Monday, December 26, 2011

સ્ત્રીનું ઘર? કયું ?

 

અનામિકાના લગ્નની કાલે ૨૦મી વર્ષગાંઠ નિમિતે થોડી ખરીદી કરવા બજારમાં ગઈ હતી ને અચાનક જ સ્કૂલની મિત્ર બનતા બને ખુબ ખુશ થઇ ગયા અને તેની મિત્રએ તેને મળતા જ સવાલ પૂછ્યો તું અહી આ બાજુ? તારે માં ને ત્યાં રોકવા આવી છો કે પછી સાસરેથી નીકળી છો? તેના આ સવાલથી અનામિકા મિત્રને મળ્યાની ખુશી ભૂલી ગઈ અને વિચારમાં પડી ગઈ--મારું ઘર કયું? એ વિચારે ચડે છે કે.. માં-બાપને ત્યાં હોય ત્યારે તેને જે કઈ પણ શીખવવામાં આવે ત્યારે કેહવામાં આવે કે સાસરું જ તારું ઘર છે, અહી આ ચાલશે ત્યાં નહિ ચાલે વગેરે.. અને જયારે તે સાસરે જાય છે ત્યારે સાસુ-સસરા કે પતિ દ્વારા તેને કેહવામાં આવે કે અમારા ઘરમાં આ નહી ચાલે તારે ઘરે ચાલતું હોય તો ભલે પણ અહી આ-તે નહિ જ થાય. નાનપણમાં તો સસરાને જ મારું ઘર ગણતા શીખવ્યું છે તો અહી કે આ લોકો અમારું ઘર એવું બોલે છે? મારું ઘર કયું?તે મિત્ર સાથે વાતો એ ચડે છે અને કહે છે...

આજે ૨૦ વર્ષ થઇ ગયા તો પણ તેને માટે તેનું સાસરું એ
સાસરું જ છે ઘરના માટે અને બહારના લોકો માટે પણ. અને તે પોતાના ઘરની શોધમાં ખોવાય ગઈ પણ સમાજે પણ તેને પિતાના ઘરે કે પતિના ઘરે જવાની સલાહ આપી. કોઈએ ન કહ્યું કે તારી ઘરે જા. શા માટે આવું? શા માટે સ્ત્રીને પોતાની ઓળખ નથી? ઘર નથી? આપના સમાજમાં આજે પણ દીકરી ને નાનપણથી જ પરાયી ગણવામાં આવે છે. તેનો ટાર્ગેટ માત્ર સાસરું જ એવું વારંવાર જોવા મળે છે. જમાનો બદલ્યો છે, થોડા સુધારા થયા છે છતાં આજે દીકરીને પોતાની ઓળખ મળી નથી. નોકરી  છે, પોતાનો વ્યવસાય છે છતાં તે હમેશા પોતાના હક્ક-અધિકાર માટે લડતી હોય છે. સ્ત્રી કોઈ  ઘર શુગારની વસ્તુ નથી કે કોઈ આવવાના હોય ત્યારે ડેકોરેશન કરે તે રીતે શુશોભિત થઇ જાવ અને આવનાર પોતાના સજેશન અને રેન્કિંગ આપતા જાય. લગ્ન પછી 'જી' સીરીઝમાં સૌ કોઈ ઈન્તજારમાં હોય છે કે વહુ કઈ જગ્યાએ કઈ રીતે વર્તે છે, શું આવડે છે અને શું નહિ પણ છોકરાને શું આવું હોય છે? તે તો પોતાના સાસરિયામાં પણ લાડ સાહેબ બની રહે છે. જમાયને તો એક પણ આંચ ન આવે તેની તકેદારી રાખવામાં આવે છે. જો છોકરી તેના પતિગૃહને પોતાનું ઘર ગણે તો પતિ શા માટે પત્નીના ઘરને પોતાનું ઘર ગણી ન શકે? શા માટે મારા માવતર અને તેના માવતરના સબંધમાં તફાવત હોય છે? હું અહી ઘરમાં રહી મમ્મી-પપ્પા(સાસુ-સસરા)નું ધ્યાન રાખું, દવા અને જમવાનું સમયસર આપું, કોઈ કુસંપ પણ નથી પણ જયારે માત-પિતાબીમાર હોય ત્યારે શું પતિ તેની ખબર પૂછવા પણ સમયસર ન જઈ શકે? ન ફોનથી દિવસમાં એકવાર વાત કરી શકે? હું અહી મમ્મી-પપ્પાની સેવામાં માંત-પિતાને મળવા પણ ન જઈ શકું તો પતિની ફરજ નથી કે સ્વ ત્યાં જઈ થોડી વાર ખબર અંતર પૂછી આવે અને મને કહે?અને મમ્મી-પિતા પણ તેને ન કહે કે તું ત્યાં જઈને  કે ફોનમાં એકવાર સમાચાર જાની લે? માત-પિતાને ત્યાર ૨૪ વર્ષ રહી, પગભર બની. તેમને મેહનત પસીનો એક કરી મોટી કરી-ભણાવી નોકરીને લાયક બનાવી પરંતુ લગ્ન થાત સારી આવક પતિઘરે આપવાની, શા માટે? તેમનો કઈ હક્ક નહિ? ૨૪ વર્ષ સુધી મને લોકો જે નામે ઓળખતા તે નામ પણ બદલવાનું અને નવી ઓળખાણ બનવાની, શા માટે સ્ત્રીને જ આ નિયમ? કોઈના ઘરે જમવા જવાનું હોય તો સ્ત્રી વહેલી જાય ને મદદ કરાવે, ઘરના બોલતા હોય કે તૈયાર ભાણે જમવા જાય તે સારું ન લાગે અહી તો તમે તૈયાર દીકરી લઇ જાવ છો તેનું કઈ નહિ? અને તેમાં પણ કાંકરા તો ગોતતા જ હોય છે. નોકરી ૨ વર્ષ કરવાની છુટ આપી પણ તે પણ સબંધીને ત્યાં જ, જ્યાં નોકરી હતી તે ઉંચો પગાર, માર્યાદિત સમય હોવા છતાં પણ મુકાવી. એકવાર સવારથી  માતને ત્યાં રોકવા ગઈ હતી અને સમાચાર મળ્યા કે મમ્મીને સામાન્ય તાવ છે તો પણ હું અહી પાછી આવી અને માત-પિતા એ પણ મને એ જ કરવાનું કહ્યું પણ જયારે આજે જયારે માત-પિતા બને બીમાર છે ત્યારે મને અહીંથી કોઈ કેહ્તું નથી કે ૨-૩ દિવસ તું ત્યાં જઈ તેમની સેવા કર, મદદ કર, શા માટે આવું? અહી આ લોકોની સેવામાં ,વ્યવહારમાં મેં કોઈ ઉણપ નથી રાખી, પોતાનું જ ઘર છે અને તેમ જ માનીને રહી છુ તો શા માટે મને સહકાર નથી મળતો?ત્યાં રોકવા લગ્નના ૪ વર્ષ બાદ સૌની મંજુરી લઇ ૧૦ દિવસ રહી ત્યારે પણ દિવસો ગણવા લાગ્યા હતા, પરંતુ જે માત-પિતા એ ૨૪ વર્ષ ઉછેરી છે, જ્યાં હું મોટી થઇ છુ ત્યાં મને થોડા દિવસ રોકવા જવાનો પણ અધિકાર નથી? અને પતિ દેવ વ્યવસાયના બહાને મિત્રો સાથે હરવા-ફરવા ચાલ્યા જાય અને મંજુરી પણ લેવાની જરુંર નથી? પતિદેવને દિવસમાં એકવાર મિત્ર સાથે ગોષ્ટી કરવા જોય અને તે માટે ઘડિયાળ સામું પણ ન જોવે પરંતુ મારે મારા મિત્રની ઘરે પ્રસંગમાં જવાનું હોય તો પણ ૨-૪ દિવસ જાણ કરવી પડે અને તો પણ પ્રસંગમાં હાજરી બહુ મુશ્કેલીથી આપી શકાય. સ્ત્રી સ્વતંત્ર છે? આજે ૪૪ વર્ષની ઉમરે પણ મને શોધ છે મારા ઘરની. હું જવાબ નથી શોધી શકી જો તમને તમારું ઘર મળી ગયું હોય તો હું ખુશ થઈશ.  

સ્ત્રીનું ઘર?કયું
અંતે અનામિકાની સહેલી કહે છે તારી વાત સાચી છે પણ તું જાણે છે કે સ્ત્રી કોણ છે?

In simple words,

A girl/lady  is the most beautiful part of Gods creation,


She starts compromising at a very tender age,

She sacrifice her chocolates for her brother,

Later she sacrifices her full youth for her husband & children without complain.

End finally her life ends up only by compromising for others happiness.

She is that creature of God who no one can compete. 


Sunday, December 18, 2011

Don't Say me -Mummy/Mom







 

                                 


            


don't say Mom


 
    આજના આધુનીક્યુગમાં આવું જોવા મળે છે. સારું-ખરાબ સૌને ખબર છે પણ સામાન્ય રીતે નારી જાતને સુંદરતા ખુબ જ પ્રિય છે અને તે માટે પોતે ગમે તેટલી ઉમર તો હોય પણ ઉમર કરતા કોઈ તેને કહે કે તમે તો નાના લાગો છો તો ૨ વર્ષ વધારે નાના લાગવા પ્રયત્ન કરી દે છે અને bhuli જાય છે કે તેને સંતાનમાં દીકરી પણ છે તે તેનું અનુકરણ કરશે અને તેના આધારે અન્ય કેટલી સમસ્યાઓ ઉભી  થશે. આજે કોઈને ભાણેજ/ભત્રીજા માસી/કાકી/ચાચી કઈ ને બોલાવે તે પસંદ નથી. ફિલ્મી ડાયલોગ યાદ આવી જાય. 'don't say me માસી' અને દી તરીકે બોલાવે તે વધુ પસંદ કરે છે.  આધુનીક્યુગમાં દીકરા/દીકરીની માં તેને કેહ્શે...  Don't say me મોમ. તેમના બાળકો જાહેરમાં તેને નામ થી કે અન્ય કોઈ સંબોધનથી બોલાવશે તો કોઈ અચરજ નહિ થાય.શાયદ  મમ્મી માંથી 'મોમ' અને હવે મોમ માંથી 'મી' કેહ્શે.

Wednesday, December 7, 2011

વિદાય


 (એક કંકોત્રી માંથી )

કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો.

દીકરી તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છુ,  વિધાતાએ જે લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યો છુ. 

છે તું મારા કાળજાનો કટકો, અળગી કરી નથી ક્યારેય, તારી અમારી જુદાઈનું કોઈને વચન દઈને આવ્યો છુ.

દીકરી તારું શ્રીફળ આપી આવ્યો છુ. સ્વપ્ન મારા જે હતા તે હૃદયમાં બાંધી આવ્યો છુ.

પારકી થાપણ તું છે. ક્યાં સુધી સંભાળું ભારે હૈયે, તારી કંકોત્રી હેતના તેડા લખવા આવ્યો છુ.

સંસાર તારો સ્વર્ગ બને એ જ આશ ગુંથી લાવ્યો છુ, મારું દર્પણ તું જ છે, એવો અરીસો લાવ્યો છુ.

પરાયા પોતાના ગણી, લુંછી નાખ આંશુ દીકરી, ખુશીનો અવસર લાવ્યો છુ.

મારી લાડકી ઢીંગલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છુ, હૃદય મારું રડે છે, પણ મુખ પર સ્મિત લાવ્યો છુ.

ઘર આખું રડે છે દીકરીની વિદાયથી, આંગણું મારું સુનું થશે, હું વિવશ બનીને આવ્યો છુ.

વિદાય કરી દીકરીને પછી, છાના છાના ખુબ રડ્યા છીએ, કંઇક ખોવાયું છે અમારા હૃદયના આંગણામાં શોધી રહ્યા છીએ.

સ્મરણોમાં પાછી આવી, લ્યો મમ્મી-પપ્પા હું આવી ગઈ, કેમ માનતું નથી મન? અમે જાન ને વળાવીને આવ્યા છીએ.