ ઈચ્છે કે પોતાની દીકરી સારી જગ્યાએ નોકરી કરે પણ છોકરાવાળાના વિચારો શું હોય.
* એક છોકરો જે કોર્પોરેટમા નોકરી કરતો હતો,ઉંચો હોદો હતા, સારો પગાર હતો. કંપની તરફથી બંગલો અને ગાડી આપવામાં આવ્યા હતા. તેની પસંદ એવી છોકરીમાં હતી જે સારું ભણેલી હોય, તેની સાથે બેસેતો સુંદર લાગવી જોય, પણ માત્ર ઘર ચલાવે તેવી ઈચ્છા. અને તેને તેવી છોકરી પણ મળી ગઈ! હા છોકરી સી.એ. છે પણ તે માત્ર હાઉસવાઈફ બનીને રેહવા તૈયાર છે, તેને પણ હરવું-ફરવું ગમે એટલે તેનો પતિ ગામમાં ન હોય, ઓફિસમાં મોડું થાય તેમ હોય ત્યારે તે પોતાની રીતે હરે ફરે, શોપિગ કરે.... આ જે આપને ત્યા ભણેલા સ્ત્રીના વિચાર...
* છોકરી ડોક્ટર હતી અને તેને ભણતી વખતે જ તેને સાથી મિત્રના મિત્ર સાથે પ્રેમ થયો. છોકરી અને છોકરા બનેના માતા-પિતા તેના લગ્ન માટે રાજી હતાપણ છોકરાવાળાની શરત હતી કે છોકરી અહી આવી પોતાની પ્રેક્ટીસ કે નોકરી કઈ નહિ કરે કારણ કે અમારે પૈસાની કોઈ જરૂર નથી, જો એ નોકરી કે પ્રેક્ટીસ કરે તો સમાજ કેહ્સે કે તેના પૈસાની જરૂર નથી છતાં વહુ પાસે આ કરાવે છે. અને છોકરી તેમજ તેના પરિવારે કોઈ આનાકાની વગર હા પણ પાડી દીધી. વાહ ડોક્ટર મેડમ... તમારી ડોકટરી.
*મધ્યમવગીય કુટુંબ હતું, દીકરો ૧૦ પાસ હતો અને ઘરના ધંધો જ ચલાવતો હતો. દીકરાના લગ્ન કર્યા, વહુ લગ્ન પેહલા એક લેબોરેટરીમા કામ કરતી હતી પરંતુ તેને લગ્ન પછી બહાર આ રીતે કામ કરવાની ના હતી અને તે લોકો એ રાજી-ખુશીથી હા પણ પાડી હતી. પરંતુ લગ્નને ૧ વર્ષ બાદ ધંધામાં આર્થિક મંદી આવી અને ઓછી આવકમાં ઘર ચલાવવું મુશ્કેલ પડતું ત્યારે વહુએ કહ્યું કે હું પછી નોકરી ચાલુ કરું તો કહે ના. અમારા એટલા નબળા નથી કે વહુ પાસે કામ કરાવી અને રોટલાખાય એવા અમારા દિવસો નથી. શું છે આપનું આ ભણતર. દીકરીને ભણાવી-કેળવી પણ શુ ઘરમાં જરૂર પડે ત્યારે પણ મદદરૂપ ન થઇ શકે?
 *૧ કપલ કોર્પોરેટમાં નોકરી કરે છે. પતિની નોકરીમાં ઉંચા હોદા પર છે અને આવક પણ સારી છે. ઘરમાં છોકરાના પિતાની પણ આવક છે. આર્થિક રીતે કોઈ તકલીફ નથી. વહુ પણ કોર્પોરેટમાં નોકરી કરે છે અને સારી આવક છે પરંતુ કુટુંબમાં ને બહાર લોકોને સંભાળતા બોલે છે આમ તો તમારે પૈસાની/આર્થિક જરૂર તો નથી. આ તો તમે ટાયમપાસ માટે કરો છો ને? ન કરો તો પણ કયાં તકલીફ છે. શું છોકરીના કે તેના માવતરના કોઈ સપના ન હોય? તેને કોઈ પોતાની ઓળખ મળે તેવી ઈચ્છા ન હોય? અને આવું બોલનાર પણ એક શિક્ષિતવર્ગ જ છે.
આજે ઘણા લોકો વહુને લગ્ન પછી ભણવા દે છે જે આપના સમાજ માટે એક સારી વાત છે. પણ અગાઉ મુજબ માત્ર ભણતરથી શું ફાયદો? ડીગ્રીનું મહત્વ તો જ છે જો તેનું વળતર મલે, તેનો સદુપયોગ થાય. આ વહુને કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યુંમા સારી કંપનીમાં તક મળે છે પણ તેના પતિ સહીત ઘરના બધા ના પાડે છે. અરે.. આ શું? એક રીતે એવું લાગે કે તમે સમજુ છો પરંતુ તમે પણ બીજા જેવા જ! આપણને લાગે કે શિક્ષિત વર્ગના વિચાર ઓછુ ભણેલા કે અભણ લોકો કરતા જુદા હોય, તે સમજુ હોય પણ આપને જોયું કે સી.એ. થયેલી છોકરી પણ ૧૦ પાસ છોકરાને પસંદ કરે છે, શું કોઈ વિચારમાં તફાવત નહિ પડતો હોય? શું આ વાજબી છે?
આજના યુગમાં સમાજમાં ભણતર, દીકરી અને વહુ અંગે સાચું મહત્વ સમજનાર એક કુટુંબ જોયું. દીકરો ડોક્ટર છે, વહુ પણ ડોક્ટર છે. બનેના લગ્ન થયા અને ૨ મહિનામાં જ બને માસ્ટર ડિગ્રી મેળવવા જુદા-જુદા રાજ્યમાં ભણવા ગયા. અને બને એ સારી રીતે પાસ થયા એટલું જ નહિ, ત્યારબાદ પણ ભારતમાં માત્ર ૬-૭ ડોક્ટર પાસે જે ડિગ્રી છે તેવી ડિગ્રી મેળવી અને અત્યારે બને એક જ હોસ્પિટલમાં સારા પગારથી નોકરી કરે છે. ૫-૬ વર્ષ બને જુદા રહીને ભણ્યા અને ભણ્યાબાદ પણ તેનું વળતર મેળવે છે. જે પૈસા ભણતર પાછળ ખર્ચ્યા અને જે સમય ભણતરને આપ્યો તેનું સાચું પરિણામ મેળવે છે. વહુના સાસુ-સસરા એ પણ પુરતો સહયોગ આપ્યો કહે ના બેટા તું પણ આગલા ભણ ને તારી કારકીરદી બનાવ. આપના સમાજને આવા જ  માણસોની શોધ છે એજ સાચા અર્થમા વહુ-દીકરી વચે ભેદ ન રાખે. પતિ પણ વહુની ઈચ્છા-મહત્વાકાંક્ષા સમજી તેને હાસિલ કરવા મદદરૂપ થાય અને સ્ત્રી પણ પોતાની જવાબદારી સાથે પોતાની ઓળખ મેળવવામાં કામયાબ થાય. આવા લોકો જ પોતાનું, કુટુંબનું અને દેશનું નામ કરે છે અને વાસ્તવમાં ભણતરનો મહિમા સમજાવે છે. આર્થિક જરૂરિયાત હોય કે ન હોય દરેક સ્ત્રીએ પોતાની આવક બનાવી જોઇએ.
આ વિદ્યાર્થીની વાત સાંભળી ઘણી છોકરી નકી કરે છે કે ના આપને આપના પગભર બનીશું, કુછ કર કે દિખાના હૈ. ખેર પછી શું થાય છે તે હવે ખ્યાલ આવશે.અને આ માટે શાળા ને કોલેજના શિક્ષકો દ્વારા તેને સાચું માર્ગદર્શન આપવું જોઇએ માત્ર IMP પ્રશ્નોના સવાલ -જવાબ શીખવવાને બદલે, બે પૂઠાની બહારનું જ્ઞાન પણ આપવું જોઈ.