Wednesday, December 7, 2011

વિદાય


 (એક કંકોત્રી માંથી )

કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો.

દીકરી તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છુ,  વિધાતાએ જે લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યો છુ. 

છે તું મારા કાળજાનો કટકો, અળગી કરી નથી ક્યારેય, તારી અમારી જુદાઈનું કોઈને વચન દઈને આવ્યો છુ.

દીકરી તારું શ્રીફળ આપી આવ્યો છુ. સ્વપ્ન મારા જે હતા તે હૃદયમાં બાંધી આવ્યો છુ.

પારકી થાપણ તું છે. ક્યાં સુધી સંભાળું ભારે હૈયે, તારી કંકોત્રી હેતના તેડા લખવા આવ્યો છુ.

સંસાર તારો સ્વર્ગ બને એ જ આશ ગુંથી લાવ્યો છુ, મારું દર્પણ તું જ છે, એવો અરીસો લાવ્યો છુ.

પરાયા પોતાના ગણી, લુંછી નાખ આંશુ દીકરી, ખુશીનો અવસર લાવ્યો છુ.

મારી લાડકી ઢીંગલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છુ, હૃદય મારું રડે છે, પણ મુખ પર સ્મિત લાવ્યો છુ.

ઘર આખું રડે છે દીકરીની વિદાયથી, આંગણું મારું સુનું થશે, હું વિવશ બનીને આવ્યો છુ.

વિદાય કરી દીકરીને પછી, છાના છાના ખુબ રડ્યા છીએ, કંઇક ખોવાયું છે અમારા હૃદયના આંગણામાં શોધી રહ્યા છીએ.

સ્મરણોમાં પાછી આવી, લ્યો મમ્મી-પપ્પા હું આવી ગઈ, કેમ માનતું નથી મન? અમે જાન ને વળાવીને આવ્યા છીએ.


No comments:

Post a Comment