નણંદ દીકરી ગણાય તો ભાભી માં કેમ ન ગણાય?
આપણે ત્યાં સાસરામાં વહુ જયરે પ્રવેશે ત્યારથી જ
તે દરેક સભ્યોને પોતાના જ ગણે છે એટલે જ તે મમ્મી-પાપા, દાદા-દાદી, કાકા-કાકી વગેરે નામથી
સબોધે છે નહિ કે દાદાજી/કાકાજી વગેરે, અને નણંદ તો તેની બહેન હોય તેમ દીદી કહીને જ
બોલાવે, લાડ લડાવે, ખ્યાલ રાખે એ નાની હોય કે મોટી પણ તેને ખુબ જ રાખે અને એટલે જ
આપણે ત્યાં કેહવાય છે ને નણંદ એટલે દીકરી. માતા –પિતા હયાત ન હોય તો પણ નણંદ ને
ત્યાં પ્રસગ આવે ત્યારે ભાઈ-ભાભી અચૂક વ્યવહાર પુરા કરે છે અને માં-બાપની કમી
મેહસૂસ કરવા ન દે. કોઈ વાર ભાઈ ભાભી બહેનનું કન્યાદાન પણ કરે છે આમ, માં-બાપની જેમ
જ પોતાની ફરજ બજાવે છે, જવાબદારી ઉઠાવે છે. ઉપરાંત, દીકરી પેહલાની જેમ જ પોતાને ઘર
એટલે કે પિયર આવે જાય છે અને ભાઈ ભાભી ખુબ જ સારી રીતે સાચવે છે. ભાભી નણંદ ને
દીકરી માને છે તો નણંદ ભાભીને માં કેમ ન માની શકે? શા માટે તે પિયરમાં ભાભી સાથે
લડાઈ –ઝગડા કરે?, નાની નાની વાતમાં ફરિયાદ કરે?, માં ના કાન ભરાવે? માં ની સેવા
કરે, માં ને મદદ કરે તો ભાભી ને શા માટે મદદ ન કરે? પ્રોત્સાહન આપે? સાથ આપે? જયારે
એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજશે ત્યારે જ સંયુક્ત કુટુંબ પ્રથા રેહશે અન્યથા ઘણાંના
સંબંધ અને ઘર બંને તૂટશે તો અને આ માટે માત્ર વહુને જવાબદાર ન ગણવી જોઈએ.