Monday, March 7, 2011

સ્ત્રીદિન



શા માટે સ્ત્રીદિન?

આજે ૮મી માર્ચ છે,સ્ત્રિદિનને ૧૦૦ વર્ષ પુરા થશે, દિવસ સ્ત્રીઓની હકની માંગ અને અસ્તીવની સ્થાપનાનો દિવસ ગણાય છે. ૧૯૦૮માં નોર્થ અમેરિકામાં 
સ્ત્રી કામદારોએ પોતાના વેતન અંગેના હકો માટેની ચળવળ શરુ કરી, ૧૯૦૮ની ૨૮મી ફેબ. ના દિવસે સ્ત્રી કામદારોની હડતાલ અને ન્યુંયોકમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓની હડતાલને ટેકો આપવા એક દિવસની ઉજવણી કરાઈ અને વિચારોના આધારે ૧૯૧૦માં, કોપનહેગનમાં વિશ્વના ૧૭ દેશોમાંથી ૧૦૦ જેટલી સ્ત્રીઓ ભેગી થઇ અને દુનિયાની તમામ સ્ત્રીને ભજવવી પડતી મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવવા માટે એક દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. દિવસે સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ એક સાથે પોતાના અધિકારની માંગણી કરશે તેવી સર્વસંમતિ સાધી. અને ત્યારબાદ ૮મી માર્ચ,૧૯૧૧ ના રોજ યુરોપના દેશોએ વિશ્વના બીજા દેશોમાં હજારોની સંખ્યામાં રેલી કાઢી. તેમના દ્વારા વિવિધ હક્ક જેમ કે, જાહેર નૌકરીમાં સ્ત્રીનું સ્થાન, મતદાન વગેરેની માંગણી કરી. અને રીતેસ્ત્રીદિનની શરૂઆત થઇ.
પણ શું આજે પણ સ્ત્રીને તેના હક્ક મળે છે, સમાજમાં યોગ્ય માન અને સ્થાન મળે છે? આજે તે તેના અધિકાર માટે લડવાની બદલે ચુપચાપ બધું ચલાવે છે, શું આજની સ્ત્રીમાં હિમત નથી? આપણા કરતાતો ૧૯૦૦ના દાયકાની સ્ત્રી વધુ હિમત અને વિચારશીલ હતી એવું મને લાગે છે.

સ્ત્રી વિષે હકીકત

જમાનામાં લગ્ન પહેલા સ્ત્રીને પૂછવામાં આવતું કે દાદા-નાના કોણ હતા? શું કરતા? વગેરે વગેરે પણ આજે પૂછવામાં આવે છે કે કઈ કંપનીમાં કામ કરે છે? શું સમય છે? શું પગાર છે? અને થોડા સમયબાદ ઘરના બોલતા સંભાળ્યા છે કે આજકાલ તો બસ મોંઘવારીના નામે બધાને કમાવવું છે-ઘરમાંથી અને ઘરકામમાંથી છટ્કવાનું બહાનું છે. હવે પહેલા જેવા દિવસો નથી રહ્યા. અને આમાં સ્ત્રીને ઘણા અપશબ્દો પણ સંભાળવા પડે છે. સ્ત્રીઓ પહેલા પણ ગુલામ હતી અને આજે પણ છે . પહેલા ઘરમાં ગુલામ હતી અને હવે કમાવવા સાથે.
મારી નાની ઉમરમાં મેં ઘણા એવા કિસ્સા જોયા છે જેમાં સ્ત્રી સરકારી/ખાનગી કંપનીમાં ખુબ સારા હોદા પર કામ કરતી હોય, ઉંચો પગાર પણ હોય પણ ઘરમાં તેનું કઈ ચાલે. પતિ, દીકરો, ભાઈ, સાસુ-સસરા વગેરેના મૂડ પર તેનો દિવસ નક્કી થાય. નાનામાં નાની વાત માટે પણ ઘરનાની રજા લેવી પડતી હોય છે! ખુબ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છે. આજે પણ દીકરી ૨૦-૨૧ની થાય ત્યાં તેના માં-બાપ તેના લગ્નની વાત કરવા લાગે છે. કહે છે સાચો સમય છે, ઘરતો સંભાળવાનું છે ને. વહેલું કે મોડું. શું જીવવાનો હેતુ પરણવાનો છે? એને જીવવા તો દો. એના સપના સાકાર થવા દો. આજે પણ સ્ત્રીઓ પર અત્યાચાર એટલા થાય છે,એટલું અપમાન, શું આજ છે સ્ત્રીની દુનિયા? તો ચાલો આજે ઉજવીએ સ્ત્રીદિન. આપના સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરીકે માની છે, લક્ષ્મીનું ઉપનામ અપાય છે. માતાજીની પૂજા કરીએ છીએ અને ઘરે પોતાની પત્ની પર પુરુષો જુલમ આચરે છે? સ્ત્રીને જાણે એક રમકડું સમજતા હોય તેમ તેને આનદ માટેનું સાધન બનાવી દીધી છે. શું તેનું કામ ઘરના બધાને ખુશ રાખવાનું છે?હજુ પણ આપને ત્યાં દીકરીના લગ્ન વખતે આણું આપવામાં આવે છે, અને તેમાં કબાટ, પલંગ, ઘરેણાં, વાસણ ઉપરાંત નાની-નાની દરેક વસ્તુ આપવામાં આવે છે. ભલે માવતરની શક્તિ હોય હોય પણ   બધી વસ્તુતો આપે છે(હવે થોડા ઘણા ફેરફાર થાય છે છતા પણ) અમુક જ્ જ્ઞાતીમાં તો એટલું બધી ચાદર-ઓછાળ ને બધું આપવામાં આવે છે કે આખી જિંદગીમાં ફરી કયારે લેવાની જરૂર પડે તો પછી સાસરાવાળા ને કરવાનું શું? દરેક તેહવાર પર માવતારેથી તેહવાર નિમિતે પૈસા કે વસ્તુ પણ મોકલવાનો રીવાજ હજુ આપને ત્યાં છે, છતાં માવતર પછી પેહલા સાસરું? બધું શા માટે? અરે સ્ત્રી મૃત્યુ પામે ત્યારે પણ છેલ્લી ઓઢણી માવતરની હોય છે. વ્યહાર વખતે માવતાર અને કામ વખતે સાસરું પેહલા. છે આપના રીવાજો અને આપને સ્ત્રીઓ બધું કરીએ છીએ શા માટે? મેં તો જોયું છે કે ઘણી સ્ત્રીઓ બધા પૈસામાંથી પોતાની જરૂરી કપડા, ઘરેણાં વગેરે ખરીદે છે(જયારે જરૂરી હોય ત્યારે તે આવું કરે છે બાકી તો ચલાવી લે છે) ઘરમાંથી તેને કોઈ પૈસા આપવામાં આવતા નથી, તો શું ન્યાય છે અને સ્ત્રી કેમ કઈ બોલતી નથી કે હવે તેમની જવાબદારી નથી, આપના ખર્ચા શામાટે ત્યાંથી પુરા થાય. અને આપણે મનાવીએ છીએ સ્ત્રીદિન. સ્ત્રીએ પોતાના માન-સન્માન માટે જાગૃત થવાની જરૂર છે, શા માટે તે બધું ચાલવે છે. જેમ કે, ઘરમાં સંતાનો તેની માંને તુંકારે બોલવતા હોય છે(માં તું શું કરે છે?) પણ ક્યારેય બાપને આમ બોલાવતા સંભાળ્યા છે(પાપા તું શું કરે છે તેને હમેશા તમેથી બોલાવશે). લગ્ન પેહલા MISS અને લગ્ન પછી MRS. એવું શા માટે? પુરુષમાં શા માટે કાયમ Mr. ? બધાને નામ પર થી ખ્યાલ આવે કે પરણી ગયા  છે તે માટે? સ્ત્રીએ બદલાવ લાવવાનો અને પુરુષોએ કઈ નઈ? જો આપણે બધાનો વિરોધ કરી શકતા હોય તો ચાલો આજે ઉજવીએ સ્ત્રીદિન.
 
દુનિયામાં નર અને નારી બનેનું અલગ સ્થાન છે. બંને પોત-પોતાની જગ્યાએ ખુબ સુંદર છે, તો પછી શું કામ કોઈ સ્ત્રીએ પુરુષ સમોવી થવાના પ્રયાસ કરવો જોઈ? દીકરા-દીકરીને નાનપણથી સરખું જ્ઞાન આપવામાં આવે તો અમુક તકલીફો દુર થઇ જાય. જે વાત દીકરીને ઘરની અંદર અને બહાર લાગુ પડે વાત દીકરાને લાગુ પડવી જોય. ઘરનું કામ દીકરીએ કરવાનું અને દીકરાએ કમાવવાનું એવું  નહિ, બંનેએ સાથે કામ કરવાનું અને કમાવવાનું.

No comments:

Post a Comment