મારા blog ની શરૂઆત મેં આજના દિવસથી એટ્લે કે 8 માર્ચથી શરૂ કરવાનું નક્કી કર્યું, કારણ આજે મહિલાદિન છે અને એક સ્ત્રી તરીકે મારા મત મુજબ આજનો દિવસ શ્રેષ્ઠ છે.
Monday, March 5, 2012
જિંદગીના ખાડા ખાબોચિયા અને છબછબીયા
માનવી સામાન્ય રીતે એકસરખી ઘરેડમાં જીવ્યા કરીએ છીએ, અને તેને જુદા જુદા નામ આપીએ છીએ, જેમ કે, શિસ્ત, શાણપણ વગેરે,. ખરેખર આ માનવીનો ડર જ હોય છે નવા રસ્તા તરફ વળવાનો , નવું વિચારવાનો. આપણને આપના રોજીંદા જીવનમાંથી બહાર આવતા જ નથી અને કેહતા હોય છે કે રોજીંદા કામમાંથી સમય જ નથી મળતો પણ વાસ્તવમાં તે એક બહાનું છે. નવું વિચારવા માટે કલાકો/દિવસોની જરૂર નથી પડતી. માણસની આ બધી વિચારસરણીને કારણે જ તે જિંદગીના નિશ્ચિત ખાડા અને ખાબોચિયામા છબછબીયા કરતા રહે છે. હમેશા નવું વિચારતા પેહલા તે ક્યાં ને કેટલા ખાડા આવે છે તેના વિચારમાં જ કઠીન વિચારના ખાબોચિયા બનાવી લે છે. અને ફરી જુના ખાડામાં છબછબીયા કરવા લાગે છે.જીવનમાં વર્ષો ઉમેરતા જાય તેનો કોઈ મતલબ નથી પરંતુ વર્ષોમાં જીવન સમય જાય તે જ મહત્વનું છે. આજના માનવીની પડકારનો સામનો કરવાની ક્ષમતા ઘટતી જાય છે, પડકાર વગરનું જીવન નિસ્તેજ અને ખાબોચિયા જેવું છે. (જ્યાં ખાબોચિયા હોય ત્યાં ગંદકી રેહવાની જ તેમ સમાજમાં પણ ટીકાકાર રેહ્વવાના જ). એક જ રૂઢી અને ઢબને પકડી રાખનાર માણસ ધીરે ધીરે ડરપોક અને નિર્બળ બની જાય છે. સામાન્ય રીતે દરેક માનવીનો એક જ ધ્યેય હોય છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને તે સાથે તે સાથે જ જીવન/જિંદગીનો મતલબ શોધવાનું. જીવન જીવવા અનિશ્ચતતાનો સામનો કરે છે પણ માણવા ખાતર કશું જ કરતા નથી. એક જ ખાડામાં છબછબીયા કરીને તેઓ રાજી રહે છે પણ શા માટે? માણસ પોતે અહી શા માટે આવ્યો છે અને આવીને કરવાનું શું છે તેના સવાલોના જવાબમાં વર્ષો વેડફી નાખવાને બદલે તેને જીવી લેવા જોઈ.
માનવીની સુખની સીડી સુધી પહોચવાનો રસ્તો સડક જેવો નથી, અહી ખાડા, ખાબોચિયા અને ખાઈ બધું આવે અને ઘણા લોકો આવા ખાડા-ખાબોચિયાથી મુંજાઈ જાય છે અને ફરી જુના રસ્તે ચાલ્યા જાય છે. આ માટે ઘણા કારણ હોય છે પરંતુ તે ધ્યાન પણ આવવું જોય કે સુખની સીડી ચડતા પહેલા દુ:ખ ન આવે તો સુખનો અહેશાસ્ જ ન થાય. માણસ ફરીયાદ કરતો હોય છે કે તેનું નસીબમાં ખાડા જ છે, જીવન સફળ ન થયુ. પરંતુ ભગવાન પણ જાણે-અજાણે યાદ કરાવે છે કે તમે કશું આપ્યું જ નથી, તે પૂછે છે કે તમે શ્રદ્ધા ક્યાં રાખી છે? માત્ર ફરજ નિભાવી પણ પ્રેમથી ક્યાં નિભાવી? ભોગ આપ્યો પણ દિલથી ક્યાં આપ્યો?મિત્રતા કરી પણ મૈત્રી ક્યાં નિભાવી? અને પછી પણ બદલામાં આશા રાખવી નિરાશા સમાન છે. જીવનમાં ઉદાસીનતા, નિરાશા એ વ્યક્તિની હાર છે અને જાહેરમાં સ્વીકારો છો. માણસ પોતાના જીવનમાં જાત-જાતના ખાબોચિયા બનાવે છે, કોઈના ખાબોચિયા નાના છે તો કોઈના મોટા. દરેક જ્ઞાતિ/ધર્મ ના નામે ખાબોચિયા ભરાયા છે અને પેઢી દર પેઢી તેમાં વૃદ્ધી થયે રાખે છે. જયારે આજુ-બાજુ ખાબોચિયા જ નજર આવતા હોય ત્યાં જીવનમા વાયરસ પ્રવેશી ગયા છે તેમ સમજી લેવું જોઇએ. માણસને જાણે ટેવ જ પડી ગઈ છે કે ખાબોચિયામાં છબછબીયાં કરવાની. પરંતુ એ જ ખાડાને બદલે બીજા ખાડામાં પગ મુકી તેમાંથી બહાર આવવા પ્રયત્ન કરવા જોઇએ, હિમત હારવાના બદલે ચાલે જ રાખવું જોઇએ. સાહસ કરવું જોઇએ, નવું જાણવાની તેનો સામનો કરવાની જીજ્ઞાસા કેળવવી જોઇએ. જીન્દગી ખુલી કિતાબ છે અને તેના કોરા કાગળ ક્યારે છપાય જાય તેની પરવા કર્યા વગર સતત નવા વિચાર, સાહસને સ્વીકારવા જોઇએ.
No comments:
Post a Comment