થોડા સમય પેહલા ઘરમાં ૧ ફોન હોય તો પણ બધાને નવાઈ લાગતી. સોસાયટીમાં કોઈ એકના ઘરે ફોન હોય તો આજુ-બાજુના પાડોશી પોતાના સગા-સંબધીને જરૂરી સમયે ફોને કરી સમાંચાર આપવાનું કેહતા. STDમાં પણ ફોન કરવા માટે લાઈન લાગતી અને ફોન ચાર્જ પણ ઘણા વધારે હતા. સમયજતા લેન્ડલાઈન ફોન સામાન્ય બની ગયા, લગભગ બધાની ઘરે/ઓફીસ ફોન આવી ગયા. છતાં પણ તેનો માર્યાદિત્ ઉપયોગ થતો, કામ થી કામ(૨-૫ મિનિટ) કારણ કે ચાર્જ લાગતો. ધીમે-ધીમે ફોનમાં વિવધતા આવતી ગઈ.
જેમ કે, caller ID, codeless, WWL etc., અને ત્યારબાદ થઇ મોબાઈલની શોધ. આપના દેશમાં જયારે તેની શરૂઆત થઇ ત્યારે તેમાં incoming/outgoing ચાર્જ લાગતો, અને એ પણ ૧/૨ રૂપિયા નહિ ૧૫/૧૬ થતો. ભાગ્યે જ કોઈને પાસે મોબાઈલ જોવા મળતા. મોબઈલ પણ ખુબ મોટા, વજનવાળા અને એન્ટેનાવાળા હતા.
પરંતુ આજે એટલી બધી દુનિયા ફરી ગઈ છે કે ન પૂછો વાત! માત્ર ૭/૮ વર્ષમાં મોબાઈલ તો જાણે દરેક વ્યક્તિની ધડકન બની ગઈ છે, તેના વગર માણસ રહી શકતો નથી. આજે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય કે સામાન્ય માણસ મોબઈલ જોવા મળે છે. અરે!!!!!!!!! આજ કાલ તો શાકવાળા, ભિખારીના હાથમાં પણ મોબાઈલ હોય છે. અલબત મોબાઈલમાં વિવધતા જોવા મળે છે. માત્ર મુઠીમાં સમય જાય, તેમાં જ રેડિયો, ઇન્ટરનેટ, કેમેરા વગેરે જેવી facility જોવા મળે છે.સામાન્ય માણસ પણ ઉપયોગ કરી શકે તેવા ભાવે આ બધી facility મળે છે. Businessmen, Officerને મોબાઈલની જરૂર પડે સ્વાભાવિક છે પણ નાના છોકરા-છોકરી પાસે મોબાઈલ હોવો એ ફેશન બની ગઈ છે અને આ લોકોના કાનમાં ear phone તો લગાવેલા જ હોય છે. વાહન ચલાવતા-ચલાવતા પણ ગીત સંભાળવાનું છોડતા નથી. SMS ફેસીલીટીએ તો હદ કરી છે. શેર-શાયરી, ટાઈમપાસ અને આંનદ આવે એવા અનેક SMS ચાલુ જ હોય છે. ખુબ મજા કરે અને રાતે પણ ઓશિકા પાસે ફોનતો જોય જ,.
મને તો વિચાર આવે છે કે આટલા વર્ષો શું માણસને કોઈ emergency ન આવતી? હાલતા-ચાલતા, સુતા-જાગતા, વાંચતા-લખતા મોબાઈલ તો હોય જ. ઘણા લોકોને મંદિર, સ્મસાનમાં પણ ફોનમાં વાતો કરતા જોયા છે, મને તો કેહવાનું મન થાય કે ભાઈ/બહેન તું દર્શન કરવા આવ્યો છે તો ૨ મિનિટ શાંતિથી દર્શન તો કર પછી વાત કરને.... કોઈ કામ ૨ મિનિટમાં અટકી નથી જવાનું. અમુક બ્રાહમન પણ પૂજામાં શું ચાલે છે તેના બદલે ગૌરપદૂ કરતી વખતે ફોનમાં વાત કરતા હોય છે ત્યારે પૂછવાનું મન થાય છે કે તારું ધ્યાન નથી તો પૂજા શેની કરાવે છે, યજમાનને શું પૂજા કરાવીશ? અને ફોનની રીંગ પણ કોઈ ફિલ્મી જુનિ-નવી ગીતની રાખે છે તો કોઈ ભજન તો રસ-ગરબા તો કોઈ બીજું કઈ. અને કોઈ વાર આ રીંગથી એટલો ગુસ્સો આવતો હોય છે અને એમ થાય કે તેનો ફોન બંધ કરી દે તો સારું. Noise pollution માં પણ વધારો થાય છે પણ આવી બાબતમાં કોઈ ધ્યાન નથી આપતું. આ ઉપરાંત ટોક ટાઈમ,ફ્રી SMS વગેરે, અમુક લોકો માટે ટો તે એક રમકડું કે ટાઈમપાસનું સાધન બની ગયું છે. દરેક વસ્તુના ફાયદા-ગેરફાયદા છે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જ હિતાવહ છે. વૈજ્ઞાનીકો દ્વારા કરવામાં આવતા સંશોધન મુજબ મોબાઈલનો અતિશય ઉપયોગ હેલ્થ માટે હાનીકારક છે.
ફ્રી ટોકટાઈમ
No comments:
Post a Comment