Wednesday, September 26, 2012

ગણેશચતુર્થી -ગણેશોત્સવ



દીકરો: માં આજે મંદિરમાં લખ્યું છે કે છ્પ્ન ભોગના દર્શન છે.

માં:હૈ આજે છ્પ્ન...... છ્પ્પ્પપ્પ્પ્ન ભોગ છે?

દીકરો:માં આ છ્પ્પ્પપ્પ્પ્ન ભોગ એટલે શું

માં: બેટા ભગવાનને છપ્પ્પ્ન વાનગીઓ પ્રસાદમાં ચડાવાય તેને છપ્પ્પ્ન ભોગ કેહવાય.  

દીકરો:માં ભગવાન કેટલા નસીબદાર છે, તેને તો કેટલું બધું પેટ ભરવા મળે છે, તો પણ એનું પેટ કેમ નથી ભરાતું? કાલે તો આપના શહેરની મધ્યમાં મંદિર છે ત્યાં છપ્પ્પ્ન ભોગ હતા, આજે બે જગા પર છે તો પણ કેમ એનું પેટ નહિ ભરાતું હોય કે લોકો તેને આટલું બધું આપે છે. અને એક સાથે આટલી બધી વાનગી! મેં તો  કદી ચાખી પણ નથી. અને ભગવાનને મંદિરે જઈ કહે છે, 
ભગવાન તમને તો આટલું બધું મળે છે, અમારે એક સાથે આટલું અન્ન નથી જોઈતું પણ  છ્પ્ન દિવસ જેટલું અમને એક ટંક જમવા મળે એવું કૈક કરો. વધુમાંકહે છે... તમે તો ગણેશદાદા છો, અને દાદા તો તેના સંતાનને ભૂખ્યા રાખી ન જમે, તેને તો તેના સંતાન જ પેહલા હોય તો તમે કઈ રીતે રોજ રોજ આ રીતે ભોગ લ્યો છે? તમને તમારા સંતાન પર દયા નથી આવતી? અમે તો ઘણી મેહનત કરીએ છે પણ બધું બહુ મોંઘુ મોંઘુ હોય છે કે રોજ ઘરના ચાર સભ્યમાંથી એક તો ભુખ્ય રહે ત્યારે જ મહિનો નીકળે  અને કોઈ દિવસ તો અમે બને ભાઈ એક રોટલી માંથી બે બટકા/કટકા  કરી ખાઈ છે કે બીજે દિવસ માટે કૈક બચે.. વિઘ્નહર્તા તમે તો લોકોના વિઘ્ન દુર કરો છો, લોકો તમને બે હાથ જોડી પોતાના વિઘ્ન દુર કરવા વિનંતી કરતા હોય છે તે સાંભળી તેમની ઈચ્છા પૂરી કરો છો પણ દાદા હું તો તમારી સામે ઉભો છું ,તમે અમારા વિઘ્નો તો જોવો છો કે તમારા ભક્તો અમને દર્શન કરવા પણ આવવા નથી દેતા તો પ્રસાદ ક્યાંથી આપેહું આપને વિનંતી કરું છું કે મને  અને મારા જેવા અહીં અનેક ઉભા છે તેમને તમારા ધરેલ ભોગ જેટલું રોજ નહિ પણ વર્ષે અન્ન મળતું રહે તેવા આશીશ આપજો. 

આપણે  ત્યાં આવા અનેક લોકો છે જે મેહનત કરે છે પણ મોંઘવારી તેને બે ટંક જમવા પણ નથી દેતી. ત્યારે  શહેરમાં ચોકે-ચોકે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી તેમની જે રીતે ભક્તિ, શ્રદ્ધા-અંધશ્રદ્ધાથી જે ઉજવણી કરવામાં આવે છે તે જોઈ અનેકને ઈર્ષા આવે છે. આપણે ત્યાં મકાન ખાલી કરાવી ત્યાં મંદિર બનાવાય છે, લોકોને મારી ભગવાનને જીવાડવામાં આવે છે, કોઈ ભૂખ્યાનું પેટ ભરવાને બદલે જેના થકી, જેના આશિષથી છે  તેવા ભગવાનને છ્પ્નભોગ ધરવામાં આવે છે.અનેકગણો ખર્ચ આ રીતે કરવાને બદલે એટલા પૈસાથી કોઈ ગરીબને ભણતર માટે/કોઈ દર્દીની સારવાર માટે પૈસા ઉપયોગમાં લેવામાં આવે તો જનસહભાગ દ્વારા ઘણા પ્રશ્નોનો નિકાલ આવી શકાય.  સાર્વજનિક ગણેશ ઉત્સવને સાથી હાથ બઢાના ની ભાવના કેળવી આ મહોત્સવને સમાજ ઉપયોગી અને અર્થસભર બનાવી શકાય.

Monday, September 17, 2012

ઓળખ-પત્ની કે ઘરવાળી

(આપણા સમાજમાં સ્ત્રીના લગ્નબાદ સામાન્ય રીતે તેને ઘરવાળી તરીકે જ ઓળખ મળે છે, તેને માન -સન્માનનો નથી મળતું. અને તે માટે સ્ત્રીએ જાગ્રત થવું જરૂરી છે, આવી જ એક વાત જયરે એક સ્ત્રી બીજી સ્ત્રીને સાચી હકીકતથી વાકેફ કરે છે અને આંખ ખોલે છે.)

આજે સવારે માર્કેટમાં થોડી ખરીદી કરતી હતી ત્યારે જ  બાજુની દુકાનમાંથી કોઈ જાણીતો અવાજ સંભળાયો, ફરીને જોયું તો અમારા જુના પાડોશી સમજુબેન પણ ખરીદી કરવા આવેલ હતા. સમજુબેન અને અમે ૩/૪ વર્ષ પાડોશમાં સાથે રહેલ, બે ઘર વચ્ચે સારો સબંધ હતો, બનેના સંતાનો વચ્ચે ૫/૬ વર્ષનો ફેર હતો પણ  સારી મિત્રતા હતી. મારા પતિની સરકારી નોકરી હતી અને પ્રમોશન મળતા અમારે બહારગામ જવાનું થયું, અને બહારગામ જતા બે ઘર વચ્ચેના સબંધમાં પ્રેમ યથાવત રહ્યો હતો પણ ક્યારેય ફોન પર પણ વાત થઇ ના હતી એટલે કોણ શું કરે છે, ક્યાં છે તેનાથી અજાણ હતા. પરંતુ આજે વર્ષો બાદ ફરીથી મુલાકાત થતા બનેના ચહેરા પર ખુશી હતી અને રસ્તા પર જ અનેક સવાલોની ચર્ચા કરવા લાગ્યા. બને એ એકબીજાના સરનામાં લીધા ને મળતા રેહવાનું નક્કી કર્યું. સમજુબેનને તેમના પુત્ર ચિંતનના સમાચાર પૂછ્યા તો કહે કે કોલેજ હજુ પૂરી કરી છે અને તેના પપ્પાને દરજીકામમાં થોડી ઘણી મદદ કરે છે. તુરંત જ મેં પૂછ્યું કે તેમન લગ્ન ક્યારે કરવાના છે, છોકરી જોવાનું ચાલુ કરી નાખ્યું કે વાર છે? ત્યારે હસતા હસતા કહે છે, ના બેન હજુ તો વાર છે, સરખું કમાવા લાગે ત્યારબાદ વિચારીશું. આમ, આવા અનેક સવાંદો ચાલ્યા અને લાંબી વાતો પછી બને છૂટા પડ્યા.

ઘરે આવ્યા બાદ મેં બધી વાત પતિદેવને કરી, તેઓ પણ રાજી થયા. વાતને છ મહિના વીતી ગયા અને એ દરમ્યાન માત્ર ૧/૨ વાર ફોનમાં તેમની સાથે વાત થયેલ. એક દિવસ સાંજે સમજુબેન અને તેમના પતિ અમારે ત્યાં તેમના પુત્ર ચિંતનના લગ્નની વાત કરવા આવેલ, અમને કેહવા લાગ્યા કે કોઈ સારી છોકરી હોય તો જણાવજો, આપણા ચિંતનના લગ્ન આ વર્ષે જ કરવાનું વિચાર્યું છે. મેં પૂછ્યું કે બહેન તમે તો કેહતા હતાને કે હજુ તો વાર છે અને આ અચાનક? અને જવાબમાં સમજુબેન બોલ્યા કે હવે મારી તબિયત સારી નથી રેહતી, મને કમર અને પગના દુખાવા થઇ ગયા છે, ડોકટરે કામ કરવાની નાં જ પાડી છે, અને ઘરના બૈરાવ કામ ન કરે તો ક્યાંથી ચાલે? આ લોકોને કેટલી તકલીફ પડે એટલે ચિંતનના લગ્ન કરવાનું વિચાર્યું અને આપણને જોઈએ તેવી છોકરી મળી જાય એટલે વિલંબ નથી કરવો. ચિંતન બાજુના શહેરમાં અમારે એક સબંધીને ત્યાં નોકરી પર જોડાય જશે, અને રજાના દિવસે અહી આવતો રેહશે. આ વાત સાંભળી મારા મનમાં અનેક સવાલો ઘૂમરાવા લાગ્યા અને સ્વભાવ મુજબ બોલ્યા વગર ન રહી, મારાથી કેહવાય જ ગયું કે મને માફ કરજો પણ હું જાણવા માંગું છૂ કે તમારે ઘરવાળી/કામવાળી જોઈએ છે કે વહુ? ચિંતનની પોતાની કોઈ આવક નથી, કમાવાની શરૂઆત કરે છે ત્યારે આ નિર્યણ તમે કઈ રીતે લઇ શકો? શું સ્ત્રીનો જન્મ ઘરકામ કરવા જ થયો છે? ચિંતન અત્યારે ૨૧ વર્ષ નો ન હોત, સગીર હોત તો તમે શું કરત? ઘરમાં પુરુષને પણ ઘરકામમાં હાથ પોરવતા શીખવો, ભગવાન ન કરે પણ લગ્નબાદ તમારી વહુ પણ બીમાર પડે કે ન બનવાનું બને તો તમે શું કરો? છોકરો કે છોકરીની  લગ્નની ઉમર પાકેલ છે કે નથી તે ધ્યાનમાં રાખવાને બદલે હવે આપણે કોઈની જરૂર છે તેના આધારે તમે કઈ રીતે સંતાનના વિવાહનું વિચારી શકો? 

મારી આ વાતથી થોડીવાર તો સમજુબેનને ખરાબ લાગ્યું પરંતુ ઘરે ગયા બાદ તેને મારા શબ્દો પર વિચાર્યું અને મારી વાત સાથે સહમત થયા. ઘરમાં પતિદેવ અને ચિંતન થોડી ઘણી મદદ કરવા લાગ્યા, અને થોડું કામ કામવાળી બાઈ રાખી કરવા લાગ્યા. આ રીતે ૪ વર્ષ વીતી ગયા અને તે દરમ્યાન ચિંતન પણ પોતાની નોકરી છોડી અલગ વ્યવસાય ચાલુ કર્યો, સારી આવક મળતી હોવાથી હવે પિતાને પણ તેમના વ્યવસાયમાંથી નિવૃત કરી દીધા હતા. તેમના જ ગામની કન્યા સાથે લગ્ન પણ થઇ ગયા અને ચિંતનની પત્ની ઘરે ટ્યુશન વર્ગ ચલાવતી હતી. ઘરના કામમાં સાસુને અને આવકમાં પતિને મદદ કરતી હતી.

આપનો સમાજ હજુ પણ સ્ત્રી એટલે ઘર સંભાળનાર, સાચવનાર , ઘરકામ કરનાર તરીકે જ ઓળખે છે. અનેક ક્ષેત્રે જંપલાવ્યું છે, પ્રગતિ કરી છે, તો પણ તેને સમાજમાં જે જોઈએ તે નથી મળતું. આપણો  સમાજ  સ્ત્રી એટલે અમુક કામ
કરતી વ્યક્તિ અને પુરુષ એટલે કોઈ ખાસ કાર્ય કરતી વ્યક્તિ તરીકે ઓળખે છે. આજે કોઈ સ્ત્રી બાઈક ચલાવતી હોય તો સમાજ બોલે કે સ્ત્રી/છોકરી બાઈક ચલાવે છે, એક આશ્ચર્ય, નવીનતાથી લોકો જોવે છે, એકલી કોઈ સાહસિક સફર કરે તો પણ એક સ્ત્રી થઈને પણ તેને સાહસ કર્યું તેવા શબ્દો વાપરવામાં આવે છે. સ્ત્રી-પુરુષના ભેદ તેના શારીરિક રચનાને બદલે તેની કાર્યશક્તિ/મર્યાદાથી કરવામાં આવે છે ત્યારે સ્ત્રીએ ભેદભાવ ભૂલાવવા/મીટાવવા અથાગ પ્રયત્નો કરવા પડશે. કોઈ પુરુષ જે કામ કરી શકે છે તે સ્ત્રી પણ કરી શકે છે માત્ર તેને બાંધી રાખવામાં આવી હોય છે કે સ્ત્રીએ આ ન કરાય, ના કરી શકે વગેરે,,તે બધું જ કરી શકે છે અને કરે છે માત્ર જરૂર છે વિચારસરણી બદલવાની. અને તે માટે સ્ત્રીએ જ સૌ પ્રથમ સ્ત્રીને પ્રોત્શાહન આપવું પડશે. જો સ્ત્રીસમાજ જાગ્રત બનશે તો પોતાની ઓળખ માત્ર ઘર કામ કરનાર વ્યક્તિ તરીકે મિટાવી અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધી પોતાની ઓળખ મેળવી શકે છે તે સમાજ સ્વીકારતો થઇ જશે. અને ત્યારે જ દરેક  ઘરમાં ઘરવાળીનો  નહિ પરંતુ એક સ્ત્રીનો પ્રવેશ થશે જે પોતાની આવડત,શક્તિને ન્યાય આપી શકશે.