Thursday, March 12, 2015

વિચારબિંદુ-૮

દીકરીનું ઘર કયું? તેની ચર્ચા ઘણા સ્મયથી થતી આવી છે પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી.દીકરી નાની હોય ત્યારે સગા-સબંધી સૌ કેહતા હોય સાસરે જઈશ એટ્લે ખબર પડશે અને દીકરી ત્યારે સાસરું એટલે શું એ ખ્યાલ જ ન હતો પણ બીજાનું ઘર એવું તે સમજે. પરંતુ જ્યારે તેની સગાઈ થાય ત્યારે સૌ કોઈ કેહવા લાગે તારે ઘરે બધા શું કરે છે? તારા ઘરમાં શું રીત-રિવાજ વગેરે... વગેરે... સામાન્ય રીતે આપણે ત્યાં સાસરું એ જ દીકરીનું ઘર તેવું કેહવાય છે. દીકરીના સગાઈ લગ્ન થાય ત્યારથી તે પણ મારા ઘરે આ રીત રિવાજ, મારા ઘરે આવજો, વગેરે... મતલબ તે પણ પોતાના સાસરને પોતાનું ઘર કેહવા લાગે છે.(નાનપણમાં જે બીજાનું ઘર સમજતા તે પોતાનું છે અને પોતાનું ઘર સમજતા તે પરાયું બની ગયું!!!!!!).પોતાના માવતરે કઈ સારા-ખરાબ પ્રસંગ હોય ત્યારે પણ તેના માં-બાપ કહે બેટા પેહલા તારું ઘર, ત્યાં કઈ તકલીફ ન પડે તે ધ્યાન રાખજે અને દીકરી પણ તે જ બાબત હમેશા ધ્યાન રાખે છે. પોતાના ઘરે પતિ, સાસુ-સસરા, નણદ, દેર-દેરાણી વગેરેની કાળજી રાખે છે, તેમની નાનામાં નાની જરૂરિયાત, આદતનો તેમનો ખ્યાલ હોય છે. સાસુ-સસરા પણ વહુને એમ જ સલાહ આપતા હોય કે આપના ઘરમાં આ જ નિયમ છે, આ જ શોભે, આવું જ સારું લાગે વગેરે...વગેરે....પરંતુ દીકરી/સ્ત્રીને ખ્યાલ નથી આવતો કે મારું ઘર ક્યારે મારું અને ક્યારે પરાયું ,,,,,,






(એક સત્ય હકીકત......) 

Tuesday, February 17, 2015

વિચારબિંદુ-૭


બેટા રસ્તા ઉપર ચાલતા ચાલતા ન ખવાય,બેટા જમવા બેસીએ ત્યારે ચપલ ઉતારીને બેસાય,નિરાતે બેસીને ખવાય,ટી.વી. જોતાં જોતાં ન જમાય,વગેરે વગેરે... આપણે સૌ નાના હતા ત્યારે આપણાં વડિલ આપણને આ બધુ શિખડાવતા અને તેનું પાલન પણ કરતા. પરંતુ સમય જતાં આ બધુ જાણે અજાણે અવગણના થાય છે,અગાઉના જમાનમાં પ્રાસંગિક જમણવાર ઘર આંગણે અથવા ભાડૂતી જગ્યામાં કરવામાં આવતું ત્યારે આવનાર સૌ મેહમાનને આસન કે ટેબલ ઉપર બેસાડી યજમાન તેમજ અન્ય સગા/સબંધી દ્વારા ભોજન સમયે ભોજન પીરસવામાં આવતું, આગ્રહ કરવામાં આવતો,કોઈએ શું નથી લીધું તેની ખાસ તકેદારી રાખવામા આવતી. જમણવારમાં 5/6 વાનગી હોય પણ તે પ્રેમથી બનાવવામાં આવતી અને જમાડવામાં આવતી. મેહમાનને ભગવાન સ્વરૂપ ગણવામાં આવતા પરંતુ આધુનિક યુગમાં ઘણા પરિવર્તન આવેલા છે.

ઘરે સત્યનારાયણ દેવની પુજા હોય કે  ભાગવત કથા જમણવાર તો થાય જ પણ બુફે ડિનર, અને ભોજનમાં ચાપડી ઊંધિયું/પાઉં ભાજી વગેરે...માતાજીનાં લોટા હોય તો પણ જમણ બુફે...!!! તેમાં આવનાર સૌ ગૌણીઓ ચપલ પેહરીને પ્રસાદ લે છે!!! આપણાં સંસ્કાર યાદ આવે છે, માં કેહતી બેટા ચપલ પેહરીને ન જમાય અને આ તો પ્રસાદ છે કઈ રીતે લેવો? બુફે લંચ, વાતો કરતાં કરતાં સૌ જમે... માં કેહતી બેટા જમતી વખતે બહુ વાતો ન કરાય, શાંતિથી જમી લેવાય, અહી તો વાતો કરતા કરતા પ્રસાદ લેવાતો હોય.. કોઈ ફેમિલી પાર્ટી/ગેટ ટુ ગેધર હોય તેમ અમુક લોકો પ્રસાદ લઈ ને જતાં રહે,દર્શન કરવાનું પણ યાદ ન આવે. નાના બાળકો હોય તેમને અને વડીલને બુફે જમણમાં ખૂબ તકલીફ પડે છે. ગિરનારની પરિક્રમામાં આવનાર સાધુ બાવા વર્ષોથી બુફે ડિનર/લ્ંચ કરતાં આવ્યા છે અને આજે આપણે પણ!!!!!! માં ઘણું શિખડાવતી અને ઘણું યાદ છે પણ અમલમાં ભાગ્યે જ આવે છે, બાળપણમાં જો નિયમનું ઉલંઘન કરીએ તો માં-બાપનો માર/ઠપકો મળતો અને આજે માં-બાપના આદર્શોનું (ચપલ ઉતારીને/બેસીને/શાંતિથી બોલ્યા વગર) પાલન કરીએ તો સમાજ કહે આ તો વેદિયો છે/ચીકણો છે. ઘણા વિદ્યાર્થી પરીક્ષા સમયે ગોખણપટી કરતા, પરીક્ષામાં સારા માર્કસથી ઉતીર્ણ થતાં અને પરીક્ષા પૂરી એટ્લે બધુ ભૂલી જાય તેમ આપણે સૌનું એવું જ છે, સંસ્કાર/આદર્શ માત્ર ઘરના દરવાજા સુધી જ!!!

વિચારબિંદુ-૬

જ્યારે શાળામાં હતા ત્યારે scoring studentમાં મારૂ નામ આવતું, કોઇવાર 1st/2nd અને કોઈવાર 10th rank પણ આવેલ છે. School days માં parents બાળકને 1st આવવા માટે ખૂબ પ્રેસર કરે છે અને rank જો પાછળ આવે તો તેને દિનભર પઢાઈ કરવા માટે સતત રોકટોક કરે છે. અમારા માં-બાપ અમને ઓછા માર્કસ આવવા બદલ ઠપકો ન આપતા તેમજ અમે નીરસ થઈ જતાં તો અમને હીમત આપતા, આશ્વાસન આપતા અને એટ્લે જ અમે આગળ વધ્યા.જેમ શાળામાં બાળકને શરૂઆતના દિવસોમાં તકલીફ પડે તેમ લગ્નબાદ સૌ કોઈના ઘરમાં નાની મોટી તકલીફ આવે જ છે. પરંતુ સમય જતાં બધી સમસ્યાનું નિવારણ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં સાસુ-વહુમાં જગડા થતાં હોય છે તો કોઈ સમયે દંપતિમાં,આવા સમયે કોઈ ને કોઈ અલગ થવા માટે પ્રેરિત કરતાં હોય છે અને એટ્લે જ કોઈ સમયે પતિ-પત્નિ નાના નાના જગડામાં જુદા પડી જાય છે તો કોઈવાર ઘર કંકાસને કારણે દીકરો વહુ ઘરથી જુદા થઈ જાય છે. પરંતુ અમારા માતા-પિતાએ અમને કદી એ રસ્તો અપનાવવા કીધેલ નથી અને આજે પણ તેમની શિક્ષા જે શાળા દરમ્યાન આપતા તે યાદ આવે છે કે નીરસ નહીં થવાનું, આગળ વધવાનું, થોડી વધારે મેહનત કરવાની, ભૂલ છે ત્યાં સુધારવની અને એ જ શિક્ષા અમે જીવન સંસારમાં અપનાવેલ છે એટ્લે જ આજે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. જેમ શાળામાં ઓછા માર્કસ આવે ભણવાનું ન છોડેલ-ફેઇલ શબ્દ ત્યારે પણ સ્વીકારેલ ન હતો તેમ આજે ગૃહસ્થીમાં પણ નાની મોટી સમસ્યા આવ્યે ફેઇલ શબ્દ સ્વીકારેલ નથી. ઘરના સભ્યોથી અલગ ન થતાં તેમાં જ સુલેહ કરી પાસ થવાનું અને એ જ અમારા માં-બાપના સંસ્કાર અને આશીર્વાદ.

ઘરે ઘરે નળ છે અને નળમાં ડોળું પાણી છે અને એટ્લે જ ઘરમાં ફિલ્ટર પ્લાન્ટ આવ્યા છે અને તે પાણી વાપરવમાં આવે છે, તેવી જ રીતે ઘરે ઘરે વાસણ ખખડવના અને જનરેશન ગેપને કારણે જગડા થવાના પરંતુ વ્યવહારમાં અને સબંધમાં ફિલ્ટર પ્લાન્ટની જેમ ફિલ્ટરિંગ કરવાનું.

(શાળાએ જતું બાળક શરૂઆતના દિવસોમાં રોવે છે, તેને શાળા એ જ્વું નથી ગમતું પરંતુ શિક્ષક તેને સાચવી લે છે, શિક્ષા આપે છે અને ત્યારબાદ  જેમ જેમ તે સમજુ થતાં જાય તેમ તેને શાળા એ જવાની આદત પડી જાય છે તેને રોવું નથી આવતું અને તેને ખ્યાલ આવે છે કે આગળ આવવા માટે ભણવું જરૂરી છે તેમ લગ્નબાદ શરૂઆતના વર્ષોમાં સ્ત્રીને શાયદ આકરું લાગે, રોવું આવે, ઘર યાદ આવે પરંતુ જો ઘરની વડીલ વ્યતક્તી તેને શરૂના દિવસોમાં સાચવી લે, તેની લાગણી સમજી લે તો સમય જતાં તે રાજી ખુશીથી પોતાના ઘર સંસારમાં ડૂબી જાય છે. શાળામાં 10 અને 12માં ધોરણમાં માં-બાપ તેના સંતાનને ભણતરમાં ખૂબ ધ્યાન આપે છે, સારા માર્કસ આવે તે માટે ચિંતિત રહે છે પરતું 10/12 સારા માર્કસ આવતા ચિંતા થોડી ઓછી થઈ જાય છે તેમ ઘરના વડીલ વહૂની ડીલવરી સમયે પૂરતું ધ્યાન આપે એટ્લે 10/12 ની પરીક્ષા પૂર્ણ સમાન છે. જેમ સંતાનની બાળ અવસ્થાથી પુક્ત અવસ્થા સુધી તેને દરેક સ્ટેજ માટે વિચારધાર આપનાવવામાં આવે છે તેવી જ વિચારધારા આવનાર વહુના દરેક સ્ટેજ પર  અવસ્થા સમજી જો અપનાવવામાં આવે તો જગડાનો અંત આવી જાય).

Sunday, January 18, 2015

વિચારબિંદુ-૫


એક વડીલના શબ્દો “ અમે જ્યારે નાના હતા ત્યારે અમારી બા સગડી અને ચૂલા નો ઉપયોગ રસોઈ બનાવવા કરતી હતી, અને તેમાં બનાવેલ ખિચડીની મીઠાસ ખૂબ જ સરસ, અને યાદ આવતા મો માં પાણી આવી જાય અને સગડી પર ગરમ કરવા મુકેલ પાણી જે આજના આધુનિક સાધનો કરતાં પણ વધારે ગરમ થતું. અલબત તેમાં ઘણી વાર લગતી, કોલસા નાખવા પડતાં વગેરે વગેરે,, સમય બદલાતા ધીમે ધીમે પ્રાઇમસ આવ્યા, તેમાં રસોઈ કરવા કેરોસીનની જરૂર પડતી, કેરોસીન અન્ય કોઈ જગ્યાએ ઠોળાઇ નહીં તેની ખૂબ તકેદારી રાખવી પડતી, બાળકો તેને અડે નથી તેની કાળજી રાખવી પડતી. તેમાં પણ રસોઈ કરતાં કરતાં જો કેરોસીન ખાલી થઈ જાય તો બા મને કે બાપુજીને કેરોસીન લેવા મોકલે અને અમે લઇને આવી ત્યાર બાદ અધૂરી રસોઈ પૂરી થઈ. હવે એ સમય પસાર થઈ ગયો, સગડી, ચૂલા, પ્રાઇમસ ને સ્થાને ગેસ આવી ગયા. ગેસ આવતા રસોઈ કરવી જડપી બની, અને તેની સાથે જ કુકર વગેરે પણ બજારમાં મળવા લાગ્યા એટ્લે ઘણી આસાનીથી બા રસોઈ કરવા લાગી. 
બા તો હવે નથી રહી પરંતુ પત્ની અને વહુ હવે રસોઈ/વાનગી બનાવવા induction અને માઇક્રોવેવ વાપરતા થઈ ગયા. સમય જતાં વાર નથી લાગતી, એ વાતની ખુશી છે કે અમારો જન્મ અને મરણના સમયગાળામાં ઘણા સંશોધન થયા અને આવેલ પરિવર્તનને સ્વીકારેલ છે. સમય પ્રમાણે ચાલવું જ પડે અને જરૂરી પણ છે.


જેમ, આધુનિકતા આપણે જીવનમાં ઘણા ક્ષેત્રે સ્વીકારીએ છીએ તેમ સ્ત્રીને વિચારસરણી-રેહણીકરણીને પણ સ્વીકારવી જોઈએ. અગાઉના જ્માનામાં સ્ત્રી લાજ કાઢીને પણ ઘરના કામ કરતી, ધીમે ધીમે લાજ ને બદલે માત્ર સાડી માથે ઓઢીને કામ કરતી થઈ. તે યુગમા સ્ત્રી પર પુરુષનો ચહેરો પણ ન જોઈ શક્તિ પણ હવે ઘણાં ફેરફાર આવ્યા છે, કોઈ ઘરમાં હવે સ્ત્રી સાડી પહરે છે તો કોઈ પંજાબી કમીજ તો કોઈ કુર્તી અને પેન્ટ. તે જમાનામા સ્ત્રી માથે ઓઢીને પણ સરળતાથી કામ કરતી અને બાળકોને સાચવતી પણ હવે ઓઢણી પણ ઓઢવી નથી પડતી તો પણ ઘર અને બાળકો ને સાચવી નથી શક્તી પણ તેના માટે આજની પેઢી નહીં પરંતુ સમય જ જવાબદાર છે. મા-બાપ પેહલાના યુગમાં પુત્રીને ચણિયો બ્લાઉસ પહેરાવતા અને હવે પેન્ટ/સ્કર્ટ વગેરે તો આજની પેઢીને આરોપી ન ગણવા જોઈ. ઉપરાંત નવા નવા સંશોધન કરનાર પણ નવી પેઢી જ છે તો સ્ત્રીના પહરવેશ ને પણ સ્વીકારી લેવો જોઈએ અલબત સ્ત્રીનો પેહ્રરવેશ ઘર અને સમાજને શરમજનક ન હોવું જોઈએ

અગાઉના સમયમાં પુરુષને ખિચડી/પૂરી શાક પ્રિય હતા અને સાડી પેહરતી, ઘરને સાચવતી સ્ત્રી પસંદ હતી, આધુનિક યુગમાં પુરુષને pitza/બર્ગર ભાવે છે અને વેસ્ટરન કપડાં પેહરતી, કેરિયર આધારિત સ્ત્રી પસંદ છે. પણ સમય પ્રમાણે પરિવર્તન સ્વીકાર્ય હોવું જોઈએ. સંસ્કાર અને ધન વેડફાઇ નહીં તે સર્વે સમય પરિવર્તન સ્વીકાર્ય હોવા જોઈએ.

Wednesday, December 17, 2014

BOSS IS ALWAYS RIGHT..

દીકરી: પાપા આજે ટીચરે 5 ટાઈમ homework આપેલ છે, કાલે પણ આવું જ કર્યું હતું.શા માટે આટલી બધી વાર? પાપ ટીચર કહે છે બેટા મને તારી પાસેથી ખૂબ જ વધારે expectation છે તું મેહનત કરીશ તો ચોક્કસ 1st આવીશ અને તને ગિફ્ટ પણ મળશે. અને પાપા weekly test હોય ત્યારે અમને ખૂબ જ પ્રેસર કરે છે અને 1 answer પણ ખોટો પડે તો બહુ જ ગુસે થાય છે.

શું દરેક વખતે 100% આવે તે જરૂરી છે? હમેશા 100% result કેવી રીતે આવે? એટલું ઓછું હોય તેમ project  પણ કરવાના એ પણ આપણે જ શોધવાના, શોધવામાં કોઈ હેલ્પ ન કરે પરંતુ શોધ્યા બાદ કઈ તો માર્ગદર્શન જરૂર આપે. પાપા daily આટ્લુ હોમવોર્ક શા માટે આપે છે? મને તમારી સાથે વાતો કરવાનો કે રમવાનો કે બીજી કોઈ activity કરવાનો સમય જ નથી મળતો. કોઈ વાર રજાના દિવસે બાહર જઈએ કે રમવા જેઈ તો પણ થોડીવારમાં ભણવા બેસવું પડે કારણ weekly test તેમજ project પૂરા કરવાના ટાર્ગેટ હોય અને હું તો હવે વસ્તુ સમજવાને બદલે ગોખી જ નાખું છું અને projectમાં તો કોપી-પેસ્ટ....થોડો સમય મળે તો maths/statistics માં પ્રેક્ટિસ પણ થાય પણ અહી તો બસ આવે તે ઉધાર અને જાય તે જમા તે જ ગોખ્યું છે. શું આ જ ભણતર છે?

પાપા: બેટા ભણવું તો પડે જ ને?અન્ય શાળામાં પણ આ જ રીતે ભણાવે છે તું એક તો નથી ને જેને આ તકલીફ પડી હોય? અને ભણવું તો પડશે જ ને??? આપણે ભલે 100% ન આવે પણ સારો સ્કોર તો મેળવવો જ પડશે  ને આગળ જતાં સારી સ્ટ્રીમ પસંદ કરવા તું સારા માર્કસ મેળવીશ તો જ એડમિસીન મળશે. પરંતુ તે મનોમન પોતાના વિચારોમાં બોલતા કે મારી પરિસ્થિતિ પણ એવી જે છે.

બોસ daily target આપે છે, રોજના 5 customer ને મળવાનું, ધંધો લાવવાનો, અને monthly 3/4 લૉગિન ડે તો હોય જ!!! જે દરમ્યાન વધારેમાં વધારે બીજનેસ આપવાનો. 5 આપે તો 10 ની માંગ અને 10 નાખી તો 12ની માંગ. અને બોસ હમેશા એમ જ કહે છે કે ‘ YOU CAN DO It…. Just need to push it’.  અરે!!!! આપણે એક જ આ સેકટરમાં  નથી, આપના જેવા અન્ય ઘણા salesmen છે  તે પણ marketing કરે જ છે ને??? અને Business પણ  લાવે છે. વાસ્તવમાં ગ્રાહકને કયા જરૂરિયાત હોય છે? બસ સબંધમાં થોડી ઘણી મદદ મળી જાય એટ્લે તકલીફ ન પડે. એડમીનમાં હોય કે સેલ્સમાં cross selling તો ખરું જ અને ન જ થાય તો  Kick Out. શું દરેક login day 100% output થઈ શકે?



ક્યારેક 80/85% તો હોય ને? અને અંતે કંટાળીને સગા-સબંધીને કહું કે અમારી કંપનીમાં આ product અન્ય કરતાં બેસ્ટ છે તો તે રાજી અને બોસ પણ રાજી. અને આમ, BOSS IS ALWAYS RIGHT.  Quality Business ને ધ્યાન જ ન આપી શકાય. પણ શું કરવું? પેટનો ખાડો પૂરવા કરવું જ પડે છે. ઘર ચલાવવા 100% નહીં પરંતુ આગળ આવવા (promotion/experience) માટે આ બધુ કરવું જ પડે છે. રાતના 10 વાગે પણ બોસનો ફોન રિસીવ કરવો જ પડે છે, પ્રસગ હોય કે બીમારી mobile must be pick up..રાતના 10/11 વાગ્યે પણ બીજા દિવસોના ટાર્ગેટ આપવામાં આવે છે. ભારત દેશ આઝાદ  છે પણ  વાઈટ  કોલર  workers ગુલામ બની ગયા છે, બોસ ઓફિસમાં અન્ય સ્ટાફની હાજરીમાં મનફાવે તે શબ્દો બોલે તો પણ તેની વિરુદ્ધ કઈ ન કેહવાય 



અન્યથા kick out & termination. કેહવાય છે ને કાગડા બધા કાળાં જ હોય છે ત્યારે ગુલામી કરવી જ પડે. ઘણાં વેપારી કેહતા હોય છે કે વાઈટ  કોલર જોબ સારી, પરંતુ તે લોકોને માનસિક તણાવ, થાક અનુભવાય તેવી જોબ હોય છે, વાજબી-ગેરવાજબી સૌ ને ખ્યાલ છે પણ ફૅમિલી માટે કરવું જ પડે. માર્કેટિંગ જોબ હોય કે એડમીન/ઓફિસવર્ક 100% પર્ફોમન્સની આશા હોય છે.બાળક અને પિતાની હાલત સરખી છે, બનેને પોતાના ટાર્ગેટ એચિવમેંટના ટાર્ગેટ છે અને આ પ્રેશરમાં કોઈ વ્યક્તિ suicide પણ કરી લે છે.

રેડીમેડ dress/suitનો વેપારી રોજ સારો વેપાર થાય અને વકરો મળે તેવી આશા રાખતો હોય છે પણ રોજ તેને દિવાળી જેવા તેહવારના દિવસોમાં જે વકરો થાય તેવી આશા ન રાખી શકે કારણ રોજ માણસો ખરીદી કરવા ન આવે, સમય પ્રમાણે જરૂરિયાત ઊભી થાય, તેવી જ રીતે હલવાઇ દશેરા/જ્ન્માસ્ટમી/દિવાળીના  દિવસે જે મીઠાઇના વકરાની અપેક્ષા કરતો હોય તેટલી અન્ય દિવસોમાં ન રાખી શકે કારણ રોજ કોઈ અનેક મીઠાઇ નથી આરોગવાના. આ જ વાત શાળામાં શિક્ષક અને અન્ય ક્ષેત્રમાં ઉપરિઆધિકારી સમજી જાય ત્યારે સારું પરિણામ આવે (quality education/quality business).

માત્ર પ્રાઇવેટ માં જ આ પ્રશ્નો નથી, સરકાર કંપનીમાં પણ ઉપરી અધિકારી પોતાની ઉતરાધિકારી ને ધાક ધમકી આપે છે, તેને પણ ટ્રાન્સફર આપી દે તેવા પણ કિસ્સા બનેલ છે. આમ,telecommunication, insurance, finance, banking or any other સરકારી નોકરી હોય કે ખાનગી BOSS IS ALWASY RIGHT.


પિતા અને દીકરીને જેમ દીકરીની માં પણ વિચારે છે કે અમોને પણ વડીલ, પતિ અને સંતાન દ્વારા ટાર્ગેટ  જાણે અજાણે આપવામાં આવે છે જેમ કે, દીકરી/દીકરાનો શાળામાં પ્રોજેકટ આપવાનો હોય તો તેમાં મદદ કરવી, તેમણે સમયસર શાળા/અન્ય ક્લાસીસમાં મોકલવા, નાસ્તા/ડ્રેસ તૈયાર રાખવા, પતિને પણ સવારના ઉઠાડવાથી લઈ ને આવવાના અને જવાના તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું, કોઈ વસ્તુ ભૂલાય નહીં તેની તકેદારી રાખવી, એટલું જ નહીં ઘરમાં વડીલના દરેક સમય સાચવવાના અને તેમાં પણ કોઈ પ્રસગ હોય ત્યારે ઘરકામ ને સાથે વ્યવહાર પણ અને જો કોઈ ચૂક આવે તો સાસુનો ગુસ્સો, તેમના ઓર્ડરનું પાલન તો કરવું જ રહ્યું કારણ BOSS IS ALWAYS RIGHT,બધાની દૈનિક દિનચર્યા સાચવવામાં સ્વ માટે તો કઈ અલગ કરવાનો ભાગ્યે જ સમય મળે કારણ પતિ/સંતાન/વડીલ દરેકની પરિસ્થિતીને અનુકૂળ પોતાને જ થવું પડે તો પણ કેહવાય માત્ર હાઉસવાઈફ. કાલ સુધી માં હોય તે સ્ત્રી સાસુમાં બનતા જાણે અજાણે વહુ સાથે પુત્રની અદેખાઈ થઈ જાય કે અન્ય કઈ..અને તે પોતાની પદવી પ્રમાણે મળેલ પદને ન્યાય આપવા મથે છે અને બોસ બની જાય છે એટલે  જે કહે તે કરવું જ રહયુ અને ન કરે તો અનેક પ્રશ્નો. એટ્લે જ BOSS IS ALWAYS RIGHT..

આમ, બાળક, સ્ત્રી, પુરુષ દરેકને બોસ છે અને BOSS IS ALWAYS RIGHT




Saturday, October 18, 2014

ગણેશોત્સવ-વાસ્તવમાં ભક્તિ કે ભક્તિનો આડંબ

શ્રી ગણેશાય નમ:

ગણપતિ આયો બાપા, ગણપતિ આયો,
રિદ્ધિ-સિદ્ધિ લાયો...

થોડા વર્ષો પેહલા ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્રમાં જ ઉજ્વવામાં આવતો અને તેની શરૂઆત ઉત્સવ તરીકે નહીં પરંતુ ભારતના લોક લાડીલા લોકમાન્ય તિલક દ્વારા ગણેશ ચતુર્થને દિવસે એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને ચર્ચા-વિચારણાના ઉદેશથી આયોજન કરેલ. પરંતુ આજે તે ઉદેશ તો ભાગ્યે જ કોઈને ખ્યાલ છે અને તે માત્ર નવરાત્રિ, દિવાળી જેમ એક ઉત્સવ બની ગયેલ છે. આપના ગુજરાતમાં પણ 4/5 વર્ષથી ખૂબ ઉલ્લાસ અને મોજ શોખથી આ તહેવાર ઉજ્વવામાં આવે છે. 9 દિવસ ભગવાનના નામથી અનેક ફંકશન કરવામાં આવે જેમ કે, ડાયરો, દાંડિયા-રાસ, સત્યનારાયણજી ની કથા, ડાન્સ શો, વગેરે. વગેરે...સવાર-સાંજ બને સમય ભવ્ય આરતી આયોજન અને સંધ્યા આરતી સમયે પ્રસાદનું આયોજન. પ્રસાદ એટલે માત્ર લાડવા કે સાકર નહીં પરંતુ રાતે ભોજન પ્રસાદ એટ્લે કે પાણી-પૂરી, ચાપડી-ઊંધિયું, પાઉં-ભાજી, વગેરે.. અઅરે!!!! કોઈ પ્રસાદ લેવા ન આવી શકે અને ભકત હોય તેને નાખુશ ન કરાય એટ્લે પાર્સલ વ્યવસ્થા પણ ઉતમ રાખેલ હોય છે. ટુકમાં 9 દિવસ ગૃહિણીને રાત્રિ ભોજન બનાવવામાથી મુક્તિ.

વિસર્જન સમયે પણ ડી.જે. રાખવામા આવે છે. ત્યારે સવાલ થાય કે શું આ જ છે ભગવાનની આરાધના? કે પોતાના મોજ-શોખ પૂરા કરવાનું મધ્યમ???? 9 દિવસ માત્ર પુજા-પાઠ અને આરતી-પ્રસાદ દ્વારા ભગવાનની આરધના ન થાય? અને વિસર્જન શા માટે? કોઈ 10 લાખની તો કોઈ 15 લાખની મુર્તિ બનાવડાવે છે, તેની સારી રીતે સેવા કરે છે અને અંતે પાણીમાં વિસર્જન જ ને? આ બધી મૂડીથી કોઈ ગરીબને 9 દિવસ સવાર-સાંજ ભોજન કરાવ્યુ હોય તો? નારાત્રીના અંતે ઘરમાં પધરાવેલ ગરબા મંદિરમાં પધરાવી દેવામાં આવે છે ત્યારે કોઈ ડી.જે રાખવામા નથી આવતું.મંદિરમાથી થોડા દિવસમાં જ કોઈ નદીમાં તે ગરબાનું વિસર્જન કરવામાં આવે છે તો ગણેશદાદામાં આવું શા માટે નહીં? આ દિવસોમાં ઘણા સમાચાર જોવા મળે છે કે વિસર્જન દરમ્યાન નદીમાં 2/3 વ્યક્તિના મોત. શા માટે જાન જોખમમાં મૂકીને વિદાય આપો છો? શ્રવણ માસ પૂર્ણ થતાં જ SMS આવ્યા.. હું કૈલાશ પર્વત ઉપર આવી ગયેલ છું અને મારા પુત્રને મોકલું છું આવા SMS કરતાં લોકોને entertainment લાગે છે પણ તે ભગવાનની મજાક છે. 9 દિવસ આરતી કરનાર કે હાજરી પુરાવના ભાગ્યે જ કોઈને આરતી આવડી હશે પણ ભાવુક અને શ્રદ્ધાળુ પોતે જ હોય તેવું અચૂક દર્શાવે છે.

આ 9 દિવસોમાં સૌ એટલી પુજા કરે છે કે ભગવાન અચરજ અનુભવવા લાગે તેમાં કોઈ શક નથી. ઘરમાં, ઓફિસમાં,દુકાનમા સ્થાપન કરે છે પરંતુ જાહેરમાં તેનું અપમાન થાય છે તે કોઈને નજરે નથી આવતું. જાહેર રસ્તા ઉપર એટ્લે કે દીવાલ પર ગણેશજીના ફોટાવળી એક ટાઇલ્સ છે જે ખંડિત થયેલ છે તે કોઈને નજરે આવતી નથી. ટાઇલ્સને આપણે બદલાવી નહીં, વિસર્જિત ન કરીએ પણ અહી પુરુષો જાહેરમાં યુરીનલ કરતાં હોય છે જે અત્યંત શરમજનક છે. 9 દિવસ ગણપતિ દાદા, વિઘ્નહર્તાન મુર્તિની પુજા,ગીતગાન  અને અન્ય સમયે
પાનની પિચકારી, યુરીનલ વગેરે... જાહેર જનતાને વિનંતી કે તહેવાર આવે અને જાય પરંતુ સદાય તમારી સામે છે તેને અન્ય દિવસોમાં પણ પૂજનીય ગણો કારણ કે તે પણ મુર્તિ/ફોટો જ છે. ભગવાનનું અપમાન થાય તેવા ફોટા/ટાઇલ્સ જાહેરમાં ન લગાવવા જોઈએ અને જો લગાવો તો તેનું અપમાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ.



Tuesday, July 29, 2014

વિચારબિંદુ-૪

Oohhhhh!!! My Goooooooooooood!!!!
  
21st Century- Mobile 1st priority 


21st Century- Mobile 1st priority


I can't understand whether it should be proud or shame???


Now let me inform where our new generation take us & who will be responsible for that??????
Its only imagine here that baby inside play with cell but its also true when baby come in world parents 1st of all catch her picture send to their family & friends by different chatting platform & when baby cries instead of any other toys they give cell phone to him/her or play sound in it. We should not be adicated by such a communication instrument but should use as per its requirement. As per scientist its dangerous for health & we should use it as minimum as possible but we always do oppose & its our human nature. But let it use as minimum as possible.