Wednesday, February 20, 2013

સમય સાથે સ્થાનની ફેરબદલી


આપના સમાજમાં દીકરીની ઘરે માં-બાપ ક્યારેય ખાલી હાથ ન જવાય એવી માન્યતા છે અને એટલે જ દીકરીના માં-બાપ કઈ ને કઈ વસ્તુ/નાસ્તો લઇ જ જાય. દીકરી ગમે તેટલી ના પડે પણ માં-બાપ ન જ માને અને તેમાં પણ પૌત્ર/પૌત્રી આવ્યા બાદ તો ખાસ. અને તે પણ રાહ જોતા હોય નાના તમે ક્યારે આવશો?મારા માટે શું લાવશો? ઘરમાં બધા કહે કે લાવવાનું ન કેહવાય પણ નાના-નાની આગળ તો હકથી માંગે અને તે રાજી રાજી લાવે પણ.પૌત્રી તેમની આતુરતાથી રાહ જોતી હોય છે, ક્યારે આવશે, હજુ કેમ ન આવ્યા? અને નાના-નાની આવે તે સાથે જ તેના હાથમાંથી જ બેગ લઇ લે, નાના-નાની ઘરમાં બેસે તે પેહલા તો વસ્તુ ખુલી પણ ગઈ હોય અને વડીલ માટે તે ક્ષણ દુનિયાની સૌથી પ્રિય ક્ષણ હોય છે.દીકરી-જમાયના સમાચાર તો પછી જ,પેહલા પૌત્રી/પૌત્રી. દીકરી તો વહાલનો દરિયા છે,દીકરી વિષે જે કઈ કહીએ તેટલું ઓછુ પણ તેનાથી પણ વિશેષ વ્યાજ હોય છે. દીકરીને ના કહી શકે, ગુસ્સો કરે પણ પૌત્ર/પૌત્રી પર ન ગુસ્સો કરે અને ન કરવા દે, અને એટલે જ કેહવાય ને મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે. ૧ મહિનાની હતી ત્યારે પણ અને આજે ૨૨ વર્ષની થઇ તો પણ તે પરંપરા ચાલુ જ રહે છે પરંતુ
આજે નાના-નાની ઉમર ને લીધે બહાર નીકળતા નથી, ઘરમાં જ હોય છે અને ત્યારે દીકરી-જમાય,પૌત્રી સૌ તેમને મળવા જતા હોય છે. પૌત્રી મોટી થઇ ગઈ છે, બહારગામ નોકરી કરે છે અને થોડા-થોડા દિવસે પોતાને ગામ માં-બાપને મળવા આવે છે ત્યારે નાના-નાનીને પણ મળે જ. હવે પોતાને પગભર દીકરી નાના-નાનીને મળવા જાય ત્યારે તેમને ગમતી અને ભાવતી વસ્તુ લઇ ને જાય છે. આપને ત્યાં માં-બાપ દીકરી ના ઘરનું ન જમે, કઈ ન લે પણ પૌત્રી આગળ તો તેમનું કઈ ન ચાલે અને આજે જયારે તે પ્રેમથી વસ્તુ લાવે છે ત્યારે તેના નાના-નાની ના પણ નથી કેહતા અને રાજી-રાજી તેની લાવેલી વસ્તુ સ્વીકારે છે. અહી, પૌત્રી જયારે નાની હતી ત્યારે તેને માટે જે કઈ વસ્તુ લઇ ને જતા ત્યારે બનેને જે ખુશી થતી તે જ ખુશી આજે પણ છે તફાવત માત્ર સ્થાનની ફેરબદલી જ છે.
 

No comments:

Post a Comment