Thursday, August 23, 2012

કોણ અપના કોણ પરાયા


ફોટામાં રહેલ ચી. કુમાર દિવસ પેહલા ઘર છોડી ચાલ્યા ગયા છે અને અમારા કેહવામાં નથી. અમારા સગા-સંબંધી, સ્નેહીઓ, મિત્રો કે અન્ય કોઈ પણ વ્યક્તિએ તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહિ. તે પોતાની રીતે સ્વતંત્ર છે. તે જે કૃત્ય કરે કે તેમજ અન્ય કોઈ તેની સાથે કોઈપણ કઈ પણ વ્યવહાર કરશે તો સંપૂર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની રેહશે. તેમાં અમારી કોઈ જવાબદારી રેહશે નહિ તેની  લગતા-વળગતા સૌએ નોંધ લેવી.
                                           લી.____


ફોટામાં દર્શાવેલ ટોમી દિવસ પેહલા ઘર છોડી ચાલ્યો ગયેલ છે, વર્ષોથી અમારી સાથે રહી વફાદારી નીભાવનાર ટોમી કોઈ ને મળે તો તાત્કાલિક અમારા મોબાઈલ નં. ********** પર સંપર્ક કરવો. માહિતી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે.

લી.___



સબંધમાં કોઈવાર લાગણીને ઠેંસ પહોંચે છે, મનભેદ અને મતભેદ થાય પણ રીતે જાહેર નોટીસ આપવાથી શું મનને શાંતિ મળવાની છે.?

જાનવર જે તમારી વફાદારી કરે છે એટલે તમે પણ કરશો એમને?       

Wednesday, August 22, 2012

સંબંધ સાથેના વ્યવહાર અને વ્યવહાર વગરના સંબંધ

વ્યક્તિ દુનિયમાં જન્મ લે ત્યારથી તે સંબંધ  લઈને આવે છે.માતા-પિતા,દાદા-દાદી, નાના-નાની, ભાઈ-બહેન, કાકા-કાકી, માસ-માસી વગેરે..સમય જતા નવા સંબંધ બને છે, જેમ કે, પોતાના ભાઈ-બહેનના લગ્ન થવા, પોતાના લગ્ન થતા પતિ/પત્ની સાથે, તેમજ તેની સાથે સાસુ-સસરા, મામાજી-મામીજી વગેરે.....પારિવારિક સંબંધ  સિવાય અન્ય ઘણા સંબંધ  જિંદગીમાં બંધાય છે.નવા સંબંધ  બનતા ઘણીવાર જુના સંબંધ  તૂટતા જાય છે. માનવી માટે આકરી કોઈ કસોટી હોય તો સંબંધ  સાચવવાની, જન્મથી મળેલ સંબંધ  અને પછી મળેલ સંબંધ  ને કેવી રીતે ટકાવી રાખવા, ન્યાય આપવો. સંબંધ  એક પવિત્ર ઝરણું છે.પરંતુ આપને ત્યાં સંબંધ  કરતા વ્યવહારને મહત્વ આપવામાં આવે છે. કોઈવાર માત્ર સંબંધ  હોય પણ વ્યવહાર હોય તો કોઈવાર વ્યવહાર હોય પણ સંબંધ  હોય. સગા-સબંધીમાં ખરાબ/ખોટું ન લાગે તેની કાળજી રાખવી પડે છે, સગામાં વ્યવહાર સાચવવાનો ભાર હોય છે, થોડી ચિંતા હોય છે. સંબંધ  બે કે વધારે વ્યક્તિ વચે લાગણીનો સેતુ છે, નિર્પેક્ષ રીતે બનેલ સંબંધ  કોઈપણ જરૂરિયાત વગર બનેલા હોય છે, કાયમી અકબંધ રહે છે. યુગમાં લાગણીનું મહત્વ ઓછુ થઇ ગયું છે અને એટલે અનેક સંબંધ  બને છે અને તૂટે છે પણ વ્યવહાર રહે છે

* કોઈવાર આડોશ-પડોશમાં કે કુટુંબીને ત્યાં પ્રસંગમાં હાજરી આપી શકાય એમ હોય કે જવું હોય ત્યારે માનવી કોઈ ને કોઈ સાથે ગીફ્ટ કે કવર મોકલાવી દે છે અને બોલતા હોય છે કે વ્યવહાર તો સાચવવો પડે ને? પણ શું વ્યવહાર સાચવવાથી સંબંધ  ટકે છે? તો સંબંધ  છે? વ્યવહાર સચવાય છે પણ સંબંધ  સચવાતા નથી. કોઈ લોકો કુટુંબમાં કોઈને પણ ત્યાં કોઈપણ પ્રસંગ હોય હાજરી આપે છે અને વ્યવહાર પણ ઉંચો/મોટો કરે છે પણ તેમને કોઈની સાથે સંબંધ  નથી.પ્રસંગમાં લાગણી અને આશીર્વાદ વધારે મહત્વના હોવા જોઈએ પણ આપને ત્યાં ગીફ્ટ/કવર વગેરેને મહત્વ આપવામાં આવે છે. સંબંધ  છે કે જયારે તમને જરૂર હોય કે અન્યને જરૂર હોય ત્યારે તેમને સાથ આપવો, કામે લાગવું. કોઈવાર એકલતા અનુભવતા હોય/આકસ્મિક કોઈ તકલીફ હોય ત્યારે કોઈ એવા સંબંધ  હોય જેની સાથે તમે પોતાના દિલની વાત કરી શકો, મન હળવું કરી શકો.

* કુટુંબમાં લગ્ન, કથા કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યારે અનેક સંબંધને આમંત્રણ આપવામાં આવે છે, સંબંધીઓ સમયે આવે અને જાય પરંતુ દરેકને સાચવવા પડે. દરેકને સાચવવા યજમાનને સમતુલન રાખવું પડે અને કોઈવાર યજમાન પોતે જ પ્રસંગને માણી શકતો નથી કારણ કોઈ ને માઠું લાગે, તેમની આગતા-સ્વાગતતા કરવામાં ઓછુ ન પડે.આવા સંજોગોમાં સામાન્ય રીતે કોઈ મિત્ર સાથ આપતો હોય છે. લોહીનો સંબંધ  નથી, લાગણીનો સંબંધ છે અને તેમ છતાં લોહીના સંબંધીને સાચવવા મદદ કરે, સગો હોવા છતાં સગાને સાચવે, સગાને સાચવવામાં વ્યવહાર કરવાનું ભૂલી જાય તો પણ સંબંધ અતુટ રહે તે છે સાચો સંબંધ .અને એટલે કેહવાય છે ને સાચવવા પડે સંબંધ સાચા નથી હોતા અને સંબંધ  સાચા હોય તો સાચવવા નથી પડતા.પ્રસંગ સમયે જ સાચા સંબંધીની પરખ થાય છે, કારણ આવા સમયે જ મિત્રો અને કુટુંબીમાં કોઈ દુર હોવા છતાં નજીક આવે છે તો કોઈ નજીકથી દુર થાય છે.

Tuesday, August 7, 2012

નારી તું નાં હારી


આજના યુગમાં પણ સ્ત્રી-પુરુષના મત ભેદ જોવા મળે છે. અલબત સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પુરુષની સાથે જંપલાવ્યું છે અને પ્રગતિ કરી છે જેમ કે, સરકારી કંપની, પ્રાઈવેટ કંપની, બીઝનેસ, પ્રોફેસનલ પ્રેકટીસ, અવકાશ સફર, રાજકારણ, ખેલજગત   વગેરે..જયારે જયારે સ્ત્રી-પુરુષ સમોવડી/સમક્ક્ષની વાતો આવે ત્યારે આપને હમેશા ઉપરોક્ત સ્ત્રીની સરખામણી કરીએ છીએ. ભણેલ સ્ત્રી બધા કર્યો કરી શકે છે, પોતાની બુદ્ધિ અને નસીબના સથવારે જગતમાં નામના મેળવે છે. પરંતુ આપને અશિક્ષિત મહિલા જે શારીરિક પરિશ્રમ કરે છે, પોતાની આજીવિકા માટે બોજ ઉઠાવી કામ કરે છે તેને આપને ભૂલી જઈએ છીએ. અમુક વર્ગ અને અમુક વિસ્તારની મહિલા આર્થિક ભીસ કે સ્ત્રીને ભણવા જવાય વગેરે કારણોસર ભણી શક્તિ નથી પરંતુ તેમ છતાં પોતાના ઘરને (પતિ/પિતા) મદદરૂપ થવા માટે તેમના કામમાં હાથ બાંટે છે.
આર્થિક રીતે સદ્ધર મહિલા પોતે નોકરી કરતી હોય, સારો બીઝનેસ હોય તો પોતે કમાવા બહાર જશે ત્યારે ઘરમાં એક આયા કે કામવાળી હોય છે છે બધા કામ કરી દે છે, બાળકોને પણ સાચવે છે. કામ ધંધેથી ઘરે આવ્યાબાદ મહિલા માત્ર ટી.વી અને .સી.ના રીમોટ લઇ બેસી શકે છે.(અપવાદ હોય છે) પોતાના બાળકોની દરેક ભોતિકજરૂરિયાત પૂરી કરે શકે છે, જીદ પૂરી કરે છે, જમવાનું પણ થાકી ગયા હોય તો બહારથી મંગાવી શકે છે, ઘરે રસોઈ કરવા માટે માણસ રાખે છે, કામ ધંધે જવા માટે વાહન છે.પરંતુ પછાત વર્ગની મહિલા જેની પાસે રેહવા માટે કાચું મકાન છે, છત પણ પતરાની છે તે મજુરી કરી ગુજરાન ચલાવે છે. માટે તે કોઈ મકાન/ઈમારત બનતી હોય તેમાં માલસામાનની હેરફેર કરવામાં મદદ કરે છે. પોતાના શિર પર ઈંટના ઢગલા લઇ ઉપર-નીચે માલ લઇ જાય છે, રેતી ભરેલા મોટા તગારા પણ ઉપાડી રેતીના ઢગલામાં ચાલી માલસામગ્રી પહોંચાડે છે.તડકો-વરસાદ હોય તે પોતાનું કામ કરે જાય છે, અને દૈનિક આવક માટે સવારથી સાંજ મેહનત કરે છે સૂર્યનારાયણ દેવ પણ ગગનમાંથી પ્રકાશની સાથે તાપવર્ષા કરે જાય છે ત્યારે લોઢાની વસ્તુને હાથ પણ લગાવો એટલે આગમાં હાથ નાખવા બરોબર હોય ત્યારે આવી સ્ત્રી કામ કરે જાય છે અને તે પણ ભારતીય પરંપરા/રીતરીવાજ પ્રમાણે સાડી પેહરીને . તેમના બાળકો જે સ્થળ પર કામ ચાલતું હોય ત્યાં રેતીના ઢગલામાં બેસી રમે છે, જમે છે અને સુવે છે. છતાં તેઓ હસતા હોય છે, કોઈ વાર રડે તો તેની માં બે ઘડી તેને રમાડી પાછી તેના કામમાં લાગી જાય છે સવારે ટીફીન લઇને  જાય અને સાંજે પણ ચુલા પર રસોઈ બનાવે છે.

કામ ચાલતું હોય તે જગ્યાએ કોઈ વાર જમીને વિસામો લે છે, શાયદ તે બોલતા હોય..'રેહને કો ઘર નહિ, સોને કો બિસ્તર નહિ, અપના તો હૈ રખવાલા......'આપને જાણીએ છીએ કે શારીરિક શ્રમનો દુખાવો કોઈવાર અસહ્ય હોય છે તો પણ હિમત હાર્યા વગર કામ કરે જાય છે.ઉપરાંત કોઈવાર જોઈએ છીએ કે શાકભાજીનો વેપાર કરતી સ્ત્રી સવારે રેકડી લઇ પોતાનો ધંધો કરવા નીકળી જાય છે ત્યારે તેના  બાળકનું ઘોડિયું પણ રેકડીમાં નીચે બનાવી લે છે, રમાડતી જાય, ખવડાવતી જાય અને કમાતી જાય. બાળક ઘોડીયામાંથી ડોકા તાણે અને માં ને હેરાન કરતા હોય તો પણ પોતાના પતિને મોબાઈલ કરી કેહતી નથી કે બાળક હેરાન કરે છે, કામ કરવા નથી દેતા વગેરે, શિક્ષિત સ્ત્રી જે નોકરી-ધંધો કરે છે તેને માનસિક પરીશ્રમ હોય તો પણ તે થાકી જાય છે અને તે કોઈવાર તેનો થાક ગુસ્સા દ્વારા રજુ કરે છે. પરંતુ આવી મજુર સ્ત્રી તેની પાસે કોઈ વિકલ્પ પણ નથી કે કોઈની પાસે કામ કરાવે. રીતે મજુર સ્ત્રીવર્ગ પણ પુરુષની જેમ મહેનત કરે છે અને સ્ત્રી-પુરુષના ભેદભાવ રાખવા જોઈ તેના ઉદાહરણ છે. શિક્ષિત મહિલા પોતાની ઓળખ મેળવવા, પ્રગતિ કરવા,પુરુષ-સ્ત્રીના વર્ષોથી ચાલ્યા આવતા ભેદભાવને સમતોલ કરવા/નાબુદ કરવા જે પ્રયત્ન કરે છે, મેહનત કરે છે તે રીતે અશિક્ષિત મહિલા પણ કુચકદમ કરી પોતાની આગવી ઓળખ મેળવવા, સ્ત્રી-પુરુષના ભેદભાવ દુર કરવા પ્રયત્ન કરે છે. આપને આવી સ્ત્રીને કોઈવાર ભૂલી જઈએ છીએ પણ તે ભૂલવું વાજબી નથી, તે પુરુષ સમોવડી નહિ પરંતુ ચડિયાતી છે તેમ કહી શકાય.