Wednesday, July 27, 2011

નોકર કે દીકરો?


 
દુનિયામાં ખુબ ઓછા માં-બાપને સંતાનનો પ્રેમ મળે છે અને તે રીતે ખુબ ઓછા સંતાનને માં-બાપનો પ્રેમ મળે છે. આજે દિન-પ્રતિદિન વૃધાશ્રમની સંખ્યામાં વધારો થાય છે, સયુંકત કુટુંબપ્રથા ઓછી જોવા મળે છે. શહેરમાં ઊંચા બિલ્ડીંગની સંખ્યા વધતી જાય છે, સ્વંતંત્ર રેહવાનું વધારે ગમે છે. કોઈને વડીલોના વિચારો, તેમનો અભિપ્રાય લોવો ઉચિત નથી લાગતો, તેમની સેવા કરવી નથી ગમતી તો વડીલો પણ નવી જનરેશન સાથે તાલ મેળવી શક્તિ નથી. કરોડપતિ માં-બાપ કે તેમના સંતાન જુદા રહે છે, માત્ર દેખાવના સબંધ હોય છે. માં-બાપ બીમાર પડે તો ઘરમાં એક આયા રાખી લે છે, દીકરાને ગાડી હોય તો પણ તેને માં-બાપને સાથે લઇ જવા માટે સમય નથી, સાથે લઇ જવામાં શરમ આવે છે અને માં-બાપ દવાખાને પણ રિક્ષામાં જાય છે. માત્ર ઓપચારિક ફોન દ્વારા કઈ દે, તમારું ધ્યાન રાખજો, દવા સમયસર લઇ લેજો વગેરે, વગેરે. પરંતુ દુનિયામાં એવા પણ છે જેની સાથે લોહીની સગાઇ નથી છતાં લોહી રેડી દે છે, દિવસ-રાત જોતા નથી.આવી વાત છે એક પ્રસિદ્ધ વેપારીની

૨૫-૨૬ વર્ષથી ફરસાણના વેપારી એવા સુશીલભાઈ જેને સૌ કોઈ સુશીલબાપા તરીકે બોલાવતા. તેમના પત્ની સુશીલાબેન જે વૈષ્ણવધર્મમાં ખુબ શ્રધા ધરાવતા અને ચુસ્ત વૈષ્ણવ હતા. સંતાનમાં દીકરી હતી. જીન્દીગીની શરૂઆતમાં પૈસાની સગવડતા હતી છતાં પણ દરેક દીકરીને સારા કપડા-ભણતર આપ્યા. ભગવાન મેહનત કરનારની સામે જોવે છે, ધંધો સારો ચાલવા લાગ્યો અને જેમ જેમ ધંધો વધતા ગયા તેમ નોકર પણ રાખ્યા. શરૂઆતમાં એક નોકર આશિષ રાખ્યો જે માલ બનાવવાનું કામ કરતો અને દુકાન પણ સંભાળતો. તેને રેહવાનું અને જમવાની વ્યસ્થા પણ શેઠને ત્યાં હતી. ઘર મોટું હતું પણ તે નાની એવી રૂમમાં સુઈ જતા. વારાફરતી દીકરીના લગ્ન થઇ ગયા અને દીકરીઓ પણ નોકરને હમેશા ભાઈ કહીને બોલાવતી, તેનાથી નાની ઉમર હોય છતાં પણ ક્યારેય તેને નામથી બોલાવતા. તે નોકર પણ બહેનની જેમ તેમને રાખતો, તેમના સંતાન આવે તો તેમને રમાડે-ખવડાવે અને સંતાનો પણ તેમને મામા કહે. નોકરના પણ લગ્ન થયા, સુશીલાબહેનની તબિયત થોડી થોડી ખરાબ રેહતી એટલે આશિષ તેની પત્નીને પણ ત્યાં લઇ આવ્યો, તે ઘરના બધા કામ કરે, રસોઈ-કપડા વગેરે. બાપા આશિષ અને તેની પત્નીને ખુબ સારી રીતે રાખતા, કોઈ રકજક કે માથાકૂટ ના કરતા, આશિષનો ખોરાક વધારે હોય તેના માટે રસોઈ વધારે બનતી પણ ક્યારેય શેઠ-શેઠાણીએ  તેનો હિસાબ કર્યો હતો કે તેના પગાર કરતા આપણને તેનું જમવાનું મોંઘુ પડે.આશિષ ઘરમાં કઈ નવી વસ્તુ લેવાની હોય, ખરીદી કરવાની હોય તો જ્યાંથી કહે ત્યાંથી લઇ આવે અને ચોખો હિસાબ આપી દે. ક્યારેય પૈસાની જરૂર હોય તો ઉછીના લે અને સમયસર તે પાછા આપી પણ દે. તેના દેશમાં જાય તો પણ ત્યાંથી ફોન કરે રાખે અને સમાચાર પૂછે.બાપાને કદી બીજા કોઈ નોકરની જરૂર પડી નહિ કારણ કે આશિષ ખોટી રજા રાખતો, અને ગમે એટલું કામ હોય કરે રાખતો.અને ફરસાણ પણ કાયમ સારી ગુણવતાવાળું, ક્યારેય કોઈની ફરિયાદ આવે કે આજે સારું હતું, ભાવ પણ એકદમ વાજબી રાખે. વારે-તેહવાર પર તો ઘરાકની લાંબી લાઈન હોય છતાં એકલા હાથે સાંભળી લે, બાપા માત્ર પૈસા લેવાનું કામ કરે અને તે માલ જોખે અને ભરે. એક નામના મેળવી હતી કે માણસો ગમે તેટલી વાર લાગે તો પણ ત્યાંથી ફરસાણ લેવાનું પસંદ કરે. શહેરમાં રેહવાનું હોવાથી તેના અહી - મિત્રો પણ થઇ ગયા હતા અને તેમની પાસેથી કે બહેન અને જમાય પાસેથી તે નવું-નવું શીખવાની કોશિશ કરતો જેમકે, ફોન કેમ વાપરવો, વાહન ચલાવવું વગેરે. અને તેને શીખવાની ધગસ હોય ઝડપી બધું શીખી પણ જતો.તેની વહુ પણ સારી હતી અને જયારે દીકરી આવે ત્યારે ઘરમાં ભાભી રાખે તેના કરતા પણ તેમને સવાયું રાખતી. આશિષને ત્યાં પણ એક પુત્રનો જન્મ થયો અને શેઠ તેમના માટે પણ તેટલો પ્રેમ રાખે જેટલો એક દાદા પોતાના પોત્ર  માટે રાખે, તેને રમકડા લઇ દે, ફરવા લઇ જાય, વગેરે વગેરે. શેઠને ભજન મંડળીમાં ગાવા-વગાડવાનો શોખ એટલે ઘણી વખત રાતે જાય તો આશિષ તે આવે ત્યાં સુધી જાગે, ઘણી વખત તેમને રાતે લેવા પણ જાય. સમાજના ઘણા પૂછે કે તમારો પુત્ર છે? ત્યારે બાપા કેહતા કે પુત્ર નથી પણ તેનાથી વિશેષ છે. શેઠાણી બીમાર પડ્યા, પથારીવશ થઇ ગયા. પથારીમાં ઘણી વખત કપડા બગડી જાય તો પણ બને ખુબ સારી રીતે સેવા કરતા, કોઈ વાર શરમ કે ચીડ કરી નથી. અરે,,,,,તેમને બે હાથે ઊંચકી તેમને બાથરૂમમ લઇને નવડાવી પણ દે, જમાડી પણ દે. સમયસર યાદ કરીને દવા આપી દે. દીકરી તો તેમના સંસારમાં ગોઠવાયેલી હોય વારેવારે કેવી રીતે આવી શકે? દીકરીનો બને જગ્યાએ જીવ હોય પણ તે લાચાર બની ગઈ હોય છે. ત્યારે તે ભગવાનને પ્રણામ કરે છે કે ભગવાન તે દીકરો આપ્યો તે સારું હતું કારણ કે દીકરો હોત તો આવી સેવા કદાચ કરત, તમે સાચા રાહદારી છો.

શેઠાણીની રીતે વર્ષ સેવા કરી, શેઠાણીએ  ધર્મમાં ખુબ માનતા પણ સમયઃ પ્રમાણે તેને પોતાના ધર્મમા પણ બાંધછોડ કરી. બાપાની તબિયત સારી હતી, કોઈ બીમારી હતી પણ કહે છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી, અચાનક એક દિવસ છાતીમાં દુખવા લાગ્યું, દવાખાને લઇ ગયા.આશિષે બધાને ફોન કરી બોલાવી લીધા અને બધા દવાખાને હાજર થઇ ગયા. બે દિવસ દવાખાને રહ્યા પણ બાપનું આયુષ્ય પૂરું થઇ ગયું, ધાર્મિક ક્રિયા-વર્ષીને બધું પૂરું થાય તે પેહલા બા પણ મૃત્યુ પામ્યા. બધાએ સાથે મળી તેમની પાછળની બધી ક્રિયા કરી અને આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરતા હતા. શેઠ-શેઠાણી હતા ત્યાં સુધી ધંધો હતો અને ત્યારબાદ કોઈ દીકરો હોત તો શાયદ ચાલુ રાખત પણ હવે શું? દીકરીને તો પોતાના ઘરે સારું હતું અને એવી કોઈ જરૂર હતી ઉપરાંત પોતાના નોકરી-ધંધામાંથી કોઈ ધંધો સાંભળી શકે તેમ હતું. એટલે પૂરી શાખ સાખ સાથે ધંધો બીજાને સોપી દીધો. બહેનો થોડા-થોડા દિવસે -બાપુજીને મળવા આવતી પણ હવે ઘરે આવે તો કોના માટે, ત્યાં હતું કોણ તો આવે? એટલે ઘરમાં જે કઈ વસ્તુ હતી તેમાંથી જેને જે વસ્તુની જરૂર હતી તે પોતાના ઘરે લઇ ગયા અને વધારાની વસ્તુનો નિકાલ કર્યો. સંપત્તિમાંથી વિલ પ્રમાણે બધાના ભાગ પડી ગયા, અલબત કોઈ બહેનોને ભાગમાં રસ હતો, ભાગલામાં પણ દુખ થતું હતું પણ હકીકત સ્વીકારવી હતી. બાપુજી નોકરનો પણ ભાગ રાખ્યો હતો, જે તેને આપ્યો. આશિષ અને તેનું કુટુંબ તેના દેશ ચાલી ગયું, બધી બહેનો પોતાના ઘરે પોતાના સંસારમાં પછી ગોઠવાઈ ગઈ. આશિષે પોતાના દેશમાં ધંધો સારું કર્યો, તે નામ દુકાનનું રાખ્યું અને ત્યાં પણ પોતાના મા-બાપની સાથે શેઠ-શેઠાણીના ફોટા રાખ્યા અને ભગવાનની જેમ રોજ તેમના પણ દર્શન કરી દિવસની શરુઆત કરતા. થોડા થોડા સમય પર બધી બહેનોને ફોન દ્વારા સમાચાર પૂછે, શહેર આવે ત્યારે મળે. એટલું નહિ બા-બાપુજીની તિથી પર તે સારું ધાર્મિક કામ/દાન પણ કરે. આજે તેમનો ધંધો એટલી હદે ચાલે છે કે તેમને ઘરનું ઘર છે, ગાડી છે, દીકરો સારી શાળામાં ભણે છે અને હોશિયાર પણ છે. આજે તે સૌને કહે છે કે આજે હું જે કઈ પણ છુ તે મારા શેઠ-શેઠાણી ના આશીર્વાદ છે.
 
ખરેખર, જમાનમાં જયારે દીકરા મા-બાપને તરછોડે છે, તેમને જીવતા પણ પગે નથી લાગતા, વૃધાશ્રામમાં મૂકી આવે છે તો ઘણા ઘરમાં તેમને નિરાધાર બનાવી દે છે ત્યારે ઘણા વડીલને સાંભળ્યા છે કે દીકરા હોત તો સારું હોત, દિવસો તો જોવા પડત. પણ ભગવાન આવા દીકરા પણ આપે છે જેની સાથે લોહીનો સબંધ નથી પણ જીવ આપી જાણે છે.

No comments:

Post a Comment