હમણાં થોડા દિવસ પેહલા જ પેટ્રોલના ભાવમાં વધારો થયો, તેલના ભાવમાં પણ વધારો થયો અને તરત જ તેને પુરક અને અન્ય દરેક વસ્તુના ભાવમાં વધારો થવા લાગ્યો, ડુંગળીના ભાવ વધતા જ રેસ્ટોરન્ટવાળા એ સબ્જીના ભાવ વધારી દીધા, તેલના ભાવ વધતા ફરસાણવાળા એ પણ ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો જાહેર કરી દીધો. પેટ્રોલના ભાવ વધતા રિક્ષવલ એ પણ ૫ ના ૧૦ કરી નાખ્યા,દૂધના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થતા ચાના ભાવમાં ૩ રૂપિયાનો વધારો આવ્યો. એક ચા પેહલા ૫ મળતી તે હવે ૧૦માં મળે છે, સોડાના ભાવ સાંભળી થાય છે કે શું આ સોડા ના જ ભાવ બોલે છે ને કે પછી અન્ય જ્યુસ-સરબતના. હા હવે સોડાના પણ ૧૦/૧૨ રૂપિયા થઇ ગયા છે. જ્યાં જોવો ત્યાં એક જ વાત મોંઘવારી,મોંઘવારી ને મોંઘવારી. દરેક વ્યાપારી મોંઘવારીના નામે ભાવમાં વધારે નફો રાખી ધધો કરવા લાગ્યા છે. કોઈ હોટેલમાં મેનુમાં જોઈ તો એક સબ્જી ના ૧૦૦ રૂપિયા અને તે પ્લેટમાં માત્ર ૩ જણ જામી શકે, રોટીના ૨૫ રૂપિયા, પાપડના ૧૭ રૂપિયા!!!!!!!!!!!!! અને છતાં પણ અમુક લોકો પૈસા આપે છે અને દરેક વસ્તુના ભાવ વધતા રહે છે અને મધ્યમવર્ગના લોકોને આ બધી તકલીફનો સામનો કરવો પડે છે.કાપડ ઉદ્યોગમાં પણ આવો જ ભાવ વધારો છે, મોટા લોકોના કપડા હજુ સસ્તા મળી શકશે પણ નાના છોકરના નહિ મળે, ૨-૩ વર્ષના બાળકના પેન્ટનો ભાવ ૩૦૦-૩૫૦ કે તેનાથી પણ વધુ હોય છે.
આમ બધા વેપારીએ ભાવ વધારા પણ મોચીએ તેના ભાવ ન વધારા, શું તેમને મોંઘવારી નથી આવી?આજ-કાલના ભિખારી પણ ૧/૨ રૂપિયા ભીખમાં સ્વીક્રતા નથી કહે છે આમાં તો શું થાય? બિસ્કીટ પણ ના આવે ત્યારે મોચી આજે પણ તે ૧-૨ રૂપિયામાં આપના ચંપલ રીપેર કરી આપે છે, તે આખા દિવસમાં ૧૦૦ રૂપિયા કમાય શકતો હશે? માત્ર એક પેટી લઈને રસ્તા પર ગમે ત્યાં બેસી ધંધોં કરે છે, તડકા-છાયામાં પણ તે સમયસર આવી જાય છે અને પોતાનું કામ કરે છે. આને પ્રમાણિકતા કેહ્વી કે પછી નાસમજ કે પછી આપનો ફાયદો. અને આપને લોકો પણ કોઈ મોટા શો રૂમમાં જઈ જે વસ્તુ ૫ માં મળે તેના ૧૦ દઈને આવી છે અને કહી છે કે ત્યાં ભાવ ન કરાવાય, ખરાબ લાગે. રેસ્ટોરન્ટમાં પણ વધારે ભાવ આપીએ છીએ અને ભાવ નથી કરાવતા પણ નાના વ્યાપારી પાસે સૌ કોઈ ભાવ કરાવે છે.મોલમાં જઈને ખરીદી કરવાનો ટ્રેન્ડ થઇ ગયો છે અને ત્યાં અમુક વસ્તુના ભાવ ૩ ગણા ચુકવે છે, ભાવ પણ ન કરાવે અને નાના વેપારી પાસે રકજક કરે.કોઈ મોચી જો એક ચંપલના ૫ કે તો ત્યાં આપને એને કહી કઈ એક ખીલી મારવાના ૫ થોડા હોય-૨ રૂપિયા જ હોય? આ છે આપની જીન્દગી............એટલે અમીર વધારે અમીર બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે.
No comments:
Post a Comment