Thursday, March 31, 2011

ગાડરિયો પ્રવાહ

આપને બધાગાડરિયા પ્રવાહની વાત કરીએ એટલે દરેક ના મુખે એક શબ્દ અચૂક આવે અને તે છેઘેટા’. એક ઘેટું ખાડા માં પડે એટલે બીજા બધાપણ પડે. તે આજુ બાજુ કે ઉપર નીચે જોતા નથી. મને સવાલ ઉદ્ભવે છે કે આપને ગાડરિયા પ્રવાહને માણસ કેમ નથી કેહતા? અપને માનવજાત ઘેટા ની જેમ જીવી છીએ ને? જેમ કે, સૌથી પહેલા લગ્ન, લગ્ન બાદ સંતાન, તેમનું ભણતર & વગેરે..ત્યાર બાદ તેના લગ્ન અને બીજું કઈ નઈ.

આપની આજુ-બાજુ કે દુનિયામાં ઘણા લોકોને જોઈએ છે જેનું આયુષ્ય ૧૦૦ વર્ષ કે તેનાથી પણ વધુ છે. સામાન્ય માણસનું આયુષ્ય ૬૦-૭૦ વર્ષ ગણીએ, પણ ૬૦ વર્ષ એટલે ૨૧૯૦૦ દિવસ, ૫૨૫૬૦૦ કલાક. જીન્દીગીના આટલા વર્ષો આપને શું કરવામાં કાઢીએ છીએ તે કોઈએ વિચાર્યું છે? આપને બસ આપની પરંપરા નિભાવતા રહીએ છીએ. આપના વડીલને અનુસરીએ છે. જેમ કે ઘરમાં પુરુષ અને સ્ત્રીની સામાન્ય રીતે દૈનિક કાર્ય જે રીતે થતા હોય તે તેની નવી પેઢી કરે, પણ અમુક વસ્તુ વિચારતા નથી. કેમ પુરુષ ઘરનું કામ કરી શકે? રસોઈ બનાવે?સામાન્ય રીતે ઘરમાં પુરુષ હોય તે સવારે દૈનિક ક્રિયા પતાવી, ચા-નાસ્તો કરી પોતાના કામ-ધંધે જાય, કામ કરવાનું, બપોરે જમવાનું(હા, એમાં અમુક લોકો બપોરે ઊંઘવાનું પણ ભૂલતા નથી.), સાંજ પડે ઘરે જઈ  તૈયાર ભાનુ લઇ લેવાનું. સ્ત્રીઓ સવારે ઉઠી, નાઈ-ધોઈ, ચા-નાસ્તો, કપડા-વાસણ તેમજ બાળકોને શાળાએ મોકલવાની તૈયારી વગેરે કરે છે. રીતે સાંજ પડે છે અને સાંજે ફરીથી રસોડે. ઘરના સર્વેની જવાબદારીરજાના દિવસે કે અન્ય કોઈ દિવસે સમય મળે એટલે સગા-સબંધીને ત્યાં જવાનું, વ્યવહાર સાચવવાના. પણ કોઈએ વિચાર્યું છે કે આપને બધું શા માટે કરવાનું. આપના સંતાનના લગ્નમાં આપને આજુ-બાજુના પાડોશી, સગા-સબંધી બધાને આમત્રણ આપીએ છીએ, હવે, આપને વિચારી કે આપના સંતાનના લગ્નમાં આપના X પાડોશી પૈસા-ગીફ્ટનો વ્યવહાર શા માટે કરે? તો તેને કોઈ હરખ છે ના તો કોઈ લાગણી. તો પછી બધું શા માટે? કારણ કે અન્યને ખરાબ લાગે માટે. સ્ત્રીઓ પોતાની ઘરની વ્યક્તિના લગ્ન હોય તે રીતે તૈયાર થઇ હોય છે પણ બોલવ-બેસવાના કે હસવાના વ્યવહારમાં એટલો બધો સમય બગડવાની જરૂર શું છે? બધું બાજુમાં રાખી મુખ્ય મુદા પર આવી.

ભણતર

બાળક - વર્ષનું થાય એટલે આપને ત્યાં માં-બાપ તેને સ્કૂલમાં બેસાડવા લાગે છે. નર્સરી, પ્લેહોઉસ, વગેરે અને તેની પાછળ અઢળક પૈસા ખર્ચે છે. ઘરમાં સ્ત્રી બોલતી હોય છે કે બાળકો થોડીવાર સ્કૂલ જાય તો ઘરના કામ-કાજ પતિ જાય. એટલે કે પોતાના સ્વાર્થ માટે બાળકો પર અત્યાચાર! માં-બાપ મોંઘી  સ્કૂલમાં બાળકોને બેસાડી ગર્વ અનુભવતા હોય છે. આપની શાળામાં બાળકોને વાંચતા-લખતા શીખડાવવામાં આવે છે ખરું પણ આપને ક્યારેય  વિચારીએ છીએ કે શિક્ષિત બાળકો કરતા ચા-દૂધ વેચનાર અને તેના બાળકો વધારે જડપથી ગણતરી કરી આપે છે .આપને માત્ર શિક્ષીત-અશિક્ષીતની ગણતરી કરીએ છીએ પણ કોઈ શિક્ષિત લોકો ખરેખર શિક્ષિત છે કે નહિ તેની ગણતરી કરી છે ખરી? બાળકોને ભણાવવા જોઈએ પણ શા માટે? સ્ત્રીઓ માટે શિક્ષણ મફત પણ આપવામાં આવે છે, ઘણી સ્ત્રીઓ સી..,ડોક્ટર છે, પણ તેનું મહત્વ શું? માત્ર શાક્ષરતા માપવા માટે ડિગ્રી? ઘણા લોકો ગર્વથી કેહતા હોય છે કે મારે દીકરી સી../વકીલ/ડોક્ટર છે પણ કરે છે શું? માત્ર ઘરકામ, ઘર-સંસાર. તો અશિક્ષિત સ્ત્રી પણ સારી રીતે કરે છે. તો પછી આટલો સમય અને પૈસા ભણતર  પાછળ શા માટે ખર્ચ કરતા હશે?સંતાનને ભણાવ્યા બાદ માં-બાપ ફરિયાદ કરતા હોય છે કે આટલું ભણાવ્યા છતા પણ નોકરી મળતી નથી.ખુબ મેહનતથી ભણ્યા છે તો પણ.અરે ખ્યાલ છે કે માત્ર સારી ટકાવારીને ભણતર કેહવાય.આજે ઘણા વિધાર્થી એવા છે કે જેમની પાસે સારી ડીગ્રી છે પણ તેમને બેંકમાં ડી. ડી. કેમ કઢાય તે ખ્યાલ નથી, કેવી રીતે પોસ્ટ-ઓફિસમાં .ડી. કેમ કરાવાય.સ્કૂલ/કોલેજમાં ટીચર દ્વારા એવું શીખવામાં આવતું હોય છે કે આટલું પૂછાશે, આટલું તો ગોખી નાખજો.અને રીતે વિદ્યાર્થી પાસ પણ થઇ જાય. અભ્યાસમાં આવતા ઈતિહાસના આકડા વ્યવહારમાં શું ઉપયોગી? આપના સમાજમાં ''. અને 'બી'. તેના સંતાનને સ્કૂલમાં ભણાવે છે એટલે આપને પણ તે સ્કૂલમાં કે તેનાથી મોંઘી શાળામાં આપના સંતાનને બેસાડવામાં. કાયમ નાની -નાની બાબતો જેમ કે હરવા-ફરવા, રમકડા, વગેરેની સરખામણી કરીએ છીએ. આપના સંતાનને માત્ર Comparison ભણાવીએ છીએ, Comparison study, nothing else.

મંદિર

આપના દેશમાં ઘણા-મંદિર મુસ્જીદ છે, ઘણા ભક્તો છે જે તેમેને દર્શન કરવાનું ભૂલતા નથી. કોઈક દરરોજ ઘરે અથવા મંદિરે જાય છે, કોઈક દરરોજ બે-વાર પગે પણ લાગે છે. બધા પોતાની અનુકુળતા અને નિયમો અનુસાર દેવ-દેવતાના મંદિરે જવાનું ભૂલતા નથી અને કઈ ને કઈ ભીખ માંગે રાખે છે. અરે!!ઘણા લોકો કેટકેટલી માનતા રાખે છે.જેમ કે ખુલ્લા પગે આવવાનું, અમુક કીલો મીઠી-સાકાર વગેરે  વગેરે(કોઈક તો સોનાનો હાર ને બધું પણ ચડાવે છે) હવે મને સમજાવો કે જો સાચે આમ થતું હોય તો આપને સૌ કોઈ આપના દેશ ભારત માટે કેમ કઈ નથી કરતા? કયારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ દેવ-દેવતાની પાસે પ્રાથના કરે છે કે હે પ્રભુ તું મારા દેશ ને સમૃધ બનાવી દે, ગરીબી નાબુદ કરી દે અને દરેક લોકો શાંતિ થી જીવે તો!!!હું માટે કોઈ પણ જાત ની માનતા કરીશ. પણ કેહવામાં ખોટું નથી કે આપને સ્વાર્થી છીએ  કારણ કે આપનું વિચારી છીએ. જયારે કોઈ વ્યક્તિ સિદ્ધિ હાશલ કરે ત્યારે આપને એમ કહી છે કે તે મારા સ્કૂલમાંથી, શહેરમાંથીદેશના વગેરે વગેરે.અને આપને ખૂબ ખુશ થાય છે. પણ આપને આપના દેશ માટે શું કર્યું છે કે આપનો દેશ ખુશ થાય અને કહે કે તે તો મારા દેશની છે હો

ઘણા મંદિરો એવા છે કે જ્યાં દરરોજ ધૂન-ભજન ચાલે છે.
ઘણા માણસો દિવસ-રાત વેડફી ભગવાનનું નામ લે છે પણ તમે નામ લેશો તેનાથી શું થશે? તમે તમારી જિંદગીના અમૂલ્ય કલાકો વેડફો છો. જેમ કે, રાજકોટમાં પ્રખ્યાત રણછોડદાસ બાપુનું આશ્રમ(હા... આશ્રમ જેના દ્વારા આંખનું ઓપરેશન વિના મુલ્યે કરવામાં આવે છે અને આજકાલ વિવાદમાં છે )ત્યાં અવિરત ધૂન-ભજન ૩૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલે છે, ઘણા લોકો દિવસ રાત વેડફી ભગવાનનું નામ લે છે,પણ નામ લેવાથી શું થશે?ધરતીકંપ નહી આવે?વરસાદ સમયસર આવશે? બિમારી ઓછી આવશે? એના કરતા બાપુ જેવા કામ કરી ને બતાવો. બાપુ આપને સમય બગાડવાનું નથી કેહતા તેનો ઉપદેશ તો જાણો. આપને ત્યાં ભવ્ય મંદિરો બનાવવામાં આવે છે(દરેક ધર્મના) અને તેમાં લાખો લોકો નો ખર્ચ કરીએ છીએ. ભગવાનના મંદિરોમાં .સી મુકવામાં આવે છે જયારે ઉનાળામાં ગરીબો તડકામાં પણ રોડ પર સુઈ જાય છે-ચામડી પણ બળી જતી હોઈ છે પણ આપને તેમના માટે કઈ કરી શકતા નથી. પણ કદી કોઈને કોઈ રોજગારી સંસ્થા માટે ફાળો ઉઘરાવતા જોયા છે?મારા માં-બાપ પણ વર્ષોથી મંદિરે જાય છે એટલે છું પણ જાવ છુ,એટલું નહિ પણ મારો / વર્ષનો બાબો/બેબી પણ અચૂક જાય છે. પણ બેટા તને ખબર છે શિવ-હનુમાન, લક્ષ્મી કૌન હતા? કયા કારણ થી ભગવાન કેહવાય છે
આપના ગુજરાત-સૌરાષ્ટ્રમાં જાય જલારામબાપાનું ખૂબ મહત્વ છે તેની વાત કરીએ. અનેક લોકો ખૂબ મને છે, માનતા રાખે છે પણ કોઈ ને ખબર છે કે તો સામાન્ય માનસ હતા ને આપને તેમને ભગવાન બનાવ્યા છે. તે તેમના કાર્યો અને કર્મોને લીધે તેમેન આટલી નામના મળી છે. આપને તેમના જેવા કર્યો કરવાને બદલે તેમના દર્શન કરીએ છીએ. જરૂરી નથી કે મંદિરે જવાથી ભગવાનમાં શ્રદ્ધા છે, ઘરમાં બેસી ને પણ ભગવાનમાં શ્રદ્ધા રાખી શકાય છે. આવા તો ઘણા મંદિર છે જેમની પાછળ માણસો અઢળક પૈસા વાપરે છે અને સમય પણ વેડફે છે તેના કરતા કોઈ સારા કામ કરી તમે પણ તમારી નામના વધોરો, તેમના જેવા કાર્ય કરો? ભગવાનની  જો માનતા રાખવાથી વિઘ્ન દૂર કરી શકતા હોય તો ખુદ ભગવાન પણ માનતા રાખે કે બધા ની તકલીફ દૂર થઇ જાય તો હું બધા ને ઘરે જઈશ!

 બર્થ ડે 
 

અમુક બાબતમાં કયારેક વિચારતા નથી. આપને શા માટે બર્થડે ઉજવવી છે? નાના હોય ત્યારે માં-બાપ કેક ખવડાવે, ફરવા લઇ જાય, ગીફ્ટ આપે અને સગા-સંબંધી ને બોલાવે. જેમ જેમ બાળકો મોટા થતા જાય તેમ તે પોતાના મિત્રો સાથે enjoy કરે છે.બર્થડે પાર્ટી માટે મિત્રો ગિફ્ટ્સ આપે છી પણ મને સમજાવો કે આમાં પાર્ટી શા માટે? તમારા બર્થડે માં મિત્રો ને enjoyment મળે બીજું શું ફાયદો? તમારા જન્મ સમયે/સાથે તમારા માં-બાપ ને જે ખુશી થઇ હતી તે તેમની સાથે enjoy કરવાની હોય કે અન્ય સાથે? મિત્રો ને આમાંશું લાગ-વળગે સિવાય ગીફ્ટ અને પાર્ટી?આજ કાલ ફેશન છે કે રાતે ૧૨.૦૦ વાગે મિત્રો ને ફોન કરવાનો, અને બધા કહે છે એનો તો રાતે ૧૨.૦૦ વાગે ફોને આવી ગયો હતો પણ બેટા તને યાદ છે કે અમુક વર્ષ પેહલા ત્યારે તું ધરતી પર આવ્યો ત્યાર તારો ચેહરો જોઈ ને ઘરમાં જે ખુશી થઇ હતી તેટલી લોકોને ના હોય? પણ આપને બધું કરવું જોઈએ તો જીન્દગી છે, તો સમાજ માં રહી શકાય, જમાના સાથે ચાલવું તો પડે ને? વિચારો સાથે જીવીએ છીએ અને જીન્દગી નું સુખ ભોગવીએ છીએ.

 સ્ત્રી અને રીત-રીવાજો
 
વિવાહિત નારી ને સામાન્ય રીતે ઘણા રીત-રીવાજો નિભાવવા પડે છે, જેમ કે, ઘરમાં અમુક કામ કરવા , સગા-સંબોધીને ત્યાં ઈચ્છા-અનિચ્છા હાજરી આપવી, જયારે પુરુષો સમય નથી એમ કહી વ્યવહાર માંથી ચટકી શકે છે. પણ જો કોઈ સ્ત્રી આવું કરે તો તે સમાજમાં એક સંભારણું બની જાય છે અને માટે જવાબદાર અન્ય નારી છે. પરંતુ આમ કરવાને બદલે કોઈ સ્ત્રી ગ્રૂપ દ્વારા પુરુષોના રીત-રીવાજો બનાવાવા,વિચારવા, અમલમાં મુકવા, વગેરે ના વિચાર આવે છે? પાણી ના ત્રાસ થી બેડારાસ વારંવાર કરે છે તો પછી પતિ અને ઘરના ત્રાંસ થી શા માટે આદોલન નથી કરતા? આપના રીત-રીવાજોને પકડી ને આપને રાખી છીએ  કે આમારા ઘરમાં તો મારા સાસુ આમ કરત એટલે હું પણ આમ અને તમારે પણ આમ કરવું અને ના કરે તો માથાકૂટ! અલબત આજે ઘણા બધા ઘરોમાં આવું નથી હોતું, પરંતુ આપને સામાન્ય ચર્ચ કરીએ છીએ  ત્યારે વાત કરવી જરૂરી છે પુરુષોના રીત-રીવાજો બનાવો કે તેને પણ એક સમય રસોઈ બનાવવી, આવું પેહવું-ઓઢવું, આમ બેસવું વગેરે વગેરે....

 ‘જાગો નારી જાગો-નવું વિચારો, હવે જયા પાર્વતી, દસમાંના વ્રતના દિવસો નથીરહ્યા,જુઓ અન્ય દેશ સામે નારી કેટલી બહાદુરીથી જીવે છે. કેવો સામનો કરે છે પોતાની ઓળખ બનાવવા---

આપને કહીએ ને કે ભૂક વાર થાય- વાર થાય  અને 3જી વાર થાય તે ભૂલ ના કેહવાય ગુન્હો કેહવાય. તો શું બધી નારી બિન=વાજબી રીત-રીવાજો અપનાવી ને ભૂલ સુધારે છે? કે પછી ભૂલનું પુનરાવર્તન કરે છે? આપને વિચારવાનું છે કે આપને ઘેટા-બકરા બનીને રેહવું છે કે પછી કુતરાની જેમ સાવધ બનીને. ટુંકમાં કેહવાનો મતલબ એટલો છે કે રીત-રીવાજો,પરંપરા ને સમય-સંજોગો પ્રમાણે પરિવર્તનશીલ બનાવી વિચારાત્મક અભિગમ કેળવવો જોઈએ.