Monday, August 29, 2016

Joy Of Giving


 
હું તો ગઈ તો મેળે..મેળે...લોક મેળો એટલે બાળકોની પ્રિય જગ્યા. ફજ્જર, ટોરાટોરા, રમકડાંના સ્ટોલ, આઇસ્ક્રીમ અને નાસ્તાના સ્ટોલ અને ઘણું બધું. જ્યાં નજર પડે ત્યાં બાળકનું મન લલચાય. હું નાની હતી ત્યારે પણ મેળે જતી, પાપા, બહેન સૌ સાથે જતા અને ખુબ જ આનદ કરતા, અનેક ચકરડીમાં બેસવાનું,હસવાનું અને નાસ્તો કરવાનો. રમકડા તો પાપા કોઈ મોટી દુકાનમાંથી જ લઇ દેતા, ના પડી તો પણ લઇ આવતા. પરંતુ મેળામાં મળતી દડી, સ્ટીમર, નાનો પંખો, કિચન સેટ વગેરે હજુ નજરકેદ હોય એવું લાગે છે. આ વર્ષે પણ અમે મેળામાં ગઈ પરંતુ ન ચકરડીમાં બેઠા ન કઈ વસ્તુ ખરીદી કે નાસ્તો કર્યો તો ગયા શા માટે સવાલ થાય. હું અને મારી ફેન્ડસ દુર દુરથી મેળામાં ધંધો કરવા આવેલા, મેહનત કરીને કમાવા ઈચ્છતા, ગરીબ લોકોને કઈક મદદ કરવાના ઈરાદાથી ગયેલ. અમે બાળકોને ચોકલેટ, કપડા, નાસ્તો, મોટેરાને પણ કપડા, નાસ્તો આપેલ. આપણા બાળકોને ચોકલેટ રોજ આપી શકીએ પણ રોજ ચોકલેટ ન ખવાય એટલે ખાવાની ના પડી તો પણ રડવું આવે છે, ચોકલેટ તેમની ખુબ જ પ્રિય વસ્તુ છે અને જયારે કોઈ સબંધી કે પાડોશી દ્વારા તેમને ચોકલેટ મળે તો પણ તે ખુશ થઇ જાય છે જયારે અહી તો બાળકોને ચોકલેટ એટલે શું એ પણ શાયદ નહિ ખબર હોય પણ તે જોઇને અતિ ખુશ થયા હતા. એટલું જ નહિ સંતોષી લોકો હતા કોઈ અમને વધારે આપો, આ આપો એવું કરતા નહિ ખરેખર માસુમિયત તો ત્યાં પણ છલકાતી હતી . આવી જ કઈ યાદો.....


Fair 2016


Joy Of Giving
Joy Of Giving

 

Friday, August 26, 2016

વિચારબિંદુ-૨૦


આજ કાલના છોકરાવની ચર્ચા બહુ ચર્ચિત છે. માતા-પિતા, દાદા-દાદી એક વાત કરતા હોય કે બસ આજકાલના છોકરાવ બહુ તોફાની છે, એક ને પણ સાચવી શકાય, થોડી વાર સ્કૂલ/ટ્યુશન જાય તો શાંતિ લાગે. તેમને તો બસ મોબાઈલ અને ઈન્ટરનેટ હાથમાં આવે એટલે કઈ જવાબ આપે. પેહલાના છોકરાવ તો ક્યારે મોટા થઇ જતા ખબર ના પડતી, તોફાન પણ કરતા અને કહ્યું કરતાં પરંતુ ક્યારેય વિચાર્યું છે આજકાલના વડીલ વિષે? વગેરે, વગેરે. ના ને?

આજકાલના વડિલ પણ પેહલા જેવા વડિલ જેવા રહ્યા છે? વડિલની વિરુદ્ધ કેહવાની મારી હિમત નથી પરંતુ કોઈ એવી વાત છે જેની સામે આજકાલના છોકરાવ દલીલ કરી શકે....

વડિલને પણ બાળકોને વાર્તા કેહવી કે બાળગીતો બોલવા નથી ગમતા, મોબાઈલમાં કે ટી.વી. માં ઓડિયો/વીડિઓ ચાલુ કરી દે છે. વડિલ પણ બહારથી ઘરે આવે એટલે તુરંત ટી.વી. ચાલુ કરે છે અને ભગવાનનાપણ ભજન કે સત્સંગ જોવાનું ભાગ્યે પસંદ કરે છે તેમને પણ રિયાલીટી શો, કોમેડી તેમજ સાસુ-વહુની સીરીયલ જોવામાં વધારે રસ હોય છે.
બાળકોને હેલ્થી ફૂડ ભાવે કે ન ભાવે પણ વડિલને  પિત્ઝા, બર્ગર પસંદ આવવા લાગ્યા છે અને બાળકોની જેમ ખીચડી તેમની અપ્રિય બની ગઈ છે. વડિલને પણ ટી.વી. જોતા જોતા જમવું છે તો બાળકો પણ તેમને લાઈક કરશે અને ફોલો પણ કરશે જ.બાળકો મોબાઈલમાં વાત કરવા એકાંત જગ્યા પસંદ કરે છે, તેમને કોઈની ખલેલ પસંદ નથી પછી એ વાત સગા-સબંધી કે મિત્ર કોઈની પણ સાથે હોય શકે તેવી જ રીતે મોટેરા પણ સમુહમાં બેઠા હોય ત્યારે મોબાઈલમાં કોઈ નો ફોન આવે તો વાત કરવાનું ટાલે છે, જેમ કે, પછી ફોન કરું કામમાં છું, નેટવર્ક નથી મળતું વગેરે વગેરે/ બહાર નીકળી વાત કરવા લાગે છે. બાળકો મોટેરા પાસેથી જ બધું શીખે છે. વડિલ પણ સમય મળ્યે મોબાઈલમાં ગેઈમ કે ચેટીંગ કરવા બેસી જાય છે અને કલાકો સુધી તેમાં જ રચ્યા પચ્યા રહે છે. થોડા દિવસ પેહલા એક મંદિરમાં દર્શનાથે ગયા  હતા ત્યારે બહારના ભાગ તરફ ખુબ જ ખુશનુંમાન જગ્યા હતી ત્યાં ૧ કાકા-કાકી બેઠા હતા, જોઈને લાગતું હતું કે તેમના પૌત્ર-પોત્રી હશે, બને લોકો આજુ-બાજુનું વાતાવરણ જોવાને બદલે, ભગવાનના મંદિરમાં તેમનું સ્મરણ કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત હતા!!!! હા, કાકા ચેટીંગ કરતા હતા અને કાકી ગેમ્સ રમતા હતા.તેમને પણ આનદ કરવાનો, જિંદગી જીવવાનો શોખ છે પરંતુ જો વડિલ જ ધાર્મિક જગ્યાએ મોબાઈલમાં વ્યસ્ત હોય તો આજકાલના છોકરાવ ને શું કેહવું? અગાઉના જમાનામાં વડિલ સમય મળ્યે ભગવાનનું નામ લેવા માળા કરતા પરંતુ આજકાલના વડીલને માળા કરવી નથી ગમતી. તેમને પણ ઈન્ટરનેટમાં જ ભગવાનના દર્શન કરી વીડિયો જોવા ગમે છે. વડિલ વિષે ઘણું બધું કહ્યું-સૌ વડિલ માફ કર જો પણ જે જોયું તે લખ્યું. 


Monday, August 8, 2016

વિચારબિંદુ-૧૯

 
 



ગાય હમારી માતા હૈ , હંમે દૂધ દેતી હૈ પર વો ક્યાં ખાતી હૈ? જાહેર રસ્તા પર આપના દ્વારા નખાયેલ કચરો? જેમાં પ્લાસ્ટીક, હેઠવાડ વગેરે હોય છે. ગાયને ઘાસચારો ન આપીએ તો ચાલશે પણ તેને માટે હાનીકારક ચીજ વસ્તુ તે ન જ આરોગે તે ધ્યાન રાખવું જોઈએ. જાહેર રસ્તા પર ગમે ત્યાં કચરો ન ફેકતા સ્વચ્છતા પણ જળવાશે.

Wednesday, August 3, 2016

વિચારબિંદુ-૧૮ ફોરવર્ડ માણસો

ફોરવર્ડ- લોકો તો ફોરવર્ડ છે. ઘરમાં પણ વેસ્ટર્ન આઊટફીટ પેહરે છે અને પ્રસંગમાં પણ ફેન્સી ડ્રેસ અને સાડી. અરે જમવામાં ચાયનીસ, મેક્સીસન પણ જમી લે. ઘરની સ્ત્રીઓ તો સ્વીમીંગમાં જાય, જીમમાં પણ જાય. એમ, તો તો બહુ સારું કેહવાય ફોરવર્ડ છે તો દીકરી દેવામાં વિચારી શકાય. યુગમાં તો છોકરીઓ ને થોડી છૂટ-છાટ તો જોઈએ અને છોકરાવને પણ આવી છોકરીઓ ગમે.
 પરંતુ શું માત્ર પેહરવેશથી ફોરવર્ડ થવાથી કે કેહવાથી માણસ સ્વભાવથી પણ ફોરવર્ડ થાય છે? ના, નથી થતો. મનથી જે માણસ આધુનિકતા સ્વીકારે તેને ફોરવર્ડ કેહવાય. બેહરૂપિયા તો ઘણા હોય છે, દ્વિમુખી પણ ઘણાં હોય છે પરંતુ અસલી ચહેરો વ્યક્તિત્વ નીખારે છે. આજ કાલની સાસુ પણ વેસ્ટર્ન આઉટફીટ પેહરે છે પણ સ્વભાવે તો હજુ જુનવાણી સાસુ છે- વહુને કેમ હેરાન કરવી, તેને સાથે રકજક કરવી, તેની અવગણના કરવી. સ્વીમીંગ/જીમ કે અન્ય કોઈ જગ્યાએ જઈને પણ વહુની ખટપટ કરે છે, આધુનીક સાસુ મંદિર/ધાર્મિક સ્થળે જવાને બદલે વિવિધ એક્ટીવીટી કલાસમાં જવાનું પસંદ કરે છે.  ફોરવર્ડ બાહ્ય પહેરવેશથી નહિ પરંતુ મનથી થવાય છે.