Sunday, March 20, 2011

વ્યસન

પાન

પાન શબ્દ આવતા આપણને અમિતાભ નું ગીત યાદ આવી જાયખઈ કે પાન બનારસવાળા........’પાન ખાવાથી મજા આવે છે. જેમ રસોઈમાં અનેક વાનગીઓ હોય રીતે આજ-કાલ પાનમાં પણ અનેક વેરાઈટી જોવા મળે છે. જેમ કે, ચોકોલેટ પણ,શીન્ગોલાપાન મસાલા પાન, પાન લાડુ,મસાલાપાન, વગેરે વગેરે, નામ સંભાળતા ખાવાનું માન થઇ જયને? અમુક સમય પેહલા પાનમાં આટલી બધી વેરાયટી ના હતી માત્ર સોપારી,તૂટીફૂટી, જેવી વસ્તુ વપરાતી અને પણ ઘરાક આવે ત્યારે તેને તાંજે તાજું બનાવી આપવામાં આવતું પણ હવે ફ્રીઝકોલ્ડ પાન પણ મળે છે અને સ્વદીસટ્ટ પણ હોય છે, હા તેના ભાવ પણ રૂપિયા થી લઇ ને ૫૦-૬૦ રૂપિયા જેવા હોય છે. નવી લાગી ને ભાવ સાંભળી ને? પણ હા હકીકત છે આજે આવા પાનની ડિમાંડ છે. એટલું નહી હવે તો અમુક પ્રસંગોમાં સ્પેસિયલ પાનવાલાને ઓડર આપવામાં આવે છે અને બહારગામથી પણ બોલાવવામાં આવે છે. આજ-કાલ તો પાનના ભાવની સાથે તેના પેકીંગમાં પણ નવીનતા જોવા મળે છે, જેમ કે બોક્ષ્ પેકિંગ, બોલ પેકિંગ, અને સાથે પેપર નેપકીન પણ આપવામાં આવે છે. આપને વિચાર આવે છે કે સામાન્ય ગણાતા પાન માટે માણસો કેટલો ખર્ચ કરે છે. હમણા મને મારા સંબંધી સાથે વાત કરતા ખ્યાલ આવ્યો કે અમુક પાનવાલા ઘરાકના મોમાં મૂકી ને ખવડાવે છે કે તેમના હાથ બગડે નહિ. ૨૧મી સદીની અજાયબી જેવું લાગે છે મને તો બધું! પણ એવું બધું શું છે પાનમાં કે પુરુષો ને એના વગર ના ચાલે, અમુક લોકો આખો દિવસ પાન ચાવતા હોય છે(તમાકુ,ફાકી વગેરે...) અમુક સમયે તો પાન ખાવા જોય , જમે નહિ તો ચાલે પણ પાન તો ખાવું પડે અને તેની પાછળ રોજ ૨૦-૨૫ રૂપિયા ખર્ચી નાખતા અચકતા પણ નથી. સામાન્ય ઘરની સ્ત્રી નાના-નાના ખર્ચ માટે ઘણી કરકસર કરતી હોય છે(હમણા રીક્ષવાલા દ્વારા તેના ભાડામાં વધારો કરવામાં આવ્યો માંથી ૧૦ કરતા સ્ત્રીઓ કેહવા લાગી તો મોંઘુ પડે છે)પણ તેમના પતિ-દીકરા રોજ પાન ખાતી વખતે આવો કોઈ વિચાર કેમ નથી કરતા અને સ્ત્રીઓ આટલું બધું શા માટે વિચારતી હશે? બધા લોકોને તેનાથી થતા નુકશાનનો ખ્યાલ તો છે તો પણ પાન જોઇ જોઈ ને જોઈ ......પણ શા માટે? આવી આદતો સ્ત્રીને કેમ નથી હોતી, પુરુષો કહે છે કે ખાવાથી મજા આવે છે, સ્ફ્રુતીમાં રહી છીએ તો શું સ્ત્રી ને મજાની જરૂર નથી, તે પણ ઘર-ઓફીસમાં કામ કરે છે તેને પણ સ્ફ્રૂતીમાં રેહવા કેમ આવા કોઈ વ્યસનની જરૂર નથી પડતી? અને કોઈ સ્ત્રીને આદત હોય તો અન્ય પુરુષો તેની મજાક ઉડાવે છે તો શું બધા હક પુરુષો ને છે?સ્ત્રીને આવી ટેવ નથી સારી વાત છે પણ મજાકની વાત શા માટે?
તમાકુ આપના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે સૌને ખબર છે આમ છતા અમુક લોકો પાન-બીડી ને ફાયદા ગણાવે છે અને કહે કે નુકશાન થાય તો શું થાય? મરી જાય ને અને તો આજે પણ જવું છે અને કાલે પણ જવું છે તો પછી શું વાંધો? આજે તો ઘણી પાનની દુકાનો .સી.વાળી હોય છે, સવારે વાગે ભગવાનના મંદિર ખુલે છે અને સાથે પાનની દુકાન પણ. જીવન જરૂરી અનેક વસ્તુની દુકાન -૧૦ વાગે ખુલે છે પણ પાનની દુકાન સવારે વાગે ખુલે છે અને રાતે ૧૨ વાગે બંધ થાય છે. એટલા વેહલા ભગવાનને યાદ કરવાને બદલે માણસો પાનના ગલ્લે જાય છે, અને ઘણા ઘણા તો આખો દિવસના પાર્સલ પણ કરાવી લે છે? અમુક લોકો અમુક જગ્યાના પાન ખાવાનું પસંદ કરે છે અને તે માટે પોતાના ઘર/વ્યાપાર/ઓફિસથી દૂર જવામાં પણ અચકાતા નથી. અહી આપનો કેહવાનો ઉદેશ છે કે કોઈપણ વસ્તુની અતિશયોક્તિ હાનીકારક હોય છે. તમે જે કરશો તેનાથી એક કદમ તમારા બાળકો આગળ હશે. એક સમય હતો જયારે માં-બાપ કેહતા બેટા પાન-બીડી ના ખવાય-પીવાય, નુકશાન કરે છે પણ લોકો છાનુંમુના ખાતા, પણ હવે સમય બદલાય ગયો છે બાપ-દીકરા સાથે પાન ખાવા જાય છે કહે છે નાં પડી તો પણ તે જવાના છે અને અમે પણ ખાય છે તો એમને કેમ નાં પાડવી!!!! અરે મેં જોયું છે કે ઘણા લોકો રાતે જમી ને ચક્કર મારવા જાય ત્યારે પાન ખાય છે ત્યારે તેની પત્ની,બાળક સાથે હોય તો પણ તેને થોડા દૂર ઉભા રાખી પાન ખાવા જાય છે, બાળક બધું જોવે છે એટલે પણ મોટા થઈને ખાવાના છે,તેમને પણ ટેવ પડશે. બાપ બેટાને જાતે કરી વ્યાસની બનાવે છે અને પછી આમાંથી બીજી ટેવ પડતા વાર નથી લગતી. એટલું નથી ઘણાને પાન ખાઈને ગમે ત્યાં થૂક્વાની ટેવ હોય છે, ઘણા ચાલુ વાહને પણ......અને રોડ-રસ્તા બગાડે છે. શું તમે તમારા ઘરમાં રીતે થૂકો છો? તો શા માટે માતૃભુમી પર થૂકો છો? ઘરમાં આવું કરો તો માં થપ્પ્ડ મારે અને સજા કરે એમ સરકાર પણ માટે સજા કરવી જોય, દંડ લેવા જોય. પણ તે પેહલા સરકારે પણ માટે જાગૃત થવું પડે.
માટે સૌને વિનતી છે કે પાન/તમાકુ ના ખાઓ અને ગમે ત્યાં થૂક્શો નહિ. તમારા માટે અને અન્ય માટે તે હાનીકારક છે.
 
દારૂ

દારુ, ફટાકડામાં ઉપયોગમાં આવે છે તે નહિ પીવાનો દારુ. આપણ ગુજરાતમાં દારૂબંધી છે એટલે કે દારૂના વેચાણ પર પ્રતિબંધ છે,કોઈ તેને કયેદેસર રીતે વેંચી ના શકે અને કોઈ તેનો ઉપયોગ ના કરી શકે. સરકાર માન્ય દારુની દુકાન છે પણ ત્યાં અમુક લોકો માટે પરવાનગી હોય છે. પરંતુ પૈસા કમાવવા, આસાનીથી દારુ,શરાબ વગેરેનું વેચાણ થાય છે. તેમાં પણ ખાસ કરીને ૩૧મી ડિસે.લગ્ન પ્રસંગે, નવરાત્રી, દિવાળી જેવા દિવસોમાં ગામથી થોડે દુર પાર્ટી ગોઠવવામાં આવે છે અને હોટેલવાળા જરૂરી વ્યવસ્થા કરી આપે છે. આજકાલ તો યુવાનોમાં એક ફેશન થઇ ગઈ છે PARTY WITH WINE-NO PARTY NO WINE. થોડા સમય પેહલા આવી પાર્ટી મોટેભાગે ૨૨-૨૩ થી મોટી વયના લોકો કરતા પણ આજે વાતથી નવી નહિ લાગે કે ૧૬-૧૭ વર્ષના બાળકો પણ આવી પાર્ટી કરે છે અને માં-માપ જાણે-અજાણે અજાણ હોય છે. બાળકને નાનપણથી એકલા હરવા-ફરવાની છૂટ,પોકેટમની(થોડા ઘણા પૈસા આપવા જોય કે શાળાએ આવતા-જતા કોઈ કારણસર પૈસાની જરૂર પડે પણ એટલે બધા પણ ના આપવા જોઈ કે દારૂની પાર્ટી કરે)અને દેખરેખનો અભાવ વગેરે કારણથી આવી પરીસ્થીતી સર્જાય છે.મૂળ ભાવ કરતા વધારે ભાવ દઈને પણ પાર્ટી મનાવવામાં આવે છે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે યુવાનોને ખબર ક્યાં થી પડે છે કે અહી દારુ વેહ્ચાય છે કે નહિ? સામાન્ય છે તેના ઘર/આડોસ-પાદોશ/મિત્રોમાંથી માહિતી મળે છે અને હોય શકે કે આમાંના કોએ કાયમી દારુ પિતા હોય. પણ દારૂબંધી છે તો પણ દારુ આવ્યો ક્યાંથી? દારુ પીવા માટે કેટકેટલા ગુના કરે છે? છૂપા રસ્તે દારુ મંગાવવો, ઘરમાં ખોટું કહી પૈસા વાપરવા, ઘરથી દૂર બહાના બનાવી બહાર જવું વગેરે વગેરે. નાના-મોટા બધા વિસ્તારમાં આરામથી દારુ વહેચવામાં આવે છે અને છતા પોલીસ/સરકાર માત્ર એક/બે ને પકડી શકે છે? શું દારુ પીવાવાળા ખૂબ ઓછા છે કે માત્ર બે પકડાય કે પછી તેમાં પણ પોલીસ/સરકારની આંખ આડે કાન કરવાની નીતિ. હમણાં થોડા સમય પેહલાં કોઈની પાસે સાંભળેલું કે પોલીસ દ્વારા માણસને દારુની બોટલ સાથે પકડેલા અને છાપામાં પણ આવેલું, પણ પકડાયેલ વ્યક્તિ એવું કેહતી હતી કે અમારી પાસે નહિ ૧૪ બોટલ હતી તો કેમ નું છાપામાં આવ્યું, બાકીની બોટલે ક્યાં ગઈ? પોલીસથી ગણવામાં ભૂલ થઇ હશે કે?...............
છાપામાં વારંવાર જાહેરાત જોવા મળે છે કે દારુ છોડવાની દવા.....માત્ર મહિનામાં/ મહિનામાં દારુથી મુક્ત, દારૂના વ્યસનીને કીધા વગર પણ દવાથી દારુ છોડાવી શકાય છે એનો અર્થ થયો ને કે દારુ પીવાય છે, લોકો તેના વ્યસની બને છે અને આવા ઘણા લોકોના કુટુંબીઓ ઉપરોક્ત જાહેરાત વાંચી પોતાના પતિ-દીકરા-ભાઈ વગેરેને દવા કરાવે છે. પણ મારો સવાલ છે કે દારૂબંધી છે તો દારુ આવ્યો ક્યાંથી?
વ્યસનથી જીવન વ્યથ બની શકે છે, ઘણા એવા હોય છે કે જેનું મોઢું પાં-ફાકી, તમાકુને લીધે લાંબા સમયે ખુલી પણ નથી શકતું, બોલી શકે અને જમવામાં પણ મોરું અને સાદું જમવું પડે. આપને આપણા અને આપણા કુટુંબનો વિચાર કરી વ્યાસન છોડવું જોઈ.


No comments:

Post a Comment