Friday, June 27, 2014

યે જો થોડે સે હૈ પૈસે ખર્ચ તુમપર કરું કૈસે.......


નાના-મોટા શહેરોમાં દિન-પ્રતીદિન ટ્રાફિક સમસ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે. સામાન્ય આજે દરેક ઘરમાં માંણસદીઠ એક વાહન જોવા મળે છે. દરેક વ્યક્તિ ભણવા જતી હોય કે નોકરી/ધંધા માટે વાહન પર જ જવાનું પસંદ કરે છે, કોઈ ચાલીને જવાનું પંસદ નહિ કરે. સાયકલ, સ્કૂટર કે ગાડી હોય જ છે અને જો ણ હોય તો ઓટો, બસ વગેરે...સૂરજદાદા ૪૦-૪૫ ડિગ્રી સાથે સાંજના ૬/૭ વાગ્યા સુધી પ્રકાશીત રહે છે. સામાન્ય પ્રજા બિનજરૂરી બહાર જવાનું દિવસભર ઠુંકરાવે છે, અમુક વર્ગ એ.સી. માં જ રહે છે ત્યારે રોજી-રોટી માટે નાના ગામમાંથી આ વયોવૃદ્ધ દંપતી બળદગાડામાં આ યુગમાં પણ વેપાર કરવા આવે છે. શહેરમાં આ બળદગાડું જોઈ બાળકો અચરજ અનુભવે છે. આ દંપતી વર્ષમાં જે-તે સિઝનને અનુરૂપ ફળ-ફળાદી લઇને પેટનો ખાડો ભરવા આવે છે. તાપ કે ટાઢ, પુર હોય કે અછત આ દંપતી  અચૂક ઘડીયાળના ડંકે વેપાર માટે નીકળી  જ જાય છે. આરામની જીન્દગી વિતાવવાનો સમય છે છતા પણ સંતાનોના ભાવી માટે, બે રુપિયા બચાવવા અને કમાવવા માટે દુર દુરના ગામમાંથી મોટા શહેરમાં આવે છે. દાદા દાદીને જોઈને ફિલ્મી ઢબે કેહતા હોય કે યે જો થોડે સે હૈ પૈસે ખર્ચ તુમ પર કરું કૈસે....
અને આજકાલના રમુજી ટીનેજરો તેમને જોઈ હસતા હસતા તેમની મજાકમાં કેહતા હોય છે કે દાદા-દાદી માટે ગીત ગાતા હશે ‘આજા મેરી ગાડી મેં બેઢજા, આજ મેરી ગાડી મેં બેઠજા, લોંગ ડ્રાઈવ જાયેગે, ઘુમેગે ફિરેંગે ઔર ક્યા??