Wednesday, February 20, 2013

સમય સાથે સ્થાનની ફેરબદલી


આપના સમાજમાં દીકરીની ઘરે માં-બાપ ક્યારેય ખાલી હાથ ન જવાય એવી માન્યતા છે અને એટલે જ દીકરીના માં-બાપ કઈ ને કઈ વસ્તુ/નાસ્તો લઇ જ જાય. દીકરી ગમે તેટલી ના પડે પણ માં-બાપ ન જ માને અને તેમાં પણ પૌત્ર/પૌત્રી આવ્યા બાદ તો ખાસ. અને તે પણ રાહ જોતા હોય નાના તમે ક્યારે આવશો?મારા માટે શું લાવશો? ઘરમાં બધા કહે કે લાવવાનું ન કેહવાય પણ નાના-નાની આગળ તો હકથી માંગે અને તે રાજી રાજી લાવે પણ.પૌત્રી તેમની આતુરતાથી રાહ જોતી હોય છે, ક્યારે આવશે, હજુ કેમ ન આવ્યા? અને નાના-નાની આવે તે સાથે જ તેના હાથમાંથી જ બેગ લઇ લે, નાના-નાની ઘરમાં બેસે તે પેહલા તો વસ્તુ ખુલી પણ ગઈ હોય અને વડીલ માટે તે ક્ષણ દુનિયાની સૌથી પ્રિય ક્ષણ હોય છે.દીકરી-જમાયના સમાચાર તો પછી જ,પેહલા પૌત્રી/પૌત્રી. દીકરી તો વહાલનો દરિયા છે,દીકરી વિષે જે કઈ કહીએ તેટલું ઓછુ પણ તેનાથી પણ વિશેષ વ્યાજ હોય છે. દીકરીને ના કહી શકે, ગુસ્સો કરે પણ પૌત્ર/પૌત્રી પર ન ગુસ્સો કરે અને ન કરવા દે, અને એટલે જ કેહવાય ને મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે. ૧ મહિનાની હતી ત્યારે પણ અને આજે ૨૨ વર્ષની થઇ તો પણ તે પરંપરા ચાલુ જ રહે છે પરંતુ
આજે નાના-નાની ઉમર ને લીધે બહાર નીકળતા નથી, ઘરમાં જ હોય છે અને ત્યારે દીકરી-જમાય,પૌત્રી સૌ તેમને મળવા જતા હોય છે. પૌત્રી મોટી થઇ ગઈ છે, બહારગામ નોકરી કરે છે અને થોડા-થોડા દિવસે પોતાને ગામ માં-બાપને મળવા આવે છે ત્યારે નાના-નાનીને પણ મળે જ. હવે પોતાને પગભર દીકરી નાના-નાનીને મળવા જાય ત્યારે તેમને ગમતી અને ભાવતી વસ્તુ લઇ ને જાય છે. આપને ત્યાં માં-બાપ દીકરી ના ઘરનું ન જમે, કઈ ન લે પણ પૌત્રી આગળ તો તેમનું કઈ ન ચાલે અને આજે જયારે તે પ્રેમથી વસ્તુ લાવે છે ત્યારે તેના નાના-નાની ના પણ નથી કેહતા અને રાજી-રાજી તેની લાવેલી વસ્તુ સ્વીકારે છે. અહી, પૌત્રી જયારે નાની હતી ત્યારે તેને માટે જે કઈ વસ્તુ લઇ ને જતા ત્યારે બનેને જે ખુશી થતી તે જ ખુશી આજે પણ છે તફાવત માત્ર સ્થાનની ફેરબદલી જ છે.
 

Sunday, February 17, 2013

HE WILL PROPOSE ME YES/NO? HE WILL PROPOSE ME YES/NO? YES BUT…….


અનમોલ અને અમોલ બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. અનમોલ માટે પ્રથમ જોબ હતી, પેહલી જ જોબ હોય થોડો ડર હતો, કોની સાથે કેવી રીતે વાત કરવી વગેરે મુંજવણ રેહતી. અમોલ આ  કંપનીમાં ૬/૮ મહિનાથી કામ કરતો હતો. અનમોલ અને અમોલ બંને એક જ ટીમમાં હતા, અનમોલ ખુબ સ્વમાની છોકરી હતી, કામમાં પૂરી લગન અને મહેનતથી કામ કરતી જયારે અન્ય છોકરીઓ ઓફિસના અન્ય છોકરા પાસે કામ કરાવતી, તેમની સાથે બહાર હરવા-ફરવા પણ જતી. જયારે અનમોલ ક્યારેક જ તેમને જોઇન્ટ કરતી અને અમોલ પણ. અનમોલને ઓફિસમાં કઈ પણ મુશ્કેલી પડે તો તે અમોલને જ પૂછતી. અમોલ કો-ઓપરેટીવ હતો અને અનમોલને યોગ્ય જવાબ આપતો. અમોલ પણ સ્વમાની હતો, તેને સ્વાર્થી લોકો ન ગમતા અને તે ઓફીસના અન્ય સાથે માત્ર કામથી કામ જ વ્યવહાર રાખતો. આમ, અમોલ અને અનમોલ બનેના સ્વભાવ સરખા હતા. બંને ધીમે-ધીમે ફ્રેન્ડ બની ગયા. રોજ કોમન SMS કરતા, રજાના દિવસે પણ ફોન પર વાત કરતા, અને ઘણી વાર સુધી વાર કરતા. આમ, બનેને એક-બીજા વગર ચાલતું ન હતું.

અનમોલને લવ એટલે શું એ ખ્યાલ ન હતો, તે લગ્ન/લવ વગેરે માટે ક્યારેય ન વિચારતી, તેને એ બધુ ખોટું જ લાગતું. અને એટલે જ તેના કુટુંબી કે મિત્ર કોઈ તેના અને અમોલ માટે ફ્રેન્ડશીપ સિવાય બીજું કઈ વિચારી પણ ન શકતા. અમોલ અનમોલના પ્રેમમાં હોય તેવું તેના મિત્રને લાગતું પણ તે કશું બોલતો નહિ તેવું તેમને લાગતું. ૧ વર્ષ બાદ કોઈ કારણથી બંને તે નોકરી છોડી અને ત્યારબાદ બંને જુદી-જુદી નોકરીમાં જોડાયા.ધીમે-ધીમે બનેનો કોન્ટેક્ટ ઓછો થઇ ગયો, અનમોલ ફોન કરે અને અમોલ સાથે વાત ન થઇ શકે તો તેને ગમતું અને અમોલ ને પણ એવું જ થતું. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા પણ તેમને ખ્યાલ ન હતો કે આ પ્રેમ છે અથવા એકબીજાને કેહવા માટે ડરતા હતા. અનમોલ ઘણીવાર વિચારતી કે જો અમોલ સાચે જ તેને પ્રેમ કરતો હોય તો પોતાની નાની-નાની જરૂરિયાતનું ધ્યાન રાખે, ગીફ્ટ આપે પણ એવું કઈ ના હતું એટલે તે વિચારતી કે અમોલ તેને લવ નથી કરતો અને તેને પ્રપોસ ન કરતી. અમોલને પણ આવું જ કઈ થતું અને તે પણ પ્રપોસ ન કરતો. સાયદ બનેને એકબીજા ના કહે તેવો ડર હતો. અનમોલ ઘણી વખત કાગળ પર He will propose me Yes or Not કરે રાખતી
Yes
No
Yes
No
Yes
અને હમેશા જવાબ યશ જ આવતો, ઉપરાંત આવા અનેક અખતરા કરતી અને હમેશા જવાબ યસ જ આવતો અને એટલે જ તે અમોલના પ્રપોસ માટે રાહ જોતી. 

આ દરમ્યાન અમોલના પિતાની તબિયત નાતંદુરસ્ત રેહતા તેમને અચાનક અમોલના લગ્ન કરાવવાનો નિર્યણ લીધો, પોતાના જ એક મિત્રની દીકરી સાથે તેના લગ્ન નક્કી કરી નાખ્યા, અમોલની ઈચ્છા જાણ્યા વગર અને અમોલ કઈ વિરોધ પણ ન કરી શક્યો કારણ પિતાની તબિયત ગંભીર હતી. થોડા દિવસમાં જ તેને અનમોલને ફોન કરી પોતાના લગ્નની તારીખ જણાવી અને કહ્યું કે તારે આવવાનું છે, તને કંકોત્રી નહિ આપું કારણ ઘરનાને કંકોત્રી ન હોય. ત્યારે તેના અવાજમાં એક દર્દ હતો જે અનમોલને અહેશાશ થયો, તે વિચારતી જ રહી કે શા માટે પોતે પ્રપોસ ના કર્યું અને પછી મનને માનવી લીધું કે શાયદ ભગવાનને મંજુર નહિ હોય, નસીબમાં નહિ હોય. તે ખુબ રડી, પેહલી વખત પ્રેમનો અહેશાશ થયો અને ...આ વાત ને ૮ મહિના બાદ અનમોલની પણ સગાઇ થઇ, તેના પણ લગ્નની તારીખ આવી ગઈ હતી. આ વાતની જાણ અમોલને થતા તેને અનમોલ ને ફોન કર્યો, તેને બેસ્ટ વિશિસ પણ આપ્યા અને અંતે કહ્યું અનમોલ I WAS IN LOVE WITH YOU પણ હું તને કહી ન શક્યો, તારી કેહવાની જ રાહ જોતો રહ્યો. આજે કેહવાનો કોઈ અર્થ નથી પણ એકવાર દિલની વાત તને કેહવાની ઈચ્છા હતી એટલે આજે કહી દીધું.  હું મારી પત્નીને પ્રેમ કરવા લાગ્યો છુ, તેનું ધ્યાન પણ રાખું છુ પણ FIRST LOVE CAN NEVER FORGET, I STILL LOVE YOU. સાચું કેહ્જે તું પણ મને લવ કરે છે ને? અનમોલ કશું બોલ્યા વગર રડતી જ રહી, અમોલને તેનો જવાબ મળી ગયો. બંને કાયમ મિત્ર રેહશે તેની ખાતરી આપી અને ફોન રાખી દીધો. અનમોલ ને પોતાની પોતે કાગળ પર યસ/નો લખતી અને હમેશા યસ જ આવતું તે યાદ આવ્યું, તે સાચું હતું પણ સમય પસાર થઇ ગયો હતો. અને આજે પણ તે જયારે એકલતા અનુભવે જે ત્યારે અમોલને યાદ કરે છે, કાગળ પર લખે તે મને ફોન કરશે/નહિ કરે ને જવાબમાં ફોન કરશે તેવું જ આવે છે અને ક્યારે ફોન આવશે તે દિવસની રાહ જોવે છે.

WHEN YOU FALL IN LOVE DON’T WASTE TIME TO WAIT , JUST PROPOSE. DEFINITELY YOU GET POSITIVE REPLY, ONCE TIME GOES NEVER COME BACK.