Tuesday, February 7, 2012

બંગડી સ્ત્રીનું આભુષણ કે નબળાઈ?

             
      


સ્ત્રી અને ઘરેણાનો વર્ષો જુનો સબંધ છે.આપના દેવ અને દેવીના હાથમાં પણ તેનું સ્થાન છે.  કાનની બુટી, નાકની ચુક, હાથની બંગડી, પગની પાયલ, માથાનો ટીકો અનેક ઘરેણા સ્ત્રીનો શણગાર છે અને સ્ત્રીનું સૌથી વધારે પ્રિય ઘરેણું બંગડી છે. સ્ત્રીઓની સૌથી મનગમતી અને આકર્ષક લાગે તેવી બંગડીઓ કે ચૂડીઓ સોળ શણગારમાં તેનું સ્થાન આગવું છે. ખણ-ખણ કરતી બંગડીઓ કોઈપણ મહિલાની ખૂબસૂરતીમાં ચાર-ચાંદ લગાવી દેતી હોય છે. બંગડીઓ અને સ્ત્રી શૃંગાર એકબીજાના અભિન્ન ભાગ છે. .બાળકીથી લઈને વૃદ્ધા સુધી સૌ કોઈ સ્થળ, પ્રસંગ પ્રમાણે પેહરે છે. અલબત આધુનિક યુગમાં બંગડીનું સ્થાન કળા(બ્રેસલેટ) એ લઇ લીધું છે. કાચની બંગડી હોય કે સોનાની, મોતીની હોય કે પ્લાસ્ટીકની પણ તે સ્ત્રીનું મનગમતું ઘરેણું છે. કોઈ કામ કરતી વખતે જયારે તેના હાથની બંગડી ખન ખન રણકે છે તે પણ જાને કોઈ રાગમાં રણકતી હોય તેવું લાગે છે. સ્ત્રીની હાથની બંગડી અને પગની પાયલે તો ઘણા પ્રેમીઓના હૈયાને મચાવી નાખ્યા છે. એટલું જ નહિ બંગડીએ ગીતોમાં, ચિત્રોમાં પણ અનેરું સ્થાન ગ્રહણ કરેલું છે. જેમ કે, મેરે હાથો મેં નો -નો ચૂડિયા હૈ, ચૂડી નહિ યે મેરા દિલ હૈ તૂટેના', ચૂડી જો ખનકી હાથો મેં,... ભારતમાં દરેક પ્રદેશમાં ત્યાની પરંપરા મુજબ લગ્ન પ્રસંગે દુલ્હનને પેહરાવવામાં આવે છે. રાજસ્થાની બંગડી, કલકતી બંગડી, વગેરે.....૧૫/૧૫ રૂપિયાથી લઇ લાખો રૂપિયા સુધીની બંગડીઓ બજારમાં મળે છે. એટલું જ નહિ બંગડીનો ધંધો કરનાર વ્યક્તિની રેકડી/દુકાનમાં અન્ય રેકડી/દુકાનની સરખામણીએ વધારે રોનક લાગે છે.  બંગડીએ ભારતીય નારીનું સૌભાગ્યનું પ્રતિક છે તેમજ તેની સાથે ઘણી સંસ્કૃતિની માન્યતા જોડાયેલી છે. આમ, સ્ત્રીના શણગારમાં, આભૂષણમાં તેનું ઘણું મહત્વ છે, ભાગ્યે જ કોઈ હાથ બંગડી વગરનો જોવા મળે છે.
 
પરંતુ નમાંલાપના, નબળાઈની વાત આવે ત્યારે બંગડીની વાત આવી જ જાય છે. સરકારી કચેરી કે અન્ય કોઈ સ્થળે વિરોધ પ્રદશ કરતી મહિલા દ્વારા જે-તે ઓફીસના કર્મચારી પર બંગડીઓ ફેંકી સુત્રોચાર કરવામાં આવે છે. પેહરો આ બંગડી જો તમારાથી કઈ ન થઇ શકતું હોય તો. સ્ત્રીના આવા સુંદર અને અમૂલ્ય ઘરેણા ને શા માટે તેની નબળાઈ ગણવામાં આવે છે, અને તે સામે સ્ત્રીને પણ કશી તકલીફ નથી.શું સ્ત્રી બંગડી પેહરીને આગળ નથી આવી? દરેક કાર્ય ક્ષેત્રમા સ્ત્રીએ પોતાની આગવી ઓળખ મેળવી છે, રીક્ષા/ટેક્ષી ડ્રાયવર, પોલીસ, રાજનીતિ, પાયલોટ, આર્મી, સરકારી-ખાનગી કંપનીમાં ઊંચ હોદેદાર, ઉદ્યોગમાં, ડોક્ટર, કે પછી સાહિત્ય ક્ષેત્ર તેમ દરેક જગાએ  સ્ત્રીએ જંપલાવ્યું છે અને સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત આપને ત્યાં ઘરમાં રસોઈ કરી માં/બહેનને તેની રસોઈ માટે ભાગ્યે જ માંન આપવામાં આવ્યું છે. પરંતુ રસોઈ બનાવી પણ એક કળા છે અને તેનાથી જ દરેક સભ્યોનું પેટ ભરાય છે અને કામ કરવાની એન્રજી મેળવે છે. ઘણી સ્ત્રી ટીફીન સર્વિસ અને મેશ ચલાવી અન્ય લોકોના પેટ પણ ઠારે છે અને પોતાનું ગુજરાન પણ ચલાવી લે છે. આવી ઘણી સ્ત્રીએ પોતાના બંગલા બનાવ્યાના ઉદાહરણ પણ છે. તેમજ મોટી રેસ્ટોરન્ટમાં સ્ત્રી કૂક તરીકે કામ કરે છે તે પણ એક સફળતા જ છે. તેમ છતાં શા માટે બંગડીને સ્ત્રીની નબળાઈ ગણવામાં આવે છે? બંગડી પેહરનાર સ્ત્રી દ્વારા જ બંગડીની નબળાઈ ગણવામાં આવે છે પણ શા માટે બહેનો? બંગડી પેહરનાર સ્ત્રી શું કશું જ કરવાને લાયક નથી હોતી? વિરોધ પ્રદશન કરવા માટે બંગડી દેખાડી બંગડીનું જ અપમાન કરવામાં આવે છે. બંગડી તે શૃંગારનો જ એક માત્ર ભાગ નથી પરંતુ ભૂતકાળમાં પણ આર્થિક સહાય માટે મદદરૂપ સાબિત થઇ છે. જયારે પ્રાચીનકાળમાં સોના/ચાંદીની બંગડી પેહરવાનો રીવાજ હતો અને જીવનની ચડતી-પડતીના સમયે આર્થિક કટોકટી આવે તો સ્ત્રી તુરંત પોતાની બંગડી આપી કુટુંબનો સહારો બનેલ છે. આ રીવાજ તેની નબળાઈ દર્શાવવા માટે ન હતો. . બંગડી સ્ત્રીની નબળાઈ નથી, તેનું આભુષણ છે.