Wednesday, March 23, 2011

દીકરી મારી દોસ્ત

             મારું નામ અંજના કારિયા છે,હું પોતે હાઉસવાઈફ છુ. મારા માતા-પિતાની હું સૌથી મોટી દીકરી, પાંચમાની એક. પેહલેથી અમારે ત્યાં દીકરીને પૂરતું માન અને હક આપ્યા, સમાજમાં સૌ કોઈ કહે કે ખરેખર દીકરીને તો આવી રીતે ટ્રેન કરાય. આમ હું એવા વાતાવરણમાં મોટી થઇ છુ કે જ્યાં દીકરીને સમાન હક અને અધિકાર અપાય ત્યારે મારી પણ એવી ઈચ્છા હતી કે મારે પણ એક દીકરી હોય, અને ભગવાનની કૃપાથી મારે ત્યાં એક અને માત્ર એક એવી દોસ્ત પુત્રી કૃતિ છે. આજે હું મારે દીકરી હોવાનો મારો વિચાર આપની સમક્ષ પ્રગટ કરી રહી છુ.
 
હું મારી જાતને ધન્ય માનું છે કે હું એક પુત્રીની માતા છુ, દીકરીની માતા બનવા સાથે મારું જીવન ધન્ય બની ગયું છે. મારે સંતાનમાં માત્ર એક દીકરી છે, તેના જન્મના સમયે એટલે કે આજથી ૧૭ વર્ષ પેહલા અમે નક્કી કર્યું હતું કે બસ એક .પેહલીવાર કૃતિને હાથમાં લીધી ત્યારે મને થયું કે મારી ખુશી માટે મારી દીકરી પર્યાયવાચી શબ્દ બની ગયો. અને ઘરના સર્વે મારો સહકાર આપ્યો, કૃતિ જન્મતાવેત્ બધાને પેંડા આપી ખુશીને વધાવી. દીકરી વ્હાલના દરિયામાં ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે કે જે માતા-પિતાને સંતાનમાં માત્ર એક દીકરી હોય તે માતૃત્વ અને પિતૃત્વની ચરમસીમા પર છે તે હું દિલથી માનું છુ અને અનુભવું છેં. મારા મત પ્રમાણે સંતાનમાં એક દીકરી હોવી જોઈએ. આજના સમયમાં દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. મોરારી બાપુએ કહ્યું છે કે દીકરી બાપનું હૃદય છે તે સત્ય પણ હું સ્વીકારૂ છુ, બાપ પોતાની દીકરી પ્રત્યે શબ્દો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરતા નથી પરંતુ તેના હૃદયમાં દીકરી માટે પ્યાર હોય છે તે હું મારા પતિના દિલમાં કૃતિ માટે છે તે હું અનુભવી રહી છુ.
 
  
મારો એવો મત છે કે દીકરી માં-બાપના હૃદયથી નજીક હોય છે, તેને જેટલી લાગણી હોય છે તેટલી દીકરાને નથી હોતી. દીકરા માં-બાપનું ધ્યાન રાખશે કે નહિ તેની ખાતરી નથી પરંતુ દીકરી સાસરે હશે તો પણ માં-બાપનું ધ્યાન રાખતી હશે.ઘણી સ્ત્રીને મેં બોલતા સાંભળી છે કે બાબો દે દીકરી દેસો. પરંતુ હું કહીશ કે બધા જો દીકરા ભગવાન પાસે માંગશે તો દીકરા ને પરનાવશો કોની સાથે? મેં ઘણી માતાને દીકરીના જન્મ સમયે આંશુ સારતી જોવ છુ ત્યારે મને ઘણું દુખ થાય છે કે આપને આપની દીકરીના જન્મ પર આંશુ શું કામ સારવાના? આપને તો ખુશ થવાનું હોય, શું આપની માતા આપના જન્મ સમયે શું આંશુ શાર્યા હતા?પહેલા તો આપને આપની જાતને માન આપવું જોઈ તો આપને આપની દીકરીને સ્વમાનપૂર્વક જીવતા શીખડાવી શકીએ. જ્યોર્જે બર્નાડે લખ્યું છે કે....
..
 ‘YOUR DAUGHTER IS YOUR DAUGHTER FOR WHOLE LIFE’

મારી દીકરી મારી સારી મિત્ર છે અને હું એની. અમે બંને અમારી બધી વાતો એક-બીજાને કહી છીએ, હું માનું છુ કે દીકરીને પગભર કર્યા પછી પરણાવી જોય અને આજના જમાનામાં તો ઘણી દીકરીઓ લગ્ન નથી કરતી અને માં-બાપની સેવા કરે છે હું એવી પુત્રીઓને સલામ કરું છુ જે માં-બાપની સેવા કરવા ખાતર લગ્ન કર્યા હોય. મારી દીકરી મને પૂછે છે કે હું લગ્ન ના કરું તો ચાલશે? તો હું કહું છુ કે માત્ર  અમારા માટે લગ્ન કરવા એમ માત્ર વિચારતી, તું પગભર બની જા અને તારી ઈચ્છા હોય તો લગ્ન કરજે, કરતો પણ આપને પ્રેમથી સાથે રહીશું. હું મોરારી બાપુ ના શબ્દોદુહિતા દેવો ભાવોને ખુબજ સન્માનપૂર્વક વધવું છુ અને માન પણ આપું છે.

દીકરી તુલસીનો ક્યારો, દીકરી પારકી થાપણ, દીકરી સાપનો ભરો, એવી બધી માન્યતાઓ સમાજમાં છે. આપને ત્યાં એમ કહેવાય છે કે દીકરી તો પારકી થાપણ છે પણ હું તો એમ કહું છુ કે દીકરી છે જે પારકાને પણ પોતાના બનાવી લે છે, દીકરીની એક દિવસની જુદાઈ તેના લગ્નની વિદાય વખતે શું થશે તેવી સ્થિતિ બનાવે છે. પણ મને મારી પુત્રી માટે ગર્વ છે, દીકરીની માં હોવાનો ગર્વ છે અને ગૌરવ પણ છે. મારું સપનું છે કે હું સમાજમાં મારી પુત્રીના નામે ઓળખવ. મારે માટે માત્ર દીકરી હોય એવા માં-બાપ જિંદગીના ખુબ સુખી માં-બાપ છે.

મારી દીકરીના -મેલ બોક્ષ્ પર એક -મેલ હતો જે મને કૃતિએ વંચાવ્યો અને મને ખુબ ગમ્યો, જે રીતે છે.........

દીકરો વારસ છે તો દીકરી પારસ છે! 
દીકરો વંશ છે તો દીકરી અંશ છે! 
દીકરો આન છે તો દીકરી શાન છે! 
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે! 
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે! 
દીકરો દવા છે તો દીકરી દૂવાં છે! 
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે! 
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
દીકરો એક પરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને તારે છે!!       







No comments:

Post a Comment