
મારા blog ની શરૂઆત મેં આજના દિવસથી એટ્લે કે 8 માર્ચથી શરૂ કરવાનું નક્કી કર્યું, કારણ આજે મહિલાદિન છે અને એક સ્ત્રી તરીકે મારા મત મુજબ આજનો દિવસ શ્રેષ્ઠ છે.
Friday, September 4, 2015
વિચારબિંદુ-૧૪

વિચારબિંદુ-૧૩
ગુજરાતમાં તમામ વાર-તેહવાર ઉજવવામાં
આવે છે, માણવામાં
આવે છે. શ્રદ્ધા-અંધશ્રદ્ધા અતૂટ છવાયેલ છે. કોઈ શ્રદ્ધાથી પુજા-ભક્તિ કરે છે તો કોઈ
અંધશ્રદ્ધાથી. શ્રાવણ મહીનો આવે એટ્લે શંકર ભગવાન પણ કંટાળી જાય તેટલું દૂધ/પાણી ચડાવવામાં
આવે અને આ બધુ ગટરમાં ચાલ્યું જાય, મંદિરમાં/હવેલીમાં અનેક શણગાર
કરવામાં આવે છે અને પ્રજાનો મેળો ત્યાં ઉમટી પડે. ત્યાં પણ વ્યાપાર કરવા માટે પૂજારી
બેઠા હોય તેમ અમુક ફાળો આપો એટ્લે તેમણે પ્રસાદ આપે, દર્શન કરી
બહાર જતી વખતે 1-2 રૂપિયા આપતા જ ચરનામત આપે.ભગવાનના માંધ્યમ દ્વારા આવક મેળવવામાં
અનેક વિકલ્પ છે.

હે ભગવાન!!! આવા કુરિવાજો/શ્રદ્ધા-અંધશ્રદ્ધા
ધરાવતા ભકતની આંખો ઉઘાડ અને સમજાવ કે આ મારી ભક્તિમાં એટલો ગળાડૂબ ન બન કે તારી બુદ્ધિ
ભ્રસ્ટ થઈ જાય અને તું વગર વિચારે-સમજે ભૂંડના ટોળાંમાં ન ઉતર.
(કોઈ વ્યક્તિને લઈને ચર્ચા નથી
કરવામાં આવી પણ સમૂહને ધ્યાનમાં રાખી જ વિસ્તૃત કરેલ છે.)
Subscribe to:
Posts (Atom)