Wednesday, September 26, 2012

ગણેશચતુર્થી -ગણેશોત્સવ



દીકરો: માં આજે મંદિરમાં લખ્યું છે કે છ્પ્ન ભોગના દર્શન છે.

માં:હૈ આજે છ્પ્ન...... છ્પ્પ્પપ્પ્પ્ન ભોગ છે?

દીકરો:માં આ છ્પ્પ્પપ્પ્પ્ન ભોગ એટલે શું

માં: બેટા ભગવાનને છપ્પ્પ્ન વાનગીઓ પ્રસાદમાં ચડાવાય તેને છપ્પ્પ્ન ભોગ કેહવાય.  

દીકરો:માં ભગવાન કેટલા નસીબદાર છે, તેને તો કેટલું બધું પેટ ભરવા મળે છે, તો પણ એનું પેટ કેમ નથી ભરાતું? કાલે તો આપના શહેરની મધ્યમાં મંદિર છે ત્યાં છપ્પ્પ્ન ભોગ હતા, આજે બે જગા પર છે તો પણ કેમ એનું પેટ નહિ ભરાતું હોય કે લોકો તેને આટલું બધું આપે છે. અને એક સાથે આટલી બધી વાનગી! મેં તો  કદી ચાખી પણ નથી. અને ભગવાનને મંદિરે જઈ કહે છે, 
ભગવાન તમને તો આટલું બધું મળે છે, અમારે એક સાથે આટલું અન્ન નથી જોઈતું પણ  છ્પ્ન દિવસ જેટલું અમને એક ટંક જમવા મળે એવું કૈક કરો. વધુમાંકહે છે... તમે તો ગણેશદાદા છો, અને દાદા તો તેના સંતાનને ભૂખ્યા રાખી ન જમે, તેને તો તેના સંતાન જ પેહલા હોય તો તમે કઈ રીતે રોજ રોજ આ રીતે ભોગ લ્યો છે? તમને તમારા સંતાન પર દયા નથી આવતી? અમે તો ઘણી મેહનત કરીએ છે પણ બધું બહુ મોંઘુ મોંઘુ હોય છે કે રોજ ઘરના ચાર સભ્યમાંથી એક તો ભુખ્ય રહે ત્યારે જ મહિનો નીકળે  અને કોઈ દિવસ તો અમે બને ભાઈ એક રોટલી માંથી બે બટકા/કટકા  કરી ખાઈ છે કે બીજે દિવસ માટે કૈક બચે.. વિઘ્નહર્તા તમે તો લોકોના વિઘ્ન દુર કરો છો, લોકો તમને બે હાથ જોડી પોતાના વિઘ્ન દુર કરવા વિનંતી કરતા હોય છે તે સાંભળી તેમની ઈચ્છા પૂરી કરો છો પણ દાદા હું તો તમારી સામે ઉભો છું ,તમે અમારા વિઘ્નો તો જોવો છો કે તમારા ભક્તો અમને દર્શન કરવા પણ આવવા નથી દેતા તો પ્રસાદ ક્યાંથી આપેહું આપને વિનંતી કરું છું કે મને  અને મારા જેવા અહીં અનેક ઉભા છે તેમને તમારા ધરેલ ભોગ જેટલું રોજ નહિ પણ વર્ષે અન્ન મળતું રહે તેવા આશીશ આપજો. 

આપણે  ત્યાં આવા અનેક લોકો છે જે મેહનત કરે છે પણ મોંઘવારી તેને બે ટંક જમવા પણ નથી દેતી. ત્યારે  શહેરમાં ચોકે-ચોકે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી તેમની જે રીતે ભક્તિ, શ્રદ્ધા-અંધશ્રદ્ધાથી જે ઉજવણી કરવામાં આવે છે તે જોઈ અનેકને ઈર્ષા આવે છે. આપણે ત્યાં મકાન ખાલી કરાવી ત્યાં મંદિર બનાવાય છે, લોકોને મારી ભગવાનને જીવાડવામાં આવે છે, કોઈ ભૂખ્યાનું પેટ ભરવાને બદલે જેના થકી, જેના આશિષથી છે  તેવા ભગવાનને છ્પ્નભોગ ધરવામાં આવે છે.અનેકગણો ખર્ચ આ રીતે કરવાને બદલે એટલા પૈસાથી કોઈ ગરીબને ભણતર માટે/કોઈ દર્દીની સારવાર માટે પૈસા ઉપયોગમાં લેવામાં આવે તો જનસહભાગ દ્વારા ઘણા પ્રશ્નોનો નિકાલ આવી શકાય.  સાર્વજનિક ગણેશ ઉત્સવને સાથી હાથ બઢાના ની ભાવના કેળવી આ મહોત્સવને સમાજ ઉપયોગી અને અર્થસભર બનાવી શકાય.

No comments:

Post a Comment