Friday, January 11, 2013

વિચારબિંદુ-1

માણસના મૃત્યુ બાદ તેના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને આ ધામિક વિધિમાં કુટુંબના સર્વે સભ્યો હાજરી આપે છે. મરનાર વ્યક્તિ નાની હોય કે મોટી વયની પરંતુ તેના જવાનો ગમ સૌને હોય છે (અલબત કોઈ વાર કોઈના મૃત્યુથી કોઈ છૂટકારો મેળવવાનો  હાશકારો મેળવતા હોય છે).અને આ ગમમાં ભાગીદાર  થવા છાપામાં જાહેર આમત્રણ આપવામાં આવે છે અને તે દિવસે સબંધી/કુટુંબી સૌ કોઈ પૂરી શિસ્ત, સમયસર, અને યુનિફોર્મમાં હાજરી આપે છે. આ દિવસે જેમને વર્ષોથી પણ જોયા ન હોય, મળ્યા ન હોય, ફોન પણ ન કાર્ય હોય તે સૌ કોઈ સફેદ કપડામાં હાજરી આપવા આવી જાય છે. બે મિનટ હાથ જોડે છે, કુટુંબીને આશ્વાશન  આપે છે અને તે દિવસે મરનાર વ્યક્તિના ગુણગાન ગાવામાં કોઈ થાકતું જ નથી. જીવતા હતા ત્યારે કોઈ દિવસ તેમની કદર ન કરી તેમને હમેશા અપજસ મળતા રહ્યા અને જયારે તે હયાત નથી ત્યારે સન્માનિત કરે છે. કોઈ જ્ઞાતિમાં ૨-૩ દિવસે વિધિ પૂરી કરવામાં આવે છે તો કોઈમાં ૧૦-૧૨ દિવસ સુધી કોઈને કોઈ વિધિ કરવામાં આવતી હોય છે. જેમ કે, દાળો, સોળધામ વગેરે અને તે દિવસે દરેક સબંધી/કુટુંબીને જમાડવામાં આવે છે અને તેમાં લાડવા તો હોય જ. પણ અહી એ વાત ચોકસ છે કે પછી કોઈ ટીકા/ટીપની નથી કરતુ, મરનાર વ્યક્તિના સારા-ખરાબના  ગુણગાન તેની ક્રિયા સાથે જ સમાપ્ત થાય છે.

જયારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની પાછળ આવી ક્રિયા કરવામાં આવે છે, ટુકમાં અન્ય જાણીતા પણ પોતાને દુ:ખ થયું તે વ્યક્ત કરાવવા આવે છે, અલબત નીમ્ત્રણ પણ આપેલ હોય છે કે આવો અને અમારા દુ:ખમાં સહભાગી બનો. પરંતુ જીવનમાં ઘણી  વખત આપને દુ:ખ નો સામનો કરવો પડે છે ત્યારે શું આપને ઉઠમણું ન રાખી શકી? જેમ કે, કોઈ દીકરો તેના માતા-પિતાને ઘરમાંથી કાઢી મુકે, ઘર છોડી ચાલ્યા જાય ત્યારે થોડા સમય તો માં-બાપ આ વાત અન્યથી છુપાવવા કોશિશ કરે, રસ્તામાં કોઈ ઓળખીતું મળે તો નજર ફેરવી લે કારણ કે ડર હોય કે હમણાં તે દીકરા વિષે પૂછશે તો? અને આ દુ:ખ શાયદ મૃત્યુના દુ:ખ કરતા અનેકગણું વધારે હોય છે ત્યારે કોઈ બે ઘડી હાથ પકડી વાત સાંભળે/ તેના બે શબ્દો હળવા કરે તેવું હોવું જોઈ પણ  આ સમયે સમાજ તેમને સહારો/આશ્વાશન આપવાને બદલે તેમને   ખોટું થયું તેવો જ એહસાસ કરાવવામાં આવે છે અને મરી-મસાલા ઉમેરે છે . જેમ કે, તેમને તમારો વિચાર પણ ન કર્યો કે બિચારા માં-બાપ એકલા થઇ જશે? શું કરશે? વગેરે..  


એટલું જ નથી જયારે કોઈ દીકરી તેના પિતાનું ઘર છોડી કોઈ દીકરા સાથે ભાગી જાય ત્યારે માં-બાપને જે દુ:ખ થાય તે જયારે કાચ ફૂટ્યા બાદ તેના દરેક ટુકડા માં  પોતાનો પ્રતિબિંબ  દેખાય તેવું હોય છે. ઘરમાં દરેક જગ્યાએ તેને જોવે છે જેમ કે, તેના રૂમમાં, જમતી વખતે, ફરવા જતી વખતે, તેના કબાટ-તેના કપડા જયારે તેની સામે આવે ત્યારે તેની આંખનો દરિયોં છલ્કાય  છે, માં-બાપ સમાજથી છુપાવા માંગે છે પણ દીકરી એ તો હરખના સમાચાર છાપામાં આપી દીધા ત્યારે પોતાના દુ:ખની વાત કોને કરવી અને સમાજ પણ તેને ટેકો આપવાને બદલે તેને ટોકે છે કે દીકરી તો ચાલી ગઈ ને!, આ માં-બાપ દીકરીને તેની ખુશી ગણી સ્વીકારી લેશે તો પણ સમાજ કેહ્શે તમારી દીકરીની ભૂલ જ હતી તે ન કરાય, આ કરાય વગેરે. જયારે તેમને બે હળવાશ ભર્યા શબ્દોની જરુંર હતી ત્યારે સૌ એ બળતામાં ધી હોમ્યું પણ કોઈએ આગના ઠારી. અને કોઈ માં-બાપ તેના સબંધ તોડી નાખે તો પણ ઉઠમણું રાખી લોકોને કહી નથી શકતો કે આજ તમારે જે કઈ બોલવું હોય તે બોલો, પછી કઈ ન કેહતા. 

અહી વાત એ છે કે આપને હમેશા સમાજને જ ધ્યાનમાં લઇ છીએ. સમાજને ખરાબ ના લાગે માટે આ કરવું અને તે કરવું, ઉઠમણાંમાં આવનાર કેટલી વ્યક્તિને દુ:ખ હતું? પણ જો ન રાખી તો ખરાબ લાગે એટલે ઉઠમણું રાખવાનું. આપને આપના રીત-રીવાજો,પરંપરા વગર વિચારે નિભાવીએ છીએ, પણ શા માટે? પેહલાના જમાનામાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના ઘરની પુરુષ વ્યક્તિ મૂછ-દાઢી કાઢવી નાખે, મુંડન કરાવે તેનો કારણ એ હતું કે તે જમાનામાં મીડિયા આજ જેવું ઝડપી ન હતું કે,આજે  કોઈના મૃત્યના સમાચાર ગામ-બહારમાં ફોનથી આપી શકાય. વર્ષો પેહલા ગામમાં પણ દુર સુધી સંદેશ મોકલવામાં વાર લગતી એટલે સમયને સાચવી વિધિ કરવામાં આવતી અને ત્યારબાદ આ ગામજનો, અન્ય જયારે મળે ત્યારે તેમને ખ્યાલ આવે કે કઈ અણબનાવ બની ગયો છે અને તેમને ખ્યાલ આવે કે તેમના સબંધી હવે આ દુનિયામાં નથી રહ્યા. પણ આપને આ જમાનામાં આ વિધિ-પરંપરાનું પાલન કરી છીએ પરંતુ આજે માત્ર ૧ જ મિનટમાં દુનિયાના કોઈ પણ ખૂણે આવા સમાચાર પહોંચાડી શકાય છે ત્યારે આ વિધિ માત્ર ઔપચારિક છે. જેમ દીકરા/દીકરીના નિર્યણથી જે સમાચાર વાયુ વેગે ફેલાય જાય તે જ રીતે મૃત્યુના પણ ફેલાય જ જાય છે માટે નીતિ નિયમો અપનાવવા ખાતર નથી પરંતુ સમજીને અપનાવવા જોઈ. 

માનવી  કોઈ ખર્ચ કરવો હોય તો અનેક વિચાર કરે છે,માતા-પિતા વસ્તુ કરી, કુટુંબીને જમવાનું કેહવા ઈચ્છે છે પણ સંતાનોએ  ઘર લીધું ત્યારે માત્ર લોકોને કથામાં બોલવી પ્રસાદ આપી ગૃહપ્રવેશ કરેલ, કારણ વાસ્તુ કરીએ તો ઘણો ખર્ચ થાય, જમણ પણ થાય. સંતાનના ભણતરનો ખર્ચ,અન્ય ખર્ચ વગેરેને કારણે કે માં-બાપને જાત્રા ન કરાવી શકે, ઉપરાંત પોતાના ધંધા-નોકરીમાં વ્યસ્ત માં-બાપ માટે સમય ન હોય, પરંતુ તેમના મૃત્યુ બાદ આગ્રહ રાખે કે અસ્થી હરિદ્વારમાં જ પધરાવી છે અને પત્ની-દીકરા સાથે ક્રિયાકાંડ કરવા જશે, 4-5 દિવસ નોકરી-ધંધામાં રજા પણ રાખશે અને વર્ષી કરી કુટુંબ જમણ પણ કરશેમાં-પિતા જીવતા તેમને ગંગા દર્શન કરાવ્યા હોત તો? તમના જીવતા કુટુંબી વર્ષમાં એક વાર સાથે જમ્યા હોત તો? જીવતા જીવ બળ્યા અને ચિતાને આગ આપ્યા બાદ તેમના  જીવને ઠારવા પ્રયત્ન કરે, ધૂન-ભજન કરે, બીજું દર વર્ષે પિતૃને પાણી તર્પણ કરે. વડીલ જયારે પથારીવશ હતા ત્યારે તેમને એક ગ્લાસ પાણી પીવડાવતા-પીવડાવતા પણ ક્રોધ કરતા કે આ સેવા ક્યારે પૂરી થશે અને મૃત્યુબાદ વર્ષો-વર્ષ પાણી રેડવાનું ભૂલતા નથી.ત્યારે ડ ર લાગે છે કે નડશે  તો? પણ એ નથી વિચારતા કે જેમને જીવતા હેરાન નથી કર્યા, તમારું ભલું ઈચ્છ્યું છે  તે મૃત્યુબાદ શું હેરાન કરવાના?રીત-રીવાજોમાં  તરી જવાને બદલે સમજી  વિચારી તેનું આચરણ કરવું જોઈ.

Wednesday, January 9, 2013

હાય રે ગરીબી!












જાહેર રસ્તા પર આ રીતે કપડા સુકવેલા જોયા બાદ આ ગીત જરૂર યાદ આવી જાય.

રેહને કો ઘર નહિ, સોને કો બિસ્તર નહિ, અપના તો હૈ રખવાલા, અબ તક ઉસી ને હૈ ......................