Monday, March 28, 2011

સ્કૂલના દિવસો

રાજકોટની ૬૭ વર્ષ જૂની એવી કડવીબાઈ વિરાણી માં મારો અભ્યાસ કરેલો, ખુબ જ સુંદર શાળા ને આજે પણ એટલી જ નામના ધરાવે છે.આજે ૦૭/૦૨/૧૦ ના રોજ જુના બધા વિદ્યાર્થીનું સંમેલન હતું. આજે સ્કૂલ છોડી તેને 10 વર્ષ થઇ ગયા તો પણ અમારું ગ્રૂપ એકબીજાના સંપર્કમાં હતું, અને જે લોકોનો સંપર્ક થઇ શકે એમ હતો એ બધાને ફોન કરી કીધું કે આ દિવસે ભેગું થવાનું છે, બધા પોતાના અંગત કામ છોડી અને તે દિવસે ભેગા થયા. એકબીજાને જોતા એક જ સવાલ, તું તો એવી જ છો, તું તો સાવ બદલાય ગઈ. શું કરે છે તું? તો કોઈ કહે હું તો હાઉસવાઈફ  છું, ૧/૨ દીકરા/દીકરી છે તો કોઈ કહે હજુ મારે તો વાર છે. કોઈ કહે હું તો સંસારમાં એટલી બધી ખોવાઈ ગઈ છું કે મારા માટે વિચારવાનો સમય જ નથી મળતો, જુના દિવસો કેવા સરસ હતા.પણ આજે ભેગા થયા બધો થાક ઉતરી ગયો. કોઈ સરકારી નોકરીમાં છે તો કોઈ ખાનગી. કોઈ ઘરે જ બેસી કઈ કમાય છે. બધા પોતાના સુખ-દુખ ભૂલીને બસ પોતાના જુના દિવસો યાદ કરવા લાગ્યા. અત્યારે ભણતા વિદ્યાર્થી દ્વારા ઘણી વસ્તુનું પ્રદર્શન, મનોરંજનની પ્રવૃત્તિ કરવામાં આવી, અમારું સ્વાગત કરવામાં આવ્યું. તેમના દ્વારા કરવામાં આવેલ પ્રદર્શનતો નિહાળ્યું પણ બધા મિત્રોને તે જોવા કરતા સાથે બેસી પોતાની યાદો તાજા કરવામાં વધારે રસ હતો. ઘણા વિદ્યાર્થી નારાજ થયા હશે પણ ૧૦ વર્ષ પછી તે પણ જયારે આ રીતે સ્કૂલની મુલાકાત લેશે ત્યારે અમને માફ કરી દેશે એવું માનવામાં આવે છે. અમુક ટીચરો નિવૃત થઇ ગયા હતા તો કોઈ ઘણા નિવૃતિના દિવસો બાકી છે એમ કેહતા હતા. શાળા છોડ્યા તેને ૧0 વર્ષ થઇ ગયા તો પણ ભૂલ્યા ન હતા એજ પ્રેમ. પ્રોગ્રામ થોડા જોયા બાદ, અમે બધા સાથે બેસવાનું નક્કી કર્યું પણ તે પેહલા જે રીતે વર્ષો પેહલા નળ નીચે હાથથી પાણી પિતા તે જ રીતે પાણી પીધું અને પછી ગાર્ડનમાં બેઠા અને જુના દિવસો યાદ કરવા લાગ્યા...




ખાદીનો સ્કૂલ ડ્રેસ, વર્ગમાં છત ને બદલે છાપરા, એક વરંડામાં બે ક્લાસરૂમ, નાનો અને મોટો એમ બે પ્રાર્થનાખંડ, પુસ્તકાલય, ગાર્ડન, પ્લે ગ્રોઉંન્ડ, હોસ્ટેલ, ખુબ જ રમણીય વાતાવરણ. ખાદીનો સ્કૂલડ્રેસ, અને એ પણ જાતે બનાવેલો કારણ કે ૮-૯ માં ધોરણમાં સીવણના પીર્ય્ડમાં એ જ શીખડાવે. સ્કૂલની શરૂઆત પણ 
પ્રાથનાથી થાય, દરેકને એક પ્રાથનાપત્ર આપવામાં આવતું. ૧ શ્લોક, ૧ ભજન , અને ૧ ભજન વાર પ્રમાણે દરેક વર્ગનો વારો આવતો. બધા શિસ્તબદ્ધ હાજર થઇ જાય. અને મને આગળ બેસવું બહુ ગમે એટલે હું હમેશા ૧/૨ લાઈનમાં જ બેસું. બધા એક સાથે ભજન ગાય ખુબ જ આનંદ આવે, કોઈ વાર કોઈ વિદ્યાર્થી ગડબડ કરે તો  ટીચર ખીજાય અને જાય અને બીજીવાર ગવડાવે, પણ એ ખુબ મજાના દિવસો હતા. પ્રાથનાખંડમાં સ્કૂલનો chart રાખેલ, મારું પ્રિય એટલે રોજ એક વાર તેને જોવ અને કહું કેટલું સરસ છે. સ્કૂલની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે પ્રાર્થનાખંડ હવે તે સાયન્સ લેબ બની ગઈ છે.પ્રાર્થના ખંડ એટલે મંદિર અને મંદિરની જગ્યા ફરે તે મન માને નહિ. ઘણા ફેરફાર થઇ ગયા, પેહલા હોસ્ટેલના વિદ્યાર્થી ને  ખુબ ઓછી સવલત મળતી અને અત્યારે દરેકને ખુબ સારો રૂમ, ગરમ પાણી, કપડા અને પુસ્તક રાખવા કબાટ વગેરે...., દરેક વર્ગમાં પંખા આવી ગયા, છાપરાની જગ્યાએ છત થઇ ગઈ, ખુસી પણ થઇ અને અફસોસ પણ થયો.


શનિવારે મેદાનમાં જ પ્રાથના થાય, શિયાળો હોય તો પણ, તેમાં પણ કસરત કરાવે. કોઈ વાર તો ઘણા સવાર સવારમાં કસરત કરવામાં આળસ કરે એટલે બે વાર એક જ કસરત કરાવે. સોમ થી શુક્ર બપોરની સ્કૂલ અને શનિવારે સવારની, સવારે ઉઠવાની આળસ આવે પણ યાદ આવે કે સાયકલ લઈને જવાનું છે એટલે બધું ફટાફટ થવા લાગે. અને શનિવારે પ્રાર્થનાદરમ્યાન  કોઈ ને કોઈ પ્રોગ્રામ હોય. કોઈ ડાંસ કરે તો કોઈ ગીત ગાય. એ દિવસોની યાદ ક્યારેય ન જાય. ૧૫મી ઓગ./૨૬મીજાન. જુદા-જુદા પ્રોગ્રામ થાય, વર્ષને અંતે પણ ૧૨મા ધોરણના વિધાથી માટે વિદાય સમારંભ યોજાય, અને તે દિવસે ઘરેથી થાળી લઈને જવાનું અને સ્કૂલ તરફથી નાસ્તો આપવામાં આવતો. ઘરેથી થાળી લઈને જવું ના ગમતું એટલે થોડા-ઘણા તોફાન પણ કરેલા.
રમતનો પીરીયડ હોય અમે બધા બેટ બોલ લઈને રમી, બીજા કોઈને બેટ-બોલ ન આપતા. અમારા વર્ગમાં જ રાખતા ને એક વાર તો ૧૨ ઓવેરનો મેચ પણ રાખેલો.I nternational મેચની જેમ જ. રીસેસ પડે એટલે આખી સ્કૂલમાં ફરી, કોઈ વાર વરંડામાં તો કોઈ વાર ગાર્ડનમાં તો કોઈ વાર ખુલા મેદાનમાં નાસ્તો કરવાનો. સ્કૂલમાં વર્ગની સફાઈ જાતે જ કરવાની, બધાનો રોલ નંબર પ્રમાણે વારો આવે. કયારે પણ કોઈ તકલીફ પડે તો તરત જ ટીચર પાસે જાય, અમારા આચાર્યના ઘર શાળામાં જ હતા એટલે કોઈ ને ગમે ત્યારે કામ પડે ત્યાં જ દોડે અને ખુબ સરસ જવાબ મળે. બધાને એક સમાન ગણે, કોઈ હોશિયાર હોય તો પણ તેટલું જ માં અને નબળું હોય તો પણ તે જ માન. વર્ષમાં એક વાર પ્રોજેક્ટ આપવામાં આવતો, એમાં એક વખત અમને રેપર માંથી સવાલ-જવાબ બનાવવા કીધું. બધા વિચારવા લાગ્યા આ તે કેવી રીતે કરવું, આવું થોડું હોય,કઈ ઘરમાં કચરા થોડા સાચવ્યા  હોય, અને ત્યારે અમને ટીચરે કીધું મારા ઘરેથી થેલો લઇ આવો તમને બધું મળી જશે.  આપને વિચાર આવે કે આવો પ્રોજેક્ટ કેમ આપ્યો પણ તેનો હેતુ એ હતો કે બધા કોઈ પણ વસ્તુની ખરીદી કરો ત્યારે તેમાં તેના contents વાંચો. તેની mfg. date & expiry date વાંચો. આજે એ બધું સાચા અર્થમાં સમજાય છે. આવી તો ઘણી બધી વાતો જે આજે સમજાય છે.ભણતી વખતે કોઈ ટીચર ખુબ ગમે તો કોઈ જરા પણ નહિ, એટલે ક્યારેક કોઈ બહાનું કાઢી નાના પ્રાર્થનાખંડમાં ચાલ્યા જાય, કોઈ પૂછે તો ખોટું બોલતા પણ ક્યારેક જ. અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવતી, અનેક સ્પર્ધા થતી. ઘણાંમાં ભાગ લીધો અને નંબર પણ આવેલો, ન આવતો તો પણ કઈ શીખ્યા તેનો આનંદ હતો. કોઈ વિદ્યાર્થી સાથે મત ભેદ ન હતો, બધા ખુબ નિર્દોષ હતા, માસુમિયત હતી જે આજના વિદ્યાર્થીમાં ભાગ્યે જ જોવા મળે છે. કોઈ જવાબદારી નહિ, બસ ભણવાનું અને શીખવાનું. કોઈને ખરાબ લાગે કે સારું એવી કોઈ ચિંતા ન હતી. કેહવાય છે ને શાળા એ બાળકનું બીજું ઘર છે. જેમ સાસરે ગયા પછી માવતરની યાદ આવે છે તે જ રીતે આજે તે દિવસોની યાદ આવે છે. કોઈ ભૂલથી પણ એમ પૂછે કે તમને  તમારા કયા દિવસો પાછા જોય છે તે તરત જ કેહવાય જાય કે સ્કૂલના દિવસો.....







1 comment:

  1. Awesome blog & wt a lovely ❤ touching evergreen topic u choose
    U perfecty discribe each & every points wonderfully
    While i read all things are automatically comes out in front of my eyes & i visited my childhood with ur words & description
    No words to discribe my feelungs this time but i can say forsure wt u write & wt i hvnt write we both can understand how we feel for our KVKV school
    Specially this is my 1st & last school as i started from Balmandir upto 12 standards
    Thanks a ton for choosing & describing school topic in your blog
    May God Bless you my pal
    Keep it up

    ReplyDelete